Home Blog Page 2114

રાજીનામું આપ્યા બાદ હવે NDA સાથે સરકાર બનાવશે નીતીશ, ભાજપના 2 DyCM પણ લેશે શપથ

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેની સાથે જ રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે. નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ હવે બિહારમાં NDA ગઠબંધનવાળી નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ સાંજે પાંચ વાગ્યે રાજભવનમાં યોજાશે, જેના માટે રાજભવનમાં તૈયારીઓ ચાલી રહી છે. નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

બિહારમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા DyCM!

તો સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે આ વખતે બિહારમાં મોટો ફેરફાર કર્યો છે. ગત વખત ભાજપે પછાત વર્ગથી આવનારા તારકેશ્વર પ્રસાદ અને રેણુ દેવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો આ વખતે ભૂમિહાર સમુદાયથી આવનારા વિજય સિન્હા અને પછાત વર્ગથી આવનારા સમ્રાટ ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

8 મંત્રી શપથ લે તેવી શક્યતા

નીતીશ કુમાર સતત 9મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિન્હા, વિજય ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, શ્રવણ કુમાર, પ્રેમ કુમાર, સંતોષ કુમાર સુમન અને સુમિત સિંહ મંત્રી પદના શપથ લેશે. સુમિત સિંહ અપક્ષ ધારાસભ્ય છે. સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હા બિહારના નવા નાયબ મુખ્યમંત્રી બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે સાંજે લગભગ 5.00 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. સમ્રાટ ચૌધરીને ભાજપ વિધાયક દળના નેતા અને વિજય સિન્હાને ઉપનેતા બનાવાયા છે.

મહાગઠબંધનની સ્થિતિ બરાબર નથી : નીતીશ કુમાર

રાજ્યપાલને મળ્યા બાદ નીતીશ કુમારે કહ્યું કે, ‘આજે મેં રાજીનામું આપી દીધું છે, હવે નવા ગઠબંધનમાં જઈ રહ્યો છું. મહાગઠબંધનની સ્થિતિ બરાબર નથી, કામ ન થવાથી તકલીફ થઈ. મેં મારા પક્ષના લોકોની સલાહ બાદ રાજીનામું આપી દીધું છે. મેં અગાઉનું ગઠબંધન (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન) છોડીને નવું ગઠબંધન બનાવ્યું હતું, પરંતુ તેમાં પણ સ્થિતિ અયોગ્ય હતી. તે લોકો જે રીતે દાવાઓ અને ટિપ્પણી કરી રહ્યા છે, તેનાથી પાર્ટીના નેતાઓ નારાજ થયા છે, તેથી આજે મેં રાજીનામું આપ્યું અને અમે અલગ થઈ ગયા.’

વાહ ભાઈ વાહ! – ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪

વાહ ભાઈ વાહ! – ૨૮ જાન્યુઆરી, ૨૦૨૪

૨૮ જાન્યુઆરી, ૨૦૨૪

૨૮ જાન્યુઆરી, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 28/01/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળી શકે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજના યોગ છે, આરોગ્યબાબત કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુઅભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે માટે આજે શાંતિ રાખવી સારી કહી શકાય.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટીમુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્યમાટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. એકંદરે દિવસ શાંતિથી પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરાકરવા માટેકે તમારા લગ્ન અથવા કોઈના લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય, પ્રિયજન સાથે દિવસ સારી રીતે પસાર થાય.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે, તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરાવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર બાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીનાદર્દ હોય તેવા લોકો માટે આજે પરેજી પાળવામાં ચોકસાઈ રાખવી જરૂરી છે. દિવસ શાંતિથી પસાર કરવો.


આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવું પણ બની શકે છે. કોઈના લગ્નબાબત વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડીક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે અને ઉત્સાહિત થવાય તેવું બની શકે છે.


આજે એકલા હાથે ઘણા કામકરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય.ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 28/01/2024

IND vs ENG: ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત

ભારત ‘A’ એ તેની શાનદાર ઓલરાઉન્ડ રમતના આધારે શનિવારે બીજી બિનસત્તાવાર ટેસ્ટમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે એક દાવ અને 16 રને જીત નોંધાવી અને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી. ભારતીય ટીમે બીજા દાવમાં ઈંગ્લેન્ડ લાયન્સને 321 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડ લાયન્સની ટીમે 8 વિકેટે 304 રન સાથે દિવસની શરૂઆત કરી હતી, પરંતુ માત્ર 5.2 ઓવરમાં અર્શદીપ સિંહ (2/62) અને યશ દયાલ (1/37) અને ઓલી રોબિન્સન (85) અને ટોમ લોસ (32) આઉટ થઈ ગયા હતા.

અર્શદીપ અને ઉપેન્દ્ર યાદવે તબાહી મચાવી હતી

અર્શદીપે ઈંગ્લેન્ડની ઈનિંગ્સની 88મી ઓવરમાં રોબિન્સનને વિકેટકીપર ઉપેન્દ્ર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જ્યારે લોઝે તેના આગલા દિવસે 18 રનના સ્કોરમાં વધુ 14 રન ઉમેર્યા હતા. દયાલના બોલ પર આકાશદીપે કેચ પકડ્યો. સરફરાઝ ખાનને 161 રનની ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

સરફરાઝ અને દેવદત્ત પડિકલની સદી

સરફરાઝ અને દેવદત્ત પડિકલ (105)ની સદીની મદદથી ભારત ‘A’એ પ્રથમ દાવમાં 489 રન બનાવ્યા હતા. લેફ્ટ આર્મ સ્પિનર ​​સૌરભ કુમારે 22મી વખત ઈનિંગમાં 5 વિકેટ લઈને ઈન્ડિયા ‘A’ને જીતની ઉંચાઈ પર પહોંચાડ્યું. આકાશદીપે કુલ 6 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ મેચ ડ્રો રહી હતી

શ્રેણીની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. કેએસ ભરત અને SAI સુદર્શને તે મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. માનવ સુથારે પણ અડધી સદીની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 553/8 અને બીજી ઈનિંગમાં 163/6 પર ડિકલેર કરીને 489 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. છેલ્લી મેચ 1લી ફેબ્રુઆરીથી રમાશે.

રોહન બોપન્ના બન્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન

ભારતના દિગ્ગજ ટેનિસ સ્ટાર રોહન બોપન્નાનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ ડબલ્સ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને તેની રાહ પણ પૂરી કરી હતી. 27 જાન્યુઆરી શનિવારના રોજ મેલબોર્ન પાર્ક ખાતે યોજાયેલી ફાઇનલમાં બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન સાથી મેથ્યુ એબ્ડેને સિમોન બોલેલી અને આન્દ્રે વાવાસોરીની ઇટાલિયન જોડીને 7-6, 7-5થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે બોપન્નાએ તેની કારકિર્દીમાં પ્રથમ વખત મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું. આટલું જ નહીં, તેણે 43 વર્ષની ઉંમરમાં આ ટાઈટલ જીતીને રેકોર્ડ બનાવ્યો. તે ગ્રાન્ડ સ્લેમમાં પુરૂષોની કોઈપણ ઈવેન્ટનો ખિતાબ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો.

ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં બોપન્ના અને એબ્ડેનને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ નવા વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમમાં આ જોડીએ ટાઈટલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. 2003માં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરનાર બોપન્ના લાંબા સમયથી પુરૂષ ડબલ્સમાં ગ્રાન્ડ સ્લેમ ખિતાબની રાહ જોઈ રહ્યો હતો પરંતુ તે તેમાં ક્યારેય સફળ થયો ન હતો. તેની કારકિર્દીમાં એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ 2017માં આવ્યો હતો, જ્યારે તેણે ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.

મેલબોર્ન પાર્કમાં યોજાયેલી આ ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની જોડીને જીતવા માટે વધારે મહેનત કરવી પડી ન હતી. ટૂર્નામેન્ટમાં બીજા ક્રમાંકિત આ જોડીએ પ્રથમ સેટમાં થોડી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેણે ટાઈ બ્રેકરમાં ઈટાલિયન જોડીને રોકી હતી. બીજો સેટ પણ ટાઈ-બ્રેકર તરફ જતો હોય તેવું લાગતું હતું પરંતુ 5-5ની બરાબરી બાદ બોપન્ના અને એબ્ડેને બોલાઈ-વાવસોરીની સર્વિસ તોડીને જીત તરફ એક પગલું ભર્યું હતું. ત્યારપછી બીજી જ ગેમમાં બોપન્ના-એબડેને તેમની સર્વિસ પર ખિતાબ જીત્યો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડના દિવ્યાંગ ક્રિકેટરોની મેચો રમાશે

અમદાવાદ : શહેરના મોટેરા વિસ્તારનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નવું બન્યુ ત્યારથી એક પછી એક વૈશ્વિક કક્ષાના કાર્યક્રમો, આઈપીએલ મેચો, વર્લ્ડ કપની મહત્વની મેચો રમાઈ છે. ત્યારે હવે વર્ષ 2024ની શરૂઆતે મુકુલ માધવ ફાઉન્ડેશન ફિઝિકલ ડિસેબિલિટી T 20I ટ્રોફી 2024 ઈન્ડિયા વિ. ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચો રમાશે.


ડિફ્રન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DCCI) ની આ મેચો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બી ગ્રાઉન્ડમાં રમાશે. 28, 30 જાન્યુઆરી, 1, 3, 6 ફેબ્રુઆરી એ સવારે 9:30 કલાકે T 20I ક્રિકેટ મેચો રમાશે.

અમદાવાદના આંગણે રમાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની આ મેચો પહેલાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ક્રિકેટરોએ નેટ પ્રેક્ટિસમાં ભાગ લીધો હતો. બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડના દિવ્યાંગ ક્રિકેટરો પોતાનું ધમાકેદાર ઉત્કૃષ્ટ પર્ફોમન્સ બતાવી ક્રિકેટ મુકાબલામાં ભાગ લેશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રામજન્મ ભૂમિમાં પણ ગુંજશે બગદાણાનો હરિહરનો સાદ

સૌરાષ્ટ્રના ધર્મસ્થાનકો હરિહરના સાદ અને રામરોટી માટે પણ ખાસ જાણીતા છે. વિરપુર જલારામબાપા મંદિર તરફથી અયોધ્યા મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રામલલાને કાયમને માટે થાળ ધરાવવાની જાહેરાત થઇ છે તો બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા સોમવાર તા.29મી જાન્યુઆરીથી અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ થશે જ્યાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઇમ ભાવિકોને વિનામૂલ્યે મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારની ખાસ મંજુરી દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ થઇ રહ્યું છે જે 60 દિવસ માટે ધમધમતું રહેશે.

બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ

દેશભરમાંથી ભાવિકોનો પ્રવાહ હવે અવધ નગરીમાં ઉમટી રહ્યો છે ત્યારે ભગવાન રામના દર્શનાર્થે આવી રહેલા ભાવિક ભક્તોની સેવામાં બગદાણા ગુરૂઆશ્રમ દ્વારા આ અન્નક્ષેત્રમાં સવારે ચા અને પૌવા, બપોરે 11 થી 4 ભોજન- મહાપ્રસાદ તેમજ સાંજે 7 થી 10માં પણ ભોજન- મહાપ્રસાદ પીરસાશે. આ ઉપરાંત બગદાણાની જેમ જ ચાનો પ્રસાદ આખો દિવસ વિતરીત થશે.

વિશાળ જગ્યામાં આ બાપા સિતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું

અયોધ્યામાં એક નવા જ વિકસાવેલા વિસ્તાર કે જેને નવી અયોધ્યા ગણવામાં આવે છે ત્યાં હાઇવે પર વિશાળ જગ્યામાં આ બાપા સિતારામ અન્નક્ષેત્ર તૈયાર કરાયું છે. ઉત્તરપ્રદેશ સરકારની ખાસ મંજૂરી આ માટે આપવામાં આવી છે.
29 મીએ પૂ.બજરંગદાસબાપાની પૂણ્યતિથી છે આ દિવસથી જ અયોધ્યામાં બાપા સિતારામ અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે. અને 60 દિવસ સુધી આ અન્નક્ષેત્ર ધમધમતું રહેશે. પૂ.બાપાના ભક્તોનો પડાવ હાલ અયોધ્યામાં છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ક્ષેત્રમાં અન્ય ધર્મસ્થાનકોના 6 જેટલા અન્નક્ષેત્ર લગભગ 1 ફેબ્રુઆરી સુધીમાં ધમધમતા થઇ જશે. બગદાણા ગુરૂઆશ્રમ સંચાલિત બાપા સિતારામ અન્નક્ષેત્રમાં 50 રસોયા, 25 સહાયકો તેમજ 150 સ્વયંસેવકો સેવામાં રહેશે.

ગણપત યુનિવર્સિટીના આંગણે ઉજવાયો “રાષ્ટ્રીય મતદાતા દિવસ”

25મી જાન્યુઆરીના રોજ દેશભરમાં મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણીના ભાગ રૂપે ગણપત યુનિવર્સિટી દ્વારા પણ મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગણપત યુનિવર્સિટીના આંગણે યોજાયેલા નમો નવ મતદાતા સંમેલન ને સંબોધન કરતા ગણપત દાદાએ યુવા વિદ્યાર્થીઓ અને આ વખતની ચૂંટણી અવસરે પ્રથમ વાર મતદાનનો અધિકાર પ્રાપ્ત કરી રહેલા યુવા મતદારોને શીખ આપતા જણાવ્યું હતું કે દેશભરમાં તાજેતરમાં શ્રી રામ મહોત્સવ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયો એમાંથી પણ આપણે શીખવાનું છે. ભગવાન રામના આદર્શને જીવનમાં ઉતારવાના છે. હનુમાનજી પાસેથી વફાદારીના પાઠ શીખવાના છે. હાર્ડ વર્કિંગ શીખવાનું છે.
આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના શાસનમાં દેશે ખુબ પ્રગતિ કરી છે એટલે આપણે એમની સાથે રહી શકીએ એમ છીએ. ખરું ને ?

નમો નવ મતદાતા સંમેલનનું આયોજન ગુજરાતના ભારતીય જનતા યુવા મોરચાના મહેસાણા એકમ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેના પ્રમુખ અને ગણપત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી ભાઈ મયુર પટેલ અને મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર પણ ખાસ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. એમણે બંનેએ પોતાના વક્તવ્યમાં નવા મતદાર તરીકે આ વર્ષે મતદાન કરવા જઈ રહેલા યુવા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અમે તમને એમ કહેવા નથી આવ્યા કે તમે અમને મત આપો પરંતુ એટલું જ કહેવા આવ્યા છીએ કે તમે જેને મત આપો એમને સમજી વિચારીને આપજો કારણ કે તમારા સૌના એક એક મતની કિંમત ખુબ ઊંચી છે. તમે હવે એક જવાબદાર મતદાતા બન્યા છો. તમારો મત ભારતનું ભાવિ નક્કી કરશે.

ગિરીશભાઈ રાજગોરે વડાપ્રધાન નરેન્દ્રભાઈની તમામ મોટી અને મહાન સિદ્ધિઓને વિગતવાર વર્ણવી અને બિરદાવી હતી. તો મનોજભાઈ ગઢવી સહીત અન્ય કેટલાંક યુવા નેતાઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. ગણપત યુનિવર્સિટી વતી આ સંમેલનના આયોજનને સફળ બનાવવા માટે ફાર્મસી કોલેજના ડીન પ્રોફેસર ડૉક્ટર પી યુ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે યુવા વિદ્યાર્થી મિત્રોએ નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના યુવા મિત્રોને કરેલું જાહેર પ્રવચન લાઈવ સાંભળ્યું હતું.