Home Blog Page 2103

રાજવી કવિ કલાપીની 150 મી જન્મજયંતી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું

રાજવી કવિ કલાપીની 150 મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કવિ કલાપીની કવિતામાં એમના પત્રોમાં અને એમના જીવનમાં કેવા અદભૂત રંગો હતા એ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઘાટકોપર, મુંબઈમાં આયોજિત રવિવારના કાર્યક્રમમાં ભાવકો અનુભવી શક્યા હતા.

અકાદમીના અધ્યક્ષ સ્નેહલ મઝુમદારની રજૂઆતની શૈલી હળવી ફૂલ હોય છે. છંદબધ્ધ મંગલાષ્ટક દ્વારા કલાપીનો પરિચય આપી એમણે કાર્યક્રમનો માહોલ બાંધી દીધો. કલાપીની કઈ રચના પ્રથમ રજૂ થશે એની શ્રોતાઓને ઉત્સુકતા હતી. કલાપીની ‘ગ્રામ્યમાતા’ રચના ગુજરાતી સાહિત્યરસિકોનાં હૃદયની નિકટ છે. આ રચનાનું બે કુમારિકાઓ જીવિકા ગાલા અને સ્વરા શાહે છંદને અનુરૂપ આરોહ અવરોહ સાથે ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધાં હતા.

ત્યાર બાદ વારો હતો કલાપીના પત્રોનો. ડૉ.સેજલ શાહને અભ્યાસી વક્તા તરીકે મુંબઈ તથા ગુજરાત ઓળખે છે. કવિ કલાપીના પત્રો વિશે એમણે રસપ્રદ વાતો કરી. કલાપી કાશ્મીર ઘણા મહિના રોકાયા હતા એ દરમિયાન એમણે એમના હૃદયની વધુ નિકટ એવાં પત્ની રમાબાને અનેક પત્રો લખ્યાં હતાં. એ પત્રોમાં એમના હૃદયની ઊર્મિનું મેઘધનુષ મળે છે. કલાપી રમાને સંબોધન પણ લાંબા કરતા. રમાનો પત્ર સમયસર ન મળે તો તેઓ ઉદ્વિગ્ન થતા. રમાને લખાયેલાં પત્રની સામે બીજાં પત્ની આનંદીબાને લખાયેલાં પત્રો જોઈએ તો એ સાવ ટૂંકા રહેતાં. સંબોધન પણ ટૂંકું રહેતું. શોભનાને લખાયેલા પત્રોમાં પણ અલગ રીતે એમના હૃદયની ઊર્મિ ઠલવાતી. કવિ કાન્તને લખેલા પત્રોમાં પુસ્તકોની વાત તથા અન્ય સાહિત્યલક્ષી લખાણ મળે છે. કલાપીના જીવનના વિવિધ પાસા સેજલ શાહે પત્રોના વાંચન દ્વારા ઉઘાડી આપ્યા.

જાણીતા રંગકર્મી રાજુલ દીવાને કલાપીની એકોક્તિનું મસ્ત વાચિકમ કરી જલસો કરાવી દીધો. ડૉ.ધનવંત શાહના પુસ્તક કલાપીનો આધાર લઈ કવિ સંજય પંડ્યાએ આ એકોક્તિ લખી છે. કલાપીના બાળપણથી લઈને એમનો કાશ્મીર પ્રવાસ, એમના પ્રણયની વાત, લાઠીની રાજખટપટ, રમાબાની રાજ ચલાવવાની લાલસા, પ્રિયતમા શોભનાને રમાબા દ્વારા બીજે વળાવી દેવી, કલાપીની રચનાઓ, કલાપીની સંવેદના અને કરુણા તથા એમનું અકાળે અવસાન એમ ઘણાં રંગોને આ એકોક્તિમાં સમાવી લેવામાં આવ્યા છે. એકોક્તિ વાચિકમ પછી કલાપીની રચનાઓને ઉત્તમ ગાન દ્વારા રજૂ કરવાનો ઉપક્રમ નિભાવ્યો જાણીતા સ્વરકાર તથા ગાયક સુરેશ જોષી અને જ્હોની શાહે. તે પંખીની ઉપર પથરો…” કે ” જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે” જેવી રચનાઓમાં તો શ્રોતાઓએ પણ સૂર પુરાવ્યો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મઝુમદારે એમની રસાળ શૈલીમાં કર્યું. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને સાબરકાંઠા વિકાસ પરિષદ આ કાર્યક્રમની સહયોગી સંસ્થા હતી. સાબરકાંઠા વિકાસ પરિષદના રાકેશ જોષી તથા ઘાટકોપર બ્રાહ્મણ સમાજનાં પ્રમુખ પ્રવીણભાઈ ઠાકર , મનોજ ભટ્ટ, આશાબેન ભટ્ટ, નીલા જાની ઉપરાંત સોમૈયા કૉલેજનાં ભૂતપૂર્વ આચાર્યા ડૉ.સુધા વ્યાસ, શશિકાંત સોમપુરા , મેડિકલ ક્ષેત્રે સેવાના ભેખધારી યોગેશ ગાલા, ડૉ.મંજરી મઝુમદાર તથા અકાદમીની કારોબારી સમિતિના સભ્યો સંજય પંડ્યા અને નિરંજન પંડ્યાની ઉપસ્થિતિ હતી. શ્રોતાઓથી છલકાતા હૉલમાં વાતાવરણ કલાપીમય બની ગયું હતું અને 150 વર્ષે પણ રાજવી કવિ કલાપી કે કવિ કાન્તના શબ્દોમાં ‘ સૂરતાની વાડીના મીઠા મોરલા ‘ એવા કલાપી કેવા તરોતાજા છે એનો આ કાર્યક્રમ અહેસાસ કરાવી ગયો.

GU ઉત્તરવહી કાંડ મામલે 14 આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ઉત્તરવહી કાંડ મામલે પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અગાઉ મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને સની સિંહની ધરપકડ થઈ ચૂકી છે. 11 જુલાઈએ યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી ઉત્તરવહી ગુમ થઈ હતી. પોલીસની કડક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ ઉત્તરવહી કાંડમાં આરોપીઓ સની અને અમિત વિદ્યાર્થી પાસે પેન્સિલથી હેશ કરેલ નિશાની કરાવતા હતા, તો બીજી તરફ ઉત્તરવહીમાં આગળના ભાગે સ્વસ્તિકનું નિશાન પણ કરાવતા હતા. ગુજરાત યુનિવર્સિટીના એસેસમેન્ટ સેન્ટરમાંથી 11 જુલાઈએ યુનિવર્સિટી ઉત્તરવહી ગુમ થઈ હતી. મુખ્ય આરોપી રાતના સમયે જૂના વાડજ બસ સ્ટેન્ડ પાસે બોલાવતા હતા. આ વિદ્યાર્થીઓના પહેલાં મોબાઈલ બંધ કરાવી દેતા ત્યાર પછી તેમને આંખે પાટા બાંધીને એ મકાનમાં લઈ જતા હતા, જેમાં પેપર લખવાનું હોય ત્યાં પહોંચીને તેઓ પેપર લખાવતા હતા. આરોપીઓ સોશિયલ મિડિયા મારફતે વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા હતા. ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર સતત આ પ્રકારના વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતા હતા. સન્ની અને અમિત અસેમેન્ટ સેંટર પરના પ્યુનને એક લિસ્ટ આપતા હતા. પટાવાળો લિસ્ટ મળતાની સાથે જ ડીલ થયેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ આપતો હતો. આ ઉત્તરવહીઓને એસેસમેન્ટ સેન્ટરમાં પાછી મૂકી દેવામાં આવતી હતી. આ કામ પેટે એક વિદ્યાર્થી પાસેથી રૂ. 50, 000થી વધારે વસૂલવામાં આવતા હતા.

 

 

,

 

 

 

 

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર લગાવ્યા કેટલાક પ્રતિબંધ, જાણો…

નવી દિલ્હીઃ RBIએ પેટીએમ પેમેન્ટ બેન્કની વિરુદ્ધ ડિપોઝિટ્સ લેવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરી પછી બેન્કિંગ સર્વિસ નહીં આપી શકે. RBIએ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નિયમનું પાલન નહીં કરવાને કારણે RBIએ કાર્યવાહી કરી છે.

મધ્યસ્થ બેન્કે કહ્યું હતું કે ઓડિટમાં સુપરવાઇઝરી ખામીઓ જોવા મળી છે. જેથી 15 માર્ચ સુધી બેન્ક નોડલ અકાઉન્ટ સેટલ કરે. નવા ગ્રાહકો પાસેથી ડિપોઝિટ લેવા પર તત્કાળ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં હવે ટ્રાન્ઝેક્શન નહીં થાય. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે એક વ્યાપક સિસ્ટમ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સ દ્વારા અનુગામી અનુપાલન ચકાસણી અહેવાલમાં બેંકમાં સતત બિન-અનુપાલન અને સતત સામગ્રી સુપરવાઇઝરી ચિંતાઓ બહાર આવી છે, જેના માટે વધુ સુપરવાઇઝરી પગલાંની જરૂર છે. જેથી RBI એ પેટીએમ  પેમેન્ટ્સ બેંક પર તાત્કાલિક અસરથી નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, એમ RBIએ 31 જાન્યુઆરી 2024એ આદેશ જારી કર્યો હતો.

RBIએ સ્પષ્ટતા કરી છે કે ધિરાણકર્તાના ગ્રાહકો તેમના ખાતામાંથી બેલેન્સ ઉપાડી શકે છે અને તેનો ઉપયોગ પણ કરી શકે છે. જેમાં બચત બેંક ખાતા, ચાલુ ખાતા, પ્રીપેડ ઉપકરણો, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

‘વિશ્વના હિંદુઓ માટે એક નવા યુગની શરૂઆત’ : કેનેડિયન સાંસદ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં તેનો પડઘો સંભળાયો. આ મામલે કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે આ દુનિયાભરના 1.2 અબજ હિંદુઓ માટે નવા યુગની શરૂઆત છે. એક સમાચાર એજન્સી અનુસાર, બુધવારે રામ મંદિર પર કેનેડાની સંસદમાં બોલતા ચંદ્ર આર્યએ કહ્યું કે જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે હું ઓટાવાના હિન્દુ મંદિરમાં હતો અને તેનું લાઈવ કવરેજ જોયું. આ એક ભાવનાત્મક ક્ષણ હતી.

‘નવા યુગની શરૂઆત’

તેમણે કહ્યું, વિશ્વના સૌથી જૂના ધર્મના ઈતિહાસમાં 22 જાન્યુઆરી, 2024 એ કેનેડાના 10 લાખ હિંદુઓ સહિત વિશ્વભરના 1.2 અબજ હિંદુઓ માટે એક નવા યુગની શરૂઆત છે. સદીઓની અપેક્ષા અને અપાર બલિદાન પછી અયોધ્યામાં દૈવી મંદિરનું ઉદ્ઘાટન ભગવાન શ્રી રામના અભિષેક સાથે કરવામાં આવ્યું હતું, જે મૂર્તિને દેવતામાં પરિવર્તિત કરે છે.

કેનેડાના 115 મંદિરોમાં લાઈવ કવરેજ જોવા મળ્યું

કેનેડાની સંસદમાં તેમણે કહ્યું કે રામ મંદિર ઉદ્ઘાટનનું લાઈવ કવરેજ લગભગ 115 મંદિરો અને ઘણા કાર્યક્રમોમાં જોવા મળ્યું. ભારતીય મૂળના કેનેડિયન સાંસદે જણાવ્યું હતું કે, “અન્ય હિંદુઓની જેમ કેનેડામાં લગભગ 115 મંદિરો અને કાર્યક્રમોમાં, મેં ઓટ્ટાવા હિંદુ મંદિરમાં આ ભાવનાત્મક ક્ષણનું લાઇવ કવરેજ જોયું. ભારતને હિંદુઓના જન્મસ્થળ તરીકે વર્ણવતા, તેમણે વધુમાં કહ્યું, હિંદુ ધર્મનું જન્મસ્થળ ભારત, એક મોટી વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક રાજનીતિક શક્તિ તરીકે ઉભરવા માટે તેની સંસ્કૃતિનું પુનઃનિર્માણ કરી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કેનેડા અને ભારત આર્થિક તકો વહેંચવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કુદરતી ભાગીદાર છે.

ઝારખંડના CM સોરેને ED અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી

રાંચીઃ ઝારખંડના CM હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ FIR નોંધાવી છે. સોરેને કપિલ રાજ, દેવવ્રત ઝા, અનુપમ કુમાર, અમન પટેલ અને અન્ય EDના અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે આ અધિકારીઓએ 30 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. એ દ્વારા મને અને મારા સમાજને હેરાન કરવા અને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

તેમણે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે 27-28 જાન્યુઆરીએ હું દિલ્હીની મુલાકાતે હતો. એ દરમ્યાન દિલ્હી સ્થિત રાજ્યના નિવાસ અને ઓફિસ માટે ભાડા પર લેવામાં આવી છે. હું ત્યાં ઊતર્યો હતો. મને માલૂમ પડ્યું હતું કે આ અધિકારીઓએ મારા સત્તાવાર નિવાસસ્થાનની તપાસ કરી હતી. આ દરોડા મને સૂચના વગર પાડવામાં આવ્યા હતા.

સોરેને ફરિયાદમાં કહ્યું હતું કે તપાસ એજન્સીના અધિકારીઓએ ખોટી સૂચના લીક કરી હતી. તેમણે મોટી માત્રામાં ગેરકાયદે રોકડ જપ્ત કરી હતી, પણ મારી પાસે કોઈ ગેરકાયદે રોકડ છે જ નહીં. જે BMW કાર જપ્ત કરી હતી, એ મારી નહોતી. ED અધિકારીઓને કારણે તેમને અને તેમના પરિવારને માનસિક ક્ષતિ પહોંચી છે અને તેમણે પોલીસથી એ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનું આહવાન કર્યું હતું.EDની ટીમ રાંચીમાં સોરેનથી પૂછપરછ કરવા માટે બપોરે CM નિવાસસ્થાને પહોંચી હતી. સાત અધિકારીઓની ટીમની સાથે સુરક્ષા દળો પણ પહોંચ્યા હતા. સોરેનને અત્યાર સુધી 10 સમન્સ જારી થઈ ચૂક્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજસ્થાનમાં હિજાબ પરનો વિવાદ વકર્યો

જયપુરઃ કર્ણાટક પછી સરકારી સ્કૂલોમાં હિજાબનો મામલો રાજસ્થાનમાં ગરમાતો જઈ રહ્યો છે. રાજસ્થાનના હવા મહેલથી ભાજપના વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્યે 27 જાન્યુઆરીએ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવ્યો હતો.

વિધાનસભ્ય જયપુર શહેરના ગંગાપોલ ક્ષેત્રની એક સરકારી સ્કૂલના કાર્યક્રમમાં સામેલ થયા હતા. એ દરમ્યાન તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને કર્મચારીઓને પૂછ્યું હતું કે સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કેમ આવી છે? વિધાનસભ્યએ વાંધો ઉઠાવતાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.ત્યાર પછી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીએ જયપુરમાં એક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને વિધાનસભ્યના નિવેદનનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિધાનસભ્યને પોતાના નિવેદન બદલ માફી માગવા કહ્યું હતું.

સું સરકાર હિજાબ પર પ્રતિબંધ મૂકશે?

રાજસ્થાન સરકાર અન્ય રાજ્યો પાસે હિજાબ પ્રતિબંધ પર સ્થિતિ રિપોર્ટ માગવા પર વિચાર કરી રહી છે. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ સ્તરે હિજાબ પ્રતિબંધ પર રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ મંત્રી મદન દિલાવરને મોકલવામાં આવશે.દિલાવરે વિભાગથી અન્ય રાજ્યોમાં હિજાબ પ્રતિબંધની સ્થિતિ અને રાજસ્થાનમાં એની અસરને લઈને રિપોર્ટ માગી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જ્યાં ડ્રેસ કોડનું પાલન નથી કરવામાં આવતું, ત્યાં કડક પગલાં લેવામાં આવે. સ્કૂલો અને અન્ય સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં સરકારી આદેશોનું પાલન કરવું પડશે અને વિદ્યાર્થીઓએ પણ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.

આ પહેલાં પણ ભજનલાલ સરકારના વરિષ્ઠ મંત્રી ડો. કિરોડીલાલ મીણાએ આ અંગે એક નિવેદન આપતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે મુખ્ય મંત્રી સાથે વાત કરશે. તેમનું કહેવું હતું કે દરેક શાળાઓમાં સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. એક આરોપ લગાવતા કહ્યું હતું કે હિજાબનું સમર્થન કરનારાઓ નથી ઈચ્છતા કે મુસ્લિમ સમાજની છોકરીઓ શિક્ષિત થાય. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પછી તે શાળાઓ હોય કે મદરેસા હોય. મીણાએ ઈતિહાસને ટાંકીને કહ્યું હતું કે હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

 

42 દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓએ BAPS હિન્દુ મંદિરની લીધી મુલાકાત

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારતીય રાજદૂત સંજય સુધીરે મંગળવારે અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના વિશેષ પ્રવાસ માટે વિશ્વભરના રાજદ્ધારીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અબુ ધામીમાં હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. રાજદૂતો મંદિરની અનન્ય સ્થાપત્ય,  અદભૂત રચના, એકતા, શાંતિ અને સંવાદિતા સંદેશથી પ્રભાવિત થયા હતા.

નોંધનીય છે કે BAPS મંદિરનાં ઉદઘાટનને એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. ત્યારે સંજય સુધીરે મંદિરના વિશેષ પ્રવાસ માટે વિશ્વભરમાંથી રાજદ્વારી કોર્પ્સનું આયોજન કર્યું હતું.

યુએઈમાં 21 એકરના બાંધકામમાં BAPSના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય રાજદૂત સંજય સુધીરના આમંત્રણ પર, 42 રાષ્ટ્રના પ્રતિનિધિઓએ આ મંદિરની મુલાકાત લીધી હતી.

મંદિરની મુલાકાતે આંતર સાંસ્કૃતિક સમજ, સદભાવના અને આદરને પ્રોત્સાહન આપવા માટે સેવા આપી હતી જ્યારે મહેમાનોને મધ્ય પૂર્વના ઉદ્ઘાટન પરંપરાગત હિન્દુ મંદિરની ચાલી રહેલી પ્રગતિ જોવાની તક પૂરી પાડી હતી, જે સહનશીલતા અને સંવાદિતાના સાર્વત્રિક સિદ્ધાંતોનું પ્રતીક છે.

મંદિરની મુલાકાત લેનારાઓમાં આર્જેન્ટિના, આર્મેનિયા, બહેરીન, બાંગ્લાદેશ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કેનેડા, ચાડ, ચિલી, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડોમિનિકન રિપબ્લિક, ઇજિપ્ત, યુરોપિયન યુનિયન, ફિજી, ગેમ્બિયા, જર્મની, ઘાના, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, મોલ્ડોવા, મોન્ટેનેગ્રો, નેપાળ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, નોર્વે, નાઈજીરીયા, પનામા, ફિલિપાઈન્સ, પોલેન્ડ, સેશેલ્સ, સિંગાપોર, શ્રીલંકા, સ્વીડન, સીરિયા, થાઈલેન્ડ, યુએઈ, યુકે , યુએસ, ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાનાં રાજદૂતો અને વરિષ્ઠ રાજદ્વારીઓ હતા.

60 થી વધુ મહાનુભાવોનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજદૂત સુધીરે સંક્ષિપ્ત સ્વાગત પ્રવચનમાં, હાજરી આપવા બદલ પ્રતિષ્ઠિત મહેમાનોનો આભાર માન્યો અને મંદિર પૂર્ણ થવાના આરે એમણે જણાવ્યું કે, તે અશક્ય લાગતું હતું, પરંતુ સ્વપ્ન ખરેખર વાસ્તવિકતા બની ગયું છે.

BAPS હિંદુ મંદિર પ્રોજેક્ટના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસ એમના મુખ્ય વક્તવ્યમાં મંદિરના ઐતિહાસિક મહત્વ, બાંધકામ પ્રક્રિયા અને વૈશ્વિક પ્રભાવની સંક્ષિપ્ત ઝાંખી પૂરી પાડી હતી. એમણે UAE અને ભારતીય નેતૃત્વ બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી, આંતર ધર્મ અને આંતર સાંસ્કૃતિક સંવાદિતાના શક્તિશાળી એજન્ટ તરીકે મંદિરની ભૂમિકા પર ભાર મૂક્યો.

UAE માં નેપાળના રાજદૂત, તેજ બહાદુર છેત્રીએ મંદિરને તીર્થભૂમિ ગણાવતાં કહ્યું કે, તે એક પ્રેરણાદાયી ઇમારત છે જે આપણને પ્રેમ, સંવાદિતા અને સહિષ્ણુતા વિશે શીખવે છે. તે એવી વસ્તુ છે જે આપણે ભાવી પેઢીને ભેટ આપીશું. મહંત સ્વામી મહારાજ એક મહાન સાધુ છે. એમના કારણે જ લોકોને આ મંદિર બનાવવાની પ્રેરણા મળી હતી, અને તે એક મોટી સફળતા છે.

CM હેમંત સોરેનના પ્લાન પર પાણી ફરી ગયું, ઝારખંડના રાજકારણમાં ઘરેલું વિખવાદ

ઝારખંડમાં હાલ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. EDની તપાસ પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેને આજે એટલે કે બુધવારે ફરી એકવાર ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હેમંત સોરેને બે સાદા કાગળો પર ધારાસભ્યોની સહીઓ મેળવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પેપર કલ્પના સોરેન માટે સાઈન કરવામાં આવ્યું છે જ્યારે બીજા પેપર પર ચંપા સોરેન માટે સાઈન કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડ મુક્તિ મોરચા એટલે કે જેએમએમના 6 ધારાસભ્યો સિવાય કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ કલ્પના સોરેનના નામ પર સહમત નથી. કલ્પનાના નામે મહાગઠબંધનની સાથે સાથે પરિવારમાં પણ બળવો છે. બીજી તરફ પાર્ટી સુપ્રીમો શિબુ સોરેનની મોટી પુત્રવધૂ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી અલગ-અલગ દાવા કરી રહી છે. આ રીતે ઝારખંડના રાજકારણમાં ઘરેલુ વિખવાદ ચાલી રહ્યો છે.

ઝારખંડના રાજકારણમાં ઘરેલું વિખવાદ

તમને જણાવી દઈએ કે ઝારખંડની રાજનીતિમાં ઘરેલું વિખવાદ આવી ગયો છે. શિબુ સોરેનની મોટી પુત્રવધૂ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી સીતા સોરેને કલ્પના સોરેનના નામની પસંદગી પર નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય સીતા સોરેન આજે મોડી સાંજ સુધીમાં સીએમ આવાસ પહોંચશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીતા સોરેને પોતાને સીએમ પદના દાવેદાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે કલ્પના સોરેન તેમને મુખ્યમંત્રી પદ માટે સ્વીકાર્ય નથી. તેણે કહ્યું કે ઘરની મોટી વહુ હોવાને કારણે તેનો અધિકાર છે.

સીએમ હેમંત સોરેન પર EDની તલવાર લટકતી રહી છે

આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર EDની તલવાર લટકી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ આજે જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ કરી રહી છે. EDના અધિકારીઓ સીએમ સોરેનની પૂછપરછ કરવા માટે સીએમ આવાસ પર પહોંચ્યા છે. સોમવારે EDએ તેમના દિલ્હીના આવાસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન EDની ટીમે સોરેનની BMW કાર અને 36 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.

EDએ દિલ્હી CM કેજરીવાલને પાંચમા સમન્સ મોકલ્યા

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એક વાર સમન્સ જારી કર્યા છે. EDએ કેજરીવાલને પૂછપરછ માટે પાંચમી વાર સમન્સ મોકલ્યા છે. આ પહેલાં EDના સમન્સને મુખ્ય મંત્રી કેજરીવાલે બદલાની કાર્યવાહી જણાવી હતી.

આ પહેલાં EDએ 17 જાન્યુઆરી, ત્રીજી જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને બીજી નવેમ્બરે દિલ્હીના CMને સમન્સ મોકલ્યા હતા, પણ તેઓ હાજર નહોતા થયા. EDના સતત સમન્સ જારી કર્યા પછી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ સારી પ્રક્રિયા કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે. ED તેમને પૂછપરછને બહાને ધરપકડ કરવા ઇચ્છે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા ઇચ્છે છે તો એ સવાલ લખીને કેજરીવાલને આપી શકે છે.

કેજરીવાલે EDને મોકલેલા જવાબમાં કહ્યું હતું કે એ દરેક કાનૂની સમન્સ માનવા માટે તૈયાર છે, પણ EDના આ સમન્સ પાછલા સમન્સની જેમ ગેરકાયદે છે. તેમણે એને રાજકારણથી પ્રેરિત બતાવતાં પરત લેવાની માગ કરી હતી. આ પહેલાં તેમણે કહ્યું હતું કે મેં મારું જીવન ઇમાનદારી અને પારદર્શક રીતે જીવ્યું છે અને મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.

આ મામલે આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ કેસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ગયા વર્ષના ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે અને ઓક્ટોબરથી પાર્ટીના નેતા સંજય સિંહની પણ ધરપકડ થઈ ચૂકી છે.

 

સંસદમાં પીએમ મોદીના રામ-રામ…

અયોધ્યામાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પછી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કરવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે રામ-રામથી શરૂઆત કરી અને સિયારામ પર સમાપ્ત થઈ. બુધવારે સંસદના બજેટ સત્ર પહેલા મીડિયાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ફરીથી પોતાને ‘રામ-રામ’થી સંબોધ્યા. આ દરમિયાન તેમણે કહ્યું, ‘2024 માટે તમને બધાને રામ-રામ.’ આ રીતે પીએમ મોદીએ પોતાની વાતની શરૂઆત કરતા અને પછી સમાપ્ત કરતી વખતે ‘રામ-રામ’ કહ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ માત્ર સ્વયંભૂ નથી કર્યું, પરંતુ તેનો ઊંડો રાજકીય અને સામાજિક અર્થ પણ છે. ભાજપ રામ મંદિર મુદ્દાની આસપાસ 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો એજન્ડા સેટ કરી રહી છે. માનવામાં આવે છે કે એપ્રિલમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ રામ મંદિરની રાજકીય અસર જોવા મળશે. આ દિવસોમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો મુદ્દો દેશના દરેક ગામ, શેરી અને શહેરમાં ધ્યાન પર છે. આવી સ્થિતિમાં પીએમ મોદી રામ મંદિર આંદોલન, જય શ્રી રામના જાણીતા નારાને છોડીને વારંવાર રામ-રામનું પુનરાવર્તન કરી રહ્યા છે.

 

સંસદમાં પીએમ મોદીના રામ-રામ

પીએમ મોદી માત્ર ‘રામ-રામ’થી પોતાનું સંબોધન શરૂ નથી કરી રહ્યા પરંતુ રાજકીય દૃષ્ટિકોણથી ‘જય શ્રી રામ’ની યાત્રા અહીં પૂરી થાય છે અને આગળની યાત્રા રામ-રામથી શરૂ થાય છે. ભગવાન રામનું નામ સર્વસમાવેશક બનાવવું પડશે, કારણ કે આજે પણ ગામડાઓમાં લોકો એકબીજાને રામ-રામ કહીને અભિવાદન કરે છે. ઉત્તર ભારતની લોક સ્મૃતિમાં, રામને યાદ કરવાના સરળ અને સહજ શબ્દો અથવા શૈલીઓ રામ-રામ, જય રામ, જય-જય રામ અને અથવા જય સિયારામ છે.

હિન્દુ સમુદાયના લોકો પણ મુસ્લિમોને રામના નામથી શુભેચ્છા પાઠવતા હતા, જવાબમાં તેઓ પણ રામ-રામ બોલીને જવાબ આપતા હતા. પરંતુ, જ્યારે VHP અને ભાજપે નેવુંના દાયકામાં રામ મંદિરને લઈને આંદોલન શરૂ કર્યું, ત્યારે ‘જય શ્રી રામ’ના નારા લગાવવા લાગ્યા. ભાજપની રેલીઓમાં પણ ‘જય શ્રી રામ’ના નારા લાગવા લાગ્યા અને આજે પણ લગાવવામાં આવી રહ્યા છે. હિન્દુ ધાર્મિક શોભાયાત્રાઓ અને સરઘસોમાં પણ જય શ્રી રામના નારા લગાવવામાં આવે છે. આ રીતે, જય શ્રી રામનો નારા રાજકીય સૂત્ર બની ગયો હતો જ્યારે રામ-રામ અને જય સિયારામના નારા પરસ્પર-ભાઈચારા અને સર્વસમાવેશક છે.

500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર

હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ભગવાન રામલલા પાંચસો વર્ષ પછી તેમના ગર્ભમાં બિરાજમાન થયા છે અને તેમનું જીવન પણ પવિત્ર થયું છે. જ્યાં સુધી રામ મંદિર ન બન્યું ત્યાં સુધી જય શ્રી રામના નારા સાથે જે કંઈ પ્રાપ્ત થઈ શક્યું હતું તે કર્યું. રામલલાના જીવનના અભિષેક સાથે, આંદોલનનો હેતુ સમાપ્ત થઈ ગયો છે, તેથી રામ-રામ તરફ વળીને તેમને સર્વસમાવેશક બનાવવાનો પ્રયાસ ફરી શરૂ થયો છે.

રામ-રામ સાથે પીએમ મોદીના વારંવાર સંબોધનનો ઉદ્દેશ્ય રામને જનતા સુધી પહોંચાડવાનો છે, જેથી સમગ્ર સમાજમાં રામનું નામ ફરી સ્થાપિત થઈ શકે, જે લોકોની ચેતના અને વર્તનનો એક ભાગ રહ્યો છે. હવે આપણે એવા રામને આગળ લઈ જવાના છે જે દરેકના છે. પીએમ મોદીએ પણ પોતાના ભાષણમાં ભાર મૂક્યો હતો કે રામ ફક્ત આપણા નથી પરંતુ રામ દરેકના છે. પીએમ જાણે છે કે હવે મોટી અને સર્વસમાવેશક રાજનીતિનો માર્ગ જય શ્રી રામ દ્વારા ખોલી શકાશે નહીં પરંતુ રામ-રામ, જય સિયારામ અને જય-જય રામ જેવા નારાઓ અને સંબોધનો દ્વારા જ ખોલી શકાય છે. આ રીતે ભગવાન રામને સમાજના તમામ વર્ગોમાં લેવાના છે.