Home Blog Page 2090

આવતીકાલથી શરૂ થતું ‘વેલેન્ટાઇન વીક’ શું છે? કેવી રીતે વ્યક્ત કરશો પ્રેમની લાગણીને?

‘બધીયે અટકળોનો એવી રીતે અંત મળે, કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે….‘ વસંતના વાયરા એક સમયે જે રીતે યુવાનોને લાગણીની આપ-લે કરાવતા એવી જ રીતે આજની જનરેશન માટે ફેબ્રુઆરી મહિનો જાણે કે લાગણીઓની આપ-લે કરવાનો મહિનો છે.

હજુ થોડાં વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં ફક્ત વૅલેન્ટાઇન-ડે એટલે કે 14 ફેબ્રુઆરીનો દિવસ જ યુવા દિલોને ઘેલું લગાડતો, પણ એમ પ્રેમની અભિવ્યક્તિ માટે કાંઇ એક જ દિવસ થોડો કાફી છે? એમાંથી હવે ટ્રેન્ડ શરૂ થયો છે, આખેઆખા વેલેન્ટાઇન વીકનો.

હા, આજકાલ યુવાનોમાં ૭ ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી એટલે કે આખું અઠવાડિયું જાણે કે પ્રેમની લાગણી અલગ અલગ રીતે વ્યક્ત કરવાનું અઠવાડિયું બની ગયું છે. યુવાન હૈયાં પોતાની ઇચ્છા પ્રમાણે જૂદા-જૂદા દિવસો એન્જોય કરે છે. મનગમતા પાત્રને જાતજાતની ગિફ્ટ, ચોકલેટ, રોઝ આપીને વર્ષો સુધી દોસ્તી અને પછી આગળ વધીને પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે. તો, કેવી રીતે ઉજવાય છે વેલેન્ટાઇન વીક? કેવા કેવા ડેયઝ સેલિબ્રેટ કરે છે આજની યંગ જનરેશન?

7 ફેબ્રુઆરી-રોઝ ડેઃ વેલેન્ટાઈન ફેસ્ટિવલનો પ્રથમ દિવસ એટલે રોઝ ડે. પ્રેમ વ્યક્ત કરવા જુદા-જુદા રોઝને પસંદ કરવામાં આવે છે. ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે, ગુલાબ પ્રેમની દેવી શુક્રનું પ્રિય ફૂલ હતું.

ROSEના અક્ષરોને EROS એ રીતે ગોઠવીએ તો એનો અર્થ પ્રેમના દેવ થાય છે એટલે આ દિવસે એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પ્રેમ વ્યક્ત થાય છે. રેડ રોઝ પ્રેમનું પ્રતીક. સફેદ રોઝ શાંતિનું અને પીળું રોઝ મિત્રતાનું પ્રતીક.

8 ફેબ્રુઆરી-પ્રપોઝ ડેઃ આ દિવસે રોમેન્ટિક લાગણીઓ સાથે પ્રેમનો પ્રસ્તાવ મૂકાય છે. અંદરની લાગણીઓને પ્રિયપાત્ર સમક્ષ વ્યક્ત કરવાનો દિવસ. પોતાના દિલની વાત કહેવા માટે આ બેસ્ટ ડે છે.

9 ફેબ્રુઆરી-ચોકલેટ ડેઃ ગમતાં પાર્ટનરને એની પસંદગીની ચોકલેટ આપીને પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ છે આ. જો તમે રોઝ ડે કે પ્રપોઝ ડે પર તમારા પાર્ટનરને દિલની વાત ન કરી શક્યા હો આ ચોકલેટ ડે પર ચાન્સ છે ચોકલેટ આપીને એનું દિલ જીતવાનો. જો તમે કોઇને કે કોઇ તમને કેડબરી ડેરી મિલ્ક, પર્ક અથવા મંચ ચોકલેટ આપે તો તમે એકબીજાની પસંદ છો. મિત્રતાની શરૂઆત ફાઈવસ્ટાર ચોકલેટથી થાય. જો બ્રેકની વાત વ્યક્ત કરવી હોય તો કિટકેટ અપાય છે. તણાવનો અહેસાસ કરાવે એવા રિલેશનમાં બોર્નવિલે ચોકલેટ આપીને પાર્ટનરને સમજાવાય છે.

10 ફેબ્રુઆરી-ટેડી ડેઃ એક બિઝનેસ કપલે સૌ પ્રથમ વખત બિયરનું રમકડું બનાવ્યું હતું, જેને ટેડી નામ આપવામાં આવ્યું. બસ, ત્યારથી ટેડી બિયર અસ્તિત્વમાં આવ્યું. ટેડી ડેના દિવસે લવ બર્ડઝ એકબીજાને ટેડી આપીને પ્રેમ વ્યક્ત કરે છે.

11 ફેબ્રુઆરી-પ્રોમિસ ડેઃ વેલેન્ટાઈન વીકનો પાંચમો દિવસ એટલે પ્રોમિસ ડે. દિલથી જોડાયેલી વ્યક્તિ પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવાનો દિવસ છે. કપલ હોય કે બે સારા મિત્રો, કોઈપણ સંબંધમાં નજીકથી જોડાયેલી વ્યક્તિ એકબીજાની સાથે રહેવાનું પ્રોમિસ આપે છે.

12 ફેબ્રુઆરી- હગ ડેઃ તમે જેને પ્રેમ કરતા હોય એને હગ કરવાનો દિવસ. હગ કરવું એટલે કાંઇપણ બોલ્યા વિના લાગણી વ્યક્ત કરવી. પ્રેમ દર્શાવવાની શક્તિશાળી રીત એટલે હગ.

13 ફેબ્રુઆરી- કિસ ડેઃ વેલેન્ટાઈન વીકનો મોસ્ટ પોપ્યુલર ડે. મિત્રો, ભાઈ-બહેન, માતા-પિતા અથવા પાર્ટનરને ગાલ કે હોઠ પર કિસ કરાય છે. કહેવાય છે કે છઠ્ઠી સદીમાં ફ્રાન્સમાં પ્રેમની અભિવ્યક્તિ માટે નૃત્યનો ઉપયોગ થતો અને નૃત્ય સમાપ્ત થાય ત્યારે લોકો એકબીજાને કીસ કરતા.

14 ફેબ્રુઆરી- વેલેન્ટાઈન ડેઃ પ્રેમને વ્યક્ત કરવાનો વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ. ‘ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાઝિન’ પુસ્તક પ્રમાણે, રોમના પાદરી સંત વેલેન્ટાઈન પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા, પરંતુ રાજા ક્લાઉડીયસને આ વાત પસંદ નહોતી એટલે રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા નહીં. સંત વેલેન્ટાઈને આ હુકમનો વિરોધ કર્યો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી. ઉશ્કેરાયેલા રાજાએ સંત વેલેન્ટાઈનને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફાંસી આપી. એ પછી દર વર્ષે આ દિવસને ‘પ્રેમનો દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

(હેતલ રાવ)

તસવીરોઃપ્રજ્ઞેશ વ્યાસ

BSEનો ચોખ્ખો નફો 123 ટકા વધીને રૂ.106.3 કરોડ

મુંબઈઃ BSEએ જાહેર કરેલી 31 ડિસેમ્બર, 2023 અંતેના ત્રિમાસિક ગાળાની અનઓડિટેડ કોન્સોલિડેટેડ નાણાકીય કામગીરી મુજબ ચોખ્ખો નફો ડિસેમ્બર, 2022 અંતે પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળાના રૂ.47.6 કરોડથી 123 ટકા વધીને રૂ. 106.3 કરોડ થયો છે. કુલ આવક રૂ.245 કરોડથી 76 ટકા વધીને રૂ. 431.5 કરોડ થઈ છે. કામકાજની આવક રૂ. 204 કરોડથી 82 ટકા વધીને રૂ. 371.6 કરોડ થઈ છે.

આ અંગે BSEના MD અને CEO સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું છે કે BSEની ભાવિ વૃદ્ધિ માટેનો પાયો નાખવામાં 2023નું વરસ મહત્ત્વપૂર્ણ રહ્યું છે. અમારી યોજના મૂડીબજારમાં ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ ઈનોવેશન કરી સંકલિત મૂલ્ય શૃંખલામાં અમારી ઉપસ્થિતિ પ્રભાવક અને મજબૂત બની રહે એ જોવાની છે.

BSE લિ.નું કાર્યકારી માર્જિન 19 ટકાથી વધીને 25 ટકા અને વહેંચણીપાત્ર નફો રૂ. 51.6 કરોડથી 110 ટકા વધીને રૂ. 108.2 કરોડ થયો છે. BSEના પ્લેટફોર્મ પરથી ઈક્વિટી, બોન્ડ્સ અને અન્ય ઈન્સ્ટ્રુમેન્ટ્સના ઈશ્યુઅર્સે સંબંધિત ત્રિમાસિક ગાળામાં રૂ.4.12 લાખ કરોડ એકત્ર કર્યા છે. કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ.4243 કરોડથી વધીને રૂ.6643 કરોડ રહ્યું છે. BSEમાં ઈક્વિટી ડેરિવેટિવ્ઝનું વોલ્યુમ પણ વધી રહ્યું છે અને ડિસેમ્બરમાં સરેરાશ દૈનિક નોશનલ ટર્નઓવર રૂ.71.14 લાખ કરોડનું રહ્યું છે.

સ્ટાર એમએફ પર ડિસેમ્બર અંતેના ત્રિમાસિક ગાળાના અંતે આવક 55 ટકા વધીને રૂ.32.84 કરોડની થઈ છે. આ પ્લેટફોર્મ પર વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રતિ માસ સરેરાશ 3.2 કરોડ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થયા છે, જે સરેરાશ ગયા વર્ષે પ્રતિ માસ 2.2 કરોડ ટ્રાન્ઝેક્શન્સની હતી.

 

 

 

મહંત સ્વામી મહારાજનું ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે અબુ ધાબીમાં આગમન

5 ફેબ્રુઆરી, 2024ના રોજ BAPS હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્દઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું.

BAPS હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પત્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને UAE વચ્ચેની સુદ્રઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.

UAE સરકાર અને તેના શાસકોની ઉદારતાના કારણે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 2015માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને ‘UAE આર્મ્ડ ફોર્સ’ના  સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ નહ્યાને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યાર બાદ જાન્યુઆરી 2019માં ‘ યર ઓફ ટોલરન્સ’ દરમિયાન, વધુ 13.5 એકર જમીન ફાળવી એટલ કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટમાં આપી હતી.

મહામહિમ શેખ નહયાન મુબારક અલ નહયાને પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરતા જણાવ્યું, “યુએઈમાં આપનું સ્વાગત છે. આપની ઉપસ્થિતિથી આ દેશ પાવન થયો છે. તમારી શુભકામનાઓથી અમને સ્પર્શી ગઈ છે. અમને તમારા આશીર્વાદ અનુભવાય છે.

પૂજ્ય મહંત સ્વામી મહારાજે તેઓને જણાવ્યું, “તમારો પ્રેમ અને આદર હૃદયસ્પર્શી છે. UAEના નેતાઓ મહાન અને વિશાળ હ્રદયના છે.”

‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ‘અલ- અય્યાલા’ ની પારંપરિક અરેબિક સાંસ્કૃતિક શૈલીમાં નર્તકો, ડ્રમવાદકો અને ગાયકો દ્વારા અભિવ્યક્તિ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારની રજૂઆત   સામાન્ય રીતે રાષ્ટ્રીય તહેવારો સમયે અથવા અન્ય દેશોના વડાઓના સ્વાગત નિમિત્તે આરક્ષિત રખાય છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થા, જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનાઇટેડ નેશન્સ) સાથે સંલગ્ન આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક-સામાજિક સેવા સંસ્થા છે; તેના આધ્યાત્મિક ગુરુ છે. તેમની ભક્તિ, નમ્રતા અને સેવાના ગુણો દ્વારા વિશ્વના લાખો લોકોને તેઓ ઉચ્ચ જીવન માટે પ્રેરી રહ્યા છે.

આ પ્રતિષ્ઠિત મંદિરના  ઉદ્ઘાટન પ્રસંગે ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ એટલે કે ‘સંવાદિતાનો ઉત્સવ’ ઉજવવામાં આવશે, જે અંતર્ગત અલગ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોમાં શ્રદ્ધા, સેવા અને સંવાદિતાના મૂલ્યોને દ્રઢ કરાવતાં અનેકવિધ રોચક કાર્યક્રમો અને કોમ્યુનિટી ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિર પ્રોજેક્ટનું સંચાલન કરી રહેલાં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું, “અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે એક આધ્યાત્મિક દ્વીપ તરીકે ઊભરી ઉઠ્યું છે, જે ભૂતકાળના સમૃધ્ધ વારસાની ઉજવણી કરે છે, અને ભવિષ્યનું દિશા-દર્શન કરે છે. આ મંદિર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા તેમજ  UAE અને  ભારત બંને દેશોના  અને BAPS સંસ્થાના નેતૃત્વની ઉદારતા, પ્રામાણિકતા અને મિત્રતાનું સમયાતીત પ્રમાણપત્ર છે.”

લસણની કિંમતો એક વર્ષમાં રેકોર્ડ 1800 ટકા વધી

નવી દિલ્હીઃ લસણની કિંમતો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી છે. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે લસણની કિંમતોમાં 1800 ટકાની તેજી જોવા મળી છે. લસણની કિંમતોમાં ભાવવધારાનું સૌથી મોટું કારણ માગમાં વધારાને આભારી છે. આ ઉપરાંત લસણનો નવો પાક બજારમાં ના આવવાને કારણે કિંમતો વધારો જોવા મળ્યો છે. જોકે બે મહિનાના ગેપ પછી હવે લસણનો સપ્લાય શરૂ થયો છે. જ્યારે ગુજરાત અને રાજસ્થાનના લસણ માર્ચમાં બજારમાં આવશે.

લસણ એ ભારત અને ચીન જેવા પરંપરાગત દેશોમાં સૌથી પ્રાચીન વાનગીઓના સ્વાદનું રહસ્ય છે, તો બીજી તરફ આધુનિક યુરોપિયન ભોજન પણ તેના વિના અધૂરું છે. કોલકાતાથી માંડીને અમદાવાદ સુધી લસણનો એક કિલોનો ભાવ રૂ. 450થી રૂ. 500એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસોમાં લસણની કિંમતો વધીને રૂ. 500એ પહોંચી છે. એક અહેવાલ અનુસાર વેપારીઓનું કહેવું છે કે એક મહિનામાં સ્થિતિ સામાન્ય થશે. ઊંચી કિંમતોને કારણે લોકો લસણની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે.

વળી, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર અને ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં જુલાઈમાં પાકને નુકસાન થયું હતું, જેથી બજારમાં માલની આવકો ઓછી થતાં ભાવવધારો થયો હતો. દેશમાં લસણના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનું યોગદાન 40 ટકા છે.

ગુજરાતમાં લસણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે લસણની ચોરીની ઘટનાઓ પણ બની છે. શહેરના વાસણા વિસ્તારમાં આવેલા APMCમાં લસણની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખસો ધોળે દિવસે લસણના 14 કોથળા રિક્ષામાં ભરીને ફરાર થઈ ગયા હતા. વેપારીએ બે અજાણ્યા શખ્સો સામે લસણની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

 

 

 

 

મોદી સરકાર સંસદમાં લાવી પેપર લીક રોકવાવાળું બિલ

નવી દિલ્હીઃ દેશમાં કરોડો યુવાઓ માટે સરકારી નોકરીઓના પેપર લીક હોવાનું એક જોખમ તોળાતું રહે છે. જેનો કોઈ હલ કોઈ કાઢી નથી શક્યું. વર્ષો સુધી યુવાઓ મહેનત કરે છે, પણ પરીક્ષાના થોડા સમય પહેલાં માલૂમ પડે છે કે પેપર લીક થઈ ગયું છે અને પરીક્ષા રદ થઈ ગઈ છે. જેથી યુવાઓની મહેનત પર પાણી ફરી વળે છે.

દેશમાં  મોટામાં મોટી ભરતી અને કોમ્પિટિશન પરીક્ષામાં એ વાતની ગેરંટી કોઈ લઈ નથી શક્યું કે પેપર લીક નહીં થાય. દેશમાં એવું એક રાજ્ય પણ નથી બચ્યું, જ્યાં પેપર લીક ના થયું હોય. દેશમાં પેપર લીક હવે સંગઠિત ઉદ્યોગ બની ગયું છે, જેનું બ્લેક માર્કેટ કદ હજારો કરોડ રૂપિયા છે.

જોકે મોદી સરકારે લોકસભામાં એવું બિલ રજૂ કર્યું હતું કે આ બિલ સ્વતંત્રતાના 75 વર્ષ બાદ સંસદમાં લાવવામાં આવેલું પહેલું બિલ. એમાં પેપર લીક જ નહીં, પણ એમાં કરાતી નકલની પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલમાં નીચે મુજબની જોગવાઈ છે.

  • કોઈ પણ વ્યક્તિ પેપર લીક કે નકલ કરવામાં કસૂરવાર માલૂમ પડ્યા તો તેને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 10 લાખ સુધીનો દંડ ફટકારાશે.
  • અન્યને સ્થાને પરીક્ષા દેવાના મામલે દોષી થયા તો ત્રણથી પાંચ વર્ષની જેલ થશે અને રૂ. 10 લાખનો દંડ પણ ફટકારાશે. કોઈ પણ સંસ્થાની મિલીભગત સાબિત થવા પર એ સંસ્થાથી પરીક્ષા પર આવનારો પૂરો ખર્ચ વસૂલવામાં આવશે.
  • એ સાથે સંસ્થા પર રૂ. એક કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે અને એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.
  • દોષી સંસ્થાના ડિરેક્ટર, મેનેજમેન્ટ અથવા ઇન્ચાર્જ પેપર લીક અથવા નકલ કરવામાં દોષી માલૂમ પડ્યા તો તેમને પણ ત્રણથી 10 વર્ષની સજા અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ.
  • પેપર લીક અને નકલના સંગઠિત ગુનાના કસૂરવાર લોકોને પણ પાંચ વર્ષથી 10 વર્ષની સજા અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

PM મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે

અયોધ્યામાં રામમંદિર પછી PM મોદી દેશમાં બીજા મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપશે. જેમાં 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ અને 22મીએ વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવશે. દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારામાં, મોદી વિસનગરના તરભમાં કાર્યક્રમોમાં સામેલ થશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મજંયતિ નિમિત્તે યોજનારા સ્મરણોત્સવમાં ઉપસ્થિતિ રહેશે. જ્યારે વડાપ્રધાન મોદી 22મી ફેબ્રુઆરીએ મહેસાણાના વિસનગર પાસે આવેલા તરભના વાળીનાથ ધામમાં મહાશિવલિંગ, સુર્વણ શિખર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. વિસનગરના તરભ વાળીનાથ અખાડા ખાતે 16મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી એમ એક સપ્તાહ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. જ્યાં છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીના હસ્તે મહાશીવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

સંભવતઃ અયોધ્યામાં શ્રી રામમંદિર પછી દેશમાં આ બીજા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વડાપ્રધાનના હસ્તે થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, UPના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક વિધ રાજકીય અને ધાર્મિક આગેવાનો, સંતો- મહંતો, શ્રાદ્ધાળુ ઉપસ્થિત રહશે. 12મીએ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મોત્સવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

CM પુષ્કર સિંહ ધામીએ રજૂ કર્યું UCC રજૂ કર્યું બિલ

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ દામીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને વિધાનસભામાં રજૂ કરી દીધું છે. આ બિલ પર ચર્ચા કરવાને લઈને વિધાનસભામાં વિપક્ષ હંગામો કરી રહ્યો છે. વિપક્ષના હંગામાને કારણે કાર્યવાહીને બપોરે બે કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC વિધેયક પાસ થયા પછી કાયદો બની જશે. એ સાથે ઉત્તરાખંડ દેશમાં UCC લાગુ કરનાર સ્વતંત્રતા પછી પહેલું રાજ્ય બપની જશે. આ બિલમાં 400થી વધુ કલમો સામેલ છે, જેનું લક્ષ્ય પારંપરિક રીતિરિવાજોથી ઊભી થતી વિસંગતિઓને દૂર કરવાનું છે.

આ બિલ લાગુ થયા પછી કેટલાય નિયમો બદલાઈ જશે, જે નીચે મુજબ છે…

  • UCC લાગુ થયા પછી અનેક વિવાહ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગી જશે.
  • યુવતીઓની લગ્નની વય 21 વર્ષ કરવામાં આવે એવી શક્યતા છે.
  • લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકોએ પોતાની માહિતી ફરજિયાતપણ આપવી પડશે. આવા સંબંધોમાં રહેનારા લોકોએ માતાપિતાની માહિતી પણ આપવાની રહેશે.
  • લગ્ન નોંધણી નહીં કરાવવા પર કોઈ પણ સરકારી સુવિધાથી વંચિત રહેવું પડશે.
  • મુસ્લિમ મહિલાઓને પણ દત્તક બાળ લેવાનો અધિકાર રહેશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે.
  • પતિ-પત્ની –બંને માટે તલાક લેવાની પ્રક્રિયાઓ સરળ રહેશે.
  • નોકરી કરતા પુત્રના મૃત્યુની સ્થિતિમાં સિનિયર સિટિઝન માતાપિતાના ભરણપોષણની જવાબદારી પત્ની પર રહેશે અને એને વળતર પણ મળશે.
  • પતિ-પત્ની વચ્ચે વિવાદના મામલામાં બાળકની કસ્ટડી તેના દાદા-દાદીને સોંપાય એવી શક્યતા છે.

માર્ચ, 2022માં સરકારની રચનાના તત્કાળ પછી મંત્રી મંડળની પહેલી બેઠકમાં ડ્રાફ્ટ તૈયાર કરીને નિષ્ણાત સમિતિના ગઠનની મંજૂરી આપવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે GOOD NEWS

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યા એમ મળીને કુલ 352 જગ્યાનો ફરી એકવાર વધારો કરાયો છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીમાં જગ્યાઓ કુલ 5554 થઈ છે.

ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા B)ની જગ્યામાં વધારો કરાયો છે. મંડળ દ્વારા તા. 03 જાન્યુઆરી 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ 532 જગ્યાઓ પૈકી કમાંક-8 સામેની કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS)ની કુલ 1 જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. જે જગ્યા વધાર્યા બાદ ફરી એકવાર જગ્યામાં વધારો કર્યો છે.

જે ઉમેદવારોએ ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ કરેલી છે તેઓને પરીક્ષા ફી ભરવા માટે વધુ બે દિવસ આપવામાં આવ્યા છે. જે ઉમેદવારોની ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો તારીખ 6 ફેબ્રુઆરી અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જે ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓ મંડળમાં ફોન કરીને અથવા રૂબરૂમાં આવીને માર્ગદર્શન મેળવી શકે છે તેવું પણ જણાવ્યું છે.

ઉત્તરાખંડમાં UCC લાગુ થયા પછી શું બદલાશે અને શું નહીં?

ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટી સરકાર 6 જાન્યુઆરી, 2024, મંગળવારના રોજ વિધાનસભાના વિશેષ સત્રમાં સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ કર્યું છે. આ સંબંધિત ડ્રાફ્ટ તાજેતરમાં જ યુસીસી કમિટીએ સીએમ પુષ્કર સિંહ ધામીને સુપરત કર્યો હતો. ચાલો અમે તમને તે પ્રશ્નોના જવાબો જણાવીએ કે રાજ્યમાં UCCના અમલીકરણથી શું બદલાશે અને શું નહીં? અને સામાન્ય લોકો પર તેની શું અસર થશે?

ઉત્તરાખંડમાં UCC

– તમામ ધર્મોમાં છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય 18 વર્ષ હશે.
– પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે છૂટાછેડા માટે સમાન અધિકાર
– લિવ ઇન રિલેશનશિપ જાહેર કરવી જરૂરી છે
– લિવ-ઈન રજિસ્ટ્રેશન ન કરાવવા પર 6 મહિનાની કેદ
– લિવ-ઈન મેરેજમાં જન્મેલા બાળકોને પ્રોપર્ટીમાં સમાન અધિકાર છે.
– સ્ત્રીના પુનર્લગ્ન માટે કોઈ શરત નથી
-અનુસૂચિત જનજાતિના કાર્યક્ષેત્રની બહાર
– બહુપત્નીત્વ પર પ્રતિબંધ, જ્યાં સુધી પતિ કે પત્ની જીવિત છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં
– લગ્ન નોંધણી જરૂરી, નોંધણી વગર કોઈ સુવિધા નથી
– વારસામાં છોકરીઓને સમાન અધિકાર છે

જો UCC લાગુ કરવામાં આવે તો શું થશે?

– દરેક ધર્મમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદો
– જે કાયદો હિંદુઓ માટે છે તે જ અન્ય લોકો માટે પણ છે.
– છૂટાછેડા વિના એક કરતા વધુ વખત લગ્ન કરી શકશે નહીં
– મુસલમાનોને ચાર વખત લગ્ન કરવાની છૂટ નહીં હોય.

ઘણી વસ્તુઓ છે જે UCCના અમલ પછી બદલાશે નહીં. જેમ કે..

UCC સાથે શું બદલાશે નહીં?

– ધાર્મિક માન્યતાઓ પર કોઈ તફાવત નથી
– ધાર્મિક રિવાજો પર કોઈ અસર નહીં
– એવું નથી કે લગ્ન કોઈ પંડિત કે મૌલવી દ્વારા કરાવવામાં આવશે નહીં.
– ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહીં..

ભાજપે ચૂંટણી વચન આપ્યું હતું

વર્ષ 2022 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા જનતાને આપવામાં આવેલા મુખ્ય વચનો પૈકી એક UCC પર એક કાયદો બનાવવા અને તેને રાજ્યમાં લાગુ કરવાનો હતો. વર્ષ 2000માં અસ્તિત્વમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં સતત બીજી વખત વિજય નોંધાવીને ઈતિહાસ રચ્યા બાદ, ભાજપે માર્ચ 2022માં સરકારની રચના પછી તરત જ કેબિનેટની પ્રથમ બેઠકમાં રચનાને મંજૂરી આપી હતી. યુસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક નિષ્ણાત સમિતિએ આપી હતી. કાયદાના અમલીકરણ પછી, ઉત્તરાખંડ આઝાદી પછી UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હશે. UCC ગોવામાં પોર્ટુગીઝ શાસનના સમયથી અમલમાં છે. UCC હેઠળ, લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન, મિલકત અને વારસા અંગેના સમાન કાયદા રાજ્યના તમામ નાગરિકોને લાગુ પડશે, પછી ભલે તેઓ તેમના ધર્મના હોય.

નીતિશ બાદ ઉદ્ધવ ઠાકરે પણ NDAમાં જોડાશે?

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી રહ્યા છે. આવા સંજોગોમાં જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ તેજ થતી જોવા મળી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સૂર પણ બદલાતા જણાય છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે તેઓ ક્યારેય વડાપ્રધાનના દુશ્મન નથી અને ક્યારેય નથી. ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન બાદ ચર્ચા છે કે શું મહારાષ્ટ્રમાં I.N.D.I.A ગઠબંધનમાં બધું બરાબર છે? શું મહારાષ્ટ્રમાં પણ I.N.D.I.A ગઠબંધનમાં વિભાજન થશે?

‘અમે પીએમ મોદીના દુશ્મન નથી’

ઉદ્ધવ ઠાકરે 4 ફેબ્રુઆરીએ અહીં મહારાષ્ટ્રના સાવંતવાડીમાં એક જાહેર સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘અમે પહેલા ક્યારેય પીએમ મોદીના દુશ્મન નહોતા અને આજે પણ તેમના દુશ્મન નથી… પીએમ મોદીએ જ શિવસેના સાથે સંબંધ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. અમે તમારી સાથે હતા. શિવસેના તમારી સાથે હતી, પણ પછી તમે અમારાથી દૂર થઈ ગયા. જોકે, શિવસેના યુબીટીના વડાએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અમારું હિન્દુત્વ અને ભગવો ધ્વજ હજુ પણ અકબંધ છે, પરંતુ ભાજપ આજે તે ભગવા ઝંડાને ફાડવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસે કહ્યું- ઉદ્ધવના નિવેદનને મહત્વ આપવું યોગ્ય નથી

PM નરેન્દ્ર મોદીની તરફેણમાં ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવાર કહે છે કે આ નિવેદનને વધુ મહત્વ આપવું જોઈએ નહીં. તેણે કહ્યું, ‘એવું લાગતું નથી કે તે આવું કંઈ કરશે. આને મહત્વ આપવું યોગ્ય નથી. આ સાથે તેઓ કહે છે, ‘તેમની (ઠાકરેની) એક પંક્તિમાંથી આવું નિષ્કર્ષ નીકળે છે. ઉદ્ધવ ઠાકરે પાસેથી બધું જ છીનવાઈ ગયું. તેમની પાસે શું બાકી છે? ઠાકરે સ્વાભિમાની નેતા છે અને તેઓ આવું કંઈ કરશે નહીં.