Home Blog Page 2053

કોરાનાના 167 નવા કેસો, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,28,732 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં આઠ નવા કેસ મળ્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,476 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,94,390 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 159 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 866 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,01,009 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 988 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૪

Chitralekha Gujarati – 04 March, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

શું તમારા ઘરમાં વાયવ્યનો દોષ છે?

એવું બને કે કોઈ સતત માત્ર તમારો જ વિચાર કર્યા કરે? આવો વિચાર રોમાંચક લાગે છે ને? પણ આવું કોણ કરે છે એ જાણ્યા બાદ વિચાર બદલાઈ શકે. જો વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય અને એ વ્યક્તિ આવું કરે તો ગમે. પણ કોઈ નકારાત્મક માણસ આવું કરે તો? તો ડર લાગે. જો કોઈ સુરક્ષા સાથે જોડાયેલી વ્યક્તિ આવું કરે તો? તો વિચાર આવે કે આવું શું કામ કરે છે. જો કોઈ પંચાત કરનાર આવું કરે તો? તો ગુસ્સો આવે? એક જ પરિસ્થિતિ છે પણ દરેક વખતે એની સાથે જોડાયેલી લાગણીઓ બદલાઈ જાય છે. તેથી જ દરેક ક્ષણ અલગ હોય છે. અને દરેક વાત પરિસ્થિતિ આધારિત હોય છે. એ સમજણ કેળવવી ખુબ જ જરૂરી છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોશિયલ કાઉન્સીલર છું. હું લેખ પણ લખું છું. થોડા સમય પહેલા એક વ્યક્તિ અચાનક મારી પાસે આવી અને લડવા લાગ્યો. મને એના વિશે કોઈ જ માહિતી નથી. એનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ વરસથી હું માત્ર એની સમસ્યા વિશે લખી અને એને હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકું છું. એને એવું લાગે છે કે સમાજમાં એની પર્સનલ વાતો કહીને હું એને હેરાન કરવા માંગુ છું. ત્રણ વરસમાં હજારો લેખ લખાયા હોય. એમાં એક જ વ્યક્તિ વિશે કોણ લખે? અને કોણ લખી શકે? એ માણસ બસ પાછળ પડી ગયો છે. એની પત્ની પણ એની સાથે છે. સોસાયટીના મેનેજરને ફોડીને મારા ઘર સુધી આવી જાય છે. સોસાયટીના લોકો પણ મને વિચિત્ર નજરે જોવા લાગ્યા છે. વળી ચેરમેન પણ કહે છે કે કોઈના વિષે આવું ન લખાય. પૈસા આપીને સમાધાન કરી લો. બધા એને સપોર્ટ કરે છે. મારું પ્રોફાઈલ જોઇને કશું મોટું કરવાનું મન નથી થતું. સમજાતું નથી કે શું કરું?

જવાબ: ત્રણ વરસ સતત કોઈના વિશે લખવું મુશ્કેલ હોય છે. વળી એ વ્યક્તિ છે કોણ કે એના વિશે કોઈ સતત ત્રણ વરસ લખે. આ એક પ્રકારની મનોવિકૃતિ છે. બની શકે કે તમે કોઈને સલાહ આપી હોય અને એના વિરોધી આવું કરાવતા હોય. આ વાતને મહત્વ આપવાનું બંધ કરી દો. કોઈ બદનામ કરવા પ્રયત્ન કરે અને આપણે એ વાતની અવગણના કરીએ એ પણ એક પ્રકારની સફળતા છે. કોઈની સફળતાથી રાજી રહેવાના બદલે દુખી થવા વાળા લોકો સમાજનો ભાગ છે જ.

ભૌતિક્તાવાદી સમાજમાં કોણ કેટલું તમારી સાથે રહેશે એ કળવું મુશ્કેલ છે. તમારી સોસાયટીનું વાતાવરણ તમારા વર્ણન પ્રમાણે યોગ્ય નથી. બની શકે એ લોકો પણ આ ઘટનામાં ભાગીદાર હોય. એટલે કોઈના પર ખોટો વિશ્વાસ રાખવા કરતા કે કોઈનાથી ડરવાના બદલે એ ભાઈને કહો કે તમને જે જગ્યાએ એવું લાગ્યું હોય એ મને ઓફિસીયલી લખીને આપો. તમે આખી ઘટનાની પોલીસને જાણ કરો. એ ખુબ જરૂરી છે. કોઈ પણ સોસાયટી કોઈ બહારની વ્યક્તિની પર્સનલ વાતમાં પાર્ટી ન થઇ શકે. વળી આર્થિક બાબતમાં જો એ લોકો દબાણ કરતા હોય તો એ પણ ગુનો છે. ઘરની બહાર કેમેરા લગાવી દો. અને સોસાયટીમાં લેખિતમાં આપી દો કે મારી રજા વિના કોઈને મારા ઘર સુધી આવવા દેવા નહિ. તમારા ઘરે વાયવ્યનો દોષ છે. પૂર્વ મધ્યમાં દાદરો છે અને નૈરુત્યમાં બાલ્કની. એના કારણે આવું થઇ શકે. સવારે વહેલા ઉઠી સૂર્યને જળ ચડાવો. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો. દરરોજ શિવપૂજા કરો.

સુચન: નૈરુત્ય પશ્ચિમનો દોષ હોય તો કોર્ટ કચેરી થઇ શકે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

સુખ એ તો મનની અવસ્થાનું નામ છે

દ્વાપર યુગ પછી જેમ-જેમ દેહ અભિમાન વધતું જાય છે, પાપ કર્મોના ખાતા વધતા જાય છે. માટે જ બાબા કહે છે કે સૌના માથે પાપ કર્મોનો ભાર ભેગો થતા થતા અંતિમ જન્મમાં ખૂબ વધી ગયેલ છે. જેને આ જ જન્મમાં સમાપ્ત પણ કરવાનો છે. માટે કર્મ ભોગ દ્વારા, યોગ દ્વારા કે સજા દ્વારા તેનાથી મુક્ત થવું જ પડશે. ત્યારે જ આત્મા પોતાના ઘેર પરમધામ જઈ શકશે. કોને કયા જન્મના કર્મનું, કયું ફળ, ક્યારે મળશે તે ભગવાન સિવાય કોઈ નથી જાણતું. પરિણામે ઘણા લોકો એવી ખોટી માન્યતામાં રહે છે કે અમુક લોકો અપ્રમાણિક છે છતાં પણ તેમની પાસે ગાડી બંગલા છે. પરંતુ આ બધી ચીજો સુખ નથી આપી શકતી.

સુખ એ તો મનની અવસ્થાનું નામ છે. જેમને આપણે સુખી સમજીએ છીએ, જેમની પાસે ધન- દોલત, નોકર-ચાકર, મકાન વિગેરે છે તેઓ ખરેખર મનથી સુખી છે કે કેમ? તે એક પ્રશ્ન છે. તે સુખ કે દુઃખને આપણે જોઈ નથી શકતા. પરંતુ સૂક્ષ્મ રીતે જોઈશું તો આવી વ્યક્તિની મનોદશા ખૂબ દયા ઉપજાવે તેવી હોય છે. આવી વ્યક્તિઓ રાત્રે ઊંઘી પણ નથી શકતી, તેમને અપચાની પણ ફરિયાદ હોય છે, તેમના દીકરાની લાલચ ભરી નજર તેમની સંપત્તિ ઉપર હોય છે જો કોઈને પુત્ર ન હોય તો અન્ય કોઈ સંબંધી પણ વારિસની લાઈનમાં ઊભા રહી જાય છે.

પિતાના ભરેલ ખીસ્સાને હલકું કરવું તે પોતાનું કામ સમજીને છોકરાઓ વ્યસન તથા વિકારોને વશ બની જાય છે. આવી વ્યક્તિનું ઘર ઝઘડા તથા મોટા અવાજોનો અડ્ડો બની જાય છે. ઘરની કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પોતાના પણાનો સંબંધ નથી રાખતી. ઘરની વ્યક્તિઓ જાણે કે એક બીજાથી અપરિચિત હોય તેઓ વર્તન કરે છે. સ્થૂળ ધનથી ભરપૂર હોવા છતાં પણ આવી વ્યક્તિ સાચા પ્યાર તથા શાંતિની ભિખારી હોય છે. પરંતુ જે વ્યક્તિ ઈમાનદાર, કામગરી, દયાળુ તથા સંતોષી હોય છે તેને ગાઢ ઊંઘનું સુખ, ભોજનનું સુખ, સ્વસ્થ શરીરનું સુખ, ઘરમાં શાંતિના વાતાવરણનું સુખ તથા આત્મસંતોષનો સહજ અનુભવ થાય છે. માટે જ સમજદાર વ્યક્તિ ઊંઘ તથા ભૂખ ઉડાવવા વાળા રસ્તાના બદલે સુખ- ચેન આપવા વાળો રસ્તો જ અપનાવશે.

કહેવાય છે કે મનુષ્ય પોતાના ભવિષ્યને નક્કી કરનાર પોતે જ છે. અગાઉના કર્મો જે થઈ ગયા તે આપણા હાથમાં નથી પરંતુ નવા કર્મો કરવું તે આપણા હાથમાં છે. માટે જ જે આપણા હાથમાં છે તેને સુધારી લઈએ. એવા કર્મો ન કરીએ કે જેનું ફળ દુઃખના રૂપમાં ભોગવવું પડે. જ્ઞાની વ્યક્તિ જો પાપ કર્મ કરે છે તો તેને 100 ઘણો દન્ડ ભોગવવો પડે છે.
આજના ભૌતિકવાદી યુગમાં મનુષ્યને અનેક અદ્રશ્ય બાબતો એ જકડી રાખેલ છે જેમાંની એક ફેશન પણ છે. આ બાબત પહેલી નજરે લોભામણી આકર્ષક તથા સુખદાયી લાગે છે, પરંતુ આ છે શ્વાસ રોકવા વાળી બાબત. જે વસ્તુ સહજ મળે, હિંસા વગર મળે, ખોટી સ્પર્ધા વગર મળે તથા ઓછા ખર્ચે પ્રાપ્ત થાય તે મેળવવી ખરાબ નથી પરંતુ જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે હિંસાનો આશરો લેવો પડે, ખોટી સ્પર્ધામાં આવીને મનની ખુશી ગુમાવવી પડે, ગરીબ પરિવારોના બજેટનો મોટો ભાગ ગુમાવવો પડે તો તે ત્યાગ કરવા યોગ્ય વસ્તુ છે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

પંચાંગ 23/02/2024

SNDT યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી

21 ફેબ્રુઆરીએ “વિશ્વ માતૃભાષા દિવસ” ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. મુંબઈમાં કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી ભાષા ભવન અંતર્ગત પણ “વિશ્વ માતૃભાષા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠના અનુસ્નાતક ગુજરાતી વિભાગની બહેનો દ્વારા ગુજરાત પર, ગુજરાતી ભાષા પર અને ગુજરાતી સાહિત્યમાં લખાયેલ ઉત્તમ ગદ્ય-પદ્ય સાહિત્યિક અને સર્જનાત્મક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

માતૃભાષા ગુજરાતી હોવાના ગર્વની અનુભુતિ કરવાના આ અવસર પર આપણી ભાષાનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ગુજરાતી ભાષા ભવનના અધ્યક્ષ ડૉ. દિનકર જોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમમાં 1870 થી આજ સુધી લખાયેલ અને રણછોડભાઈ ઉદયરામ, દલપતરામ, નર્મદ, ન્હાનાલાલ, ગાંધીજી, ઉમાશંકર જોશીથી શરૂ કરી સિતાંશુ યશશ્ચંદ્ર, વિનોદ જોશી, સંજુ વાળા, કૃષ્ણ દવેથી આજ સુધીનાં સર્જકોની ઉત્તમ કૃતિઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગની કલાકાર વિદ્યાર્થિની બહેનોઓ રજૂઆત કરી કાર્યક્રમને અવસરમાં ફેરવ્યો હતો. આ વિદ્યાર્થીનીઓમાં ગોપી શાહ, શીતલ ઠાકર, અનિષા ગાંધી, અલ્પા દેસાઈ, ફાલ્ગુની વોરા, જીજ્ઞા જોશી, રૂપાલી શાહ, ઇન્દ્રાવતી ઝાલા, મોના દેસાઈ, જયના શર્મા, ઉર્વી ખીમસીયા, શીતલ રાઠોડ, સોનલ ગોરડિયા, અનિતા ભાનુશાલી, ભારતી શાહ સહિતની બહેનાઓ ગુજરાતી ભાષાની ગાથા ગાઈ હતી. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય અનુલક્ષી કૃતિઓની ભાવનાત્મક પ્રસ્તુતિથી બહેનોએ લોકોના દિલ જીતી લીધા હતાં. ગુજરાતના ગૌરવ સમા કવિઓ અને લેખકોની અદ્ભુત કૃતિઓની રજૂઆતને લોકોએ કાર્યક્રમને માણ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંયોજન વિભાગનાં અધ્યક્ષ પ્રૉ. દર્શના ઓઝા અને કવિત પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગના અંજલિ બહેને પુરતો સહયોગ આપ્યો હતો. એસએનડીટીના ગુજરાતી વિભાગે આ કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો.તેમજ આ ખાસ અવસરે બે વિદ્યાર્થીની બહેનોના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થિની રૂપાલી શાહનાં પ્રથમ પુસ્તક ‘સમાજ એક – સ્વરૂપ અનેક’નું તથા વિદ્યાર્થિની કાજલ શાહનાં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઊતરી આવી છે હેલી…’નું વિમોચન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત અનુસ્નાતક ગુજરાતી વિભાગની વિદ્યાર્થિની બહેનો દ્વારા દર ત્રણ મહિને પ્રકાશિત થતાં ‘સિસૃક્ષા’ સામયિક અંક-7નું ડૉ. દિનકર જોશીનાં શુભ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને ગૃહ મંત્રાલય તરફથી અર્ધલશ્કરી દળો દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. IBના થ્રેડ પર્સેપ્શન રિપોર્ટના આધારે CRPFની આ Z Plus શ્રેણીની સુરક્ષા વ્યવસ્થા કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવી છે. CRPFના કુલ 58 કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેને 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ અધ્યક્ષને દેશભરમાં Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.

Z Plus સુરક્ષા શું છે?

Z Plus સુરક્ષામાં સામાન્ય રીતે 55 કર્મચારીઓ હોય છે, જેમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડના કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે. તમામ આધુનિક હથિયારોથી સજ્જ છે. ટીમનો દરેક સભ્ય માર્શલ આર્ટ અને નિઃશસ્ત્ર લડાઇ કૌશલ્યમાં નિષ્ણાત છે. દેશના 40 જેટલા VIPને Z Plus સુરક્ષા આપવામાં આવી છે.

14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજાશે

યુનાઈટેડ કિસાન મોરચાએ 26મી ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાની અને 14મી માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને એક સંકલન સમિતિની રચના કરવામાં આવશે. સમિતિમાં એવા સભ્યો હશે જેઓ અગાઉ આંદોલન લડી ચૂક્યા છે. 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. જોગીન્દર ઉગ્રહાન, બલબીર રાજેવાલ, દર્શનપાલ, હનાન મોલા, રામિન્દર જીત પટિયાલા સમિતિના સભ્યો હશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ યોજાશે. કૃષિ ક્ષેત્રને ડબલ્યુટીઓમાંથી બહાર કાઢવું ​​જોઈએ. દિલ્હી હાઈવે પર રેલી કાઢવામાં આવશે. નેશનલ હાઈવે પર ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે. સમગ્ર દેશના રાજમાર્ગો પર ટ્રેક્ટર માર્ચ થશે. આ માર્ચ અમૃતસરથી પંજાબના શંભુ બોર્ડર સુધી નીકળશે. દિલ્હીના રામલીલા મેદાનમાં 14 માર્ચે મહાપંચાયત થશે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે આવતીકાલે સંયુક્ત કિસાન મોરચા દ્વારા કાળો દિવસ ઉજવવામાં આવશે.

શંભુ અને ખનૌરી બોર્ડર પર સ્થિતિ સામાન્ય

કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું હતું કે તેઓ 2 દિવસ માટે રણનીતિ બનાવશે અને આગામી નિર્ણય 23 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. બે દિવસથી ખેડૂતોનું આંદોલન થંભી ગયું હતું. બીજી તરફ આંદોલનના 10મા દિવસે શંભુ અને ખનૌરી બોર્ડર પર સ્થિતિ સામાન્ય છે. જો કે ખેડૂતો હજુ પણ બોર્ડર પર બેઠા છે. બુધવારે ખનૌરી બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ ખેડૂતોએ બે દિવસ આંદોલન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ કહ્યું કે આંદોલનકારી ખેડૂત નેતાઓ સાથે સંકલન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જે તેમની સાથે વાત કરશે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે 26 ફેબ્રુઆરીએ દેશભરમાં ટ્રેક્ટર પ્રદર્શન કરવામાં આવશે. આ સમય દરમિયાન ખેડૂતો તેમના ઘરની બહાર હાઇવે પર ટ્રેક્ટર પાર્ક કરીને વિરોધ કરશે. ખેડૂત નેતા રાજેવાલે કહ્યું કે 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત થશે.

ચંદીગઢમાં સંયુક્ત મોરચાના નેતાઓની બેઠક યોજાઈ

તમને જણાવી દઈએ કે યુનાઈટેડ કિસાન મોરચાએ ચંદીગઢમાં મોટી બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હી કૂચને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. બીજી તરફ દિલ્હી માર્ચને લઈને ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર હડતાળ પર બેઠા છે. ખેડૂત સંગઠનોએ પાકની એમએસપી અંગે દરખાસ્તો આપી હતી. આ અંગે ખેડૂતોના સંગઠન અને મંત્રીઓ વચ્ચે અનેક બેઠકો થઈ છે, પરંતુ હજુ સુધી બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન યુનાઇટેડ કિસાન મોરચાએ ગુરુવારે દેશવ્યાપી કાર્યક્રમની જાહેરાત કરી છે.