Home Blog Page 2021

કોરાનાના 202 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 202 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક  જણનું મોત  થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,30,886  કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19ના 63 નવા કેસ નોંધાયા છે. દિલ્હી સિવાય રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક અન્ય રાજ્યોમાં પણ કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસોમાં દિલ્હીમાં વાઇરસના 459 કેસો નોંધાયા છે.છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,505 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,96,480 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 182 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1138 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,882 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 529 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ માર્ચ, ૨૦૨૪

Chitralekha Gujarati – 18 March, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 08/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 08/03/2024

CBI એ માનવ તસ્કરી સંબંધિત આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ માનવ તસ્કરી સંબંધિત આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ભારતીયોને વિદેશમાં નોકરી અપાવવાની આડમાં રશિયા-યુક્રેન યુદ્ધના ક્ષેત્રમાં લઈ જતી હતી. કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. એજન્સીએ સાત શહેરોમાં 10થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે એજન્સીએ અનેક વિઝા કન્સલ્ટન્સી ફર્મ્સ અને એજન્ટો સામે FIR દાખલ કરી છે. સર્ચ દરમિયાન ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે અને 50 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

દરોડા પાડવામાં આવ્યા

અહેવાલ મુજબ સીબીઆઈએ દિલ્હી, તિરુવનંતપુરમ, મુંબઈ, અંબાલા, ચંદીગઢ, મદુરાઈ અને ચેન્નાઈમાં દરોડા પાડ્યા છે. હૈદરાબાદના 30 વર્ષીય મોહમ્મદ અફસાન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં માર્યા ગયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અફસાનને હેલ્પર તરીકે કામ કરવા વિદેશ લઈ જવામાં આવ્યો, ત્યારબાદ તેને યુદ્ધમાં ધકેલી દેવામાં આવ્યો. લગભગ એક અઠવાડિયા પહેલા ગુજરાતના સુરતના હેમિલ માંગુકિયા નામના વ્યક્તિનું પણ યુદ્ધમાં મોત થયું હતું.

હેલ્પર તરીકે વિદેશ મોકલવામાં આવ્યો હતો

મળતી માહિતી મુજબ અફસાનની જેમ તેલંગાણા અને ભારતના અન્ય સ્થળોના ઘણા યુવાનોને એજન્ટો દ્વારા રશિયામાં ઊંચા પગાર પર નોકરીના વચન સાથે વિદેશ મોકલવામાં આવ્યા હતા. એજન્ટે તેમની પાસેથી વ્યક્તિદીઠ રૂ. 3.5 લાખ પણ વસૂલ્યા હતા. બાદમાં તેને યુક્રેન યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયે આ પહેલ કરી

જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે પણ આ લોકોની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરવા માટે રશિયન સત્તાવાળાઓ સાથે મામલો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે લગભગ 20 ભારતીયો હજુ પણ રશિયામાં ફસાયેલા છે અને સરકાર તેમને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે.

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે!

ગુરુવારે યોજાનારી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની લોકસભા બેઠક નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધીનું નામ સામેલ થશે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સીઈસીની બેઠકમાં, વિવિધ સ્ક્રીનીંગ કમિટીઓ દ્વારા મોકલવામાં આવેલા નામોમાંથી ઉમેદવારોના નામોને મંજૂરી આપવામાં આવે છે.

કેબિનેટ મીટિંગઃ ખેડૂતો માટે મોદી સરકારની મોટી જાહેરાત

આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા એક વર્ષ વધારી દીધી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારેએક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ, 2025 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. સબસિડીવાળો સિલિન્ડર 603 રૂપિયામાં મળશે.

કેબિનેટની બેઠકમાં છ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા

પીયૂષ ગોયલે કહ્યું કે કેબિનેટની બેઠકમાં છ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે એક વર્ષમાં 12 સિલિન્ડરની મર્યાદા સુધી 10 કરોડથી વધુ મહિલાઓને પ્રતિ સિલિન્ડર 300 રૂપિયાની સબસિડીનો લાભ મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા કાચા શણના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં 285 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, AI મિશન હેઠળ, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠકમાં 10,372 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ઇન્ડિયા AI મિશનને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે દેશમાં 10 હજારથી વધુ GPU ઉપલબ્ધ કરાવવામાં આવશે. આનાથી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને ફાયદો થશે. AI ને પ્રોત્સાહન આપવા માટે, ટાયર 2,3 શહેરોમાં પાયાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

ઉત્તર પૂર્વ માટે વિશેષ પહેલ

પીયૂષ ગોયલે કહ્યું કે કેબિનેટે ઉત્તર પૂર્વના 8 રાજ્યોના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ઉન્નતિ 2024 યોજના (નોર્થ ઈસ્ટ ટ્રાન્સફોર્મેટિવ ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન સ્કીમ)ને મંજૂરી આપી છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને 10,000 કરોડ રૂપિયાથી વધુ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને પણ ભેટ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓને પણ ભેટ આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓનું ભથ્થું વધીને 50 ટકા થઈ ગયું છે. સરકારનો નવો નિર્ણય 1 જાન્યુઆરી 2024 થી જૂન 2024 સુધી લાગુ રહેશે. આ નિર્ણયથી દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના ભથ્થામાં મોટો વધારો થશે.

ST વર્ગ અનામત માટે કાયદો

આજે કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લીધો છે કે આગળ જતા સંસદમાં નવો કાયદો લાવવામાં આવશે જે સુનિશ્ચિત કરશે કે ગોવામાં એસટી કેટેગરીની વસ્તીના આધારે ચૂંટણી પંચ ગોવા વિધાનસભામાં એસટી વર્ગને અનામતનો લાભ પણ આપે. . વસ્તીને ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત કરવામાં આવશે કે એસટી કેટેગરી માટે કેટલી બેઠકો અનામત રાખવી જરૂરી છે.

લિકર પોલિસી કેસમાં કેજરીવાલને 16 માર્ચે હાજર થવા કોર્ટનો આદેશ

દિલ્હીના પ્રખ્યાત એક્સાઇઝ પોલિસી કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે તમામ આરોપીઓ પાસેથી જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી માટે 19 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

રાઉઝ એવન્યુ કોર્ટે પોતાના આદેશમાં લખ્યું છે કે ED સમન્સનું પાલન ન કરવાને કારણે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ IPCની કલમ 174નો પ્રથમદર્શી કેસ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કેજરીવાલને સમન્સ જારી કરવા માટે કોર્ટ પાસે પર્યાપ્ત આધાર છે. EDની અરજી પર કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવા માટે સમન્સ મોકલ્યા છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેની અરજીમાં, EDએ તમામ આરોપીઓ પાસેથી સહકારની માંગ કરી છે અને કોઈપણ કારણ વગર ટ્રાયલમાં વિલંબ ન કરવાનો આદેશ આપ્યો છે.

આરોપીઓ જાણી જોઈને અડચણો ઉભી કરી રહ્યા છે

EDએ એવો પણ આરોપ લગાવ્યો છે કે આરોપીઓ જાણીજોઈને કેસમાં અડચણો ઉભી કરી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીએ તમામ આરોપીઓને આ મામલે કોર્ટ પાસેથી સૂચના આપવાની પણ માંગ કરી છે. સુનાવણી દરમિયાન જ્યારે આરોપીઓના વકીલોએ દસ્તાવેજોની તપાસ માટે સમય માંગ્યો ત્યારે EDના વકીલે કહ્યું કે ટ્રાયલમાં વિલંબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે, EDએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કોર્ટને આરોપીઓને તપાસમાં સહકાર આપવા અને ટ્રાયલમાં વિલંબ ન કરવા નિર્દેશ આપવા જણાવ્યું છે.