નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 110 યુનિકોર્નની સાથે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોલોજી તરીકે ઊભર્યું છે. સ્ટાર્ટઅપ મેટ્રો સિટી સુધી સીમિત નથી, એ હવે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. ભારત ત્રીજા કાર્યકાળમાં વિશ્વનું સૌથી ત્રીજું અર્થતંત્ર બનશે, એમ તેમણે કહ્યું હતું.
દેશના યુવાઓએ રોજગાર માગવાને બદલે રોજગાર પેદા કરવાવાળો રસ્તો પસંદ કર્યો છે. દેશમાં 1.25 લાખ થી વધુ સ્ટાર્ટઅપ છે. એમાંથી 110 યુનિકોર્ન બની ચૂક્યા છે. મહિલાઓની પાસે 45 ટકા સ્ટાર્ટઅપની કમાન છે. ભારતે ટેક્નોલોજીનું લોકતંત્રીકણ કરી દીધું છે. આ ક્ષેત્રમાં સાધન-સંપન્ન અને વંચિતનો સિદ્ધાંત કામ નથી કરતો. અંતરિમ બજેટમાં સંશોધન માટે ઘોષિત રૂ. એક લાખ કરોડના ફંડથી જેતે ક્ષેત્રોને મદદ મળશે.
Startups will play a pivotal role in making India the 3rd largest global economy. pic.twitter.com/kpcMXXo5cx
સ્ટાર્ટઅપ દેશની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે નવા વિચારોને મંચ આપ્યો અને ઉદ્યોગ સાહસિકો અને એકમોને નાણાકીય ફંડથી સાંકળ્યા. એનાથી દેશ ગર્વથી કહી શકે છે કે અમારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર મોટા મેટ્રો શહેર સુધી સીમિત નથી. દેશની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ દેશના નાનાં શહેરોના યુવા કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ માત્ર બેંગલુરૂ ઊભા થાય છે એમ માનવાની જરૂર નથી. દેશના ૬૦૦ જીલ્લામાંથી ૧.૨૫ લાખ સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. દશ વર્ષ પહેલાં માંડ ૧૦૦ સ્ટાર્ટઅપ હતા, તે આજે સવા લાખ ઉપર પહોંચ્યા છે.
નવી દિલ્હીઃ ભોજપુરીના ટ્રેડિંગ સ્ટાર ખેસારી લાલ યાદવ ફિલ્મ ‘રંગ દે બસંતી’ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 22 માર્ચે હોળીએ રિલીઝ થવાની હતી, પરંતુ ટાઇટલને કારણે એ સર્ટિફિકેશન બોર્ડમાં અટકી ગઈ છે. એના પર પહેલાં CBFCએ કાતર ચલાવી હતી, જેથી ફિલ્મમેકર રોશન સિંહે બોમ્બે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.
હવે કોર્ટ તરફથી CBFCને આદેશ આપ્યો છે કે એ આ મામલાને 10 દિવસોની અંદર સુલઝાવે. ખેસારી લાલની ફિલ્મ ‘રંગ દે બસંતી’ને પહેલાં U (યુનિવર્સલ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીના વલણને કારણે રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી હતી. ટ્રેડ પંડિતોના જણાવ્યાનુસાર રિલીઝ ડેટ ટાળવાથી આ ફિલ્મને રૂ. 10 કરોડનું નુકસાન થયું છે.
‘રંગ દે બસંતી’ના નિર્માતા રોશન સિંહે પ્રસૂન જોશી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જાણીબૂજીને સેન્સરની પ્રક્રિયામાં વિલંબ કર્યો. તેમણે કહ્યું હતું કે પ્રસૂન જોશીનું ખેસારીની ફિલ્મના ટાઇટલને લઈને કહ્યું હતું કે 2006માં આમિર ખાન અભિનિત હિન્દી ફિલ્મનું ટાઇટલ સેમ હતું. ફિલ્મમેકરનું કહેવું છે કે તેમણે આવું એટલા માટે કર્યું, કેમ કે એ હિન્દી ફિલ્મ સાથે ગીતકાર તરીકે જોડાયા છે. રોશન સિંહના આરોપોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર બાદ CBFCએ નિર્માતાઓને કટ્સની એક લિસ્ટ સોંપી છે. જોકે એમાં નામ બદલવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. CBFCની તપાસ સમિતિ દ્વારા માગવામાં આવેલાં સંસોધનોને નિર્માતાઓએ ગેરકાયદે માન્યાં છે.
ખેસારી લાક યાદવની ફિલ્મ ‘રંગ દે બસંતી’ આશરે 500 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની હતી. ટ્રેડ પંડિતો એને ભોજપુરીની સૌથી મોટી ફિલ્મ બતાવી રહ્યા છે. ખેસારી લાલની સાથે આ ફિલ્મમાં રતિ પાંડે, ડાયના ખાન છે. એનું ડિરેક્શન પ્રેમાંશુ સિંહે કર્યું છે.
પ્રિયંકા ચોપરા તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે પુત્રી માલતી મેરી સાથે મુંબઈ આવી હતી. પ્રિયંકાએ મુંબઈ આવતાની સાથે જ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા અને માલતી બાદ તેનો પતિ નિક જોનાસ પણ ભારત આવ્યો હતો. નિક ભારત આવ્યા બાદ પ્રિયંકા તેના પરિવાર સાથે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી છે. પ્રિયંકાની સાથે તેની માતા મધુ ચોપરા પણ અયોધ્યા ગઈ છે. પ્રિયંકાના ફેમિલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
VIDEO | Actor Priyanka Chopra (@priyankachopra) with husband Nick Jonas and daughter Maltie reaches #Ayodhya, Uttar Pradesh.
પ્રિયંકાનો અયોધ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા યલો કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. નિક જોનાસ પણ સફેદ રંગના કુર્તા-પાયજામામાં પરંપરાગત અવતારમાં જોવા મળ્યો હતો. પ્રિયંકાની માતા મધુએ રેડ કલરની સાડી પહેરી હતી. માલતી પણ ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે
પ્રિયંકાના વાયરલ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- ‘ભક્તિમાં જ શક્તિ છે.’ કેટલાક લોકો હાર્ટ ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
બલ્ગારીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
પ્રિયંકા ગયા અઠવાડિયે જ ઈન્ડિયા ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી. તેની ઈવેન્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જે બાદ પ્રિયંકા ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં ગઈ હતી. નિક જોનાસ પણ આ વર્ષે પ્રિયંકા અને માલતી સાથે હોળીની ઉજવણી કરવા ભારત આવ્યો છે. નિક ભારત આવતાની સાથે જ ચાહકોને લાગ્યું કે આ વર્ષે કપલ અહીં હોળી ઉજવશે. માલતીની ભારતમાં આ પહેલી હોળી હશે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ED દ્વારા વારંવાર સમન્સ મોકલવાને લઈને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી. કેજરીવાલ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ ધરપકડમાંથી રાહત માગી છે. એના પર EDએ કહ્યું હતું કે કેજરીવાલ તપાસ એજન્સીની સામે હાજર થવાથી બચી રહ્યા છે અને બહાનાં બનાવી રહ્યા છે. જેથી હાઇકોર્ટમાંથી કેજરીવાલને રાહત નથી મળી.
કોર્ટે સવાલ કર્યો હતો કે તેઓ એજન્સી સામે હાજર કેમ નથી થઈ રહ્યા? એના જવાબમાં સિંધવીએ કહ્યું હતું કે તેમને એજન્સી સામે હાજર થવામાં કોઈ મુશ્કેલી નથી, પણ તેમની ધરપકડ થવાની શક્યતા છે.
સિંધવીએ કેજરીવાલનો પક્ષ રાખતાં કોર્ટને જણાવ્યું હતું કે તેમને 10 સમન્સ જારી કરવામાં આવ્યા છે. તેમણે એનો જવાબ પણ આપ્યો અને પૂછપરછ માટે વર્ચ્યુઅલી હાજર થવા તૈયાર છે, પણ તેમને ધરપકડ સામે પ્રોટેક્શન જોઈએ છે. સિંધવીએ કહ્યું હતું કે EDના બધા સમન્સ કાયદાકીય પ્રક્રિયા અને જોગવાઈ અનુસાર નથી.
સિંધવીએ સૌથી પહેલાં કેજરીવાલની ધરપકડમાંથી રાહત આપવા માટે વિનંતી કરી હતી. સિંધવીએ કહ્યું હતું કે રાજકીય પક્ષ PMLA એક્ટમાં વ્યાખ્યાયિત નથી કરવામાં આવ્યા.
આ સુનાવણી દરમ્યાન EDએ કહ્યું હતું કે દિલ્હીના CM તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે, એની સુનાવણી યોગ્ય નથી. કેજરીવાલ ખુદને ખાસ વ્યક્તિ માને છે. તેઓ પોતાના માટે વિશેષ અધિકાર માગી રહ્યા છે. હાઈકોર્ટમાં EDએ કહ્યું હતું કે અમે એના પર જવાબ દાખલ કરીશું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 99 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,32,870 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,527 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,475 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 239 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1027 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,47,052 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,313 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે જોડાઈ બ્રાન્ચ-મેનેજર તરીકે વટભેર નોકરી પૂરી કરી એવા કર્તવ્યનિષ્ઠ, શિસ્તના આગ્રહી અને દૂરંદેશી વડીલ રસિકલાલ પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ આતરસુંબામાં થયો. એક નાનો ભાઈ, એક નાની બહેન. પ્રાથમિક અભ્યાસ આતરસુંબામાં કર્યો. મેટ્રિક સુધીનો અભ્યાસ પિતરાઇ ભાઈને ઘેર રહી વડોદરામાં કર્યો. કર્મભૂમિ અમદાવાદ. રેશનિંગની દુકાનમાં નોકરી શરૂ કરી. નાના ભાઈને મુંબઈથી અમદાવાદ બોલાવી, દુકાન, ઘર વગેરે કરાવી સેટ કર્યા. વિલાસતારાબહેન સાથે લગ્ન થયા. તેમને ત્રણ દીકરા: હર્ષદ, જયેશ અને જયપ્રકાશ. બાળકો સારો અભ્યાસ કરે તે તેમનું સ્વપ્ન હતું. તેને માટે જરૂરી દરેક ફરજ તેમણે બજાવી. તેમને ઉચ્ચ-શિક્ષણ અપાવ્યું. તેમનો આગ્રહ કે દીકરાઓ જુદા-જુદા ક્ષેત્રમાં ઉચ્ચ-ડિગ્રી પ્રાપ્ત કરે. ત્રણે દીકરાઓ સરસ ભણ્યા. મોટા દીકરા હર્ષદભાઈએ એન્જિનિયર થઈ પરદેશમાં PhD કર્યું. વચેટ દીકરા જયેશભાઈ ડોક્ટર થયા અને આગળ MD સુધી અભ્યાસ કર્યો. નાના દીકરા જયપ્રકાશભાઈએ અહીં કોમર્સમાં CA, ICWAનો અભ્યાસ કર્યો અને અમેરિકા જઈ CPA કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
8:00 વાગે ઊઠે, રાતથી તાંબાના લોટામાં રાખેલું પાણી સવારે પીએ, નાહી-ધોઈ ચા-નાસ્તો કરે. ઘરમાં આવતાં બધાં છાપાં અક્ષરેઅક્ષર વાંચે! દોઢ-બે કલાક થાય. જમીને આરામ કરે. 4:30 વાગે ઊઠી ચા પીએ. ફિઝિયોથેરેપીસ્ટ આવે તેની સાથે કસરત કરે. સાંજે કુટુંબના સભ્યો અને મહેમાનો સાથે વાતચીત કરી રાતના 8:00 વાગે જમે. આજે પણ ચમચી અને ફોર્કથી જમે છે! જમતાં-જમતાં હાથ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખે. ઢોકળા પણ ફોર્કથી ખાય! અને હાંડવો, મુઠીયા વગેરે ફરસાણ સાથે કોકો-કોલા તો જોઈએ જ! કપડાં ઇસ્ત્રીવાળાં જ પહેરવાનાં, પણ જાતે ઇસ્ત્રી કરવાની! ટીવી જોતાં-જોતાં દસેક વાગે સુઈ જાય.
શોખના વિષયો:
ચાલવાનો ખૂબ શોખ. રોજ પાંચ કિલોમીટર ચાલતા. મિત્રો સાથે ગપાટા મારવા ગમે. ટીવી જોવું ગમે. શેર-બજારમાં રસ, પણ ક્યારેય સટ્ટો કરતા નહીં. ક્રિકેટ-મેચ જોવી ગમે, નાની સ્ક્રીન પર નહીં, મોટા ટીવી પર! હંમેશા ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખતા. અક્ષરો એકદમ સરસ, લખાણમાં વ્યાકરણ કે સ્પેલિંગની કોઈ ભૂલ નહીં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ચાલવાના શોખને લીધે તબિયત ઘણી સારી છે. કોઈ રોગ નથી. થોડું ઓછું સંભળાય છે અને પાર્કિંસનની શરૂઆત હોય તેવું લાગે છે. દીકરો જ ડોક્ટર, પછી શું તકલીફ હોય?
યાદગાર પ્રસંગ:
બેંકમાં ક્લોઝિંગ ચાલતું હતું. તેઓ રીલીફ-રોડ બ્રાન્ચમાં. રાતના ઘણું મોડું થઈ ગયું. એ વખતે ઘેરઘેર ફોન તો હતા નહીં! પાડોશીને ઘેરથી તેમને બેંકમાં ફોન કર્યો તો કહે: “હજી તો રાતના ત્રણ જ વાગ્યા છે! મને મારું કામ શાંતિથી કરવા દો!” કામની ચિવટ અને કર્તવ્યનિષ્ઠાને કારણે તેઓ બેંકમાં “CP લગડી” તરીકે જાણીતા! ઉપરી-અધિકારીઓને માન આપતા પણ તેમની ખુશામત ક્યારેય ન કરતા. તેમના બા-બાપુજીનું બહુ ધ્યાન રાખતા. બાપુજીના અવસાન પછી બા તેમની સાથે જ રહેતાં. આજે તેમનાં બાળકો તેમનું બહુ ધ્યાન રાખે છે. વહુઓ તો દીકરીની જેમ સેવા કરે છે!
પોતે માત્ર મેટ્રિક સુધી જ ભણેલા પણ બાળકો વધુ ભણે તેવું તેમનું સ્વપ્ન. બાળકોને સારામાં સારી સ્કૂલ અને કોલેજમાં મૂક્યા. દર મહિને 100 રૂપિયાની FD કરતા, જેથી મોટો દીકરો ભણતર માટે સહેલાઈથી અમેરિકા જઈ શક્યો.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
સમયની સાથે ચાલે છે! નવી ટેકનોલોજી વાપરી જાણે છે. અમેરિકા હતા ત્યારે કોમ્પ્યુટર ઉપર ગુજરાત સમાચાર વાંચતા અને અહીંના બધા સમાચાર મેળવતા! ‘બેસણા’ના સમાચાર વાંચી યોગ્ય માણસોને ફોન પણ કરતા!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
20 રૂપિયાના પગારથી શરૂઆત કરી છે એટલે આજના ખર્ચા તેમને બિનજરૂરી લાગે છે. ‘બાળકો ખોટા ખર્ચા કરે છે’ તેવું તેમને ઘણી વાર લાગે છે. જરૂરિયાતવાળા માણસોને મદદ કરે. મંદિરમાં ભેટ ન આપે પણ NGOમાં મદદ ચોક્કસ કરે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો અને યુવાનો સાથે વાતો કરવી ગમે. પુત્રો, વહુઓ, પૌત્રો-પૌત્રીઓ, પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ અને કુટુંબનાં બધાં સભ્યો સાથે વાતો કરવી ગમે. કુટુંબના દરેક માણસને વાર-તહેવારે રોકડ રકમની ગિફ્ટ આપે! બાળકો સાથે ડિઝની-વર્લ્ડની દરેક રાઈડ એન્જોય કરે. જાતજાતનું ખાવાનું ભાવે. પીઝા અને મેક્સિકન-ફૂડ પણ ભાવે!
સંદેશો :
કર્તવ્યનિષ્ઠ બનો, શિસ્ત જાળવો, ભણતર ઉપર ધ્યાન આપો. ચાલતા રહો તો જીવન પણ ચાલતું રહેશે!
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
યુપીના બદાયુંમાં બે બાળકોની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ કુહાડી વડે નિર્દોષ લોકોની હત્યા કરી હતી. રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવામાં આવી છે. વિસ્તારમાં તણાવ છે અને પોલીસ ફોર્સ તૈનાત છે. ડબલ મર્ડરનો આરોપી જાવેદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
VIDEO | “The matter is being thoroughly investigated. The team that detained the accused will arrive shortly and give further information on the matter,” says IG Rakesh Kumar Singh on the alleged murder of two children in the Baba colony near the Mandi Samiti outpost in UP’s… pic.twitter.com/ehMYjpuzlD
બરેલીના IG રાકેશ કુમારે કહ્યું, આજે સાંજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યો અને જવાબી કાર્યવાહીમાં આરોપીનું ઘટનાસ્થળે જ મોત થયું. રાકેશ કુમારે કહ્યું કે જ્યારે પોલીસને માહિતી મળી તો તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ગુનેગારે પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
VIDEO | Locals gather outside Mandi Samiti outpost in Budaun over the alleged murder of two children by a neighbour. The incident took place in Baba Colony of the city. More details awaited. pic.twitter.com/kImfWxet8L
આ સાથે આઈજીએ જણાવ્યું કે બંને બાળકો ટેરેસ પર રમતા હતા. દરમિયાન, ગુનેગાર ત્યાં આવ્યો અને બાળકની હત્યા કરી. ગુનેગાર વિશે વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો- ડીએમ
આ બાબતે બદાઉના ડીએમ મનોજ કુમારે કહ્યું, આજે સાંજે માહિતી મળી હતી કે બાબા કોલોનીમાં એક યુવકે ઘરમાં ઘૂસીને બે બાળકોની હત્યા કરી હતી. કેટલાક લોકો આનાથી ગુસ્સે થયા હતા. મૃત્યુ પામેલા બાળકોની ઉંમર આશરે 11 વર્ષ અને છ વર્ષની હતી. હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. આ તપાસનો વિષય છે.