નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટેનાં ચૂંટણીવચનો જારી કરી દીધાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદંબરમ અને અન્ય નેતાઓની હાજરીમાં ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસે ઘોષણાપત્રને ન્યાય પત્ર નામ આપ્યું છે. પાર્ટીએ દેશની જનતાને પાંચ ન્યાયનું વચન આપ્યું છે. આ સાથે પાર્ટીએ 25 ગેરંટીનો ઉલ્લેખ કર્યો છે. 
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગાના ગરીબ મજૂરોને રૂ. 400ની મજૂરી આપવામાં આવશે. 40 લાખ સરકારી નોકરીઓ અને શહેરી રોજગાર ગેરંટી લાવવાનાં વચનો આપ્યાં હતાં. રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાના તર્ક પર દેશમાં રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર કેશલેસ વીમા યોજના લાગુ કરવામાં આવશે. તેમણે ખેડૂતો માટે પણ મોટું એલાન કર્યું હતું. સરકાર પર પર દેશમાં ખેડૂત ન્યાય હેઠળ ખેડૂતોનાં દેવાં માફ કરવામાં આવશે. આ ઘોષણાપત્ર ન્યાયનો દસ્તાવેજ છે, એમ તેમણે કહ્યું હતું.
સરકાર બનવા પર દેશમાં જાતીય જનગણતરી કરાવવામાં આવશે. મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજનાનું એલાન કરતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ગરીબ મહિલાઓને રૂ. એક લાખની મદદ કરવામાં આવશે. યુવાઓને પણ નોકરીની ગેરંટી આપવામાં આવશે.
हमारा ये घोषणापत्र देश के राजनीतिक इतिहास में “न्याय के दस्तावेज” के रूप में याद किया जाएगा।
राहुल गाँधी जी के नेतृत्व में चली “भारत जोड़ो न्याय यात्रा” में 5 PILLARS पर ध्यान केंद्रित किया गया था।
यात्रा के दौरान युवा, किसान, नारी, श्रमिक और हिस्सेदारी न्याय की घोषणा की गयी… pic.twitter.com/Ha32yohOR0
— Mallikarjun Kharge (@kharge) April 5, 2024
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ની કાર્યક્ષમતા અને મતપત્રની પારદર્શિતા માટે ચૂંટણી કાયદાઓમાં સંશોધન કરવામાં આવશે. મતદાન EVMના માધ્યમથી થશે, પણ મતદાતા મશીનથી પ્રાપ્ત મતદાન રસીદનેને VVPATમાં રાખવામાં અને જમા કરવામાં સક્ષમ હશે. અમે વચન આપીએ છીએ કે અમે ભોજન અને પરિધાન, પ્રેમ અને લગ્ન અને દેશના કોઈ પણ ભાગમાં યાત્રા અને રહેઠાણમાં વ્યક્તિગત પસંદમાં હસ્તક્ષેપ નહીં કરીએ.




આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. લીમડાના મોરને પાણી સાથે પીવાથી અનેક પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. ઉત્સવો, તહેવારોમાં માર્ગો પર ચીજવસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુઓનું વેચાણ કરવા માંડ્યા છે. કુદરતી રીતે આંબળા, લીમડા, કુંવારપાઠુ જેવી અનેક ઔષધિ સ્વરૂપે આપણી આસપાસ ઉગતી વસ્તુઓ પહેલાં લોકો જાતે એકઠી કરી ઉપયોગમાં લેતા હતા. હવે આયુર્વેદિક સ્ટોર, આયુર્વેદાચાર્યો અને જાણકારી ધરાવતા લોકો જુદા જુદા સ્વરૂપે ‘પેકિંગ’ કરીને વેચી રહ્યા છે.
મોસમ પ્રમાણે વેપાર કરતાં લોકો પણ માર્કેટમાં અને લોકોની જરૂરિયાતોને બરાબર જાણી ગયા છે. શહેર, ગામડાની આસપાસમાં થતાં લીમડાના પાન, ડાળીઓ અને ફૂલ-માંજરો-મોર તોડી મુખ્ય માર્ગો બજારમાં વેપાર કરી પેટિયું રળી રહ્યા છે.
આયુર્વેદના ડોક્ટર હેલી ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે આપણી આસપાસના ઘણાં વૃક્ષ, છોડ, વેલાનો ઉપયોગ માનવ શરીર માટે ગુણકારી છે. એમાંય લીમડાના પાન, છાલ અને ફૂલ માંજરો શરીરમાં થતી જુદી-જુદી વ્યાધિઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને નિયંત્રિત રાખવા નિષ્ણાત તબીબની સલાહ સાથે જ શરીરની અંદર કે બહાર ઔષધના ઉપયોગો હિતાવહ છે. જ્યારે લીમડાના પાન મોરનો ઉપયોગ વહેલી સવારે રસ તરીકે લેવાથી ભવિષ્યમાં તાવથી માંડી અસાધ્ય રોગથી શરીરને દુર રાખી શકાય છે. પણ આ સાથે ખોરાક અને દિનચર્યામાં પણ એટલી જ કાળજી રાખવી પડે.
શરીરના અંદરના રોગો, બાહ્ય ચામડીના રોગોમાં અસરકારક એવો લીમડો, જ્યારે બાળવામાં આવે છે ત્યારે આસપાસના મચ્છર જેવા અનેક જંતુઓનો નાશક તરીકે કામ કરે છે.

૦૫ એપ્રિલ, ૨૦૨૪
દરેક વ્યક્તિ માટે તેની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. કોઈને બધુજ છોડી દેવાનો વિચાર આવે તો કોઈને લડી લેવાનો. રામાયણ તરફ નજર કરીએ તો સમજાય છે કે સહજતા, સન્માન અને કર્તવ્યનિષ્ઠ હોવું એ વ્યક્તિત્વ નિખારવામાં મદદરૂપ થાય છે. પિતાના સન્માન માટે રામ વનમાં ગયા પણ એમણે વનવાસ દરમિયાન અન્યનું ભલું ચાહ્યું. ભરતને ગાદી મળી હોવા છતાં એણે એને રામની અમાનત સમજી, જટાયુએ સીતાજીનું રક્ષણ કરવા પ્રાણ ત્યાગી દીધા, રાવણ બ્રાહ્મણ ધર્મ નિભાવવા પોતાના પ્રતિસ્પર્ધીને પણ વિજય માટેની પૂજા કરાવે, સુષેણ વૈદ્ય રાવણનો વૈદ્ય હોવા છતાં લક્ષ્મણની સારવાર માટે આવે, વિગેરે પ્રસંગો આપણી સાચી સંસ્કૃતિ છે. આ બધા જ નિર્ણય અંતિમ હોઈ શકે, પણ સકારાત્મક હતા. એવા સકારાત્મક નિયમોનું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.

પી. ટી. જાડેજા: રાજકોટના ક્ષત્રિય સમાજ માટે પી. ટી. જાડેજાનું નામ અજાણ્યું નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી છાત્રાલય ચાલે છે તેઓ તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. નવરાત્રી કે શરદ પૂનમના રાસોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે. પી. ટી. જાડેજા ગોંડલમાં પોલીસમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાંથી સ્વેચ્છાએ તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી સાઈનગર સોસાયટીમાં રહે છે.
પદ્મિનીબા વાળા: ક્ષત્રિય સમાજના આંદોલનને ઉગ્ર બનાવવામાં રાજકોટના પદ્મિનીબા વાળાની સક્રિય ભૂમિકા રહી છે. તેઓ ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ છે. આ ઉપરાંત રાજકોટમાં રાજશક્તિ મહિલા મંડળના પ્રમુખની છેલ્લા દસ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે. મૂળ તેઓ જાડેજા પરિવારના દીકરી છે. સંતાનમાં બે પુત્રો છે. તેમના પતિ ગિરિરાજસિંહ વાળા ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે. મૂળ વતન ઉપલેટા પાસે આવેલા ગધેથડ નજીક તંણસવા ગામ છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
નયનાબા જાડેજા: રાજકોટમાં રૂપાલાના બૉયકોટના પોસ્ટર લગાવનાર અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં સક્રિય નયનાબા જાડેજા જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન છે. અગાઉ તેઓ જામનગર રહેતા હતા. પરંતુ હાલ તેઓ રાજકોટ રહે છે. તેઓ તેમના માતાની સ્મૃતિમાં રચેલા શ્રી લતાબા એ. જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ મારફત તેઓ સમાજ સેવાના કર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાજકોટ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ છે. અગાઉ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં પણ મહત્વના હોદા ઉપર રહી ચૂક્યા છે.
તૃપ્તિબા રાઓલ: મૂળ માણસાના રહેવાસી તૃપ્તિબા રાઓલ હાલ ગાંધીનગર રહે છે. ભાવનગર સ્થિત નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યા બાદ મનોવિજ્ઞાન વિષયમાં તેઓ સ્નાતક થયા છે. આ ઉપરાંત તૃપ્તિબા રાઓલ ‘નારીશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ’ના પ્રમુખ છે. દર વર્ષે તેઓ 100 ક્ષત્રિય નારી રત્નોની પસંદગી સમગ્ર ગુજરાતમાંથી કરીને તેઓની પ્રતિભા અને પ્રશંસનીય કાર્યોને પુસ્તકના માધ્યમથી પ્રકાશિત કરે છે. આગામી 7મી એપ્રિલના રોજ તૃપ્તિબાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. તેઓને આ એવોર્ડ હેરિટેજ સંવર્ધક તરીકે આપવામાં આવશે.