Home Blog Page 1949

પશ્ચિમ બંગાળમાં ED પછી NIAની ટીમ પર હુમલો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ED પછી NIAની ટીમ પર હુમલો થયો છે. પૂર્વ મિદનાપોર જિલ્લાના ભૂપતિનગરમાં નેશનલ ઇન્વેસ્ટિશન એજન્સી (NIA)ની એક ટીમ પર સ્થાનિક લોકોના એક જૂથે હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ NIAના અધિકારી ડિસેમ્બર, 2022માં એક વિસ્ફોટની તપાસ માટે ત્યાં પહોંચ્યા હતા. આ વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

કલકત્તા હાઈકોર્ટના આદેશ અનુસાર NIAની ટીમ શનિવારે તપાસ માટે અહીં પહોંચી હતી. ત્યારે જ તપાસકારોની ટીમના કાફલાની કાર સાથે તોડફોડ કરવામાં આવ્યાનો આરોપ લાગ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ત્રણ મહિનાની અંદર કેન્દ્રીય એજન્સીઓની ટીમ પર હુમલાની આ બીજી ઘટના છે. પાંચ જાન્યુઆરીએ સંદેશખાલામાં ED અને એની સાથે આવેલા CAPF કર્મચારીઓ પર 1000થી વધુ લોકોના એક જૂથે હુમલો કર્યો હતો. એ સમયે સંદેશખાલીમાં TMCના સસ્પેન્ડેડ શેખ શાહજહાંના નિવાસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી. આ હુમલામાં EDના ત્રણ અધિકારી ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

NIAએ દાવો કર્યો છે કે બે વ્યક્તિને પૂછપરછ માટે લઈ જતી વખતે જ તેમની ટીમ પર 100થી વધુ લોકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. NIAની ટીમ વિસ્તારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે ભૂપતિનગર પહોંચ્યા હતા. જ્યારે ટીમના અધિકારીઓ બે લોકોને લઈ જઈ રહ્યા હતા ત્યારે ગામના લોકોએ NIAની ગાડીને ઘેરી લેતાં બંનેને મુક્ત કરવાની માગ કરી અને પછી તોડફોડ મચાવતાં હુમલો કરી દીધો. આ હુમલામાં બે અધિકારીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.

 

 

 

 

 

ચીન AIની મદદથી ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકેઃ માઇક્રોસોફ્ટ

નવી દિલ્હીઃ ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)- જનરેટેડ કન્ટેન્ટનો ઉપયોગ કરીને ભારત, અમેરિકા અને દક્ષિણ કોરિયામાં આગામી ચૂંટણી પર પ્રભાવ પાડી શકે છે, એવી માઇક્રોસોફ્ટે ચેતવણી ઉચ્ચારી છે. એ ચેતવણી ત્યારે આવી છે, જ્યારે ચીને તાઇવાનની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરિણામોને પ્રભાવિત કરવા માટે AIના પ્રયોગનું પરીક્ષણ કર્યું હતું.

વિશ્વમાં કમસે કમ 64 દેશોમાં રાષ્ટ્રીય ચૂંટણી થવાની છે. આ દેશોમાં સામૂહિક રીતે વૈશ્વિક વસતિનો આશરે 49 ટકા હિસ્સો રહે છે. ગયા મહિને માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે નવી દિલ્હીમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. એ દરમ્યાન બંને નેતાઓએ મહિલાઓના નેતૃત્વવાળા વિકાસ, આરોગ્ય સહિત AIના ઉપયોગ પર ચર્ચા કરી હતી.

કંપનીની થ્રેટ ઇન્ટેલિજન્સ ટીમના જણાવ્યાનુસાર ચીની સમર્થિત સાઇબર જૂથો, ઉત્તર કોરિયાની મદદથી વર્ષ 2024 માટે નિર્ધારિત કેટલીય ચૂંટણીને નિશાન બનાવી શકે છે. કંપનીએ કહ્યું હતું કે જનતાની માન્યતાને પ્રભાવિત કરવા માટે સોશિયલ મિડિયાના માધ્યમથી AI પ્રેરિત સામગ્રીનો પ્રયોગ કરીને પોતાના હિતમાં જનતાની માન્યતાને પ્રભાવિત કરી શકે છે.

વળી, ચીન પોતાનાં હિતોને સાધવા AI સામગ્રીનું નિર્માણ અને વિસ્તરણ કરશે. બીજિંગ સમર્થિત એક જૂથ, જે સ્ટોર્મ 1376 અથવા સ્પૈમોફ્લેજને નામ ઓળખાય છે, એ તાઇવાનની ચૂંટણીમાં સક્રિય હતું. આ જૂથે નકલી ઓડિયો અને મીમ્સ સહિતની AIનો પ્રયોગ કરીને સામગ્રી પ્રસારિત કરી હતી, જેનો ઉદ્દેશ કેટલાક ઉમેદવારોને બદનામ કરવાનો અને મતદાતાઓની ધારણાઓને પ્રભાવિત કરવાનો હતો.

 

 

 

કોરાનાના 108 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 108 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,831 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,564 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,628 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 762 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,388 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 18 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ગુલકંદ – ૦૬ એપ્રિલ, ૨૦૨૪

ગુલકંદ – ૦૬ એપ્રિલ, ૨૦૨૪

૦૬ એપ્રિલ, ૨૦૨૪

૦૬ એપ્રિલ, ૨૦૨૪

નિહલાનીએ ગુસ્સામાં આવી ‘આંખેં’ બનાવી હતી

ફિલ્મ ‘આંખેં’ (1993) નિર્માતા પહેલાજ નિહલાનીને રાજકુમાર સંતોષી પ્રત્યે થયેલી નારાજગીને કારણે બની હતી. નિર્દેશક રાજકુમાર સંતોષી ‘ઘાયલ’ (1990) અને ‘દામિની’ (1993) પછી પહેલાજ નિહલાની માટે એક કોમેડી ફિલ્મ બનાવવાના હતા. પરંતુ સંતોષીએ એમની ફિલ્મ બનાવવાને બદલે આમિર ખાન અને સલમાન ખાનને લઈને કોમેડી ફિલ્મ ‘અંદાજ અપના અપના’ (1994) શરૂ કરવાનું નક્કી કરી લીધું. તેથી પહેલાજને આ વાત પર થોડો ગુસ્સો આવી ગયો અને પોતાની રીતે ‘અંદાજ અપના અપના’ ની જેમ કોમેડી ફિલ્મ બનાવવાનું એક આયોજન કર્યું. જે રવિવારે સંતોષીએ ‘અંદાજ અપના અપના’ નું મુર્હુત કર્યું એ જ દિવસે પહેલાજે લેખક અનીસ બઝમી, ગોવિંદા, ચંકી પાંડે અને નિર્દેશક ડેવિડ ધવનને ફોન કરીને કહ્યું કે મારે ત્યાં કઢી-ભાત ખાવા આવી જાવ.

ચંકી પાંડેએ એક મુલાકાતમાં આ વાત કહી હતી. પહેલાજે બધાં આવી ગયા પછી વિડીયો કેસેટ પર અશોકકુમાર, મહેમૂદ અને વિનોદ મહેરાની એસ. રામાનાથન નિર્દેશિત ફિલ્મ ‘દો ફૂલ’ (1974) શરૂ કરી. એ પછી હોલિવૂડની એક ફિલ્મ બતાવી. ચાર કલાક પછી એમણે બધાને કઢી- ભાત ખવડાવ્યા અને કહ્યું કે આવી એક ફિલ્મ આપણે બનાવવાની છે અને એને છ મહિનામાં બનાવીને રજૂ કરી દેવાની છે. એમણે અનીસ બઝમીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા એક મહિનાનો સમય આપ્યો. ત્યારે બધાને ખ્યાલ આવ્યો કે પહેલાજે એક ઝડપી ફિલ્મ બનાવવા એમને કઢી – ભાત ખાવા બોલાવ્યા હતા. અનીસે વાયદા મુજબ સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી.

હીરો તરીકે ગોવિંદા અને ચંકી પાંડે નક્કી જ હતા. પહેલાજ નિહલાની હીરોઈનો તરીકે નીલમ અને દિવ્યા ભારતીને લેવા માગતા હતા. કેમકે એ સમય પર બંને હિટ હતી. પણ બંને પાસે તારીખો ન હતી એટલે નવી હીરોઈનો લેવાનું નક્કી થયું. એમાં રિતુ શિવપુરી અને રાગેશ્વરીનો નંબર લાગી ગયો. અનુપમ ખેરે એમની સાથે ‘શોલા ઔર શબનમ’ (1992) કરી હતી એટલે ‘હસમુખ’ ની ભૂમિકા માટે એ પહેલી પસંદ હતા. એમની પાસે તારીખો ઉપલબ્ધ ના થતાં છેલ્લી ઘડીએ કાદર ખાન આવ્યા હતા. ગોવિંદાએ ‘બુન્નુ’ અને ચંકી પાંડેએ ‘મુન્નુ’ ની ભૂમિકા માટે બહુ મહેનત કરવી પડી ન હતી. એમની યુવાનીના દિવસોના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને જ કામ કર્યું હતું. પહેલાજે ‘અંદાજ અપના અપના’ થી એક વર્ષ વહેલી ‘આંખેં’ રજૂ કરી દીધી હતી અને બહુ મોટી હિટ સાબિત થઈ હતી. અસલમાં ‘દો ફૂલ’ ને તમિલ કોમેડી ફિલ્મ ‘અનુભવી રાજા અનુભવી’ પરથી બનાવવામાં આવી હતી. અને ‘આંખેં’ પરથી તેલુગુમાં ‘પોકીરી રાજા’ બની હતી.

પંચાંગ 06/04/2024

રાશિ ભવિષ્ય 06/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકો છો. વેપારમાં નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકારમળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામ કરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકેમોટા પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોય તે પૂરી થઇ શકે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, પ્રિયજનસાથે સારો સમય પસાર થઈ શકે.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટાશબ્દપ્રયોગ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીઓળખાણ મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષભાષા ન બોલવી, ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોયકે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું, આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તાને લીધે થોડી માનસિકઅશાંતિ રહે, યુવાવર્ગ માટે ક્યાય વાર્તાલાપમાં ઉત્તેજનાને લીધે ગેરસમજના થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આકસ્મિકનાણાકીયખર્ચ થાય અને તેની વ્યથા તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ પણ આવે,  વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળેકે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટે કે ભલામણ માટે જવાનું હોય તો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે.છે, કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં જોખમ ન કરવું સલાહ્ભર્યું છે.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ સારી વાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે, જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ તારી આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાયકે તમારી વાત જાણવાની જીજ્ઞાસા અન્યને વધી શકે છે પરંતુ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાસા જોવા મળી શકે છે. વેપારમાં જોખમ ન કરવું, પ્રિયજન સાથે કોઈ મતભેદ કે મનદુખના થાય તેની કાળજી રાખવી.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદરકે સંભારણા થાય તેવું બની શકે છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

Congress Manifesto: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં દરેક વર્ગને આપી ગેરંટી

નવી દિલ્હી: ચૂંટણી આવે અને વાયદાઓ લઈને આવે. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં તેમણે દરેક વર્ગ માટે કોઈના કોઈ ગેરંટી આપી છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.

કોંગ્રેસે ‘પાંચ ન્યાય’ની કરી વાત
પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં પાંચ ન્યાયની વાત કરી છે. જેમાં 25 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે. આ પાંચ ન્યાયમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ છે. કોંગ્રેસે કહ્યું છે કે, આપણે સાથે મળીને આ અન્યાયી સમયના અંધકારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરીશું.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિ આધારિત વસ્તી ગણતરી, MSPને કાનૂની દરજ્જો, તપાસ એજન્સીઓનો દુરુપયોગ રોકવા જેવી જાહેરાતો કરવામાં આવી છે. સાથે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ‘હિસ્સેદારી ન્યાય’ હેઠળ જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરન્ટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ પાર્ટીએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ કોંગ્રેસે કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિદિવસ સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરન્ટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલાં કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ ઝૂંબેશ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે. જે 14 અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે. દરેક ગેરંટી કાર્ડમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ 5 ન્યાય અને 25 ગેરંટી વિશે માહિતી આપવામાં આવી છે.

એક અનોખી પહેલ, ‘મારો મત મારો દેશ’ વિષય પર બનાવો વીડિયો

અમદાવાદ: નેશનલ ઈલેક્શન વોચ, માહિતી આધિકાર દ્રારા એક પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્પર્ધકે ‘મારો મત મારો દેશ’ વિષય પર એકથી દોઢ મીનિટનો વીડિયો બનાવવીને matdarjagruti@gmail.com પર અપલોડ કરવાનો છે. આવેલી એન્ટ્રીસમાંથી ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે.

પ્રથમ વિજેતાને પાંચ હજાર, દ્વિતીય વિજેતાને ત્રણ હજાર અને તૃતીય વિજેતાને બે હજાર રૂપિયા આપવામાં આવશે. વીડિયોમાં મત આપવા જવું તે દરેક મતદારની ફરજ છે. મતદારો થકી લોકશાહી મજબૂત બને અને આપણો દેશ મજબૂત બને, ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ બનાવવા માટે આપણે જાગૃત મતદાર બનીએ જેવાં મુદ્દાઓ પર વાત કરવાની છે.

એન્ટ્રી મોકલવાના નિયમોની જો વાત કરવામાં આવે તો વીડિયોમાં ‘મારો મત મારો દેશ’ પંચલાઈન આવવી જોઈએ. ક્રેડિટ લાઈનમાં આયોજકોનું નામ હોવા જોઈએ. સૌથી સારો વીડિયોને ADRના ‘મારો મત મારો દેશ’ ઝુંબેશના વીડિયો બનશે. આ ઉપરાંત તમામ સ્વીકારવામાં આવેલ એન્ટ્રીને સર્ટિફિકેટ આપવામાં આવશે.