Home Blog Page 1933

વાસ્તુ: આ ભૂલોને કારણે થઈ શકે છે ઘરમાં ધનની હાનિ

પાણી વિના વલખા મારતા લોકોને જોયા પછી પણ પાણીનો બગાડ કરવાની ઈચ્છા થાય એને પણ માનવ મન કહેવાય. “ મારે શું?” ની ભાવના પ્રબળ હોય ત્યારે માત્ર પોતાનો જ વિચાર આવે. ગુલામી આ રીતે જ આવી હતી ને? દરેકને કોઈ સમસ્યા પોતાના સુધી ન આવે ત્યાં સુધી એની ચિંતા ન થાય એ ભાવના સાચે જ ઘાતક ગણાય. પણ માણસ અન્યની ભૂલ માંથી ક્યાં શીખે છે? અરે, ક્યારેક તો એ પોતાની ભૂલ માંથી પણ નથી શીખતો. હોળી રમવી એ આનંદનો વિષય છે. પણ રેઇન ડાન્સ કરીને લાખો લીટર પાણી રસ્તા પર ઢોળી દેવું એ મનોરંજન માત્ર છે. જેની સામે આપણા શાસ્ત્રો લખાયા ત્યારે અઢળક પાણી હોવા છતા એમાં પાણીનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. જો કે શાસ્ત્રોને સમજવામાં રસ કેટલા ને છે?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ આપના ઘરના વાસ્તુને લઈને કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: શું બે ખોટા થી એક સાચું થાય? કોઈ એક વ્યક્તિ પાણીનો વેડફાટ કરે તો એ કરવાનો અધિકાર અન્યને મળે એવું કહેવાય? ભારતમાં ઘણી જગ્યાએ પાણીનો બગાડ થઇ રહ્યો છે. એની સામે મોજશોખના નામે પાણીનો વેડફાટ થાય છે. શું આ અંગે સજાગતા જરૂરી નથી? વાસ્તુશાસ્ત્રના નિયમો આ અંગે શું કહે છે?

જવાબ: બહેન શ્રી. પશ્ચિમના વિચારોની ગુલામી માણસને ક્યાં લઇ જશે એ સમજવું અઘરું છે. કોઈ રસ્તા પણ તરફડતું હોય તો પણ અન્ય લોકોને વિડીયો વાયરલ કરવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારધારા માટે ચોક્કસ ચિંતા થાય. પણ આ સડો મૂળને અડવા જઈ રહ્યો છે. જે દયનીય સ્થિતિ છે. ટોળું જે તરફ જાય એ જ સત્ય. અને ભૌતિકતાના આવરણો હેઠળ દબાયેલા લોકો વધતા જાય એ પણ સારી નિશાની નથી. મને આનંદ છે કે આપને શાસ્ત્રોમાં રસ છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીના બગાડને લક્ષ્મી સાથે જોડવામાં આવ્યો છે. જો ઘરમાં પાણી લીક થતું હોય તો જાવકનું પ્રમાણ વધે. પાણીનો વેડફાટ દરિદ્ર બનાવી શકે. પાણી જો ખોટી જગ્યાએ અને ખોટી સ્થિતિમાં હોય તો તે આર્થિક, શારીરિક કે માનસિક નુકશાન પહોંચાડી શકે.

સવાલ: મારી સોસાયટીમાં નવી કમિટી આવ્યા પછી અમે ખુબ તકલીફમાં છીએ. મારી ઉમર ૭૪ વરસ છે. ક્યારેક નીચે બગીચામાં જાઉં. એક વાર બગીચાની ખુરસી કોઈ ઓફિસમાં લઇ ગયું હતું. મેં ગાર્ડ પાસે માંગી તો એણે પંદર ફૂટ સુધી ખુરસી લાવવાના 300 રૂપિયા માંગ્યા. એક કમિટી મેમ્બરના રીલેટીવ આવું કરાવે છે. જયારે હોય ત્યારે એ પૈસા જ માંગતો હોય. હવે તો ચાર રસ્તા પર પેલા લોકો પાછળ પડી જાય એવું એને જોઇને લાગે છે. આખો દિવસ એના ઘરના લોકો  સોસાયટી ઓફિસમાં એસી ચાલુ કરીને પડ્યા રહે. એના મમ્મી  તો ત્યાં સોફા પર સુઈ પણ જાય. મારી ઉમર થઇ. એકલા કેટલું સાચવીએ? અને બાકીના લોકો એના ત્રાસથી દબાઈ ગયા છે. એ સતત પોલીટીકલ માણસોના નામ આપે છે અને કમિશ્નરની ધમકી આપે છે. મેં ઓફિસનો દુરુપયોગ ન કરવા કહ્યું તો મને તો જેલમાં પુરાવી દેવાનું પણ કહ્યું. અમારી સોસાયટીની એન્ટ્રી ત્રાંસી છે. શું એના લીધે આવું થાય?

જવાબ: એન્ટ્રી ઉપરાંત અન્ય બાબતો નકારાત્મક હોય તો આવું ચોક્કસ થાય. માત્ર એન્ટ્રીને દોષ ન આપી શકાય. તમે જેટલા ડરશો એટલું એ વધારે રંજાડશે. હિંમત રાખો. કારણ વિના પૈસા ન જ આપો. જરૂર પડે તો ફરિયાદ પણ કરો. સોસાયટી કમિશ્નર કોઈના ઈશારા પણ કામ ન કરે. કોઈ પોલીટીકલ માણસ આવા લોકો માટે પોતાની આબરૂ ઓછી ન કરે. કોઈ સાથ આપે કે ન આપે, તમે ગભરાવ નહિ. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના જાપ કરો. એ શક્તિ પ્રદાન કરશે.

સુચન: પૂર્વ મધ્યમાં સ્વીમીંગપુલ ક્યારેય ન રખાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

ચૂંટણીની મોસમમાં હેલિકોપ્ટર, ચાર્ટર્ડ પ્લેનની માગમાં વધારો

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે મોદી સરકારના બધા મંત્રીઓ અને વિપક્ષના નેતાઓ હેલિકોપ્ટરનો ઉપયોગ ચૂંટણીપ્રચારમાં કરી રહ્યા છે. જેથી 81 દિવસના શિડ્યુલ 19 એપ્રિલથી પહેલી જૂન) સુધીમાં ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરની માગમાં જે વધારો થયો છે, એ આ પહેલાં ક્યારેય નહોતો જોવા મળ્યો. રાજકીય નેતાઓની હેલિકોપ્ટરની માગમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે.

દેશમા આશરે 200 હેલિકોપ્ટર છે. સરકારી અને અર્ધસરકારી વિભાગોને છોડી દઈએ તો ખાનગી ક્ષેત્રની પાસે આશરે 160 હેલિકોપ્ટર છે, જેમાંથી 100નો ઉપયોગ ચૂંટણીપ્રચાર માટે વિવિધ પક્ષોના નેતાઓ અને રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવે છે.ચૂંટણી દરમ્યાન હેલિકોપ્ટરનું ભાડું આશરે રૂ. પાંચ લાખ પ્રતિ કલાક પહોંચી જાય છે. સામાન્ય રીતે પ્રતિ કલાકનું હેલિકોપ્ટરનું ભાડું રૂ. 1.5-25 લાખ હોય છે. સામાન્ય રીતે હેલિકોપ્ટર મહિને 275થી 300 કલાક ઉપયોગમાં લેવાતું હોય છે, પણ હાલ એપ્રિલ, મે મહિનામાં ચૂંટણીને કારણે 450 કલાકની ઉડાન ભરે છે, એમ ક્લબ વન એરના CEO રાજન મહેરાએ જણાવ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ હજી બધી સીટો પર ઉમેદવારોની જાહેરાત નથી કરી, તેમ છતાં એડવાન્સમાં જ તમામ ચાર્ટર્ડ પ્લેન અને ચોપરનાં બુકિંગ ફુલ થઈ ચૂક્યાં છે.લોકસભા ચૂંટણી દરમ્યાન ચાર્ટર્ડ પ્લેન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા પર ચૂંટણી પંચ પણ સતર્ક છે. ચૂંટણી પંચે તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને એવિયેશન સેક્ટર સંબંધિત વિભાગોને દિશા-નિર્દેશ આપ્યા છે, જેનો હેતુ આ માધ્યમથી પૈસાના આદાનપ્રદાન સહિત અન્ય પ્રકારના દુરુપયોગને અટકાવવાનો છે.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 68 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,393 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,573 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,333 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 589 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,547 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 28 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

બોની કપૂરના દિવસો સંજીવકુમારે બદલ્યા

નિર્માતા બોની કપૂર મિથુન ચક્રવર્તી સાથે ‘હમ પાંચ’ (૧૯૮૦) બનાવવા સાથે અન્ય એક ફિલ્મની સ્ક્રિપ્ટ પર નિર્દેશક બાપૂ સાથે કામ કરી રહ્યા હતા. જ્યારે થોડું કામ થયું ત્યારે અનિલ કપૂરને વાર્તા સંભળાવી. અનિલને એમાં બહુ મજા ના આવી. બોની ફરી બાપૂ પાસે નવી સ્ક્રિપ્ટ માટે ગયા ત્યારે તે કે. ભાગ્યરાજની તમિલ ફિલ્મ ‘અંધા સાત નાટકલ’ (એ સાત દિવસ) પરથી તેલુગુ ફિલ્મ ‘રાધા કલ્યાણમ’ (૧૯૮૧) બનાવી રહ્યા હતા. કેમકે એમને એ ફિલ્મ બહુ ગમી હતી. બોનીએ તમિલની એ ફિલ્મનો કેટલોક ભાગ જોયો અને એના પાત્રો સાથે એમને વાર્તા પસંદ આવી ગઈ.

બોનીએ ફિલ્મની હિન્દી રિમેકના અધિકાર ખરીદી લીધા. અનિલને પણ એ ફિલ્મની વાર્તા પસંદ આવી હતી. થોડા દિવસ પછી કે. ભાગ્યરાજની ‘અંધા સાત નાટકલ’ ની રજૂઆતની તૈયારી ચાલી રહી હતી. ત્યારે તમિલ ફિલ્મોમાં નિર્માતા, નિર્દેશક, અભિનેતા અને લેખક તરીકે સફળ કે.ભાગ્યરાજનું નામ મોટું હતું. ત્યારે એ નિર્માતાને ફિલ્મ પર થયેલા ખર્ચનું ફાઇનાન્સરને ચૂકવણું કરવાનું હતું. એટલે એમણે બોની કપૂરને હિન્દી રિમેકના રૂપિયા સવા લાખ એક જ દિવસમાં ચૂકવી દેવાનું કહ્યું. બોની એક જ દિવસમાં આટલી મોટી રકમ ચૂકવી શકે એમ ન હતા. ત્યારે એમની સંજીવકુમાર- શબાના સાથેની પહેલી ફિલ્મ ‘હમ પાંચ’ બની રહી હતી.

નવી ફિલ્મ માટે તાત્કાલિક કોઈ રૂપિયા ધીરે એમ ન હતું. રિમેકના અધિકાર ગુમાવી દેશે એ વાતથી બોની નિરાશ થઈ ગયા હતા. કેમકે રકમ મોટી હોવાથી પિતા સુરિન્દર કપૂર પણ આપી શકે એમ ન હતા. એ જ્યારે સ્ટુડિયો પર ગયા ત્યારે શબાના આઝમીને ચહેરો જોઈને જ કોઈ સમસ્યા હોવાનો અંદાજ આવ્યો અને કારણ પૂછ્યું. બોનીએ સમસ્યા જણાવી ત્યારે શબાનાએ પોતાની પાસે આવેલા પચીસ હજાર રૂપિયા આપ્યા. ત્યારે સંજીવકુમાર પણ ત્યાં કામ કરી રહ્યા હતા. એમનું શુટિંગ પૂરું થયું અને મળવા આવ્યા ત્યારે બોનીને નિરાશ જોઈ એમણે પણ કારણ પૂછ્યું. ત્યારે બોનીએ કહ્યું કે તે જે ફિલ્મના રિમેકના અધિકાર મેળવવા માગે છે એ હાથમાંથી નીકળી રહ્યા છે. ત્યારે સંજીવકુમારે બીજા દિવસે સવારે સાડા નવ વાગે બોનીને પોતાના ઘરે આવી જવા કહ્યું.

બોની સવારે ગયા ત્યારે એમના કમરામાં એક તકિયો હતો એને હટાવવા કહ્યું. બોનીએ તકીયા નીચે રૂપિયાની થપ્પી જોઈ. સંજીવકુમારે કહ્યું કે આ સવા લાખ રૂપિયા છે. તું રિમેકના અધિકાર ખરીદી લે. બોનીએ એ રૂપિયા પરત આપવા સમય આપવાનું કહ્યું અને કે. ભાગ્યરાજને ચૂકવી આવ્યા. શબાનાને એમના પચીસ હજાર પણ પાછા આપી દીધા. બોનીએ એ તમિલ ફિલ્મ પરથી બાપૂના નિર્દેશનમાં અનિલ કપૂર સાથે નિર્માતા તરીકે બીજી ફિલ્મ ‘વો સાત દિન’ (૧૯૮૩) બનાવી હતી. અને એ સફળ રહી હતી. બોનીએ જ્યારે સંજીવકુમારને સવા લાખ રૂપિયા આપ્યા ત્યારે એમ કહીને ના લીધા કે હમણાં તારી બહેનના લગ્ન છે. પછીથી વ્યવસ્થા કરીને આપજે. બોની રૂપિયા ચૂકવે એ પહેલાં જ સંજીવકુમારનું અવસાન થઈ ગયું. પણ બોનીએ એમના પરિવારને એમના રૂપિયા ચૂકવવાનું સૌજન્ય બતાવ્યું હતું.

રાશિ ભવિષ્ય 13/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્યબાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિકથાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે , મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર,લેખનકામ ,કાનૂની,નાણાકીયસલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી,એલર્જી,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન,બાંધકામ,વાહનવ્યવહાર,ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે.  અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

૧૩ એપ્રિલ, ૨૦૨૪

૧૩ એપ્રિલ, ૨૦૨૪

પંચાંગ 13/04/2024

ઇઝરાયેલ-ઇરાન વચ્ચે 48 કલાકમાં મહાયુદ્ધની આશંકા

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ટેન્શન પ્રવર્તી રહ્યું છે. અમેરિકા તરફથી સતત હસ્તક્ષેપથી ઇરાન નારાજ છે. હાલના સમયે બંને દેશો વચ્ચે એક વધુ યુદ્ધની આશંકા છે. એ દરમ્યાન ભારત સરકારે એક એડવાઇઝરી જારી કરીને કહ્યું છે કે ભારતના નાગરિક થોડા સમય માટે ઇરાનને ઇઝરાયેલમાં પ્રવાસ કરવાનું ટાળે.

 ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જારી કરીને કહ્યું હતું કે બંને દેશોમાં રહેલા ભારતીયોને ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી છે. સાવધાની રૂપે અને સુરક્ષાની દ્રષ્ટિએ કમસે કમ મુવમેન્ટ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ ઇરાન આગામી 48 કલાકની અંદર ઇઝરાયેલ પર સીધો હુમલો કરે એવી શક્યતા છે, જ્યારે ઇઝરાયેલ એનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે.

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ટકરાવ ત્યારે થઈ રહ્યો છે, જ્યારે એ ગાઝામાં હમાસની સાથે યુદ્ધ કરી રહ્યું છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો કોઈ અંત નજીકમાં નથી દેખાતો. ઇરાનના વડા આયાતોલ્લા અલી ખોમિનીના એક સલાહકારે કહ્યું હતું કે આ હુમલાની યોજનાના રાજકીય સમીક્ષા થઈ રહી છે.

મિડલ ઇસ્ટમાં આ તાજું ટેન્શન ત્યારે ઊભું થયું છે, જ્યારે ઇરાને સિરિયામાં પોતાની એમ્બેસી પર થયેલા હુમલા માટે ઇઝરાયેલને દોષી ઠેરવ્યું હતું, જેમાં એક ટોચના ઇરાની જનરલ અને છ અન્ય સૈન્ય અધિકારી માર્યા ગયા હતા. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ પહેલી એપ્રિલે દમિશ્કમાં ઇરાનના વેપારી દૂતાવાસ પર હુમલો કર્યો હતો.

 

 

 

 

 

 

 

દીકરી તો ગાદીની વારસ કહેવાય…

અમદાવાદ: રાજકારણનો વારસો હવે માત્ર દીકરાઓને જ મળે, દીકરીઓ પણ એટલી જ સક્રિય અને સફળ રીતે આ વારસાને આગળ વધારી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024માં અગ્રણી રાજકારણીઓની પુત્રીઓ પણ સંસદમાં પહોંચવાની રેસમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજથી લઈને બિહારના દિગ્ગજ નેતા લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય સુધી અનેક દીકરીઓ તેમના માતા-પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે હરીફોને સખત લડત આપી રહી છે.

 

બાંસુરી સ્વરાજ: ભાજપના દિગ્ગજ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી, બાંસુરી સ્વરાજ આ લોકસભા ચૂંટણીથી રાજકારણમાં પદાર્પણ કરી રહી છે. ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. વ્યવસાયે વકીલ બાંસુરી સ્વરાજે ભાજપના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીનું સ્થાન લીધું છે.

 

સુપ્રિયા સુલે: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારના પુત્રી આ વખતની ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં છે. તેઓ બારામતી લોકસભા બેઠક પરથી ભાભી સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. બારામતી બેઠક પર ‘નણંદ વિરુદ્ધ ભાભી’ની ચૂંટણી લડાઈ હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.

 

રોહિણી આચાર્ય: બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીની આ પુત્રી બિહારની સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીને રાજકારણમાં પદાર્પણ કરી રહી છે. જેઓ ભાજપના વર્તમાન સાંસદ રાજીવ પ્રતાપ રૂડી સામે સ્પર્ધા કરી રહ્યા છે. તે પોતાના પરિવારની પાર્ટી આર.જે.ડી.ની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.

 

 

 

મીસા ભારતીઃ આર.જે.ડી. ચીફ લાલુ પ્રસાદ યાદવની બીજી પુત્રી મીસા ભારતીને પાટલીપુત્ર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવી હતી. હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ છે.

 

 

 

શાંભવી ચૌધરી: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના વિશ્વાસુ અશોક કુમાર ચૌધરીની પુત્રી છે શાંભવી ચૌધરી. તેઓ સમસ્તીપુરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

 

 

 

કદીયમ કાવ્યા: તેલંગાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કડિયમ શ્રીહરિના તેઓ પુત્રી છે. કડિયમ કાવ્યા વારંગલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

 

 

 

વાય. એસ. શર્મિલા: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રાજશેખર રેડ્ડીની તેઓ પુત્રી છે. હાલના YSRCP સુપ્રીમો અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના બહેન છે. વાય. એસ. શર્મિલા કડપા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે આંધ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ છે.

 

 

દગ્ગુબતી પુરંદેશ્વરીઃ એન.ટી.આર.ના પૂર્વ કેન્દ્રીય મંત્રીના પુત્રી દગ્ગુબતી પુરંદેશ્વરી, રાજમહેન્દ્રવરમ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આંધ્ર પ્રદેશ ભાજપ સાથે જોડાયેલા છે.

 

 

 

પંકજા મુંડેઃ મહારાષ્ટ્રના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની પુત્રી ભાજપની ટિકિટ પર બીડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

 

 

 

મહેબૂબા મુફ્તીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડીને દિલ્હી પહોંચવાની રેસમાં છે.

 

રાધિકા રાઓલ (અમદાવાદ)

મોરિશિયસથી રોકાણ પર તપાસના અહેવાલે સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા

અમદાવાદઃ સપ્તાહના અંતિમ સપ્તાહમાં શેરબજાર ઘટ્યું હતું. BSE સેન્સેક્સ 793 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 234 પોઇન્ટ ઘટીને 22,519ની સપાટીએ બંધ આવ્યો હતો. વિદેશી રોકાણકારો માટે સૌથી મોટી ચિંતા ભારત-મોરિશિયસ ટેક્સ ટ્રીટીમાં કરેક્શન માટે એક પ્રોટોકોલ લાગુ થવાની શક્યતા છે. જેથી FPIએ શેરોમાં મૂડીરોકાણ માટે વધુ તપાસનો સામનો કરવો પડી શકે છે. BSE પર લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપ આશરે 2.5 લાખ કરોડ ઓછા થઈ ગયા છે.

કેન્દ્ર સરકારે મોરિશિયસથી આવનારા FPI માટે સાત માર્ચે એક કરાર કર્યો હતો. જે મુજબ તેમણે હવે મહત્ત્વની તપાસથી પસાર થવું પડશે. આ સંશોધનમાં પ્રિન્સિપલ પર્પઝ ટેસ્ટ (PPT)નો પ્રસ્તાવ છે. જેનું લક્ષ્ય ટેક્સપેયર્સની સમજૂતીનો ગેરલાભ નહીં ઉઠાવી શકે. આ નિયમ હેઠળ FPIએ ભારતીય ટેક્સ ઓથોરિટીને એ બતાડવું પડશે કે તેઓ માત્ર ટેક્સનો લાભ લેવા માટે ભારતમાં મૂડીરોકાણ માટે ભારત નથી આવી રહ્યા. આ ઉપરાંત અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં કાપનો સિલસિલો જલદી શરૂ કરવા ધારે છે, પણ મોંઘવારીના આંકડા અંદાજથી વધુ રહેવાને કારણે વ્યજદરોમાં કાપની આશા નબળી પડી છે, જેને પગલે  સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આ સાથે US બોન્ડ યિલ્ડ વધવાથી ભારત જેવા ઊભરતા દેશોમાં આવનારો વિદેશી મૂડીરોકાણપ્રવાહ ધીમો પડે એવી શક્યતા છે.

બજારમાં આજે બધાં સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. બેન્ક, ફાર્મા, FMCG, મિડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ નરમ બંધ આવ્યા હતા.