ચૂંટણી પંચે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વડા કે ચંદ્રશેખર રાવ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસની ફરિયાદની નોંધ લેતા પંચે કેસીઆરને નોટિસ પાઠવી છે. જેમાં કેસીઆરને લોકસભા ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા 6 એપ્રિલે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર કેસીઆરે કોંગ્રેસ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ફરિયાદ બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ આરોપોની તપાસ કરી ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. પંચે 16 એપ્રિલે KCRને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.

જો કે, કેસીઆરે આ આરોપોને ફગાવી દીધા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે તેમના તેલુગુ ભાષણના અંગ્રેજી અનુવાદને વિકૃત કર્યો છે. BRS વડાએ નોટિસના જવાબમાં ચૂંટણી પંચને કહ્યું હતું કે, તેલંગાણા અને સરસિલ્લામાં ચૂંટણીના પ્રભારી અધિકારીઓ તેલુગુ લોકો નથી અને તેઓ ભાગ્યે જ તેલુગુની સ્થાનિક બોલી સમજે છે. તેમની પ્રેસ કોન્ફરન્સમાંથી કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા એક ફરિયાદ કરવામાં આવી છે કે વાક્યોનો અંગ્રેજી અનુવાદ સાચો નથી અને વિકૃત કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે, દસ્તાવેજો અને ભાષણ ટ્રાન્સક્રિપ્ટ્સનું વિશ્લેષણ કર્યા પછી તારણ કાઢ્યું કે કેસીઆરએ ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું અને બુધવારે તેમને 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.






તેમના જણાવ્યાનુસાર આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસ બુધવારના હોવાથી આયોજન હરિદ્વારના રાખી પ્રતિનિધિરૂપે અલ્પાબહેન આ સન્માન પાઠવવા મુંબઈ ખાતે આવ્યાં છે. સમસ્ત હરિદ્વાર ગુજ્જુ પરિવાર દ્વારા માતૃભાષા સન્માન પાઠવતા સન્માન અનુભવે છે હરિદ્વારના ગુજરાતી પરિવાર દ્વારા ગુજરાત બહાર રહેતા ગુજરાતીઓ દ્વારા થતા ગુજરાતી સંસ્કૃતિ ભાષા માટે શ્રેષ્ઠ કાર્યને બિરદાવવાનું કાર્ય 2015થી ચાલી રહ્યું છે. આ પ્રસંગે રાજેશભાઈ પાઠક, રાજેશભાઈ પ્રજાપતિ, કીર્તનભાઈ દેસાઈ, રમેશભાઈ ઠાકર, અલ્પાબહેન ગાધેર, ચંદ્રકાંતભાઈ ગાધેર તો મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતા,અલ્પાબેન મહેતા,પાર્થ લખાણી, શુભાંગ મહેતા, મયૂર મકવાણા, ગૌતમ રાજાણી, નિધિ કાચા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનું મુંબઈમાં સમાપન થયું હતું
માતૃભાષાના પ્રભુત્વને યથાતથ રાખી અંગ્રેજી ભાષાને પણ આવકારવાના અભિગમ સાથે કાર્યરત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના કારણે કોઈ બાળક ભવિષ્યમાં રોજગારની તકોથી વંચિત ન રહી જાય તેનું ધ્યાન રાખે છે. UN દ્વારા આપવામાં આવેલા Sustainable Development Goals અને NEP 2020 બંને સાથે તાલમેલ જાળવીને આ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે.


આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના આદરણીય વ્યક્તિત્વો પ્રફુલ અનુભાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, ડો. રાજેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ પારેખ અને ડો. મિથુન ખાંડવાલાએ ઉપસ્થિત રહી સૌને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
‘માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી’ પ્રોજેક્ટ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ભાષા શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેની અસર ગુજરાતથી શરૂ થઈને સમગ્ર ભારતમાં વિસ્તરે તેવું જાણીતા શિક્ષણવિદો માને છે.
આ શોભાયાત્રા પાછળ એક ઐતિહાસિક તથ્ય છે. ઇતિહાસકારો અનુસાર જ્યારે એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે તત્કાલીન ત્રાવણકોરના રાજા ચિથિરા થિરુનાલે વર્ષમાં 363 દિવસ લોકો માટે આ જગ્યા ખુલ્લી રાખવાનો અને શાહી પરિવારની શોભાયાત્રા માટે બે દિવસ જગ્યા ખુલ્લી રાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો. ઑક્ટોબર-નવેમ્બરમાં આવતા અલ્પાસી ઉત્સવ અને માર્ચ-એપ્રિલમાં પેનકુની તહેવાર દરમિયાન રનવે બંધ થાય તે પહેલાં એરપોર્ટ દર વર્ષે બે વાર એરમેનને (નોટમ) નોટિસ જારી કરે છે.
અદાણી ગ્રુપે એરપોર્ટનું સંચાલન સંભાળ્યા બાદ આજદિન સુધી રાજવી યુગની પરંપરાગત વિધિ યથાવત્ રહી છે. સદીઓ-જૂની ઔપચારિક શોભાયાત્રા રનવે પરથી પસાર થઈ શકે તે માટે એરપોર્ટ દાયકાઓથી દર વર્ષે બે વાર ફ્લાઈટ્સ ઓપરેશનની કામગીરીને થોભાવે છે અને ફ્લાઈટ્સનું પુનઃનિર્ધારણ કરે છે. એકવાર શોભાયાત્રા સમાપ્ત થયા બાદ એરપોર્ટ રનવેની સંપૂર્ણ સાફ-સફાઈ અને નિરીક્ષણ કરી ફ્લાઇટસની સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવે છે.



આણંદ બેઠકની વિશેષતા




