Home Blog Page 1785

ખડગેએ ગાંધી પર PM મોદીના નિવેદનને આશ્ચર્યજનક ગણાવ્યું

લોકસભાની ચૂંટણીનો ચૂંટણી પ્રચાર આજથી થંભી જશે. પ્રચારના છેલ્લા તબક્કામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. કોન્ફરન્સની શરૂઆતમાં ખડગેએ કહ્યું, ચૂંટણી શાંતિપૂર્ણ રહી, હું તમામ મીડિયા લોકોને અભિનંદન આપું છું. આ પછી પીએમ પર પ્રહાર કરતા ખડગેએ કહ્યું કે ગઈકાલે પીએમ મોદીએ આખી દુનિયાને કહ્યું કે તેઓ મહાત્મા ગાંધી વિશે મૂવી જોયા પછી જાણકારી મળી. જો પીએમએ વાંચ્યું હોત કે અભ્યાસ કર્યો હોત તો તેમણે આવી વાત ન કરી હોત. તેમનું નિવેદન આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે જો પીએમ ગાંધી વિશે જાણતા નથી, તો તેઓ બંધારણ વિશે પણ જાણતા નથી. જો તેમને 4 જૂન પછી ખાલી સમય મળે તો ગાંધીજીની આત્મકથા અને સત્ય સાથેના મારા અનુભવો વાંચવા જ જોઈએ.

નરેન્દ્ર મોદીની રાજનીતિ નફરતથી ભરેલી છે

ખડગેએ પીએમ મોદી પર આરોપ લગાવતા કહ્યું કે તેમની રાજનીતિ નફરતથી ભરેલી છે. તેમણે દેશની જનતાને કહ્યું કે આજે સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ જશે. 18મી લોકસભાની ચૂંટણી લાંબા સમય સુધી યાદ રહેશે. દેશના દરેક નાગરિક જાતિ, ધર્મ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના એક સાથે આવ્યા છે અને અમે મુદ્દાઓ પર મત માંગ્યા છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરના PAની સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ

તિરુઅનંતપુરમઃ કેરળના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના આસિસ્ટન્ટ શિવકુમારની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સીમાથી વધુ સોનું રાખવાનો આરોપ છે. તેઓ દુબઈથી પરત ફરી રહ્યા હતા. તેમન કબજામાંથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. શિવકુમાર IGI એરપોર્ટમાં કોઈ વ્યક્તિથી વિદેશથી લાવવામાં આવેલા સોનાને હેન્ડઓવર લઈ રહ્યો હતો. એ દરમ્યાન કસ્ટમની ટીમે તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર શશિ થરૂરના આસિસ્ટન્ટની પાસે જે સોનું જપ્ત કરવામાં આવ્યું છે, એની કિંમત આશરે રૂ. 35 લાખની આસપાસ છે. તેની પાસેથી 2.8 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.  કસ્ટમ અધિકારીઓએ એની પૂછપરછ કરી છે. આ મામલે થરૂરે કહ્યું હતું કે હાલ હું ધર્મશાલામાં છું.મને મારા એક ભૂતપૂર્વ કર્મચારી સાથે જોડાયેલી ઘટના વિશે સાંભળીને આંચકો લાગ્યો છે. તેમણે તેમના કર્મચારી વિશે કહ્યું હતું કે તે પાર્ટ ટાઇમ મદદ કરી રહ્યો હતો. સંબંધિત વ્યક્તિ 72 વર્ષીય સેવાનિવૃત્ત શખસ છે. તેમનું ડાયાલિસિસ થાય છે. તેમને સહાય કરવાને બહાને પાર્ટ ટાઇમ કામ પર રાખવામાં આવ્યો હતો.

29 મેએ બેન્કોકથી દિલ્હી ફ્લાઇટથી IGI એરપોર્ટ પર ઊતર્યો હતો. તપાસ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે એક વધુ શખસ એ યાત્રીને રિસીવ કરવા પહોંચ્યો હતો, એ પણ સ્મગલિંગમાં સામેલ હતો. યાત્રીને રિસીવ કરવા આવેલા શખસની પાસ 500 ગ્રામ સોનાની ચેઇન જપ્ત થઈ હતી. જપ્ત થયેલા સોનાની કિંમત રૂ. 35.22 લાખ હતી. હાલ આ કેસની તપાસ જારી છે.

 

 

 

 

 

 

CM કેજરીવાલની જામીન અરજી પર EDને નોટિસ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. તેમની અરજી પર કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જારી કરી છે. કોર્ટ હવે આ કેસની સુનાવણી 1 જૂને કરશે. અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાની કોર્ટમાં થઈ હતી. ED માટે હાજર રહેલા ASG SV રાજુએ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેજરીવાલ પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે અને તબીબી આધાર પર જામીનની માંગ કરી રહ્યા છે. કોર્ટે EDને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કેજરીવાલે નિયમિતતા અને સ્વાસ્થ્યના આધારે 7 દિવસના વચગાળાના જામીન માંગ્યા છે.

2 જૂને આત્મસમર્પણ કરવું પડશે

આ અરજી નિયમિત જામીન માટે દાખલ કરવામાં આવી છે, જ્યારે કેજરીવાલ હાલમાં વચગાળાના જામીન પર છે અને તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. ED દ્વારા 21 માર્ચે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલની ઘણા દિવસો સુધી ED કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી હતી અને 1 એપ્રિલે તેમને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.

1 જૂને ભારતના 50 શહેરોના 100 સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘મંથન’ 

આણંદઃ શ્યામ બેનેગલની ‘મંથન’ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા મળી છે. ત્યારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા PVR-INOX લિમિટેડ અને સિનેપોલિસ ઇન્ડિયામાં ‘મંથન’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, મુંબઇ, પુણે, નાગપુર, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકત્તા સહિત દેશના 50 શહેરોમાં 100 સિનેમાઘરોમાં 1લી અને 2જી જૂન, 2024ના રોજ ફિલ્મ રિલીઝ કરાશે.‘મંથન’ અસાધારણ ડેરી સહકારી ચળવળની શરૂઆતનું કાલ્પનિક સંસ્કરણ છે, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનની પ્રેરણાથી ભારત દૂધની અછત ધરાવતા રાષ્ટ્રમાંથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશમાં પરિવર્તિત થયું છે. ‘મંથન’ ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મ છે. પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેના માટે દરેક ડેરી ખેડૂતે 2 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.આ ફિલ્મમાં ગિરીશ કર્નાડ, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ડૉ મોહન અગાશે, કુલભૂષણ ખરબંદા, અનંત નાગ અને આભા ધુલિયા સહિતના કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. મંથનનું શૂટિંગ જાણીતા સિનેમેટોગ્રાફર અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું, અને સંગીત જાણીતા સંગીતકાર વનરાજ ભાટિયાએ આપ્યું હતું.

GCMMF (અમૂલ) ના એમડી ડૉ જયેન મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતને વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક બનાવવામાં ‘મંથન’ ફિલ્મનો ઘણો ફાળો છે. અમૂલ મોડલ પ્રમાણે અન્ય સહકારી ડેરીઓ બનાવવા માટે આ ફિલ્મ દ્વારા ફેલાવવામાં આવેલી જાગૃતીથી સમગ્ર દેશમાં સહકારી ડેરી ચળવળને વેગ આપી સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા રહી છે.”મંથન ફિલ્મના નિર્દેશક શ્યામ બેનેગલે જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને મળેલા અદ્દભૂત પ્રતિસાદ વિશે સાંભળીને મને  ખૂબ આનંદ થયો. પરંતુ મને એ વાતનો વધુ આનંદ છે કે ફિલ્મ ફરી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. 1976માં જ્યારે ‘મંથન’ રિલીઝ થઇ, ત્યારે નાના શહેરો અને ગામડાઓમાંથી ખેડૂતો બળદગાડામાં મુસાફરી કરીને આ ફિલ્મ જોવા આવતા હતા.”ફિલ્મના કલાકાર નસીરુદ્દીન શાહએ જણાવ્યું હતું કે, “કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મંથનનું પ્રીમિયર જોવુ મારા માટે ખૂબ જ ભાવનાત્મક અનુભવ હતો. હું લગભગ 50 વર્ષ પહેલાની યાદોથી અભિભૂત થઇ ગયો, જ્યારે સિનેમા પરિવર્તનનું માધ્યમ હતું, અંતે સ્ટેન્ડિંગ ઓવેશનથી આંખોમાં આસું આવી ગયા હતા. મને આશા છે કે લોકો મોટા પડદા પર ઐતિહાસિક ફિલ્મને જોવાની તક નહીં ગુમાવે.”

સની દેઓલ પર કરોડોની છેતરપિંડીનો લાગ્યો આરોપ

‘ગદર 2’ની જબરદસ્ત સફળતા બાદ સની દેઓલ ફરી એકવાર મેકર્સની પસંદ બની ગયો છે. સની દેઓલ તેની ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે, દર્શકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતાની ફિલ્મો સાથે જોડાયેલી માહિતી પર ચાહકો તેમની નજર રાખે છે. પરંતુ આ દરમિયાન ફરી એકવાર સની દેઓલનું નામ ચર્ચામાં છે. જોકે, આ વખતે તે પોતાની ફિલ્મોને કારણે નહીં પરંતુ નિર્માતા સાથે છેતરપિંડી કરવાને કારણે ચર્ચામાં છે.


તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ લગાવ્યો છે. નિર્માતાનો આરોપ છે કે અભિનેતાએ તેની પાસેથી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લીધા હતા, પરંતુ જ્યારે ફિલ્મ કરવાનો સમય આવ્યો ત્યારે તેણે કામ કર્યું ન હતું. ગયા અઠવાડિયે સૌરવ ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે 2016માં તેણે સની દેઓલ સાથે એક ફિલ્મ માટે ડીલ કરી હતી. પરંતુ ગદર 2 હિટ થયા પછી અભિનેતાએ કામ કર્યું ન હતું.

Nutshell In 99

આમિર ખાનનો દીકરો જુનૈદ બન્યો ‘મહારાજ’, જુઓ આ પોસ્ટ

મુંબઈ: આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ ‘મહારાજ’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. થોડી વાર માટે તો લાગશે કે તે રણબીર કપૂર છે કે આમિર ખાનનો પુત્ર. ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ પી મલ્હોત્રા, જેઓ તેમની ફિલ્મો ‘વી આર ફેમિલી’ અને ‘હિચકી’ માટે જાણીતા છે, તે ‘મહારાજ’ સાથે તેમના ઓટીટી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરવા માટે તૈયાર છે, જે આમિરના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યાં છે. સિદ્ધાર્થ, જેઓ તેની તેજસ્વી વાર્તા કહેવા અને ઉત્કૃષ્ટ દિગ્દર્શન માટે જાણીતા છે, તેમણે પ્રોજેક્ટના પ્રથમ પોસ્ટરનું અનાવરણ કર્યું. ફર્સ્ટ લુકએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે, જેમાં જુનૈદ ખાન અને જયદીપ અહલાવત જોવા મળે છે. ‘મહારાજ’ સાથે ફિલ્મમેકરે ફરી એકવાર દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

‘મહારાજ’ સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત છે અને YRF એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત છે. આ ફિલ્મની વાર્તા 1862ની સમયની છે, જ્યારે ભારતમાં માત્ર ત્રણ યુનિવર્સિટી હતી. ફિલ્મની અધિકૃત લોગલાઇન એ છે કે, “રવીન્દ્રનાથ ટાગોર એક વર્ષ મોટા થયા અને 1857ના સિપાહી વિદ્રોહએ સ્વતંત્રતાની જ્યોતને પ્રજ્વલિત કરી. તમામ અવરોધો સામે એક માણસ ઐતિહાસિક કાનૂની લડાઈમાં એક સાહસિક પગલું ભરે છે, એક સાચી વાર્તા ‘મહારાજ’ જે હવે બહાર આવી છે, 160થી વધુ વર્ષો પછી.”

આ પ્રોજેક્ટમાં જુનૈદ ખાન ઉપરાંત જયદીપ અહલાવત, શર્વરી વાળા અને શાલિની પાંડે મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિપુલ મહેતા અને સ્નેહા દેસાઈએ લખી છે. પ્રથમ પોસ્ટરના અનાવરણે એક આકર્ષક અને દૃષ્ટિની અદભૂત ફિલ્મ માટે સ્ટેજ સેટ કર્યો છે, જે નિર્દેશક સિદ્ધાર્થ પી મલ્હોત્રાની પ્રખ્યાત કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ 14 જૂને રિલીઝ થનારી ફિલ્મ ‘મહારાજ’માં કરસનદાસ મૂળજીની બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યા છે. માનહાનિના કેસ પર આધારિત આ ફિલ્મમાં દર્શકોને જુનૈદ ખાનની એક્ટિંગની પહેલી ઝલક જોવા મળશે.

દિલ્હીમાં જળસંકટઃ આપ સરકારે બોલાવી ઇમર્જન્સી બેઠક

નવી દિલ્હીઃ દિલ્હી હાલના સમયે ભીષણ ગરમીથી પરેશાન છે, ત્યારે હવે દિલ્હીને જળસંકટને મોટી મુશ્કેલીમાં મૂકી દીધું છે. આમ આદમી પાર્ટી સરકારે ભીષણ ગરમીની વચ્ચે શહેરમાં પેદા થઈ રહેલા જળસંકટને લઈને ગુરુવારે એક ઇમર્જન્સી બેઠક બોલાવી છે.

દિલ્હી હાલ અભૂતપૂર્વ ગરમીને કારણે પાણીની અછતનો સામનો કરી રહી છે. શહેરના કેટલાક ભાગોમાં 50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન ચાલી રહ્યું છે. બપોરે મળવાની બેઠકમાં જળ મંત્રી આતિશી, આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ, મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થશે.

આતિશીએ હરિયાણા દ્વારા યમુનામાં દિલ્હીના ભાગે આવતા જળ પુવઠાને અટકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પાણીને વેડફવા માટે રૂ. 2000નો દંડ લાગુ કરવા માટે 200 ટીમોની રચના કરી છે.આતિશીએ કહ્યું હતું કે અમે હરિયાણા સરકારને એક પત્ર લખ્યો છે અને આજે અમે કેન્દ્ર સરકાર સુધી પહોંચીશું, જેથી દિલ્હીને પાણીનો યોગ્ય હિસ્સો મળી શકે.એ પાણીની અછત છે, જે હરિયાણાને કારણે દિલ્હીના વિવિધ ભાગોમાં અશાંતિનું કારણ બની રહ્યું છે. હરિયણાની મનમાનીને કારણ દેશની રાજધાનીને જળસંકટમાં ના નાખી શકાય, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હીમાં પાણીનું સંકટ ઘેરાતું જઈ રહ્યું છે. દિલ્હીની જનતાએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક રહેવાસીએ કહ્યું હતું કે સરકાર પાણી સંકટને દૂર કરવા માટે કોઈ સ્થાયી સમાધાન નથી શોધી શકી. અમે બધા હવે આ સ્થિતિથી બહુ તંગ આવી ચૂક્યા છે. અમારાં બાળકો એક-એક પાણીનાં ટીપાં માટે તરસી રહ્યા છે, પણ સરકાર હાથ પર હાથ રાખીને બેઠી છે.

 

 

 

 

 

 

 

 

 

ખેડૂતો માટે રાહતના સમાચાર, કેરળમાં મેઘરાજાની થઈ એન્ટ્રી

રાજ્ય સહિત દેશમાં ગરમીએ ત્રાહિમામ પોકાર્યો છે. જ્યાં ગુજરાતમાં સાત વર્ષનો તો દિલ્હીમાં 100 વર્ષ રેકોર્ડ ગરમી તોડ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગ તરફથી રાહતના સમાચાર મળી રહ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ માહોલ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં ચોમાસું 31 મેથી બેસવાનું હતું. નોંધનીય છે કે આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે પહોંચી ગયું છે. અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે ગત રોજ ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે. દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે આગામી 4 જૂનથી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે.

હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે. જેના કારણે પૂર્વ વિસ્તારમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે 1લી જૂનથી કેરળમાં પ્રવેશ કરતું હોય છે. જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.

 

હવે એક કલાકમાં કેશલેસ સારવારની મંજૂરી

નવી દિલ્હીઃ હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાવાળા લોકોને મોટી ભેટ મળી છે. ઇન્શ્યોરન્સ રેગ્લુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ આરોગ્ય પોલિસીના રેગ્યુલેટરી નોર્મ્સમાં મોટા ફેરફાર કર્યા છે. હવે વીમા કંપનીએ યુઝરની વિનંતીના એક કલાકની અંદર કેશલેસ સારવારની મંજૂરી પર નિર્ણય લેવાનો રહેશે અને કોઈ પણ સ્થિતિમાં જેણે પોલિસી લઈ રાખી છે, તેણે હોસ્પિટલમાંથી રજા માટે રાહ જોવી નહીં પડે.

જો ત્રણ કલાકથી વધુ સમય લાગે છે તો એનું બિલ વીમા કંપનીઓએ ભરવાનું રહેશે. એના માટે IRDAIએ એનાથી જોડાયેલો એક માસ્ટર સર્ક્યુલર પણ જારી કર્યો છે, જેમાં પાછલા 55 સર્ક્યુલરને રદ કરવામાં આવ્યા છે, જેથી યુઝર માટે વીમો હાંસલ કરવામાં સરળતા રહે અને એનો વિશ્વાસ કાયમ રહી શકે.

નિયામકે કહ્યું છે કે ઇમર્જન્સીવાળા કેસોમાં આવેલી વિનંતી પર કંપનીએ તરત નિર્ણય લેવો જોઈએ. એના માટે IRDAIએ વીમા કંપનીઓને 31 જુલાઈ સુધી કર્મચારીઓની નિયુક્તિ માટે પણ આદેશ આપતાં કહ્યું છે કે વીમા કંપની હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક પણ બનાવી શકે છે, જ્યાંથી સરળતાથી લોકોની મદદ કરી શકાશે. નવા નોર્મ્સ મુજબ એકથી વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીવાળા પોલિસીધારકને એ પોલિસી પસંદ કરવાનો વિકલ્પ મળશે, જેના હેઠળ એ સરળતાથી એ રકમ હાંસલ કરી શકશે, જે એને જોઈએ છે.

એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 43 ટકા હેલ્થ ઇન્શ્યોરન્સ લેનારા લોકોને એને મેળવવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અનેક કિસ્સામાં દર્દીને ડિસ્ચાર્જ થવામાં 10-12 કલાકનો સમય લાગે છે.

વળી સેટલમેન્ટ ના થવાની સ્થિતિમાં દર્દીને ડિસ્ચાર્જ નથી કરવામાં આવતો અને એ દરમ્યાન હોસ્પિટલનો ખર્ચ દર્દી અને તેના પરિવાર પર બોજ પડે છે. કેટલીય વાર દર્દીઓથી વધારાના પૈસા હોસ્પિટલો વસૂલે છે. આવામાં તેમને હેલ્થ ઇન્શ્યોરન્સનો બહુ લાભ નથી મળતો. જેને કારણે IRDAIને સર્ક્યુલર જારી કરવો પડ્યો છે.