Home Blog Page 1747

પંચાંગ 08/06/2024

ગુલકંદ – ૦૮ જૂન, ૨૦૨૪

૦૮ જૂન, ૨૦૨૪

Chitralekha Gujarati – 17 June, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

“હેલો બોમ્બે” એક્ઝિબિશનમાં મુંબઈની વિવિધ તસવીરો

મુંબઈમાં NCPA ખાતે “હેલો બોમ્બે” ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી એટલે કે 7  જુનથી એક્ઝિબિશન શરૂ થયું છે, જે 16 જુન સુધી ચાલશે.  હેલો બોમ્બે એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ફોટો મુકવામાં આવ્યું છે.  જે તમામ તસવીરમાં મુંબઈ કેન્દ્ર સ્થાને છે.

આ એક્ઝિબિશનમાં ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક દ્વારા લેવાયલી તસવીરનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. (તસવીર: મૌલિક કોટક)

હેરિટેજ હાઉસ-સિરકા-1909-જેરમહેલ (તસવીર: અનિલ દવે)

કિંગ ઓફ પોપ માઈકલ જેક્સન પરફોર્મન્સ (તસવીર: મુકેશ પારપિયાની)

(તસવીર: નરેન્દ્ર ડાંગિયા)

સીલિંક ખાતેની મુંબઈ મેરેથોન (2011) (તસવીર: વસંત પ્રભુ)

(તસવીર: મુકેશ પારપિયાની)

(તસવીર: મુકેશ પારપિયાની)

(તસવીર: નીતિન સોનવાને)

(તસવીર: રાજેન્દ્ર વાઘમરે)

મુંબઈમાં NCPA ખાતે “હેલો બોમ્બે” ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન

મુંબઈમાં NCPA ખાતે “હેલો બોમ્બે” ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી એટલે કે 7  જુનથી એક્ઝિબિશન શરૂ થઈ ગયું છે, જે 16 જુન ચાલશે. જ્યાં શહેરની અલગ અલગ તસવીરોને લોકો સમક્ષ મુકવામાં આવી છે. હેલો બોમ્બે એક્ઝિબિશનમાં વિવિધ પ્રકારના ફોટો પ્રદર્શિત છે અને તમામ તસવીરમાં મુંબઈ કેન્દ્ર સ્થાને છે.

ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક દ્વારા ક્લિક કરાયેલી તસવીરને હેલો બોમ્બે એક્ઝિબેશનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. (તસવીર: મૌલિક કોટક)

આ એક્શિનબિઝન મુંબઈની એક અલગ જ દુનિયાનો પરિચય કરાવે છે. જેમાં મુંબઈનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, પરિવહન, મુંબઈના લોકો અને મુંબઈની પરિસ્થિતિની ઝલક જોવા મળે છે. આ સાથે જ 1972થી લઈ 2024 સુધી વિકાસ પામેલા મુંબઈના દર્શન થાય છે.

હેરિટેજ હાઉસ-સિરકા-1909-જેરમહેલ (તસવીર: અનિલ દવે)

વધુમાં વિવિધ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો: “હેલો બોમ્બે” એક્ઝિબિશનમાં મુંબઈની વિવિધ તસવીરો

 

એક્ઝિબેશનમાં મુંબઈની કેટલીક સિલેક્ટેડ તસવીરો માણી શકાય છે. આ ઉપરાંત આજે ફોટોગ્રાફર સાથે ટૉક ઓફ ફોટોગ્રાફી સેશન પણ કરવામાં આવ્યું હતું, જે આગામી બે દિવસ 8 અને 9 જુન સુધી ચાલુ રહેશે.

 

AMNS ઇન્ટનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

સુરત: સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે રાષ્ટ્રીય કક્ષાની ‘નુક્કડ નાટક’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે એક ગર્વની બાબત છે. વિશ્વ પર્યાવરણ દિવસ 2024ના ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાની થીમ ‘જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા’ વિષય હતો.

AMNS ઇન્ટનેશનલ સ્કૂલના ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દેશભરની સંખ્યાબંધ શાળાઓ વચ્ચે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

AMNS ઇન્ટનેશનલ સ્કૂલના આચાર્ય સુનિતા મટૂએ જણાવ્યું હતું કે, “આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશભરમાંથી સંખ્યાબંધ શાળાઓએ ભાગ લીધો હતો, અને ગર્વની વાત એ છે કે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ તેમાં શ્રેષ્ઠ રહ્યા છે. હું રાષ્ટ્રીય મંચ પર આ શાનદાન જીત બદલ તેમને અભિનંદન પાઠવું છું અને તેમના પ્રદર્શન અને સમર્પણની પ્રસંશા કરૂ છું.”

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની નુક્કડ નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવાનો અને સમસ્યાઓનો ઉકેલ શોધવાનો હતો.

CBIએ લાલુ યાદવ, અન્ય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરી ચાર્જશીટ

નવી દિલ્હીઃ CBIએ લેન્ડ ફોર જોબ મામલે લાલુ પ્રસાદ અને અન્ય આરોપીઓની વિરુદ્ધ કંક્લુડિંગ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં 78 લોકોનાં નામ છે. આ પહેલાં રાઉઝ એવેન્યુ કોર્ટે CBIને ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે 29 મેએ આદેશમાં કહ્યું હતું કે CBI સાત જૂન સુધી ફાઇનલ ચાર્જશીટ દાખલ કરે.

કોર્ટે CBI પર દરેક તારીખે ચાર્જશીટ દાખલ કરવા માટે સમય માગવા પર નારાજગી વ્યક્ત કરી હતી. CBIએ લેન્ડ ફોર જોબ મામલામાં લાલુ પ્રસાદ યાદવ અને અન્ય આરોપીઓની વિરુદ્ધ કંક્લુડિંગ ચાર્જશીટ દાખલ કરી છે. CBIએ એ ચાર્જશીટ એડિશનલ સેશન જજ વિશાલ ગોગની કોર્ટમાં લાલુ પ્રસાદ યાદવ સહિત અન્યોની વિરુદ્ધ દાખલ કરી હતી. CBIએ કહ્યું હતું કે મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. છ જુલાઈ સુધી આ મામલામાં મંજૂરી મળવાની અપેક્ષા છે. કોર્ટ ચાર્જશીટ પર છઠ્ઠી જુલાઈએ સુનાવણી કરશે.

શું છે લેન્ડ ફોર જોબ મામલો?

લેન્ડ ફોર જોબ મામલો 2004થી 2009ની વચ્ચેનો છે, જ્યારે લાલુ યાદવ રેલવેપ્રધાન હતા. લાલુ પર આરોપ છે કે લાલુ યાદવે રેલવેપ્રધાનના પદે રહેતાં પરિવારને જમીન અપાવવાના બદલામાં રેલવેમાં નોકરીઓ અપાવી હતી. રેલવેમાં કરવામાં આવેલી ભરતીઓ ભારતીય રેલેવેના માપદંડોના દિશા-નિર્દેશો અનુસાર નહોતી.

 

 

 

 

 

સાયન્સ સિટીમાં STI સમર કેમ્પનું સફળ સમાપન

ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી ખાસ 5 થી 7 જૂન દરમિયાન STI (સાયન્સ, ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન) સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાતમાં સંશોધનાત્મક પ્રવૃત્તિને વેગ આપવા માટે આ કેમ્પનું આયોજન કરાયું હતું.

5 જૂનના રોજ STI સમર કેમ્પનો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે PRLના ડાયરેક્ટર ડો.અનિલ ભારદ્વાજ તેમજ NCSTCના પ્રમુખ ડો.રશ્મિ શર્મા, DST વિભાગના R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડો.પ્રવાકર મોહંતી, PSA કાર્યાલયના ડો. મનોરંજન મોહંતી અને ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના 27 જિલ્લાની 53 જેટલી યુનિવર્સિટી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓના 147 પુરુષો અને 103 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, આરોગ્ય તેમજ સામાજિક મુદ્દાઓ અંગે તાલીમ આપવામાં આવી હતી. ઈન્ટરેક્ટિવ સેશન્સ દ્વારા સહભાગીઓને સ્થાનિક સમસ્યાઓને ઓળખી તેને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગથી કઈ રીતે ઉકેલી શકાય તેનો પ્રયાસ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર, આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી દિલ્હી, પીઆરએલ, એસવીએનઆઈટી સુરત સંસ્થાના પ્રોફેસર્સ દ્વારા સંબંધિત મુદ્દા પર પેનલ ડિસ્કશન યોજાઈ હતી. જેમાં વિકસિત ભારત માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉભરતા ક્ષેત્રો, નેનો ટેક્નોલોજી, એનર્જી સ્ટોરેજ સોલ્યુશન, ગ્રીન ટેક્નોલોજી, સેમી કન્ડક્ટર, ચિપ ડિઝાઈન, આઈઓટી સોલ્યુશન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ,વગેરે જેવા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની ગાઈડ ટૂર પણ કરાવવામાં આવી હતી. તેમજ તેમને લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બતાવવામાં આવ્યો હતો. ગુજરાત સાયન્સ સિટી અને ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સમર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સંશોધન અને નવીનતમ સંસ્કૃતિ વિકસાવવાનો અને એ તરફ પ્રેરિત કરવાનો હતો.

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારી શરૂ..

રાજ્યમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી 7મી જૂલાઈના અષાઠી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે.

આગામી જુલાઈ મહિનામાં યોજાનારી રથયાત્રાને લઈ AMC સહિત પોલીસની કેટલીક ટીમો તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે બીજી બાજું ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો રથ પણ ફરી સજાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા. રથયાત્રા પહેલા પવિત્ર જળયાત્રાનુ આયોજન થાય છે. આ વર્ષે જળયાત્રા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી હાજર રહેશે

22 જૂને યોજાશે જગન્નાથ મંદિરમાં જળયાત્રા

ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લગભગ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે એ પહેલા જળયાત્રાને લઈ મંદિરમાં પોલીસનું ચેકિંગ. જળયાત્રાને લઈ મંદિરમાં લગાવ્યા વિશેષ પોસ્ટર. જળયાત્રામાં બેન્ડવાજા, અખાડા હાજર રહેશે. 18 ગજરાજ, 18 ભજન મંડળીઓ હાજર રહેશે જે આકર્ષણ જમાવશે. મંદિરને વિશેષ ફૂલોથી શણગારાશે. અત્યારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.