ગુજરાતમાં પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જ્યારં આગામી 22 જૂનના જળયાત્રા યોજાવાની છે અને આગામી 7 જુલાઈના ભગવાન જગન્નાથ નગરચર્યા પર નિકળશે. જેને લઈ રથને શણગારવા સહિતને રથયાત્રા લગતી તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
રથયાત્રાને લઈ કોઈ દુર્ઘટાના ના સર્જાય તે માટે AMC પર એક્શન મોડમાં આવી છે. અમદાવાદમાંથી પ્રતિ વર્ષે નીકળતી રથયાત્રાના રુટ ઉપર આવેલા ભયજનક મકાનનો મ્યુનિસિપલ તંત્ર દ્વારા સર્વે કરવામા આવ્યો છે. મધ્યઝોનમાં રથયાત્રાના રુટ ઉપર દરિયાપુર વોર્ડમાં સૌથી વધુ 150 ભયજનક મકાન આવેલા છે.ઉપરાંત ખાડીયા વોર્ડમાં 111 ભયજનક મકાન આવેલા છે. ભયજનક મકાન કે તેના ભયજનક ભાગને ઉતારી લેવા એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન એસ્ટેટ વિભાગ દ્વારા શાહીબાગ ઉપરાંત દરિયાપુર, શાહપુર અને ખાડીયા વોર્ડમાં રથયાત્રા રુટ ઉપર આવેલા ભયજનક મકાન કે તેના ભયજનક ભાગ અંગે સર્વે કરીને તેને ઉતારી લેવા અંગે નોટિસ આપવામા આવી છે. ગત વર્ષ રથયાત્રાના રુટ ઉપર આવેલા દરિયાપુરના એક મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી. ઉલ્લેખનીય છે કે અસારવા વિસ્તારમાં 3 મકાનને નોટીસ આપવામાં આવી છે. તો શાહીબાગ વિસ્તારમાં 8 નોટિસ આપી છે. જ્યારે દરિયાપુરમાં સૌથી વધુ 150, શાહપુરમાં 04, ખાડીયામાં 111 અને જમાલપુર વિસ્તારમાં 12 મકાનને નોટિલ આપવામાં આવી છે. આમ કુલ 288 મકાન ભયજનક લાગતા ઉતારી લેવાની નોટિસ મોકલવામાં આવી છે.
ગાંધીનગર: ચોમાસા દરમિયાન ૧૫મી જૂનથી ૧૫મી ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. ૧૬મી ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે ફરી ખુલી જશે.
વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ-૨૮ અને ૩૩ની જોગવાઇ મુજબ ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવે છે.આ ઉપરાંત આ સમયગાળો અનેક પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનનકાળનો હોય છે. જેમાં અવરોધ થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં ગુજરાતનાં તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
અમેરિકા: ઓવરસીસ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી(OFBJP)- અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. દેશની લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ તેમણે ભાજપના સ્વયંસેવકો, OFBJPના સ્વયંસેવકોને પણ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય જીતને વધાવવા માટે હાલ OFBJPએ અમેરિકાના જ્યોર્જિયા શહેરમાં ખાસ ઉજવણીનું આયોજન કર્યું છે.OFBJPનું માનવું છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 11મા સ્થાનેથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. આગામી સમયમાં નરેન્દ્ર મોદી દેશ અને વિદેશમાં વસતા ભારતીયો માટે વધુ સારા નિર્ણયો લેશે તેવી પણ તેમને આશા છે. OFBJP 8મી જૂનથી લઈને 16મી જૂન સુધી સમગ્ર યુ.એસ.એ.માં 22 જેટલાં શહેરોમાં વિજયોત્સવનું આયોજન કરી રહ્યું છે. જેના ભાગરૂપે એટલાન્ટા શહેરમાં આવેલા ઈમ્પેક્ટ હોલ, ગ્લોબલ મોલ, નોરક્રોસ, જ્યોર્જિયા ખાતે રવિવારે 9મી જૂન 2024ના રોજ વિજયની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ભારતીયો જોડાવવાના છે.
વિશ્વ મહાસાગર દિવસ (World Ocean Day) 8 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં સમુદ્રના રક્ષણ માટે ઉજવવામાં આવે છે. આ મહાસાગર દિવસ દર વર્ષે એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે, તેનું મુખ્ય કારણ વિશ્વભરના લોકોને માનવ જીવનમાં મહાસાગરોની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની જાળવણી વિશે જાગૃત કરવાનું છે. મહાસાગર એ ખોરાક, દવાઓનો મુખ્ય સ્ત્રોત અને જીવમંડળનો મહત્વનો ભાગ છે. તેથી તેમનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. મહાસાગર માત્ર પાણીનો સ્ત્રોત નથી પરંતુ તે વિશ્વના ઘણા જીવોને ખોરાક અને પોષણ બંને પ્રદાન કરે છે.
પૃથ્વીની સપાટી પર ગરમીના ચક્રનું સંતુલન જાળવવામાં મહાસાગરો મોટી ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે પૃથ્વી પરથી મનુષ્ય અને અન્ય વસ્તુઓ દ્વારા ઉત્સર્જિત ગરમી વાતાવરણમાં પહોંચે છે, જેના કારણે વાતાવરણ ગરમ થવા લાગે છે, પરંતુ ઘણી બધી ગરમી સમુદ્રમાં સમાઈ જાય છે. આ વાતાવરણ અને પૃથ્વી પર ગરમીનું દબાણ ઘટાડે છે. આ સાથે, પૃથ્વીના પર્યાવરણની ઘણી મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ અને ઇકોસિસ્ટમને સંતુલિત રાખવામાં મહાસાગરની મોટી ભૂમિકા છે.
તે ક્યારે શરૂ થયું તે જાણો
વિશ્વ મહાસાગર દિવસની કલ્પના મૂળરૂપે કેનેડાના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓશન ડેવલપમેન્ટ (ICOD) અને કેનેડાની મહાસાગર સંસ્થા (OIC) દ્વારા 8 જૂન, 1992ના રોજ રિયો ડી જાનેરોમાં ગ્લોબલ ફોરમમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2008માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ નિર્ણય કર્યો કે 8મી જૂનને યુનાઈટેડ નેશન્સ દ્વારા ‘વિશ્વ મહાસાગર દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. આ પછી વર્ષ 2009માં પ્રથમ વખત વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી ‘આપણા મહાસાગરો, આપણી જવાબદારી’ થીમ સાથે કરવામાં આવી હતી. ત્યારથી, ધ ઓશન પ્રોજેક્ટ અને વર્લ્ડ ઓશન નેટવર્કની મદદથીવિશ્વ મહાસાગર દિવસ દર વર્ષે 8 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવાનું શરૂ થયું.
વિશ્વ મહાસાગર દિવસનો હેતુ
દર વર્ષે આ દિવસની ઉજવણી કરવા પાછળનો હેતુ લોકોમાં સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનો છે અને આપણે જૈવવિવિધતા, ખાદ્ય સુરક્ષા, પર્યાવરણીય સંતુલન, આબોહવા પરિવર્તન, દરિયાઈ સંસાધનોનો આડેધડ ઉપયોગ વગેરે કેવી રીતે કરી શકીએ તે અંગે જાગૃતિ ફેલાવવાનો છે.અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ મહાસાગરો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે વિશ્વમાં જાગૃતિ લાવવાનો છે. વાસ્તવમાં, જેમ આપણા જીવનમાં પૃથ્વીનું મહત્ત્વનું સ્થાન છે, તેવી જ રીતે મહાસાગરનું પણ મહત્ત્વનું સ્થાન છે કારણ કે મહાસાગરને પૃથ્વીની હૃદય સિસ્ટમ માનવામાં આવે છે. પરંતુ હજુ પણ આપણે તેના રક્ષણ પર કોઈ ખાસ ધ્યાન આપતા નથી. તેને સાચવવાને બદલે આપણે તેને પ્રદૂષિત કરવામાં વ્યસ્ત છીએ. જેના કારણે માનવીય ગતિવિધિઓમાં વધારો થવાને કારણે વિશ્વભરના મહાસાગરો ખરાબ રીતે પ્રદૂષિત થઈ રહ્યા છે.
મહાસાગરનું નામ ભારત શા માટે રાખવામાં આવ્યું છે?
હિંદ મહાસાગર એકમાત્ર એવો મહાસાગર છે જેનું નામ ભારત (હિન્દુસ્તાન) પરથી રાખવામાં આવ્યું છે. કારણ કે આ મહાસાગર ભારતીય ઉપખંડની આસપાસ ફેલાયેલો છે. તેથી આ મહાસાગરને હિંદ મહાસાગર નામ આપવામાં આવ્યું. વિશ્વમાં 5 મુખ્ય મહાસાગરો છે, જે પેસિફિક, એટલાન્ટિક, ભારતીય, દક્ષિણ અને આર્કટિક મહાસાગર છે.
મહાસાગર શા માટે મહત્વપૂર્ણ છે?
મહાસાગરો આપણા હવામાન અને આબોહવાને ચલાવે છે. સૂર્યની ટીપ્સમાંથી નીકળતી 98% જેટલી ગરમી સમુદ્ર દ્વારા શોષાય છે.
જળ ચક્રમાં મહાસાગર મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય ચમકે છે અને ગરમ પ્રવાહો સમુદ્રને ગરમ કરે છે, ત્યારે પાણીનું બાષ્પીભવન થાય છે. આ માત્ર વાદળો બનાવે છે પરંતુ હવાના તાપમાન અને ભેજમાં પણ વધારો કરે છે… હવામાન બનાવે છે.
જીવનનો 50% ઓક્સિજન સમુદ્રમાંથી આવે છે. નાના પ્લાન્કટોન અને સમુદ્રી છોડ પ્રકાશ પરિવહનની પ્રક્રિયા દ્વારા CO2 ને શોષી લે છે અને O2 ને વાતાવરણમાં પાછું છોડે છે.
જળ ચક્રમાં મહાસાગર મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે સૂર્ય ચમકે છે અને ગરમ પ્રવાહો સમુદ્રને ગરમ કરે છે, ત્યારે પાણીનું બાષ્પીભવન થાય છે. આ માત્ર વાદળો બનાવે છે પરંતુ હવાના તાપમાન અને ભેજમાં પણ વધારો કરે છે… હવામાન બનાવે છે.
મહાસાગર અંદાજે 3 અબજ મનુષ્યોને પ્રોટીન પ્રદાન કરે છે અને દરેક વનસ્પતિ, વનસ્પતિ અને પ્રાણી સમુદ્ર દ્વારા ચાલતા જળ ચક્ર દ્વારા ઉત્પન્ન થતા પાણીને આભારી છે.
ડુક્કર, માછલીઓ અને પક્ષીઓ જે આપણે ખાઈએ છીએ તેના પર આંકડા અલગ-અલગ છે, પરંતુ કેટલાક નિષ્ણાતો કહે છે કે સમુદ્રમાંથી લણવામાં આવતી તમામ માછલીઓમાંથી ત્રીજા ભાગની માછલીઓ ઉછેરવામાં આવતા પ્રાણીઓને ખવડાવવામાં જાય છે.
તે આપણા જીવનની ગુણવત્તાને પણ અસર કરે છે. વિતરણ સૂચવે છે કે સમુદ્રમાં, તેની ઉપર, નજીક અથવા નીચે રહેવાથી આપણે જે કરીએ છીએ તેમાં વધુ સુખી, સ્વસ્થ, વધુ જોડાયેલા અને વધુ સારા બનાવી શકીએ છીએ.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી નીતીશકુમારની ઉપયોગિતા NDA માટે વધી ગઈ છે. એ સાથે ઇન્ડિયા ગઠબંધન પણ બિહારના CM નીતીશકુમારને ખેંચવા માટે આતુર હતા. જોકે એ ઝુંબેશમાં તેમને સફળતા ના મળી. નીતીશકુમારે વડા પ્રધાન મોદી અને NDA પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી. તેમણે ગઈ કાલે સંસદીય દળની બેઠકમાં તેમણે PM મોદીની ખૂબ પ્રશંસા કરી હતી.
નીતીશકુમારના સલાહકાર અને તેમની પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે જે ઇન્ડિયા ગઠબંધે નીતીશકુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો, એ હવે નીતીશને PM બનાવવાની રજૂઆત કરી રહ્યા છે. જોકે એ પ્રસ્તાવને તેમણે ફગાવી દીધો હતો અને તેઓ NDAની સાથે મજબૂતીથી ઊભા છે. હવે નીતીશકુમાર NDAમાં જ રહેશે, એમ તેમણે કહ્યું હતું.
રાજકારણનો ખેલ એવો છે કે ક્યારે શું થાય એ કહી ના શકાય. કોંગ્રેસ અને અન્ય પક્ષોના દુર્વ્યવહારને કારણે નીતીશે આ જાન્યુઆરીમાં NDA પરત ફરવા માટે મજબૂત થવું પડ્યું હતું.પાછળ ફરીને જોવાનો કોઈ સવાલ જ નથી. હવે અમે NDAના એક મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે મોદીની પડખે ઊભા છીએ, એમ તેમણે કહ્યું હતું.નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોને એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે હવે NDAમાં ભાજપ પાસેથી અમને સન્માન મળી રહ્યું છે અને અમે રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટા ભાગીદાર છીએ.
રાજ્યમાં ગરમીએ ત્રાહીમામ પોકાર્યો છે. ગુજરાતમાં પાછલા સાત વર્ષોના રેકોર્ડને તોડી ગરમી 50 ડીગ્રીને પાર નોંધાઈ હતી. ત્યારે હવે રાજ્યવાસીઓ કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી હતી. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ત્યારે આજે સરવારથી રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં છોટા ઉદેપુર જિલ્લાના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ પલટો આવ્યો છે અને છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ અસહ્ય બફારા વચ્ચે ગતમોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજું મધ્ય પ્રદેશમાં રાત્રી દરમિયાન ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીર આવ્યા છે.
જગતનો તાત વાવણી માટે તૈયાર!
મેઘની પધરામણી થતાની સાથે જ સોરઠ પંથકમાં ખેડૂતોએ વાવણી કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં મગફળીના આગોતરા પાકનું વાવેતર હવે શરૂ થયું છે. મગફળી માટે સાનુકુળ વાતાવરણ સૌરાષ્ટ્રમાં મળી રહે છે. જ્યારે વરસાદના ધીમા આગમને લઈ ખેડૂતોએ વાવાણી શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપને અપસેટો માટે યાદ કરવામાં આવશે. હજી ટુર્નામેન્ટ શરૂ થયે સપ્તાહ થયું છે, ત્યાં પાંચ ટીમો ઊલફેરનો શિકાર બની ચૂકી છે. વળી એ એવી ટીમો છે- જે ટેસ્ટ પ્લેઇંગ રાષ્ટ્રનો દરજ્જો હાંસલ છે, એ એવી ટીમોથી હારી ગઈ છે, જે ક્યારેક જ વર્લ્ડ કપમાં નજરે ચઢે છે. આ ઊલટફેરનો પ્રારંભ અમેરિકાએ કર્યો હતો. સૌથી મોટો અપસેટ પાકિસ્તાન હાર્યું હતું- એ છે.
T20 વર્લ્ડ કપનો પ્રારંભ જ ઊલટફેરથી થયો, કેમ કે ડલાસમાં અમેરિકાએ કેનેડાને ત્રણ વિકેટે હરાવ્યું હતું. અમેરિકા ક્રિકેટ વિશ્વ કપમાં સૌપ્રથમ વાર ભાગ લઈ રહ્યું છે, જ્યારે કેનેડા 1970ના દાયકામાં ICC ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યું છે. બીજો ઊલટફેર પણ અમેરિકાએ જ કર્યો હતો.
આ સાથે ત્રીજો ઊલટફેર કેનેડાએ આયર્લેન્ડને હરાવીને કર્યો હતો. સાત જૂને રમાયેલી મેચમાં કેનેડાની ટીમે 137 રન બનાવ્યા હતા, જ્યારે આયર્લેન્ડની ટીમ માત્ર 125 રન જ બનાવી શકી હતી. અહીં એ નોંધવું રહ્યું કે આયર્લેન્ડની ટીમ વનડે અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ઇન્ગલેન્ડ જેવી ટીમોને હરાવી ચૂકી છે. એને પણ ટેસ્ટ પ્લેઇંગ ટીમનો દરજ્જો હાંસલ છે.
T20 વર્લ્ડ કપમાં ચોથો ઊલટફેરનો શિકાર ન્યુ ઝીલેન્ડની ટીમ બની હતી. ટીમ આઠ જૂને ગ્રુપ Cમાં અફઘાનિસ્તાન સામે 84 રને હારી ગઈ હતી. અફઘાનિસ્તાને આ મેચમાં છ વિકેટે 159 રન બનાવ્યા હતા, જ્યારે ન્યુ ઝીલેન્ડની ટીમ જવાબમાં 15.2 ઓવરમાં માત્ર 75 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.T20 વર્લ્ડ કપમાં પાંચમો ઊલટફેરનો શિકાર શ્રીલંકા બની હતી. બંગલાદેશે શ્રીલંકન ટીમને બે વિકેટથી હારી ગઈ હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં નવ વિકેટે 124 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બંગલાદેશે 19 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
8 જૂન, 2024 ના રોજ વહેલી સવારે રામોજી ગ્રુપના સ્થાપક રામોજી રાવનું નિધન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે 87 વર્ષીય રામોજી રાવને 5 જૂને ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રામોજી રાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન હતા. અહેવાલો અનુસાર, તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટીમાં તેમના નિવાસસ્થાને લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં પરિવાર, મિત્રો અને ચાહકો તેમની અંતિમ ઝલક જોઈ શકશે અને તેમને વિદાય આપી શકશે.
રામોજી રાવનું સાચું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. 16 નવેમ્બર 1936ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રામોજી રાવે બિઝનેસ અને ફિલ્મોની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. તેમણે રામોજી ગ્રૂપની સ્થાપના કરી, જેમાં વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી, ETV નેટવર્ક, ડોલ્ફિન હોટેલ્સ, માર્ગદર્શી ચિટફંડ અને ઈનાડુ તેલુગુ અખબારનો પણ સમાવેશ થાય છે.
રામોજી રાવ નેટ વર્થ
‘નેટવર્થ જ્ઞાન’ અનુસાર, રામોજી રાવની સંપત્તિ 4.7 અબજ ડૉલરથી વધુ છે, જેને રૂપિયામાં રૂપાંતર કરીએ તો 41,706 કરોડ રૂપિયા થાય છે. રામોજી રાવનું ઉષાકિરણ મૂવીઝ નામનું પ્રોડક્શન હાઉસ પણ છે. તેના બેનર હેઠળ તેણે ઘણી સુપરહિટ તેલુગુ ફિલ્મો આપી છે.
રામોજી રાવની કારકિર્દી અને સન્માન
રામોજી રાવના કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 1984માં ફિલ્મોનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું. તેણે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી, જેમાં ‘પ્રતિઘાત’, નુવવે કવાલી, વીધી અને ‘થોડા તુમ બદલો થોડા હમ’નો સમાવેશ થાય છે. જ્યારે વર્ષ 2000માં તેમણે ફિલ્મ ‘નવી કવલી’ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો, જ્યારે વર્ષ 2016માં તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
રામોજી રાવનો પરિવાર અને બાળકો
રામોજી રાવના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ રમા દેવી છે અને તેમને બે પુત્રો હતા. નાનો પુત્ર ચેરુકુરી સુમન 2012માં લ્યુકેમિયાથી મૃત્યુ પામ્યો હતો. મોટા પુત્રનું નામ કિરણ પ્રભાકર છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,619 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,06,200 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 48 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 217 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,750 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નિર્દેશક ધર્મેશ દર્શનની ફિલ્મ ‘ધડકન’ (૨૦૦૦) નદીમ- શ્રવણ સાથેના ઝઘડાને કારણે શરૂઆતમાં જ બંધ થઈ ગઈ હતી. ‘ધડકન’ ફરીથી શરૂ થઈ હતી અને અનેક બાબતે ચર્ચામાં રહી હતી. ફિલ્મનું નામ બીજા નિર્માતા પાસે હતું. ધર્મેશ દર્શને એ જ નામ રાખ્યું હોવાથી મામલો અદાલત સુધી ગયો હતો. જેમાં ધર્મેશને જ ટાઇટલ મળ્યું હતું. ફિલ્મના કલાકારો તરીકે અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીને લીધા હોવાથી ધર્મેશની બહુ ટીકા થઈ હતી. કેમકે એ સમય પર એમની કારકિર્દી ખરાબ તબક્કામાં હતી. બીજા ઘણા જાણીતા કલાકારોને ફિલ્મમાં લેવા સૂચન થયું હતું. પણ ધર્મેશે એમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુનીલે જે નકારાત્મક ભૂમિકા કરી હતી એમાં અગાઉ બીજો કોઈ કલાકાર હતો. ફિલ્મનો અંત પણ બદલવામાં આવ્યો હતો. મૂળ વાર્તા મુજબ અંજલિની ગર્ભાવસ્થાની વાત જાણીને દેવને આઘાત લાગે છે અને તે મરી જાય છે. પરંતુ પછી સકારાત્મક સંદેશ મળે એ માટે દેવને શીતલ સાથે ખુશીથી જીવન વીતાવતો બતાવ્યો હતો. ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ (૧૯૯૬) ની સફળતા પછી ધર્મેશ દર્શનને નિર્માતા રતન જૈનની ‘ધડકન’ મળી હતી. ‘રાજા હિન્દુસ્તાની’ નું સંગીત લોકપ્રિય રહ્યું હોવાથી સંગીતકાર તરીકે ફરી નદીમ- શ્રવણને લેવામાં આવ્યા હતા. સૌથી પહેલાં સંગીત પર જ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ ગીતનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક ઘટના બની હતી અને ફિલ્મ બંધ થઈ ગઈ હતી.
ફિલ્મના ગીતકાર સમીરે એક મુલાકાતમાં એની વાત કરી હતી. સની સ્ટુડિયોમાં નિર્દેશક ધર્મેશ દર્શનની હાજરીમાં નદીમ- શ્રવણ દ્વારા ગીતનું રેકોર્ડિંગ થઈ રહ્યું હતું. ત્યારે ધર્મેશ દર્શને સંગીતમાં સુધારો કરવા કહ્યું હતું. ધર્મેશનું માનવું હતું કે તે ‘રાજા હિન્દુસ્તાની’ પછી મોટા નિર્દેશક બની ગયા છે અને એમને સંગીતની સારી સમજ છે. ત્યારે નદીમે કહ્યું કે અમે પણ મોટા સંગીતકાર છે. ‘રાજા હિન્દુસ્તાની’ વખતે તમે સંગીતમાં કોઈ ફેરફાર કરાવ્યો ન હતો. મતલબ કે વિશ્વાસ મૂક્યો હતો.
હવે જો ‘ધડકન’ માં હું તમારા કહેવા મુજબ સંગીત આપીશ તો અમારું સંગીત લાગશે નહીં. તમારું બની જશે. ધર્મેશ દર્શન પોતાની જીદ પર અડગ રહ્યા. અલકા યાજ્ઞિક અને કુમાર સાનૂ માઇકમાં ગાવા જઇ રહ્યા હતા ત્યારે ધર્મેશે પેકઅપનો આદેશ આપી દીધો અને કહી દીધું કે મારે ફિલ્મ કરવી નથી. એ જતાં રહ્યા અને ફિલ્મ અટકી ગઈ. ધર્મેશ ત્યારે ‘મેલા’ (૨૦૦૦) નું પણ નિર્દેશન સંભાળતા હતા એટલે એમાં વ્યસ્ત થઈ ગયા. પણ ફિલ્મ ચાલી નહીં એટલે રતન જૈને કહ્યું કે નદીમ- શ્રવણને જ લેવા પડશે અને ધર્મેશ દર્શને ફરી ‘ધડકન’ નું નિર્દેશન શરૂ કરીને નદીમ- શ્રવણને સંગીત આપવા કહ્યું. ‘મેલા’ ના આતા મહિના પછી ‘ધડકન’ રજૂ થઈ હતી અને સુપરહિટ નીવડી હતી. ફિલ્મના બધા જ ગીતોમાં ‘ધડકન’ શબ્દ આવે એનો ગીતકાર સમીરે ખ્યાલ રાખ્યો હતો. અને જે ગીતના રેકોર્ડિંગ વખતે ઘટના બની હતી એ ‘દિલ ને યે કહા હૈ દિલ સે’ માટે અલકા યાજ્ઞિકને ફિલ્મફેરનો શ્રેષ્ઠ પાર્શ્વગાયિકાનો એવોર્ડ મળ્યો હતો.