Home Blog Page 1741

આ તારીખે શરૂ થઈ શકે છે લોકસભાનું સંસદીય સત્ર

લોકસભા ચૂંટણીના પરિણામો પછી નવી સરકારની રચના થઇ ગઇ છે. ભાજપના નેતૃત્ત્વમાં NDAના નેતાઓએ મંત્રી પદના શપથ પણ લઇ લીધા છે. હવે લોકસભાનું પ્રથમ સેશન 18 કે 19 જૂનથી શરૂ થઇ શકે છે. પ્રથમ સત્રની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદોના શપથ ગ્રહણ સાથે શરૂ થશે. ત્યાર પછી  સાંસદો તરફથી લોકસભા અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.

સંસદનું પ્રથમ સત્ર 18થી 20 જૂન ત્રણ દિવસ સુધી ચાલશે. સૌથી પહેલા રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવશે. પ્રોટેમ સ્પીકર તે બાદ તમામ 543 સાંસદ સભ્યોને શપથ લેવડાવશે. 20 જૂને જ  લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ શકે છે. 21 જૂને રાષ્ટ્રપતિનું બન્ને સદનોને સંયુક્ત અભિભાષણ યોજાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા. એમની સાથે 71 સભ્યના મંત્રી મંડળના સભ્યોએ પણ શપથ લીધા હતા. વડાપ્રધાનના નેતૃત્ત્વમાં નવી કેબિનેટમાં 30 મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી સહિત કૂલ 71 સાંસદોને મંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મોદીના કેબિનેટમાં ગુજરાતના 6, મહારાષ્ટ્રના 6, ઉત્તર પ્રદેશના 9, ઓરિસ્સાના 3, બિહારના 8, કર્ણાટકના 5, મધ્ય પ્રદેશના 4, જમ્મુ કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશના 1-1, રાજસ્થાનના 4, હરિયાણાના 3 સાંસદોને તક મળી છે. હવે પીએમ મોદી આગળની રણનીતિ નક્કી કરશે.

મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન

ભાવનગર લોકસભા બેઠક પરથી ભાજપે નિમુબેન બાંભણિયા આપી ટીકિટ અને એમનો ભવ્ય વિજય પણ થયો. હવે મોદી કેબિનેટ 3.0માં સ્થાન પ્રાપ્ત કરનાર નિમુબેન ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે. એ પ્રથમ વખત જ લોકસભાની ચૂંટણી લડયા, અને પહેલી જ વારમાં અગાઉના બે ટર્મના સાંસદના રેકોર્ડ તોડ્યા છે. ભાવનગરમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જોરદાર ટક્કર આપીને હવે તેઓ કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ભાવનગર બેઠક પરથી તળપદા કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણીયાને ટિકીટ આપી અન નિમુબેને પહેલી વારમાં જ સિક્સર મારી. ગુજરાતમાં એક તો ભાવનગર અને બીજી ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસે ગઠબંધન કરી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી. ભાવનગરમાં ભાજપ તરફથી નિમુબેન પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા. તો ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા મેદાને હતા.

ભાવનગરમાં કોળી સમાજનું પ્રભુત્વ વધુ છે અને તે ત્યાં સ્થાનિક રાજકરણ પર પણ અસર કરે છે. કોળી સમાજમાંથી આવતા નિમુબેન 2005થી 2020 સુધી સતત 3 ટર્મ ભાવનગર મનપામાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. બે વખત તેઓ મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનાત્મક કામોમાં તેમની પકડ પણ વધુ મજબુત છે. નિમુબેન શહેર સંગઠનમાં મહિલા પ્રમુખ અને ઉપપિરમુખની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સાથે જ પ્રદેશમાં પણ અમરેલી, સુરન્દ્રનગર, ભાવનગર શહેર મહિલા મોરચા તથા જુનાગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે.

નિમુબેનની છાપ આદર્શ તેમજ સાલસ વ્યક્તિ તરીકેની છે અને સ્થાનિક રાજકારણમાં જમીની સ્તર પર તેમની પકડ સારી છે. એટલે ચૂંટણી દરમિયાન પણ રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં નિરીક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે. સાથે જ સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જાડોયેલા છે. નિમુબેન અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી પણ છે. નિમુબેનની છબી સાફ છે અને હવે તેઓ મોદી કેબિનેટ 3.0માં ગુજરાતના એકમાત્ર મહિલા પ્રધાન હશે.

આવ્યો રે મેઘરાજ, કહેર લાવ્યો રે મેઘરાજ!

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં મેઘ મહેર જોવા પણ મળી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરોજ વહેલી સવારથી જ વલસાડથી શરૂ થયેલી મેઘમહેર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી હતી. ગુજરાતના ચારેય ઝોનમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ છાંટાથી લઈ ભારે વરસાદ જોવા મળ્યો. નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી વલસાડ અને તાપામાં વરસાદી પાણી વહેતા થયા.

રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, પરંતુ પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં છે. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતા એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી શકે છે.

મોદીના શપથ પર પાકિસ્તાની PM શાહબાઝ શરીફે કરી આ પોસ્ટ, જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા પર તમામ દેશો અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. રવિવારે (9 જૂન, 2024)ના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં માલવિડના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ પણ હાજરી આપી હતી. બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ કાર્યક્રમમાં તેમની ભાગીદારીને સકારાત્મક વલણ તરીકે જોવામાં આવી રહી છે. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાને પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનવા પર અભિનંદન.

અગાઉ જ્યારે પાકિસ્તાનને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પીએમ મોદીને અભિનંદન આપવાનું ઉતાવળ છે કારણ કે તેમણે પીએમ તરીકે સત્તાવાર રીતે શપથ લીધા નથી. ઉલ્લેખનીય છે કે શનિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે પીએમ મોદીના સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના સવાલ પર કહ્યું, ‘અમને ભારતની ચૂંટણી પ્રક્રિયા પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. ભારતીય નાગરિકોનો અધિકાર છે કે તેઓ કોને તેમના નેતા તરીકે પસંદ કરવા માગે છે. નરેન્દ્ર મોદીએ હજુ સુધી સત્તાવાર રીતે પીએમ તરીકે શપથ લીધા નથી, તેથી તેમને અભિનંદન આપવાનું વહેલું છે.

ઝહરા બલોચે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન હંમેશા ભારત સહિત તેના તમામ પડોશીઓ સાથે સારા અને સહયોગી સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાન હંમેશા જમ્મુ-કાશ્મીર સહિત તમામ મુદ્દાઓને ઉકેલવા માટે રચનાત્મક વાતચીતની વકાલત કરતું આવ્યું છે.

આ પહેલા પીએમ મોદીએ શાહબાઝ શરીફને સતત બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ હતી અને શહેબાઝ શરીફે બીજી વખત 5 માર્ચે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે.

ખેડૂતો માટે PM કર્યો નિર્ણય, 9.3 લાખ બનશે લાભાર્થી

રવિવાર અને 9મી જૂન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત શપત ગૃહણ કર્યા. PM પદ પર આવતાની સાથે નરેન્દ્ર મોદીએ મહત્વના નિર્ણય કર્યા છે. જ્યાં એક બાજું શપત ગૃહણ કરતાની સાથે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો. જે બાદ PM ટેલિફોનીક વાત પણ કરી હતી.

સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ PM મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયના પ્રથમ દિવસે જ PM મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. આ નિર્ણય હેઠળ લગભગ 9.3 કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ 20 હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવશે.

PM મોદી શું કહ્યું 

ત્રીજી વખત કાર્યકાળની શરૂઆતમાં નિર્ણય કર્યા બાદ PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી 3.0માં રાજ્ય મંત્રી તરીકે 36 નેતાઓનો સમાવેશ કરાયો છે.

IND vs PAK: ખરાખરીના જંગમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

ડરબનથી મેલબોર્ન અને હવે ક્રિકેટના સૌથી નવા સ્થળ ન્યૂયોર્કમાં પણ પાકિસ્તાન ટીમ ઈન્ડિયા સામે ટકી શક્યું નથી. T20 વર્લ્ડ કપ 2024ની રોમાંચક મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાનું આગલા રાઉન્ડમાં પહોંચવું લગભગ નિશ્ચિત થઈ ગયું હતું, જ્યારે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાના આરે હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચમાં માત્ર 119 રન બનાવ્યા હતા પરંતુ ટીમ ઈન્ડિયાની જબરદસ્ત બોલિંગની સામે પાકિસ્તાન આ રન પણ બનાવી શક્યું ન હતું અને તેને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

વિરાટ-રોહિત નિષ્ફળ ગયા

ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વખત ટક્કર થવાને લઈને ઘણી ઉત્તેજના હતી પરંતુ પિચના તણાવને કારણે પહેલાથી જ હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ હતી. તે પછી વિરાટ કોહલી (4) અને રોહિત શર્મા (13) જેવા બેટ્સમેનોને પ્રથમ 3 ઓવરમાં જ આઉટ થઈ જતા મોટા સ્કોર થવાની શક્યતાઓ પણ ઓછી થઈ ગઈ. પાકિસ્તાન સામે હંમેશા શાનદાર પ્રદર્શન કરનાર કોહલી પ્રથમ વખત બીજી ઓવરમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિતે પ્રથમ ઓવરમાં ચોક્કસપણે સિક્સર ફટકારી હતી પરંતુ શાહીન શાહ આફ્રિદીએ તેને પણ ત્રીજી ઓવરમાં આઉટ કર્યો હતો.

રિષભ પંતે ટીમની કમાન સંભાળી હતી

બંને ઓપનર માત્ર 19 રનમાં ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ અક્ષર પટેલ (20)ને ચોથા નંબર પર પ્રમોટ કર્યો અને તેનો થોડો ફાયદો થયો. અક્ષર અને ઋષભ પંતે સાથે મળીને 30 બોલમાં 39 રનની ભાગીદારી કરીને ટીમ ઈન્ડિયાને બચાવી હતી. અક્ષરના આઉટ થયા બાદ ઋષભ પંતે કેટલાક શાનદાર શોટ ફટકાર્યા પરંતુ સૂર્યકુમાર યાદવ (7) ફરી એકવાર નિષ્ફળ ગયો. પંત (42)એ જોરદાર ઇનિંગ રમી હતી પરંતુ 95 અને 96ના સ્કોર પર ટીમ ઇન્ડિયાએ તેની સાથે 3 વિકેટ ગુમાવી હતી અને શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની વિકેટ પણ પડી હતી. અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજે 16 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું પરંતુ ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી નસીમ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી.

બુમરાહ-પંડ્યાએ પાકિસ્તાનને હરાવ્યું

પાકિસ્તાન માટે બાબર આઝમ (13) અને મોહમ્મદ રિઝવાન (31 રન, 44 બોલ) ઝડપી ન હતા પરંતુ સારી શરૂઆત કરવામાં સફળ રહ્યા હતા. બંનેએ 4 ઓવરમાં 21 રન ઉમેર્યા હતા અને સારી લયમાં દેખાઈ રહ્યા હતા. એવું લાગતું હતું કે બંને પાકિસ્તાનની જીતનો પાયો નાખશે પરંતુ 5મી ઓવરમાં જસપ્રિત બુમરાહે (3/14) બાબરની વિકેટ લઈને પ્રથમ સફળતા અપાવી હતી. સૂર્યકુમાર યાદવે સ્લિપમાં શાનદાર કેચ પકડ્યો હતો. આ પછી તમામ ભારતીય ફાસ્ટ બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા હતા, જેમાં સારી ફિલ્ડિંગનું પણ યોગદાન હતું.

ટીમ ઈન્ડિયાને આગલી વિકેટ માટે 11મી ઓવરની રાહ જોવી પડી, જ્યારે અક્ષર પટેલ (1/11)ને ઉસ્માન ખાનની વિકેટ મળી. ત્યારબાદ 13મી ઓવરમાં ઋષભ પંતે હાર્દિકના બોલ પર ફખર ઝમાનનો શાનદાર કેચ લીધો હતો. બુમરાહે લાંબા સમય સુધી ક્રિઝ પર રહેલા મોહમ્મદ રિઝવાનને બોલ્ડ કરીને પાકિસ્તાની આશાઓને બરબાદ કરી દીધી હતી. ટૂંક સમયમાં જ હાર્દિકે (2/24) શાદાબ ખાનને પેવેલિયનમાં પાછો મોકલ્યો, જ્યારે અક્ષર અને સિરાજે બે ઉત્તમ ઓવર ફેંકી. પાકિસ્તાનને 2 ઓવરમાં 21 રનની જરૂર હતી, પરંતુ 19મી ઓવરમાં બુમરાહે માત્ર 3 રન આપ્યા અને ઈફ્તિખારની વિકેટ મળી. અર્શદીપે (1/31) છેલ્લી ઓવરમાં માત્ર 11 રન આપ્યા અને ટીમને 6 રનથી યાદગાર જીત અપાવી.

મહારાષ્ટ્રઃવિધાનસભા ચૂંટણીની તૈયારી, આજે CM શિંદેની મહત્વની બેઠક

મુંબઈ: લોકસભાની ચૂંટણી બાદ હવે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષના છેલ્લા કેટલાક મહિનામાં હરિયાણા અને ઝારખંડની સાથે મહારાષ્ટ્રમાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે આજે મુંબઈમાં ધારાસભ્યો અને સાંસદો સાથે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે મહત્વપૂર્ણ બેઠક કરશે. સીએમની આ બેઠક સીએમ આવાસ વર્ષા ખાતે યોજાશે. બેઠક સાંજે 6 થી 7 વાગે મળશે.

સાંજે 6 વાગ્યે વર્ષા નિવાસ ખાતે મુખ્યમંત્રીની ધારાસભ્યો સાથે બેઠક થશે અને ત્યારબાદ સાંજે 7 વાગ્યે સાંસદો સાથે બેઠક થશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સાથે આગામી વિધાનસભાની ચૂંટણી અને રાજ્ય કેબિનેટના વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તે જ સમયે, રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર 26 જૂનથી શરૂ થશે અને તે પહેલા, શિંદે કેબિનેટનું વિસ્તરણ પણ થઈ શકે છે અને કેટલાક મંત્રાલયોનું વિભાજન પણ થઈ શકે છે.

કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે
મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પ્રભારી રમેશ ચેન્નીથલાએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શન બાદ હવે રાજ્ય એકમને વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટે આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે તેમની પાર્ટી વિપક્ષ મહા વિકાસ અઘાડીને મજબૂત કરવાની જવાબદારી ધરાવે છે. તેમણે ભાજપનો મુકાબલો કરવા માટે એકતાની હિમાયત કરી અને કહ્યું,’ગઠબંધનમાં કોઈ મોટો ભાઈ નથી હોતો. ભાજપને હરાવવા માટે સૌએ એક થઈને કામ કરવાની જરૂર છે.’

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 10ના મોત 33 ઘાયલ

ગઈકાલ 9મી જુનના રવિવાર દેશ માટે મહત્વનો રહ્યો. જ્યાં એક બાજું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખતા પ્રધાનમંત્રી પદ માટે શપત ગૃહણ કર્યા. તો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની હાઈ વોલટેજ મેચ પણ ગઈકાલે રમાય હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું. જ્યારે દેશ ઉત્સવના રંગમાં રંગાયેલું હતું ત્યારે જમ્મુ કાશ્મીરથી મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે.

ગત રવિવાર એટલે 9 જુનના સાંજના સમયે શંકાસ્પદ આતંકીઓએ શ્રદ્ધાળુઓની એક બસ પર ગોળીબાર કર્યો હતો. જંગલમાં વૃક્ષોની આડમાં છુપાયેલા આતંકીઓએ ઘાત લગાવીને ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 10 શ્રદ્ધાળુઓ મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હુમલાને કારણે ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવી હતો જેથી બસ નજીકની ખાઇમાં ખાબકી હતી. જેને કારણે પણ અનેક લોકો ઘાયલ થયા છે. બસ શિવ ખોરી મંદિરેથી કટરા પરતી વખતે આતંકીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.

જમ્મુ કાશ્મીર ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલી બસ રિયાસી જિલ્લાના રાંસૂમાં આવેલા શિવ ખોરી મંદિરેથી કટરા તરફ જઇ રહી હતી. આ દરમિયાન આતંકીઓએ કાંડા ચંડી વિસ્તારમાં બસના ડ્રાઇવર પર ગોળીબાર કર્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આતંકી હુમલામાં ૩3 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુઆંક 10થી વધી શકે છે. જે વિસ્તારમાં આ ઘટના બની તે રાજોરી જિલ્લાની સરહદે આવેલો છે. રાજોરીમાં અગાઉ અનેક વખત આતંકી હુમલા થઇ ચુક્યા છે. આ સમગ્ર ઘટના બાદ પોલીસ અને સુરક્ષા દળો તાત્કાલીક દોડી ગયા હતા અને શ્રદ્ધાળુઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આતંકીઓએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાની શક્યતાઓ છે. અહેવાલો પ્રમાણે આતંકીઓ રાજોરી, પૂંચ અને રિયાસી વિસ્તારમાં હોઇ શકે છે. તો આ સાથે જ આતંકીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તો આ સાથે જ PM બન્યા સાથે નરેન્દ્ર મોદીએ ટેલીફોનીક વાત કરી સ્થિતી સમીક્ષા કરી હવોની માહિતી પણ મળી રહી છે.

મળો દેશના 25થી 27 વર્ષના યુવા સાંસદોને….

લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ખાસ છે. આ વખતે સંસદમાં ઘણા યુવા સાંસદો જોવા મળશે. ઉત્તર પ્રદેશના કૌશામ્બી, મચલીશહર અને બિહારના સમસ્તીપુરમાં જનતા દ્વારા સૌથી યુવા સાંસદો ચૂંટાયા છે. 26 વર્ષની સંજના જાટવે રાજસ્થાનની ભરતપુર સીટ પર સીએમ ભજનલાલ શર્માના ગઢમાં ભાજપના ઉમેદવારને હરાવ્યો છે. વાંચો એવા 10 યુવા સાંસદો વિશે જેઓ 2024ની લોકસભા ચૂંટણી જીત્યા છે.

પુષ્પેન્દ્ર સરોજ

LJP (રામ વિલાસ) ઉમેદવાર શાંભવી ચૌધરીએ બિહારની સમસ્તીપુર લોકસભા સીટ પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં શાંભવીએ તેના નજીકના હરીફ કોંગ્રેસના સન્ની હજારીને મોટા અંતરથી હરાવ્યા હતા. તેઓ દેશના સૌથી યુવા સાંસદોમાં સામેલ છે. શાંભવીએ 1 લાખ 87 હજાર 251 વોટથી જીત મેળવી છે. સંભવીને 5 લાખ 79 હજાર 786 વોટ મળ્યા.શાંભવી ચૌધરીના પિતા અશોક ચૌધરી પણ નીતીશ કેબિનેટમાં ગ્રામીણ બાબતોના મંત્રી અને સમસ્તીપુરના પ્રભારી મંત્રી છે. જ્યારે પતિ સયાન કુણાલ ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મહાવીર મંદિર ટ્રસ્ટ સમિતિના સચિવ આચાર્ય કિશોર કુણાલનો પુત્ર છે.

શાંભવી ચૌધરી

બિહાર કે સમસ્તીપુર લોકસભા બેઠક પર એલ્જેપી (રામવિલાસ)ના શાંભવી ચૌધરી જીત હાંસલ કરી છે. આ ચૂંટણીમાં શાંભવીએ કોંગ્રેસના સન્ની હજારીને ઘણા મોટા અંતરથી હરાવ્યા છે. આ દેશની સૌથી ઓછી ઉંમરના સાંસદોમાં સામેલ છે. શાંભવીને એક લાખ 87 હજાર 251 થી જીત મળી છે. સાંભવીને 5 લાખ 79 હજાર 786 મળ્યા હતાં. શાંભવી જેડીયુ નેતા અશોક ચૌધરીની પુત્રી છે.

પ્રિયા સરોજ

પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશની મછિલિશહર (ઉત્તર પ્રદેશ) લોકસભા બેઠક પરથી જીત્યા છે. સમાજવાદી પાર્ટી (SP)ના ઉમેદવાર પ્રિયા સરોજને 25 વર્ષની ઉંમરમાં પહેલા જ પ્રયાસમાં મછિલિશહર (ઉત્તર પ્રદેશ) સીટથી સંસદમાં જવાની તક મળી. પ્રિયા સરોજે બીપી સરોજને 35 હજાર 850 મતોથી હરાવ્યા. પ્રિયા સરોજને 4 લાખ 51 હજાર 292 વોટ મળ્યા. પ્રિયા પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે.

સંજના જાટવ

 

રાજસ્થાનની ભરતપુર લોકસભા સીટ પર જીત મેળવ્યા બાદ કોંગ્રેસની 25 વર્ષીય સંજના જાટવ સૌથી યુવા સાંસદ બની ગઈ છે. સંજના જાટવે ભાજપના રામસ્વરૂપ કોલી પર 51,983 મતોથી શાનદાર જીત નોંધાવી છે. 25 વર્ષીય સંજના જાટવ દલિત સમુદાયની સભ્ય છે અને 18મી લોકસભામાં ચૂંટાયેલા સૌથી યુવા સાંસદોમાંથી એક છે. તેણે 2019માં મહારાજા સૂરજમલ બ્રિજ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સંજના જાટવના લગ્ન રાજસ્થાનમાં કામ કરતા પોલીસ કોન્સ્ટેબલ કપ્તાન સિંહ સાથે થયા છે. તેમને બે બાળકો છે.

આદિત્ય યાદવ


યુવા સાંસદોની યાદીમાં ઉત્તર પ્રદેશની બદાઉન લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર સપાના ઉમેદવાર આદિત્ય યાદવનું નામ પણ આવી ગયું છે. તેમણે 35 વર્ષની વયે લોકસભા ચૂંટણી જીતી હતી. આદિત્ય સપા નેતા શિવપાલ યાદવના પુત્ર છે. આદિત્ય યાદવને કુલ 5,01,855 વોટ મળ્યા. તેમણે તેમના હરીફ ભાજપના ઉમેદવાર દુર્વિજય સિંહ શાક્યને 34,991 મતોથી હરાવ્યા હતા.

ઇકરા હસન


સપાની ટિકિટ પર કૈરાના લોકસભા સીટથી ચૂંટણી જીતનાર ઇકરા હસનનું નામ પણ યુવા સાંસદોની યાદીમાં સામેલ છે. 29 વર્ષીય ઇકરાએ ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા. ઇકરાએ લંડનથી અભ્યાસ કર્યો છે.

પ્રિયંકા જરકીહોલી


કર્ણાટકની ચિકોડી લોકસભા સીટ પરથી 27 વર્ષીય કોંગ્રેસ ઉમેદવાર પ્રિયંકા સતીશ જરકીહોલી 90,834 મતોથી જીતી છે. પ્રિયંકાએ ભાજપના ઉમેદવાર અન્નાસાહેબ શંકર જોલેને હરાવ્યા છે.

સાગર ઈશ્વર ખંડ્રે


કર્ણાટકની બિદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સાગર ઈશ્વર ખંડ્રેએ ભાજપના ઉમેદવાર ભગવંત ખુબાને 1,28,875 મતોથી હરાવ્યા છે. સાગરને કુલ 6,66,317 મત મળ્યા. સાગર ઈશ્વર ખંડ્રે 26 વર્ષના છે.

કોણ છે ઝહીર ઈકબાલ જેની સાથે સોનાક્ષી સિન્હા કરી રહી છે લગ્ન?

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં ફરિદાનના રોલ માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે ત્યાં હવે અભિનેત્રીને લઈ એક ખુશખબરી સામે આવી છે. શત્રુઘ્ન સિન્હાની લાડલી દીકરી સોનાક્ષી તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જાણીએ કે અભિનેત્રી જેની સાથે નવા જીવનની શરૂઆત કરશે તે કોણ છે અને કયા દિવસે લગ્નના બંધનમાં બંધાશે?

સોનાક્ષી સિન્હા ઝહીર સાથે કયા દિવસે લગ્ન કરશે?
સોનાક્ષી સિન્હા તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની તૈયારી કરી રહી છે, એક અહેવાલ મુજબ અભિનેત્રી તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલે હંમેશા તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા છે પરંતુ તેમની પબ્લિક એપિયરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમની લવ સ્ટોરી જણાવે છે. તમને જણાવી દઈએ કે ઝહીર અને સોનાક્ષીની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા.

ઈનવિટેશન કાર્ડ મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે
અહેવાલ મુજબ, લગ્નના ઈનવિટેશન કાર્ડને મેગેઝીનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે “અફવાઓ સાચી છે.” અહેવાલો અનુસાર કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સહિત ‘હીરામંડી’ની સમગ્ર કાસ્ટને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને રિસેપ્શન માટે ફોર્મલ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટી મુંબઈના બાસ્ટિયનમાં યોજાશે, જોકે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આવી નથી.

કોણ છે સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ?
ઝહીર ઈકબાલ ઈકબાલ રતનસીનો પુત્ર છે, જે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો સારો મિત્ર છે. સલમાને જ ઝહીરને વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી બૉલિવૂડમાં લોન્ચ કર્યો હતો. અગાઉ 2014માં ઝહીર ઈકબાલે સોહેલ ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ ‘ડબલ એક્સએલ’પણ કામ કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝહીરનું સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. આ જ કારણ છે કે ભાઈજાને તેને તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઓફર પણ કરી હતી, પરંતુ બાદમાં ઝહીરે પોતે જ આ ફિલ્મ છોડી દીધી હતી.