Home Blog Page 1739

રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલી હલચલ પર દિલ્હી પોલીસનો ખુલાસો..

નવી દિલ્હી: તારીખ 9 જૂન 2024ના સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. જે બાદ સત્તા પર આવતાની સાથે PM નરેન્દ્ર મોદીએ મહત્વના કેટલાક નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે. પરંતુ એ વચ્ચે શપથ ગ્રહણ મહોત્સવમાં અજાણી હલચલ જોવા મળી હતી. કેટલાક સૂત્રો પ્રમાણે એ દીપડાનો પડછાયો હોવાનું પણ સામે આવ્યું હતું. જે મામલા પર હવે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે.

PM મોદીના શપથ સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલ રહસ્યમય પ્રાણીના વાયરલ વીડિયો વિશે હવે દિલ્હી પોલીસ દ્વારા તપાસ કર્યા બાદ ખુલાસો કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

દિલ્હી પોલીસનો ખુલાસો

દિલ્હી પોલીસ ટ્વીટ કરી કહ્યું કે “ કેટલીક મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત શપથ ગ્રહણ સમારોહના જીવંત પ્રસારણ દરમિયાન કેપ્ચર કરાયેલ પ્રાણીની છબી બતાવી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે તે જંગલી પ્રાણી છે. આ તથ્યો સાચા નથી, કેમેરામાં કેદ થયેલું પ્રાણી સામાન્ય ઘરની બિલાડી છે.”

આ સાથે દિલ્હી પોલીસે જંગલી પ્રાણી બિલાડી બતાવી અફવાના વંટોળને શાંત કરતા કહ્યું કે આવી અફવા ન ફેલાવવા માટે વિનંતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે 72 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દેશ-વિદેશના દિગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતની હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સમારોહના એક વાયરલ વીડિયોમાં એવો દાવો કર્યો હતો કે કોઈ એક રહસ્યમય પ્રાણી પણ ત્યાં લટાર મારી રહ્યો હતો. જેના લીધે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા હતા. જોકે હવે ખુદ દિલ્હી પોલીસે આ મામલે ખુલાસો કરી દેતાં તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

રાશિ ભવિષ્ય 11/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મક વિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે,તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે,ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 11/06/2024

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૧ જૂન, ૨૦૨૪

ફરાહની ‘ઓમ શાંતિ ઓમ’ માં ‘દિવાનગી દિવાનગી’

ફરાહ ખાને સ્ટાર્સ માટેની દિવાનગીને કારણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭) ના ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં બે ડઝનથી વધુ ફિલ્મ સ્ટાર્સને બોલાવ્યા હતા. અગાઉ મનમોહન દેસાઇની ફિલ્મ ‘નસીબ’ ના ‘જૉન જાની જનાર્દન’ ગીતમાં આ રીતે એ સમયના જાણીતા સ્ટાર્સ રાજ, શમ્મી, રણધીર, રાજેશ, વહીદા, શર્મિલા, માલા, બિંદુ, સિમી વગેરેને ભેગા કરવામાં આવ્યા હતા. એવા જ ‘ઓમ શાંતિ ઓમ’ના ગીતમાં અમિતાભ બચ્ચન આવી શક્યા ન હતા. ફરાહે શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ નું નિર્માણ કર્યું ત્યારે એમાં એક ગીતમાં અનેક સ્ટાર્સને બોલાવવાનો પડકાર ઝીલી લીધો હતો.

દરેક સ્ટાર્સને બાકાયદા લગ્નમાં અપાય એ રીતનું રૂબરૂ અને ફોનથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફરાહે એક મુલાકાતમાં કહ્યું હતું કે શાહરૂખ સમાન્ય રીતે મોડો ઊઠતો હોય છે પણ એ ગીતનું શુટિંગ હતું ત્યારે દરરોજ વહેલો ઉઠીને આવી જતો હતો. કેમકે એ નિર્માતા હતો. ફરાહ ઇચ્છતી હતી કે ગીતમાં દિલીપકુમાર- સાયરા બાનુ ખાસ હોવા જોઈએ. શાહરૂખે ફરાહને કહ્યું હતું કે બીજા બધાની સાથે તમે વાત કરી લેજો પણ દિલીપકુમાર અને સાયરા બાનુને લાવવાની જવાબદારી મારી રહેશે. હું એમના ઘરે જઈને એમને લઈને આવીશ. જોકે, શાહરૂખ એમને લાવી શક્યો ન હતો.

‘દિવાનગી દિવાનગી’ ગીતમાં જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, મિથુન, સુનીલ, ગોવિંદા, શબાના, રેખા, કાજોલ, સલમાન, સંજય, સૈફ, રાની મુખર્જી, વિદ્યા બાલન, ઉર્મિલા, કરિશ્મા, જુહી, પ્રિટી, તબુ, લારા વગેરે ૩૧ જેટલા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ઘણા બધાં સ્ટાર્સ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા ન હતા. અભિષેકના લગ્નની તૈયારી ચાલતી હોવાથી અમિતાભ આવી શક્યા ન હતા. રવિના ટંડન ગર્ભવતી હોવાથી આવી શકે એમ ન હતી. દેવ આનંદે એમ કહીને ના પાડી હતી કે તે મુખ્ય અભિનેતા તરીકે જ કામ કરે છે. કોઈ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કરતા નથી. માધુરી દીક્ષિત ‘આજા નચ લે’ (૨૦૦૭) ના પ્રચારમાં વ્યસ્ત હતી.

આમિર ખાને પહેલાં હા પાડી હતી પણ છેલ્લે ‘તારે જમીન પર’ (૨૦૦૭) ના એડિટિંગ પર ધ્યાન આપી રહ્યો હોવાનું કહી આવ્યો ન હતો. નહીંતર ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં ત્રણ મુખ્ય ખાન એકસાથે દેખાયા હોત. ફરદીન ખાન આવવાનો હતો પણ ત્યારે દુબઈમાં ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. ગીતના શુટિંગ માટે ફરાહે ખાસ આયોજન કર્યું હતું. દરરોજ પાંચ સ્ટાર્સને બોલાવતી હતી અને દરેક બે-બે કલાક માટે શુટિંગ કરતા હતા. ફરાહે ગીતના શુટિંગમા હાજર રહેનાર તમામ સ્ટાર્સને કિમતી વસ્તુઓની ભેટ આપી હતી.

પહેલો સગો પાડોશી

  પહેલો સગો પાડોશી

 

આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણી બરાબર બાજુમાં એટલે કે સાથે રહેનાર વ્યક્તિ પાડોશી કહેવાય છે. કોઇ પણ આકસ્મિક પરિસ્થિતી આવી પડે ત્યારે સૌથી પહેલી નજર પાડોશી પર જ પડે. સગાંવહાલાં ગામમાં રહેતાં હોય તો ઠીક, બીજે હોય તો ત્યાંથી આવે ત્યાં સુધીમાં તો ઘણું બધુ થઈ ચૂક્યું હોય.

આમ, પાડોશીને અગત્યતા તેમજ એની મહત્તા સમજાવવા માટે આ કહેવત વપરાય છે કે પહેલો સગો પાડોશી. પાડોશીને સગા કરતાં વધારે નજીકનો ગણવો.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

મોદી 3.O કેબિનેટનો પહેલો મોટો નિર્ણય

શપથગ્રહણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ગરીબો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે ગામડાઓ અને શહેરોમાં રહેતા ગરીબો માટે 3 કરોડ ઘર બનાવવાના નિર્ણયને મંજૂરી આપી છે.

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ 3 કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટે સહાય પૂરી પાડશે. આ ઘરોમાં ટોયલેટ, એલપીજી કનેક્શન, વીજળી કનેક્શન અને નળ કનેક્શન પણ ઉપલબ્ધ હશે. પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 4.21 કરોડ ઘર બનાવ્યા છે.

મોદી 3.0 કેબિનેટમાં કોને કઈ-કઈ જવાબદારીઓ મળી ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે રવિવારે (9 જૂન) શપથ લીધા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે અને 36 રાજ્ય મંત્રી છે. રવિવારે (9 જૂન) મોદી કેબિનેટની પ્રથમ બેઠક બાદ ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.

કયું મંત્રાલય કોને મળ્યું ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય માત્ર એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય તમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને બે મંત્રાલયો આપવામાં આવ્યા છે. તેમને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા. જીતનરામ માંઝીને MSME મંત્રાલય આપવામાં આવ્યું છે. શોભા કરંદલાજે MSME રાજ્ય મંત્રી હશે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે.

નામ મંત્રાલય/વિભાગ

અમિત શાહ – ગૃહ મંત્રાલય
રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રાલય
એસ જયશંકર – વિદેશ મંત્રાલય
નીતિન ગડકરી – રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય
અશ્વિની વૈષ્ણવ – માહિતી અને પ્રસારણ મંત્રાલય
શિવરાજ સિંહ ચૌહાણ – કૃષિ મંત્રાલય
મનોહર લાલ ખટ્ટર – ઉર્જા મંત્રાલય, શહેરી વિકાસ

સીઆર પાટીલ – જલ શક્તિ મંત્રાલય
મનસુખ માંડવિયા – શ્રમ મંત્રાલય
જેપી નડ્ડા – આરોગ્ય મંત્રાલય
ચિરાગ પાસવાન – રમતગમત મંત્રાલય
કિરેન રિજિજુ – સંસદીય બાબતોના મંત્રી
અનુપૂર્ણા દેવી – મહિલા અને બાળ વિકાસ
રામ મોહન નાયડુ – ઉડ્ડયન મંત્રાલય
સર્બાનંદ સોનોવાલ – પોર્ટ શિપિંગ મંત્રાલય
શાંતનુ ઠાકુર – પોર્ટ શિપિંગ મંત્રાલય (MoS)
હરદીપ સિંહ પુરી – પેટ્રોલિયમ મંત્રાલય
રવનીત બિટ્ટુ – લઘુમતી બાબતોના મંત્રાલય (MoS)
એચડી કુમારસ્વામી – ભારે ઉદ્યોગ મંત્રાલય
ગિરિરાજ સિંહ – ટેક્સટાઇલ મંત્રાલય
પીયૂષ ગોયલ – વાણિજ્ય મંત્રાલય
જ્યોતિરાદિત્ય સિંધિયા – ટેલિકોમ મંત્રાલય
ગજેન્દ્ર સિંહ શેખાવત – સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય

કેબિનેટમાં સમાવિષ્ટ નવા મંત્રીઓ સાંજે લગભગ 5 વાગ્યે વડાપ્રધાનના નિવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર મોદી 3.0 કેબિનેટની પ્રથમ બેઠકમાં પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, લલન સિંહ, જીતન રામ માંઝી, શિવરાજ સિંહ ચૌહાણ, ચિરાગ પાસવાન, ગિરિરાજ સિંહ સહિત ઘણા નેતાઓએ ભાગ લીધો હતો.

મોદી કેબિનેટની બેઠકમાં પીએમ આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ ઘર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત તમામ ઘરોમાં એલપીજી અને વીજળી કનેક્શન આપવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

 

 

કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા શેરી નાટક ‘પ્રયાસ’ યોજાયું

અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળોએ કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા જાગૃતિ અભિયાનના ભાગરૂપે સમગ્ર કોરિડોરમાં 100 જુદા જુદા કામના સ્થળોએ ‘પ્રયાસ’ નામનું શેરી નાટક (શેરી નાટક) યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ નાટક આજે મુંબઇ બુલેટ ટ્રેન સ્ટેશન સ્થળ પર યોજવામાં આવ્યું છે.

આ પહેલનો હેતુ કામદારોને આકર્ષક રીતે બાંધકામ સ્થળ પર સલામતીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને તેમને શિક્ષિત કરવાનો છે. આ પ્રદર્શનને ચાવીરૂપ સલામતીના વિષયો જેવા કે સાધનોનો યોગ્ય ઉપયોગ, સલામતીની માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટીની પ્રતિભાવ પ્રક્રિયાઓ અને કામના સુરક્ષિત વાતાવરણને જાળવવાનું મહત્વ જેવા મુખ્ય સલામતીના વિષયોને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

યુ.પી., બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા દેશના વિવિધ ભાગોમાંથી તૈનાત કામદારો માટે અને વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા કામદારો માટે પ્રદર્શન સુલભ બને તે સુનિશ્ચિત કરતા, શેરી નાટકોની ભાષા સરળ અને સહજ રાખવામાં આવી છે.

નાટક, રમૂજ અને સંબંધિત દૃશ્યોને શેરી નાટકોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેથી કામદારોનું ધ્યાન આકર્ષિત કરી શકાય અને સલામતી સંદેશાઓનો અસરકારક રીતે સંચાર કરી શકાય.

આ ઝુંબેશ આગામી છ (06) મહિના સુધી ચાલુ રહેશે, જે બુલેટ ટ્રેન કોરિડોર પર કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, નિર્માણાધીન સ્ટેશનો, ડેપો, પુલો અને વાયડક્ટ્સને આવરી લે છે.

આ વિશે  એનએચએસઆરસીએલના વહીવટી સંચાલક વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું  “દરરોજ, 30,000 થી 40,000 થી વધુ કુશળ અને અકુશળ કામદારો અમારા બાંધકામ સ્થળ પર તેમનો ફાળો આપે છે. અમારી ટોચની પ્રાથમિકતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આ કામદારોની સુખાકારી અને સુરક્ષામાં વધારો કરવાની છે. આ ઝુંબેશ દ્વારા, અમે કાર્યબળમાં સલામતીના મહત્વને સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”