Home Blog Page 1711

રાશિ ભવિષ્ય 21/06/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

ઋતુ સંક્રમણ સમયે કેવો આહાર લેશો?

ઋતુ સંક્રમણના સમયગાળા દરમિયાન એટલે કે એકસાથે બે પ્રકારની ઋતુનો સમન્વય થતો હોય એવા સમયગાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ કે બે પ્રકારના ઋતુ ફેરફારને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટવાના ચાન્સ વધુ હોય છે. આવા સમયે સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. એમાં પણ ચોમાસાની શરૂઆત થતી હોય ત્યારે થોડું વધુ ધ્યાન રાખવું આવશ્યક છે, કારણ કે બદલાતી ઋતુમાં અગર આહારનું ધ્યાન ન રાખવામાં આવે તો શરીર નબળું પડે છે અને રોગ થતાં વાર લાગતી નથી. સૌથી વધુ બીમારી આ જ સીઝનમાં ફેલાય છે.

આ બીમારીમાં સૌથી વધુ પ્રમાણ છે પાચનને લગતા રોગોનું. અપચો થવો, પાચન મંદ પડવું, ગૅસ, ઍસિડિટી, પિત્ત જેવી તકલીફોનું પ્રમાણ આ ગાળામાં વધે છે. આ ઋતુ માણસની પાચનશક્તિ મંદ પાડી દે છે. એમાંય બહાર, ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થ પાચનને લગતી બીમારીઓને આમંત્રણ આપે છે. રસ્તા પર થતાં કાદવ-કીચડને કારણે અમુક પ્રકારનાં ધાન્યો તેમ જ લીલાં શાકભાજી પર માટી અને સૂક્ષ્મ જીવાણુ હોવાના ચાન્સ રહે છે. એ દ્વારા પણ અમુક પ્રકારના રોગ ફેલાઈ શકે છે. એ ઉપરાંત, વરસાદને કારણે ટાઈફોઈડ અને કૉલેરા, તો મચ્છરને લીધે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ વધે છે. આપણે ત્યાં સામાન્ય રીતે જુલાઈ પછી ટાઈફોઈડના કેસમાં મોટો વધારો જોવા મળે છે.

આ સીઝનમાં ત્વચામાં ખીલ થવાં, સ્કિનની એલર્જી થવી તેમ જ વાળ ખરવાનું પ્રમાણ વધવું, ખોડો થવો, વગેરે સમસ્યા પણ જોવા મળે છે. જે હવામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે થાય છે. એ નિવારવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ, પણ બહારનું અસ્વચ્છ પાણી અથવા કોઈ પણ પ્રકારનાં બહારનાં પીણાં (બહાર રેંકડી-હાથલારીમાં મળતા જ્યુસ, લીંબુ શરબત સોડા તથા દૂધમાંથી બનેલાં પીણાં) લેવાનું ટાળવું જોઈએ.

વર્ષાઋતુની શરૂઆતના સમયમાં બીમારીથી બચવા તેમ જ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારનિયંત્રણ જરૂરી છે. આવા સમયે બહારના અસ્વચ્છ ખાદ્ય પદાર્થની જગ્યાએ રોગપ્રતિકારકતા વધે એવા પ્રકારના આહારનું સેવન કરવું જોઈએ, જેવા કે અલગ અલગ પ્રકારના ગરમ તાજા સૂપ, ઋતુમાં મળતાં તાજાં ફળ, જેવાં કે જાંબુ, જરદાળુ, રાસબરી, કેળાં, મકાઈ, પેરુ, વગેરે ફળોમાં વિટામિન્સનું પ્રમાણ સારું હોય છે, જે આપણને રોગપ્રતિકારકતા બક્ષે છે. ફણગાવેલાં કઠોળ, હળદરવાળું દૂધ, પ્રોબાયોટિક્સ, સૂકા મેવા, વગેરેનો ઉપયોગ આ ઋતુમાં કરવો લાભદાયી છે. વરસતા વરસાદમાં મસાલા અથવા હર્બલ ચાને કઈ રીતે ભૂલી શકાય? ગરમ મસાલેદાર અદરખવાળી ચાનો ઉપયોગ કફ નિવારવા માટે તેમ જ સ્ફૂર્તિ અને શરીરમાં ગરમાવો લાવવા માટે જરૂરી બને.

ચોમાસાની ઋતુમાં હળદર તેમ જ અદરખ (આદું)નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, ઈમ્યુનિટી વધારવા માટે તો આ એક જાદુઈ ઔષધિ છે. એમાં પણ એનું દૂધની સાથેનું સેવન તમારી ઈમ્યુનિટી તો વધારશે જ, સાથે સાથે અપચાને લીધે પેટમાં બળતરા હોય તો એ શાંત કરવા માટે પણ ઉપયોગી થઈ શકશે. કફ, શરદી, ખાંસી જેવી તકલીફો આ સીઝનમાં સામાન્ય છે, પણ આદું-હળદર આ બધી તકલીફો નિવારવા માટે મહત્ત્વનો ભાગ ભજવશે.

આ સીઝનમાં અગર તમે ભૂખ્યા છો તો બહારના નાસ્તા આરોગવાની જગ્યાએ ગરમ ગરમ સ્વાદિષ્ટ શાકભાજીના સૂપ બનાવીને પીવાની ટ્રાય કરો, ખૂબ મજા આવશે. એની અંદર સ્વાદ મુજબ મરીનો પાવડર, લસણ, આદું, વગેરે પણ ઉમેરી શકાય, જેથી એ સ્વાદિષ્ટ બને.

લસણનો થોડોઘણો પણ આહારમાં ઉપયોગ આ સીઝનમાં તમારા રોગપ્રતિકારક તંત્રને સુધારવામાં મહત્ત્વનો ફાળો આપશે, કારણ કે લસણમાં પણ ઍન્ટિ-ઑક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલાં છે. આ ઉપરાંત, લસણ ચયાપચયને સુધારે છે. લસણ શરદી-ખાંસી તેમ જ તાવ સામે રક્ષણ આપે છે આથી એનો ઉપયોગ આ ઋતુમાં કરી શકાય.

ફળ તેમ જ શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં એને વ્યવસ્થિત રીતે સાફ કરવાં અને દસથી ૧૫ મિનિટ પાણીમાં પલાળી રાખવાં, જેથી એમાંના પેસ્ટિસાઈડ્સ દૂર કરી શકાય. આ સમયે માખી-મચ્છરનો ઉપદ્રવ વધુ થતો હોવાથી લારીમાંથી લાવેલાં ફળ, શાકભાજી સરખાં સાફ થાય એ જરૂરી છે. માખી-મચ્છર સહિતનાં જીવડાં અનેક બીમારી ફેલાવવામાં નિમિત્ત બને છે એ તો બધા જાણતા જ હશે.

ચોમાસામાં ગરમ તેમ જ તાજો ખોરાક લેવાય એ વધુ હિતાવહ છે. સ્ટ્રીટ ફૂડ, જંક ફૂડ, ફ્રાઈડ ફૂડ, વગેરેનો આ સીઝનમાં ત્યાગ કરવો. વધુપડતો તીખો આહાર પણ ન લેવો. પુષ્કળ પાણી પીવું, જેથી પાચનને લગતી તકલીફો નિવારી શકાય. આહાર દ્વારા રોગપ્રતિકારકતા વધારીને વરસતા વરસાદનો આનંદ માણીએ.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

 

પંચાંગ 21/06/2024

ભર્તૃહરિ મહતાબ બન્યા પ્રોટેમ સ્પીકર

રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 95(1) હેઠળ સ્પીકર પ્રોટેમ તરીકે ભર્તૃહરિ મહતાબને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી સ્પીકરની ફરજો નિભાવવા માટે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ અથવા પ્રતિજ્ઞા કરાવવામાં પ્રોટેમ સ્પીકરને મદદ કરવા બંધારણની કલમ 99 હેઠળ સુરેશ કોડીકુનીલ, થલીકોટ્ટાઈ રાજુતેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયની નિમણૂક કરી છે. તમને જણાવી દઈએ કે લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભર્તૃહરિ મહતાબે બીજુ જનતા દળને આંચકો આપ્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા અને આ લોકસભા ચૂંટણી જીતી લીધી હતી. તેમને 2017 થી સતત ચાર વર્ષ સુધી ‘સંસદ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને પ્રોટેમ સ્પીકરની ચૂંટણીની જાણકારી આપી. તમને જણાવી દઈએ કે 24 જૂનથી શરૂ થઈ રહેલા લોકસભા સત્રમાં નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની શપથ ગ્રહણ સમારોહ પહેલા બે દિવસ 24 જૂન અને 25 જૂને યોજાશે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે 26 જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોના સમર્થનમાં પ્રસ્તાવ માટેની નોટિસ ગૃહના સભ્યોએ 25 જૂને બપોરે 12 વાગ્યા પહેલા રજૂ કરવાની રહેશે.

હું પેપર લીકની નૈતિક જવાબદારી લઉં છું : શિક્ષણ મંત્રી

અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (NEET UG) વિવાદોમાં ઘેરાયેલી છે. દરમિયાન શિક્ષણ મંત્રાલયે બુધવારે યુજીસી નેટ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે NEET UG પરીક્ષાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિત અમારી પ્રાથમિકતા છે. આ અંગે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. અમે NEET પરીક્ષાને લઈને બિહાર સરકારના સતત સંપર્કમાં છીએ. શિક્ષણ મંત્રી હોવાના નાતે હું આ બાબતની નૈતિક જવાબદારી લઉં છું.

 

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પટનાથી પણ કેટલીક માહિતી મળી છે. આજે પણ ચર્ચા થઈ છે. પટના પોલીસ ઘટનાના તળિયે જઈ રહી છે. તે ટૂંક સમયમાં જ ભારત સરકારને વિગતવાર અહેવાલ મોકલશે. હું ખાતરી આપું છું કે જેવી નક્કર માહિતી આવશે કે તરત જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. NTAમાં જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવો

તેમણે કહ્યું કે સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવા જઈ રહી છે. NTA સંબંધિત જે પણ મુદ્દો સામે આવ્યો છે, તેમાં વધુ પારદર્શિતા સુધારવાના પ્રયાસો કરવામાં આવશે. શૂન્ય ભૂલ અમારી પ્રાથમિકતા છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે. હું દરેકને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવો. તેને રાજકીય દૃષ્ટિકોણથી ન જુઓ. અમે કોઈપણ સુધારા માટે તૈયાર છીએ. કોઈપણ ગુનેગારને છોડશે નહીં.

તે તેજસ્વી વિદ્યાર્થીઓના હિતમાં છે

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, હું કહેવા માંગુ છું કે આપણે પરીક્ષા પાસ કરનાર લાખો વિદ્યાર્થીઓના હિતોનું ધ્યાન રાખવું પડશે. પટના પોલીસે ખૂબ જ સારું કામ કર્યું છે. થોડી વધુ માહિતી આવવાની છે. અમે તેમની તપાસથી સંતુષ્ટ છીએ. કેન્દ્ર સરકારના અધિકારીઓ અને બિહાર પોલીસના અધિકારીઓ સતત વાત કરી રહ્યા છે. તે હોશિયાર વિદ્યાર્થીઓના હિતનો વિષય છે, તેથી આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી લાખો ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય.

BIG NEWS : CM કેજરીવાલને મળ્યા જામીન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે તેમને જામીન આપ્યા હતા. સીએમ કેજરીવાલને આ મોટી રાહત મળી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. તેને એક લાખ રૂપિયાની જામીન રકમ પર આ રાહત મળી છે. EDએ જામીનનો વિરોધ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો છે. કોર્ટે કહ્યું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે કેજરીવાલ આવતીકાલે શુક્રવારે 1 લાખ રૂપિયાના બોન્ડ પર તિહાર જેલમાંથી બહાર આવી શકે છે.

તમને જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ED દ્વારા તેને આરોપી બનાવવામાં આવ્યો હતો અને દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હીના સીએમને મે મહિનામાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જેલમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં આવી હતી અને ત્યાર બાદ ચૂંટણી પૂરી થતા જ તેમને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે તેને નિયમિત જામીન મળી ગયા છે. આ નિર્ણયને લઈને આમ આદમી પાર્ટીમાં પણ ખુશીનો માહોલ છે.

IND vs AFG : ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતે પોતાના પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. તેણે ઝડપી બોલર મોહમ્મદ સિરાજને છોડીને સ્પિનર ​​કુલદીપ યાદવને તક આપી છે. આ વર્લ્ડ કપમાં કુલદીપની આ પ્રથમ મેચ છે. જ્યારે સિરાજે છેલ્લી 3 મેચમાં માત્ર 1 વિકેટ લીધી હતી.

આ ટુર્નામેન્ટમાં ભારત અત્યાર સુધી એકપણ મેચ હાર્યું નથી

રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ આ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડ એટલે કે ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. તેણે 4માંથી 3 મેચ જીતી હતી અને એક વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 4 માંથી 3 મેચ જીતી હતી અને 1 હાર્યું હતું. અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ જેવી ટીમને 84 રનથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં રોહિત બ્રિગેડ આ અફઘાન ટીમને બિલકુલ હળવાશથી નહીં લે. મેચના એક દિવસ પહેલા કોચ રાહુલ દ્રવિડે પણ આ વાત કહી હતી. સુપર-8 રાઉન્ડમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે.

ભારતે હજુ સુધી બ્રિજટાઉનમાં ટી20 મેચ જીતી નથી

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમને આ મેદાન પર ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આ મેદાન ભારત માટે અત્યાર સુધી ખૂબ જ કમનસીબ રહ્યું છે. તે આ મેદાન પર અત્યાર સુધી એક પણ T20 મેચ જીતી શક્યું નથી. મતલબ કે જીતનું ખાતું પણ ખૂલ્યું ન હતું. ભારતીય ટીમે બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર અત્યાર સુધી માત્ર 2 T20 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ બંને મેચ મે 2010માં રમાઈ હતી. ત્યારથી ટીમે અહીં એકપણ T20 મેચ રમી નથી. એટલે કે ભારતીય ટીમ આ મેદાન પર 14 વર્ષ બાદ ટી20 મેચ રમશે.

NSEએ નવો થિમેટિક ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ લોન્ચ કર્યો

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSEએ) નવો થિમેટિક ઇન્ડેક્સ નિફ્ટી ઇન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સનો પ્રારંભ કર્યો છે, જે નિફ્ટી 500માંની 30 ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી કંપનીઓની કામગીરીને ટ્રેક કરશે.

આ કંપનીઓને છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનને આધારે પસંદ કરવામાં આવી છે. દરેક સ્ટોકનું વેઇટેજ તેના માર્કેટ કેપિટલાઇઝેશનના પ્રમાણ અનુસાર છે. અત્યારે 17 સ્ટોક્સની પસંદગી કરવામાં આવી છે, જેમાં બીએલએસ ઇન્ટરનેશનલ, ચાલેટ સર્વિસીસ, દેવયાની ઇન્ટરનેશનલ, ઈઝી ટ્રિપ પ્લાનર્સ, જીએમઆર એરપોર્ટ્સ, ઇન્ડિયન હોટેલ્સ, આઇઆરસીટીસી (ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશન) અને ઇન્ટરગ્લોબ એવિયેશનનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સની બેઝ ડેટ 1 એપ્રિલ, 2005 અને બેઝ મૂલ્ય 1000 છે. પ્રત્યેક ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ધોરણે ઈન્ડેક્સ રિબેલેન્સ કરાશે. સ્ટોક્સના વેઇટ્સની સીમા 20 ટકા નક્કી કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

‘ગરવી ગુજરાત’ને GRIHA દ્વારા ગ્રીન બિલ્ડીંગ એવોર્ડનું સન્માન

નવી દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા આઇકોનિક ‘ગરવી ગુજરાત’ બિલ્ડીંગને ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ (GRIHA) દ્વારા થ્રી-સ્ટાર રેટિંગથી સન્માનિત કરવામાં આવ્યું છે.

GRIHA એ હેબિટાટ એટલે કે રહેણાંકના માધ્યમથી ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન છે, જે રાષ્ટ્રના ‘રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાન’ (Nationally Determined Contributions)માં દર્શાવ્યા મુજબ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો સામનો કરવા માટે ભારતની મિટિગેશન સ્ટ્રેટેજી એટલે કે શમન વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

TERI અને ભારત સરકારના નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા વિકસિત કરવામાં આવેલી GRIHA રેટિંગ સિસ્ટમને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગો માટેના રાષ્ટ્રીય ધારાધોરણ તરીકે અપનાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાત બિલ્ડિંગનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સપ્ટેમ્બર 2019માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગે ગ્રીન બિલ્ડીંગની તમામ આવશ્યકતાઓને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં વર્ટિકલ ગાર્ડન, સોલાર પેનલ્સ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), સ્કાયલાઇટમાં ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસ/સ્માર્ટ ગ્લાસ, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓ જેવા પર્યાવરણને અનુકૂળ ઘટકો છે.

લગભગ 20,000 વર્ગફૂટ વિસ્તારમાં ફેલાયેલું ગરવી ગુજરાત બિલ્ડીંગ તેના ઉદ્ઘાટનના પાંચ વર્ષ પછી પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.

મહારાષ્ટ્રમાં આ વર્ષે આશરે 300 ખેડૂતોએ કરી આત્મહત્યા

મુંબઈઃ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ખેડૂતોની આત્મહત્યા અટકવાનું નામ નથી લેતી. આ ક્ષેત્રનો યવતમાળ જિલ્લો રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના કેસોને કારણે ‘સુસાઇડ કેપિટલ’ તરીકે બદનામ થઈ ચૂક્યો છે. આ વર્ષે મે સુધી અહીં 143 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, એટલે કે છેલ્લા પાંચ મહિનાના 152 દિવસોમાં આશરે પ્રતિ દિન એક ખેડૂતે આત્મહત્યા કરી હતી. રાજ્ય સરકારના ડેટામાં આ માહિતી સામે આવી છે. યવતમાળમાં અત્યાર સુધી 132 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

અમરાવતીમાં સૌથી વધુ ખેડૂતોની આત્મહત્યા

અમરાવતીમાં 2021માં 370 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ 2022માં 349 અને 2023માં 323 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે યવતમાળમાં 2021માં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા 290 હતી.  અહીં 2022 અને 2023માં ક્રમશઃ 291 અને 302 ખેડૂતોએ આપઘાત કર્યા હતા.

આ ખેડૂતોએ ઊપજમાં ઘટાડાને કારણે અને બેન્કિંગ લોનના ઘટાડાને કારણે કેટલાય ખેડૂતો નાની ફાઇનાન્સ કંપનીઓ અથવા શાહુકારો પર નિર્ભર રહે છે, જે ઊંચા વ્યાજ અને આકરી વસૂલાતની ઉઘરાણી કરતા ખેડૂતો આત્મહત્યાનો રસ્તો અપનાવે છે.

મહારાષ્ટ્ર સરકાર વિદર્ભના છ જિલ્લા- અમરાવતી, અકોલા, યવતમાળ, વાશિમ, બુલઢાણા અને વર્ધામાં વર્ષ 2001થી આત્મહત્યા કરનારા ખેડૂતોનો ડેટા જાળવી રહી છે. છેલ્લા બે દાયકામાં 22,000થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. 2024માં અત્યાર સુધી અહીં 486 ખેડૂતોએ આત્મહત્યા કરી ચૂક્યા છે. દેશમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાથી માલૂમ પડે છે કે 1995 અને 2014ની વચ્ચે 2,96,438 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2014 અને 2022ની વચ્ચે નવ વર્ષોમાં એ સંખ્યા 1,00,474 હતી.