ભર્તૃહરિ મહતાબ બન્યા પ્રોટેમ સ્પીકર

રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 95(1) હેઠળ સ્પીકર પ્રોટેમ તરીકે ભર્તૃહરિ મહતાબને લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી સ્પીકરની ફરજો નિભાવવા માટે નિયુક્ત કર્યા. રાષ્ટ્રપતિએ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ અથવા પ્રતિજ્ઞા કરાવવામાં પ્રોટેમ સ્પીકરને મદદ કરવા બંધારણની કલમ 99 હેઠળ સુરેશ કોડીકુનીલ, થલીકોટ્ટાઈ રાજુતેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયની નિમણૂક કરી છે. તમને જણાવી દઈએ કે લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 3 જુલાઈ સુધી ચાલશે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ ભર્તૃહરિ મહતાબે બીજુ જનતા દળને આંચકો આપ્યો હતો અને ભાજપમાં જોડાઈ ગયા હતા અને આ લોકસભા ચૂંટણી જીતી લીધી હતી. તેમને 2017 થી સતત ચાર વર્ષ સુધી ‘સંસદ રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને પ્રોટેમ સ્પીકરની ચૂંટણીની જાણકારી આપી. તમને જણાવી દઈએ કે 24 જૂનથી શરૂ થઈ રહેલા લોકસભા સત્રમાં નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોની શપથ ગ્રહણ સમારોહ પહેલા બે દિવસ 24 જૂન અને 25 જૂને યોજાશે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે 26 જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોના સમર્થનમાં પ્રસ્તાવ માટેની નોટિસ ગૃહના સભ્યોએ 25 જૂને બપોરે 12 વાગ્યા પહેલા રજૂ કરવાની રહેશે.