
રાશિ ભવિષ્ય 23/06/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસમાં તમને થોડો ઉત્સાહ જોવા મળી શકે છે, વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, જૂની ઓળખાણ તાજી થાય તેમાં તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામકરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત પણ થઈ શકે છે.
આજે સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના પણ ભોગ બની શકો છે, ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગ અંગે ચર્ચા-વિચારણા થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો યોગ્ય છે.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા કે લગ્નની વાત ગોઠવવા માટે પ્રયત્ન કરવા જેમાં પ્રયત્ન સફળ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાય કે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાક-મશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, લગ્નયોગ ધરવતા યુવાવર્ગ માટે વાર્તાલાપકે મિલનમુલાકાત સારી રહી શકે. નાનાઅંતરની મુસાફરી થઈ શકે, આજે કોઈના કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, પ્રિયજન તરફથી સારી વાત જાણવા મળે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું. બ્લડપ્રેશર, છાતીના દર્દ હોય તેવા લોકો માટે આજે તકેદારી રાખવી, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું.
આજે મિત્રો સાથે સારોસમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. જુનાસંબંધ અચાનક યાદ આવે તેવા પણ યોગ છે. લગ્નબાબતની વાતચીતકે મિલનમુલાકાત કરવાથી સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, .કમર, હાડકા,પગમાં દુખાવાની તકલીફ વાળાએ આરોગ્યબાબતમાં ધ્યાન વધુ આપવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્ર, ના કામ કરનારને સારું રહે, જુના કોઈકામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, કોઈની ખોટીદોરવાણીથી ઉશ્કેરાઈના જવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારી વાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. લગ્નમાટેની મિલનમુલાકાત આજે આશાસ્પદ બને તેવા યોગ પણ છે.
જ્ઞાન અથવા ક્ષમતા અર્જિત કરવી હોય તો શરણે જવું પડે
‘શનૈ: પંથા, શનૈ: કંથા શનૈઃ પર્વતમસ્તકે
શનૈ: વિદ્યા શનૈ દ્રવ્યમ્ પંચૈતાનિ શનૈ: શનૈ:’
અર્થાત્ ધીમે ધીમે રસ્તો કપાય છે, ધીમે-ધીમે ગોદડી ભરાય છે, ધીમે ધીમે પર્વત સર કરી શકાય છે, ધીમે ધીમે ધન કમાવાય છે અને ધીરે-ધીરે વિદ્યા પ્રાપ્ત થાય છે. તે રીતે આપણે ધીમે-ધીમે ગીતાજીના બોધને અર્જિત કરીશું.
હવે મનમાં પ્રશ્ન એ થાય છે કે આ યાદવ કુળના શ્રીકૃષ્ણ કૌરવો અને પાંડવોની લડાઈમાં યુદ્ધના મેદાન સુધી પહોંચ્યા કઈ રીતે? તો હવે ગીતાજીનો ઉપદેશ આપનાર ભગવાન શ્રીકૃષ્ણને આ મહાભારતના યુદ્ધના સંદર્ભમાં ઓળખીએ.

જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે પાંડવોના પ્રતિનિધિ તરીકે અર્જુન અને કૌરવોના પ્રતિનિધિ તરીકે દુર્યોધન શ્રીકૃષ્ણ પાસે જાય છે અને શ્રીકૃષ્ણ આપણે બધા જાણીએ છીએ તેમ કોઈપણ પરિસ્થિતિમાં તેમના મુખ પર એક મધુર સ્મિત છલકાતું જ હોય છે. આમ, વહીવટમાં કે જીવનમાં કોઈપણ મુશ્કેલી આવે તો આપણે હસતા મુખે તેને વધાવી લેવી જોઈએ અને તેનો સામનો કરવો જોઈએ તે પણ શ્રીકૃષ્ણ શીખવે છે. અર્જુન ગાઢ નિંદ્રામાં ડૂબેલા શ્રીકૃષ્ણના શરણે જઈને બેસે છે જ્યારે દુર્યોધન ભગવાનના મસ્તક પાસે પાછળ ઊભો રહે છે. અહીં આ વાત પણ અર્જુન પાસેથી શીખવા જેવી છે કે જ્ઞાન અર્જિત કરવું હોય તો શરણે જવું પડે. અભિમાન નામની અંધારી રાત્રીને માત આપીશું તો જ જ્ઞાનનો પ્રાપ્તિ થશે શકે તે વાત ધ્યાનમાં રાખવી જોઈએ.
આ સદીના મહાન વિચારક એલ્વીન ટોફલરે કહ્યું છે કે, ‘નોલેજ વીલ બી ધ પાવર એન્ડ વન હુ હેઝ અર્લીએઝ એક્સેસ ટુ ઈટ સેલ બી ધી મોસ્ટ પાવરફૂલ.’
મહાભારતમાં કૃષ્ણ દીર્ઘદ્રષ્ટિ અને જ્ઞાન થકી દોરવણી આપનાર સારથી હતા. કોઈ પણ ધંધો, વેપાર કે સંસારમાં પણ રથ બરાબર ચલાવવો હોય તો સારથી ઉત્તમ જ જોઈએ ને?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
પાચનતંત્રને મજબૂત રાખતું અસરકારક આસન
યોગ અને યોગાસનોથી થતા ફાયદાઓ વિશે હવે કોઇને કહેવાની જરૂર નથી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની
ઉજવણીના કારણે યોગને લગતી બાબતોમાં આપણે ત્યાં વિશેષ જાગૃતિ આવતી જાય છે ત્યારે આજે વાત કરીએ એક એવા આસનની, જે વર્તમાન જીવનશૈલીમાં સૌના માટે ઉપયોગી છે.
ભોજનને પચાવવા તથા પાચનતંત્રને મજબૂત રાખવવા માટે સૌથી સરળ અને અસરકારક આસન છે વજ્રાસન. વજ્રાસન એક એવુ આસન છે જે ભોજન પછી પણ કરી શકાય છે. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે, અપચો, ગેસ, કબજિયાત આફરો જેવી તકલીફ થતી નથી. માત્ર ડાઇજેશન માટે જ નહી, પણ તમે ખૂબ થાક્યા હો, પગમાં દુખાવો થતો હોય એ સમય પગને જાતે જ દબાવીને આરામ આપનારૂં આસન છે. 3 થી 4 દિવસ સુધી સતત આ આસન કર્યા બાદ તમે તેનાથી થતા ફાયદાઓને જાતે જ અનુભવી શકો છો. વજ્રાસન યોગાસનોમા એક મહત્વપૂર્ણ આસન ગણાય છે.
ચાલો જાણીએ, પાચનમાં રામબાણ ગણાતું આ આસન કરવાની રીત..
| -સૌથી પહેલા યોગ મેટ પર બેસી જાઓ
-હવે બંને પગના ઘૂંટણે ઉભા થાઓ. -આ સ્થિતિમાં પાછા મેટ પર બેસી જાઓ. -બેસ્યા બાદ પગના તળિયા હિપ્સની નીચે રહેશે. -હવે બંને હાથ સાથળ પર મૂકો. -આ મુદ્રામાં 5 થી 7 મિનિટ સુધી સામાન્ય શ્વાસ લેતા રહો. |
વજ્રાસનમાં બન્ને પગને વાળીને નિતંબ નીચે એડીઓ રાખવાની હોય છે. ઘૂંટણ સંપૂર્ણ વળેલા છે. આ સ્થિતિમાં શરીર રહેવાથી કમરની નીચેના ભાગમાં રક્તપરિભ્રમણ ઘટે અને વધુ બ્લડ ફલો પેટ અને પાચનનું કાર્ય કરતા ઓર્ગનને મળવાથી પાચન ઝડપી બને છે.
આ પોઝિશનમાં બેસવાથી કાફ મસલ્સ એટલે કે પગની પિંડીઓ પર સારા પ્રમાણમાં પ્રેશન આવે છે. જોકે જ્યારે તમે આ પોઝિશનમાં બેસો એટલે તમારા ઘૂંટણના સાંધામાં પણ સારા એવા પ્રમાણમાં ખેચાણ થાય છે. વજ્રાસન આસનમાં શ્વસનક્રિયા સામાન્ય રાખવી.

વજ્રાસન કોઈ પણ સમય કરી શકાય છે. ખાસ કરીને જમ્યા પછી આ આસન કરવું લાભદાયી રહે છે. ( 4 થી 5 મિનિટ કરવું )
| વજ્રાસનના ફાયદાઓ..
– આ આસન પાચન ક્રિયા માટે ખૂબજ ઉપયોગી છે. – આ આસન બંને સાથળને મજબૂત બનાવે છે. – ગેસની સમસ્યા માટે લાભદાયી – આ આસન કરવાથી સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો થાય છે. – પેટ સંબંધિત વિકારો દૂર થાય છે. – આ આસનને નિયમિત રીતે કરવાથી પીઠનો દુખાવો અને સાયટિકાની સમસ્યામાં રાહત મળે છે. – બોડી પોશ્ર્ચર સુધારે છે. – આ આસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને તેને સીધી રાખવામાં મદદ કરે છે. |
| આ આસન કોણે ન કરવું…
– જેમને કમરનો દુખાવો હોય તેમણે આ આસન ન કરવું. – પગના કોઇ પણ ભાગમાં નજીકના સમયમાં કોઈ નાની મોટી સર્જરી કરાવી હોય તેવા વ્યક્તિઓએ પણ આ આસન ન કરવુ જોઈએ. – જેમને પાઇલ્સની સમસ્યા હોય તેમને આ આસન ન કરવું. – ઘૂંટણ નબળા હોય તેવી પરિસ્થિતિમાં યોગશિક્ષકની દેખરેખમાં જ આ આસનનો અભ્યાસ કરવો. |
(પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યા પછી હાલ યોગા ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત અમદાવાદસ્થિત નેહા સેન યોગના વિષયને લઇને લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં આ વિષયે જાગૃતિ લાવવા એમણે ગુજરાત યુનિવર્સિટીમાં યોગના ઘણા સેશન્સ લીધા છે.)
ટામેટાંએ બગાડ્યું આમ આદમીનું બજેટઃ ભાવ રૂ. 100એ પહોંચ્યો
નવી દિલ્હીઃ દેશના કેટલાક ભાગોમાં ફરી એક વાર ટામેટાંની કિંમતો લોકોને હેરાન-પરેશાન કરી રહી છે. તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ટામેટાં રૂ. 90થી રૂ. 100 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યાં છે. બજારમાં માગની સામે ટામેટાંનો પુરવઠો ઓછો પહોંચી રહ્યો છે, જેને કારણે કિંમતો વધી રહી છે. જેથી ટામેટાંએ આમ આદમીનું બજેટ બગાડી દીધું છે.
દેશમાં આ વર્ષે પડેલી કાળઝાળ ગરમી અને ચોમાસાના વિલંબને કારણે ટામેટાં સહિત અન્ય શાકભાજી અને ફળોના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે. બજારોમાં આ શાકભાજીની ઓછી આવકને કારણે ભાવ સતત વધી રહ્યા છે. મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં લોકોને 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદવા પડે છે. ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટામેટાની કિંમત 90 થી 95 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે. મહારાષ્ટ્ર ઉપરાંત તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં પણ ટામેટાના ભાવ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્ર ટામેટાંનું ઉત્પાદન પ્રતિ એકર 2000 કાર્ટન થાય છે અને એક કાર્ટનમાં 20 કિલો ટામેટાં થાય છે, પરંતુ આ વખતે વધુપડતી ગરમીને કારણે ટામેટાંનું ઉત્પાદન ઘટીને મુશ્કેલથી 500-600 કાર્ટન થયું છે. રાજ્યના અન્ય ટામેટાં ઉત્પાદક ક્ષેત્રોમાં પણ આ જ સ્થિતિ છે. એની અસર સપ્લાય ચેઇન પર પડી છે અને ઓછા સપ્લાયને કારણે કિંમતોમાં વધારો થયો છે.
વલસાડમાં ભારે તો ઉત્તર ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર પ્રારંભ
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું મંથર ગતિએ આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વલસાડમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અંબાજીમાં વરસાદ પડ્યો છે. રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી છે. 
વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં સાડાચાર ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ વલભીપુરમાં નોંધાયો છે. વલસાડ ઉપરાંત સુરત, વાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડ જિલ્લાના મોટા ભાગનાં ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના પારડી સાંઢાપોર, ગુંદલાવ, કલવાડા, સરોણસહિતનાં ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
વલસાડમાં વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો તો ઠેર-ઠેર ટ્રાફિક જામ પણ થયો હતો.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા કાળાં ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30 જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ભાવનગરના વલ્લભીપુરમાં 37 એમએમ એટલે કે આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજ્યના 20 તાલુકામાં એક એમએમથી લઈને 8 એમએમ સુધી વરસાદ નોંધાયો હતો.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.
NEET પેપર લીક મામલે EOU સોંપ્યો રિપોર્ટ..
NEET પરીક્ષાને લઈ વિવાદ દિવસેને દિવસે વધાતો જાય છે. ત્યારે દિવસે દિવસે NEET પરીક્ષા કૌભાંડને લઈ નવા નવા પાસા ખુલતા હોય છે. ફરી એક વખત NEET પરીક્ષાને લઈ નવા ખુલાસા થયા છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU)ની ટીમે NEET પેપર લીકને લઈ તપાસ શરૂ કરી હતી. આ તપાસના 21 જૂન સુધીના તમામ રિપોર્ટો તેન્દ્રય શિક્ષણ મંત્રાલયને સોંપ્યા છે. રિપોર્ટમાં પુરાવા અને તથ્યો તેમજ આરોપીઓના કબૂલાતના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલા બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે (EOU) શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો છે. તેમાં બળી ગયેલ NEET UG પ્રશ્નપત્ર-પુસ્તિકા નંબર સાથે રિપોર્ટમાં રાખવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ પોસ્ટ ડેટેડ ચેકનો ઉલ્લેખ, પેપર લીક માફિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોબાઈલ ફોન, પૈસાની લેવડદેવડ અંગેના પુરાવા અને તેમજ પ્રશ્નપત્ર અને ઉત્તરવહી ઉપલબ્ધ કરાવવામાં આવેલા તમામ સ્થળોની માહિતી પણ રિપોર્ટમાં દર્શાવવામાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મૂળ NEET પ્રશ્નપત્રો અને મળેલા જવાબના દસ્તાવેજો વચ્ચે સાચો મેળ જોવા મળ્યો છે. EOUના રિપોર્ટના આધારે આગળનો નિર્ણય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે.
કેન્દ્રી શિક્ષણ મંત્રાલયમાં સોંપવામાં આવેલા રિપોર્ટમાં 13 આરોપીઓના નિવેદનોની નકલ પર આપવામાં આવી છે. આ રિપોર્ટમાં 4 આરોપી ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. EOUએ પેપર લીક કરનાર સંજીવ મુખિયાની ધરપકડ કરવા માટે દરોડા પાડ્યા છે. પટના, નાલંદા, ગયા અને નવાદા જિલ્લાની પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. નગરનૌસાના શાહપુર સ્થિત સંજીવ મુખિયાના પૈતૃક ગામમાં પણ પોલીસના દરોડા પડ્યા છે. પોલીસ સંજીવ મુખિયા સામે જપ્તી અને જાહેરાતની પ્રક્રિયા પર પણ આગળ વધશે. કોર્ટમાંથી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળની કાર્યવાહી માટે તૈયારીઓ કરવામાં આવી હતી. EOU દ્વારા સંજીવ મુખિયાના ઘણા નજીકના સંબંધીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે.
ભોજનમાં અખાદ્ય ચીજ-વસ્તુઓ નીકળે તો ક્યાં ફરિયાદ કરવી?
છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ રાજ્યમાંથી લોકોને તેમની ખાદ્ય ચીજોમાં જંતુઓ, બ્લેડ, સાપ અને એક કાપેલી માનવીની આંગળી પણ મળી આવી છે.

ચોકલેટમાં ઉંદર, રસમાં વંદો, ચિપ્સમાં દેડકા… આ લિસ્ટ હજુ તો ખુબ જ લાંબુ છે. લોકોના ખાદ્ય પદાર્થોમાં આવી વસ્તુઓ નીકળવાનું પ્રમાણ વધી રહ્યું છે. જો ભૂલેચૂકેય એ ખવાઇ જાય તો? કલ્પના જ ગભરાવી મૂકે એવી છે!
સવાલ એ છે કે, ગ્રાહક તરીકે લોકોએ આવું થાય ત્યારે શું કરવું?
આ જ મુદ્દે ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં આ વખતે વાત કરીએ ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડૉ. હેમંત કોશિયા સાથે…
ચિત્રલેખા.કોમઃ કોઈ વ્યક્તિના જમવામાંથી અખાદ્ય ચીજ-વસ્તુ મળી આવે તો તેણે ક્યાં અને કઈ રીતે ફરિયાદ કરવાની રહે છે?
ડો. હેમંત કોશિયા: જો કોઇ વ્યક્તિના જમવામાંથી અખાદ્ય ચીજ-વસ્તુ મળી આવે તો વ્યક્તિ દ્વારા તેના સજ્જડ પુરાવા આપી, તેની ફરિયાદ નજીકની મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો જિલ્લાની ફૂડ વિભાગની કચેરીમાં કરી શકાય છે. વધુમાં, ગ્રાહક તેમની ફરિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના રાજ્યકક્ષાના હેલ્પડેસ્ક નંબર 14435, 9099012166, 9099013116 અથવા 1800 233 5500 અથવા helpdesk.fdca@gmail.com પર ઇમેઇલ દ્વારા પણ નોંધાવી શકે છે.
આ પ્રકારના કિસ્સાઓ સામે આવે ત્યારે જે તે વ્યક્તિ કે કંપની સામે ક્યા પ્રકારના પગલાં લેવાય છે?
જો હોટલ અથવા તો રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન દરમ્યાન કોઈ ચૂક જોવા મળે તો ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી, લાઈસન્સ સસ્પેન્ડ તથા જાહેર જનતાના હિતમાં કેસના મેરીટના આધારે લાઈસન્સ રદ્દ કરવા સુધીનાં પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત, કાયદાકિય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડિકેટીંગ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ છે.
જે લોકો ફોલ્ટમાં આવે છે તેમની સામે કડક કાર્યવાહીની જોગવાઈ ખરી?
જવાબ: તેમની સામે કાયદાકિય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડીકેટીંગ કાર્યવાહી તથા કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.
આ પ્રકારના બનાવો ન બને એ માટે વિભાગ શું કામગીરી કરે છે?
જવાબ: વિભાગ દ્વારા સતત ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તથા સર્વેલન્સ તથા એન્ફોર્સમનેટ નમૂનાઓ લેવામાં આવે છે તેમજ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સતત ફરતી રહે છે. તેના દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ તથા જાગૃતિ તેમજ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત, વિભાગ દ્વારા પ્રોએક્ટિવલી કામ કામ કરીને FSSAI દ્વારા માન્ય થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ઇન્સ્પેકશન કરી ૧૫,૦૦૦થી વધુ હોટલ/રેસ્ટોરન્ટને હાયજીન રેટિંગ આપવામાં આવેલ છે.
સેમ્પલ લીધા બાદ લાંબા સમયે તેનો રિપોર્ટ આવે છે તે કેટલું યોગ્ય?
જવાબ: નિયમ મુજબ સેમ્પલ લેબમાં પહોંચ્યા બાદ કાયદા હેઠળ 14 વર્કિંગ દિવસમાં ખોરાકના સેમ્પલનું પરીક્ષણ કરવાની જોગવાઈ છે. આમ છતાં કોઈ કિસ્સામાં વિલંબ થાય તો તે વિલંબિત રિપોર્ટના કારણો એનાલીસ્ટને જણાવવાના રહે છે. હાલમાં ઉપલબ્ધ સ્ટાફ દ્વારા ૧૦,૦૦૦ રેગ્યુલર અને ૪૦,૦૦૦ જેટલા સર્વેલન્સ નમૂના લેવામાં આવે છે. જેનું પૃથ્થકરણ રાજ્યમાં આવેલી ૬ ખોરાકની પ્રયોગશાળામાં કરવામાં આવે છે. તથા FSSAIની પ્રાઇવેટ લેબોરેટરીની પણ મદદ લેવામાં આવે છે. અસુરક્ષિત ખોરાકથી નાગરિકોના રક્ષણ માટે ૨૨ ફૂડ સેફટી ઓન વહીલ્સ કાર્યરત છે. જે સ્થળ પર જ નમૂનાનું ટેસ્ટીંગ કરે છે. તેમાં જો કોઈ ભેળસેળ માલુમ પડે તો તરત જ તેના લીગલ નમૂના લઇ બાકીનો જથ્થો જપ્ત/નાશ કરવામાં આવે છે, જેના ભાગરૂપે છેલ્લા વર્ષ માં આશરે ૪૧૫ ટન જથ્થો જપ્ત/નાશ કરવામાં આવેલ છે જેની અંદાજીત કિંમત આશરે દસ કરોડ થવા જાય છે.

બેદરકારીથી કોઈના જીવને જોખમ થાય તો કેવાં પ્રકારના પગલાં લેવામાં આવે?
જવાબ: બેદરકારીથી કોઈ ના જીવ ને જોખમ થાય એટલે કે અનસેફના કિસ્સામાં જે તે વ્યક્તિ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે છે. જે હેઠળ આ કાયદાની કલમ-59 હેઠળ ત્રણ મહિનાથી આજીવન કેદની તથા ત્રણ લાખના દંડથી દસ લાખના દંડની જોગવાઈ છે. આવા અંદાજીત ૬૦૦ ફોજદારી કેસ નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે.
હોટલ-રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે ફૂડની ગુણવત્તાની ચકાસણી ગ્રાહક કરી શકે? કઈ રીતે?
જવાબ: ગ્રાહક દ્વારા હોટલ/રેસ્ટોરન્ટમાં જમવા જતી વખતે ખોરાકની ગુણવત્તાની ચકાસણી નથી કરી શકાતી, પરંતુ ગ્રાહક દ્વારા જમવા જતા પહેલા હોટલ/રેસ્ટોરન્ટનું લાયસન્સ/રજીસ્ટ્રેશન તથા હાઇજીન રેટિંગનું સર્ટિફિકેટ દર્શાવેલ છે કે કેમ તે જોવું જોઈએ. આ ઉપરાંત, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હોટલ/રેસ્ટોરન્ટ ને રસોડું ખુલ્લું/ટ્રાન્સપરન્ટ (ગ્રાહક દ્વારા જોઈ શકાય તેવી રીતે) રાખવા માટે જણાવેલ છે જે મુજબ ગ્રાહક દ્વારા પણ તે જોઈને વ્યવસ્થિત અને સ્વચ્છ હોટલ/રેસ્ટોરન્ટમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમ છતાં ગ્રાહકને પીરસવામાં આવતું ભોજનને પ્રાથમિક દ્રષ્ટિએ સ્વાદ, ગંધ તથા દેખાવ થી ચકાસી જો કોઈપણ પ્રકારે ગુણવત્તામાં શંકા જાય તો ગ્રાહક ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની મ્યુનિસિપલ કોર્પોરેશન/જિલ્લાની કચેરીમાં ફરિયાદ કરી શકે છે.
વિભાગ આ બનાવો રોકવા માટે શું કરી રહ્યું છે?
જવાબ: વિભાગ દ્વારા તમામ હોટલ/રેસ્ટોરાન્ટમાં સતત ઇન્સ્પેક્શન તથા સર્વેલન્સ તથા એન્ફોર્સમનેટ નમૂનાઓ લેવામાં આવે છે તેમજ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ સતત ફરતી રહે છે તેના દ્વારા સ્થળ પર ટેસ્ટિંગ તથા જાગૃત્તિ તેમજ તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત જો હોટલ/રેસ્ટોરન્ટમાં ઇન્સ્પેક્શન દરમ્યાન કોઈ ચૂક જોવા મળે તો ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપી તથા લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં લેવામાં આવે છે. આ ઉપરાંત, કાયદાકીય જોગવાઈના ભંગ બદલ જવાબદારો સામે એડ્જ્યુડીકેટીંગ કાર્યવાહી તથા કોર્ટ કાર્યવાહી કરવામાં આવે છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
સુરત: “સ્વ અને સમાજ માટે યોગ” થીમને ધ્યાનમાં લઈ અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચોર્યાસી તાલુકાના ભટલાઈ કૉમ્યુનિટી હૉલ ખાતે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર દરેક વ્યક્તિ યોગ્ય પદ્ધતિ જાણી સમજીને પ્રાણાયામ અને યોગ કરે, જે તેમના શરીર તેમજ મનની તંદુરસ્તી માટે ઉપયોગી સાબિત થાય.

અદાણી ફાઉન્ડેશન દ્વારા યોગ શિક્ષક ઉર્વશીબેન અનિલભાઈ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ ભટલાઇ અને આસપાસના લોકો અને વિદ્યાર્થીઓ સાથે યોગનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચોર્યાસી તાલુકા પંચાયત પ્રમુખ- તૃપ્તિબેન પ્રવીણભાઈ પટેલ, સરપંચ નર્મદાબેન છોટુભાઈ પટેલ (ભટલાઇ), ઉપસરપંચ, છોટુભાઈ પટેલ (ભટલાઇ), માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વસંતીબેન સુરેશભાઇ પટેલ, તાલુકા સભ્ય, ધર્મિષ્ઠબેન પટેલ, આશાવર્કર બહેનો, ભટલાઇ ગુજરાતી શાળાના બાળકો તથા શિક્ષકો તેમજ સખી મંડળના બહેનોએ કાર્યક્રમમાં ભાગ લઈ પ્રાણાયમ અને યોગની તાલીમ લીધી હતી.




ખરેખર કારીગરથી અજાણતા ખોવાયો કે પછી તેણે કોઇ કારીગરી કરી? આમ તો મુનીરની નજર સીસીટીવીથી ય શાર્પ હતી, પણ તો ય 75 હજારની કિંમતનો આ હીરો ક્યાં ગયો એની કોઇને ખબર ન પડી.