Home Blog Page 1677

અંબાણી પરિવારનો આવો ડાન્સ તમે ક્યારેય નહીં જોયો હોય, જુઓ વીડિયો

મુંબઈ: શુક્રવારે સાંજે પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ તેમના પરિવાર સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ના લોકપ્રિય ગીત ‘દીવાનગી દીવાનગી’ સમગ્ર પરિવાર ઝૂમ્યો હતો. આનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીએ પર્ફોર્મન્સ દરમિયાન ભરતનાટ્યમની ઝલક પણ બતાવી અને અંબાણી પરિવાર સાથે દિલથી ડાન્સ કર્યો. ગુલાબી લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. જ્યારે મુકેશ અંબાણી નેવી બ્લુ કુર્તા પાયજામા અને મેચિંગ જેકેટમાં એકદમ શાનદાર લાગતા હતા. અનંત-રાધિકા પણ આ લોકપ્રિય બોલિવૂડ ટ્રેક પર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

અંબાણી પરિવારે અનંત-રાધિકાના સંગીત પર ડાન્સ કર્યો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી સાથે ઈશા અંબાણી, આનંદ પીરામલ, આકાશ અંબાણી અને શ્લોકા મહેતા સ્ટેજ પર ‘દીવાનગી દીવાનગી’માં ફિલ્મી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અનંત અને રાધિકાના સંગીત સમારોહમાં સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

અનંત-રાધિકાની લગ્ન પહેલાની ઉજવણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી બુધવારે મુંબઈમાં અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે મામેરુ સમારોહ સાથે શરૂ થઈ હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળ્યા હતા અને તેમને તેમના પુત્રના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. અગાઉ અનંતે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને અજય દેવગનને પોતાના લગ્નમાં અંગત રીતે આમંત્રણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

આ દિવસે અનંત-રાધિકા સાત ફેરા લેશે

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સ્થાપક નીતા અંબાણી પહેલા કાશી વિશ્વનાથ મંદિર ગયા અને ભગવાનને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું આમંત્રણ કાર્ડ અર્પણ કર્યું અને તેમના આશીર્વાદ માંગ્યા હતા. તમને જણાવી દઈએ કે આ ઉજવણી શુક્રવાર, 12 જુલાઈથી શરૂ થશે અને 14 જુલાઈ સુધી ચાલશે.

રાજ્યમાં 22.62% થઈ મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ થયો..

રાજ્યમાં મેઘારાજા જમાવટ લીધી છે. ત્યારે આગામી ચાર દિવસ માટે હવામાન વિભાગે સામાન્યથી ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાય શકે છે. તો બીજી બાજું માછીમારોને દરિયો ન ખેડવા પણ અપિલ કરવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી, વલસાડ સહિતમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે પણ નવસારીમાં હાલ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તેમજ

આજે સવારે જાફરાબાદના દરિયા કાંઠે ભારે કરંટ જોવા મળ્યો હતો. રાજ્યમાં આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સોથી વધુ ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ડાંગ, સાપુતારા વિસ્તારમાં ઝરણા અને ધોધ વહેતા થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે.દક્ષિણ ગુજરાતમાં સતત બે દિવસથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે નવસારીના રસ્તા પર ખાડા પડેલા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાની દયનિય હાલતથી તંત્રની પ્રિમોન્સુન કામગીર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આજે સવારે નવસારી ઉપરાંત ધરમપુર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. સવારે 2 કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 16 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ધરમપુરમાં 25 MM, ગણદેવીમાં 18 MM, પારડીમાં 16 MM અને વાઘઈમાં 11 MM સહિત અન્ય તાલુકામાં પણ હળવો વરસાદ વરસ્યો છે. નવસારીમાં 2.58 ઈંચ, જલાલપોરમાં 2.16 ઈંચ, ગણદેવીમાં 1.87 ઈંચ, ચીખલીમાં 2.95 ઈંચ, ખેરગામમાં 4.62 ઈંચ, વાંસદામાં 4.75 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 22.62 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 30.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 14.98 ટકા વરસાદ નોંધાયો છે.

ઊલટફેરઃ ઇરાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા મસૂદ પેજેશકિયાન

તહેરાન: ઇરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે. સુધારાવાદી ઉમેદવાર મસૂદ પેઝેશકિયાને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે કટ્ટરપંથી સઈદ જલીલીને મોટા અંતરથી હરાવ્યા છે. પેજેશકિયાને જલીલીને 28 લાખ મતોના અંતરથી હરાવ્યા હતા. તેઓ વ્યવસાયે હાર્ટ સર્જન પણ છે. આ ચૂંટણીમાં તેમણે ઇરાનને પશ્ચિમી દેશોથી જોડવાનું વચન આપ્યું હતું, જે દાયકાઓથી અમેરિકી નેતૃત્વની સાથે સંઘર્ષમાં છે.

આ ચૂંટણીમાં સુધારાવાદી નેતા પેજેશકિયાનને 16.3 મિલિયન મત પડ્યા હતા, જ્યારે હાઇલાઇનર એટલે કે કટ્ટરપંથી એટલે કે કટ્ટરપંથી ઉમેદવાર સઇદ જલીલીને 13.5 મિલિયન મતો મળ્યા હતા. મત ગણતરી દરમ્યાન તેમના ટેકેદારો રસ્તા પર ઉજવણી કરવા માટે ઉતરી આવ્યા હતા.

તેમના દ્વારા દેશમાં ફરજિયાત હિજાબ પહેરવાનો કાયદો હળવો કરવામાં આવશે. હિજાબ અને હેડસ્કાર્ફ બાબતે ઇરાનમાં તાજેતરમાં ઘણાં પ્રદર્શનો થયાં છે. પેઝેશકિયાને તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન શિયા ધર્મશાહીમાં કોઈ ફેરફારનું વચન આપ્યું ન હતું. તેમનું માનવું છે કે દેશની તમામ બાબતોમાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીને અંતિમ મધ્યસ્થી નિર્ણય લેવામાં આવશે.

ભલે મસૂદ પેઝેશકિયાનને સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે, પરંતુ રાષ્ટ્રપતિ તરીકે સત્તા સાંભળ્યા બાદ તેમની સામે મોટા પડકારો છે. તેમનો સૌથી મોટો પડકાર પશ્ચિમી દેશો સાથેના સંબંધો સુધારવાનો હશે. જ્યારથી ઇરાને પરમાણુ હથિયારો મેળવવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો, ત્યારથી તેના પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગડ્યા છે. ઇરાન પર ઘણા પ્રકારના પ્રતિબંધો પણ લગાવવામાં આવ્યા છે, જેને કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.

 

 

અનંત-રાધિકાના સંગીતમાં જસ્ટિનના 14 વર્ષ જૂનાં આ ગીત પર ઝૂમ્યા મહેમાનો

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે અને તેમના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. 3જી જુલાઈના રોજ મામેરુ વિધિ બાદ 4થી જુલાઈના રોજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી શુક્રવારે એટલે કે 5મી જુલાઈના રોજ રાધિકા-અનંતનો ભવ્ય સંગીત સમારોહ યોજવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. મુંબઈના બીકેસીમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં અનંત-રાધિકાનો ભવ્ય સંગીત સમારોહ યોજાયો હતો, જેમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી. આ સંગીત સેરેમનીના વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. પોપ સ્ટાર જસ્ટિન બીબરે અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં પરફોર્મ કરી સંગતી સાંજમાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.

જસ્ટિન સ્ટેજ પર આવતાની સાથે જ અંબાણી પરિવારના મહેમાનોએ ડાન્સ કર્યો

પોપ સ્ટાર જસ્ટિન બીબરે શુક્રવારે રાત્રે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના વેડિંગ કોન્સર્ટમાં તેનું 14 વર્ષ જૂનું ગીત ‘બેબી’ ગાઈને સ્ટેજ પર ધૂમ મચાવી હતી. જસ્ટિને અંબાણી ફેમિલી ફંક્શનમાં પોતાના પાવર-પેક્ડ પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા પર મજબુર કરી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જસ્ટિને આ ગીતો રાધિકા-અનંતના સંગીતમાં ગાયા

ઈવેન્ટ દરમિયાન બેબી સિવાય જસ્ટિને ‘નેવર લેટ યુ ગો’, ‘લવ યોરસેલ્ફ’, ‘પીચીસ’, ‘બોયફ્રેન્ડ’, ‘સોરી’ અને ‘વ્હેર આર યુ નાઉ’ જેવા ફેમસ ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સેલિબ્રિટી પાપારાઝી વિરલ ભાયાની દ્વારા શેર કરવામાં આવેલ વિડિયોમાં, જસ્ટિન સંગીત સેરેમનીમાં વ્હેર આર યુ નાઉ ગાતો પણ જોવા મળ્યો હતો, જેમાં અંબાણી પરિવારના કાર્યક્રમમાં મહેમાનો પોતાને ડાન્સ કરવાથી રોકી શક્યા ન હતા. આ દરમિયાન જસ્ટિન સ્ટેજ પર એક છોકરીને ગળે લગાવે છે, જેના પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે.

જસ્ટિન રેર ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત

અહીં ઉલ્લેખનીય છે કે કેટલાક ખાનગી સમારંભો સિવાય જસ્ટિને લગભગ એક વર્ષથી જાહેરમાં વધુ પ્રદર્શન કર્યું નથી. લગભગ એક વર્ષ પહેલા જસ્ટિનને ‘રામસે હન્ટ સિન્ડ્રોમ’ નામની એક દુર્લભ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરથી અસર થઈ હતી, જેના કારણે તેના ચહેરા પર પણ અસર થઈ હતી. આ રોગથી પ્રભાવિત થયા પછી તેણે પોતાનો વિશ્વ પ્રવાસ રદ કર્યો હતો. આવી સ્થિતિમાં બીબરના તે ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે, જેઓ લગભગ એક વર્ષથી સ્ટેજ પર તેના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આ સ્ટાર્સ અનંત-રાધિકાના સંગીતમાં પહોંચ્યા હતા

અનંત અને રાધિકાના સંગીત સમારોહ વિશે વાત કરીએ તો તે એક સ્ટાર સ્ટડેડ ઇવેન્ટ હતી જેમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાન, વિકી કૌશલ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, એમએસ ધોની-સાક્ષી ધોની, હાર્દિક પંડ્યા, આલિયા ભટ્ટ અને ઘણા સ્ટાર્સ સામેલ હતા. રણબીર કપૂર, માનુષી છિલ્લર, દિશા પટણી, રકુલ પ્રીત સિંહ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, એટલી કુમારે હાજરી આપી હતી.

ગુલકંદ – ૦૬ જુલાઈ, ૨૦૨૪

છીબા ઢોકળી

પાંચ મિનિટમાં બની જતો પારંપરિક નાસ્તો એટલે છીબા ઢોકળી! અચાનક ભૂખ લાગે ત્યારે કે પછી બાળકોને માટે પણ તાત્કાલિક તૈયાર કરી આપવો હોય તો ઈન્સ્ટન્ટ બની જાય છે, આ સ્વાદિષ્ટ નાસ્તો!

સામગ્રીઃ

  • ચણાનો લોટ 1 કપ
  • લીલા મરચાં-આદુની પેસ્ટ 2 ટી.સ્પૂન
  • મેથીયો મસાલો (અથાણાં માટે વાપરીએ તે)
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • હીંગ ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • પાણી અડધો કપ
  • સાકર ½ ટી.સ્પૂન (optional)

વઘાર માટેઃ

  • તેલ 1 ટે.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • તલ 1 ટી.સ્પૂન
  • સમારેલી કોથમીર

રીતઃ  ઢોકળા બાફીએ તેવી રીતે એક કઢાઈ અથવા ઉંડું પેન જેવું વાસણ લઈ તેમાં પાણી ઉકળવા મૂકો. થાળી અંદર ન જાય પણ વાસણ ઉપર ઉંધી રહી શકે તેવું વાસણ લેવું કારણ કે, થાળીને તેની ઉપર ઉંધી મૂકવાની છે.

એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હળદર, હીંગ, સ્વાદ મુજબ મીઠું, મરચાં-આદુની પેસ્ટ, લીંબુનો રસ, કસૂરી મેથીને હાથેથી ચોળીને નાખીને અડધો કપ જેટલું પાણી નાખીને નહીં પાતળું કે ના જાડું એવું ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. તેમાં 1 ટી.સ્પૂન તેલ પણ ઉમેરી દો. આ ખીરું ચમચામાં લઈને રેડો તો તરત પડવું ના જોઈએ તેવું ઘટ્ટ હોવું જોઈએ.

એક થાળી લો. ઢોકળીના ખીરામાંથી એક ચમચો ખીરું લઈ થાળીમાં પાથરો અને એક તવેથા અથવા સ્પેટુલા વડે તેનું એકદમ પાતળું થર પાથરી લો. આ ખીરુ તમે છીબાંની અંદરની બાજુએ કાંઠા છોડીને લગાડી શકો છો અને તપેલી પર ઢાંકીને ઢોકળી બાફી શકો છો.

ઢોકળી બાફવા માટેનું પાણી ઉકળે એટલે તેની ઉપર આ થાળી ઉંધી મૂકી દો. 3-4 મિનિટ બાદ આ થાળી તૈયાર થઈ ગઈ હશે. તેને ઉતારી લો અને એ જ રીતે બીજી થાળી મૂકી દો.

થાળી ઉતારીને તેની ઉપર અથાણાંનો મેથિયો મસાલો ચારેકોર ભભરાવી દો. એકાદ મિનિટ બાદ ચપ્પૂ વડે લાંબી સ્ટ્રીપ જેવા કાપા પાડો અને તવેથા વડે તેને કાઢી લો. આ સ્ટ્રીપ એક મોટી થાળીમાં ઠાલવી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડાવી, તલ ઉમેરીને ગેસ બંધ કરી દો અને આ વઘાર ઢોકળી ઉપર રેડી દો. ઉપર સમારેલી કોથમીર ભભરાવી દો.

૦૬ જુલાઈ, ૨૦૨૪

અભિજીતે સલમાન માટે ગોવિંદાનું ગીત ગાયું 

ગાયક અભિજીતે સલમાન ખાન અને ગોવિંદા માટે અનેક ફિલ્મોમાં ગીતો ગાયા છે. પણ એક વખત એવું બન્યું હતું કે જે ગીત ગોવિંદાનું માન્યું હતું એના પર સલમાને ડાન્સ કર્યો હતો. ડેવિડ ધવન નિર્દેશિત ફિલ્મ ‘જુડવા’ (૧૯૯૭) બની રહી હતી એમાં સલમાન અને ગોવિંદા કામ કરી રહ્યા હતા. ફિલ્મ માટે એકથી વધુ સંગીતકારો રાખવામાં આવ્યા હતા. અનુ મલિકે ‘ટન ટના ટન ટન ટન તારા, ચલતી હૈ ક્યા નૌ સે બારહ’ નું સંગીત તૈયાર કર્યું હતું. આ ગીત ગાવા માટે અભિજીતને બોલાવ્યો હતો.

એક મુલાકાતમાં એ કિસ્સાને યાદ કરતાં અભિજીતે કહ્યું છે કે તેને અનુ મલિકનો ફોન આવ્યો કે ડેવિડ ધવનની એક ફિલ્મનું ગીત ગાવાનું છે. તું સહારા સ્ટુડિયોમાં આવી જા. અનુને વિશ્વાસ હતો એટલે ક્યારેય અભિજીતને રિહર્સલ માટે બોલાવતા ન હતા. એ આવે એટલે ગીત વાંચવા આપીને ગાવા માટે કહેતા હતા. અભિજીત પહોંચ્યો ત્યારે ડેવિડ ધવન ત્યાં ન હતા. ગીતકાર દેવ કોહલીએ ગીત લખીને એને આપી દીધું. અભિજીતે જાણ્યું હતું કે ફિલ્મ ડેવિડ ધવનની છે. અને ત્યારે ડેવિડ ધવન ગોવિંદા સિવાય ફિલ્મ બનાવતા ન હતા.

અભિજીતે એમ માની લીધું કે આ ગીત ગોવિંદા પર ફિલ્માવવામાં આવનાર છે. અભિજીતને કોઈએ કહ્યું ન હતું કે આ ગીત સલમાન ખાન માટે ગાવાનું છે. એ સમય પર અભિજીત વધુ કામ કરતો હતો અને એકથી બીજા સ્ટુડિયોમાં ગાવા માટે જતો રહેતો હતો એટલે વ્યસ્તતામાં એ પણ પૂછવાનું ભૂલી ગયો કે કોના પર ગીત ફિલ્માવવામાં આવશે. અભિજીતે ગોવિંદાને ધ્યાનમાં રાખીને જ આખું ગીત ગાયું. ગીત જ એવું હતું કે સલમાનનો વિચાર કરી શકાય એમ ન હતો. ‘મૂડ કે દેખ મુઝે દોબારા… હેય..’ જેવી પંક્તિમાં હરકતો પણ ગીતમાં ગોવિંદાની કલ્પના કરીને જ લીધી હતી.

અભિજીત માઇક પર ગીત ગાતી વખતે ગોવિંદાની જેમ નાચી પણ રહ્યો હતો. ત્યારે રેકોર્ડિસ્ટે કહ્યું પણ ખરું કે તમે ગોવિંદાની જેમ કેમ નાચો છો? કેમકે એને ખબર હતી પણ અભિજીતને એ વાતની ખબર ન હતી કે ગીત સલમાન પર ફિલ્માવવાનું છે. અભિજીતનું માનવું છે કે ‘ટન ટના ટન ટન ટન તારા’ ગીતનું ફિલ્માંકન જોયા પછી ખ્યાલ આવ્યો કે એ ગીતમાં કોરિયોગ્રાફરે ચહેરાના હાવભાવ પર ધ્યાન આપવાને બદલે ડાન્સ પર જ જોર રાખ્યું હતું. અભિજીતે ગાયન ગાતી વખતે જે અભિનય કર્યો હતો એ ફિલ્માંકનમાં બતાવવામાં આવ્યો નહીં. અભિજીતનું કહેવું છે કે આ ગીતને ગૃપ ડાન્સ આધારિત બનાવી દેવામાં આવ્યું હતું. એટલે લોકોને ખબર જ ના પડી કે સલમાન નહીં ગોવિંદાને ધ્યાનમાં રાખીને ગાયું હતું.

રાશિ ભવિષ્ય 06/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે

પંચાંગ 06/07/2024