Home Blog Page 1662

CM કેજરીવાલને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે આ કેસને ત્રણ જજોવાળી બેન્ચને મોકલી દેવામાં આવ્યો છે.  હવે આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરશે.

CM કેજરીવાલે ED દ્વારા ધરપકડને સુપ્રીમ કોર્ટે અરજી દ્વારા પડકારી હતી. જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કેસને મોટી બેન્ચની પાસે મોકલવાનો આદેશ આપતાં સુનાવણી સુધી કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે.

જોકે કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. હાલમાં તેઓ CBI કસ્ટડીમાં છે, પરંતુ ED કેસમાં તેમને વચગાળાના જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે. જેથી આપ પાર્ટીએ CBI પર હુમલો કરતાં કહ્યું છે કે CM કેજરીવાલને છૂટતા અટકાવવા માટે જ CBIએ તેમની જેલમાંથી ધરપકડ કરી છે.પાર્ટીએ કહ્યું હતું કે કેજરીવાલને CBIને કારણે જેલમાં બંધ છે.

CM કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં. કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું હતું કે 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં CBI કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જોકે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.

કોર્ટે શું કહ્યું?

કેજરીવાલને વચગાળાના જામીન આપતાં કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના CM 90 દિવસથી વધુ સમયથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.

કોર્ટે કહ્યું હતું કે અમે જામીનના સવાલની તપાસ કરી નથી, પરંતુ PMLAની કલમ 19ના માપદંડોની તપાસ કરી છે. દેશમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 EDને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીને કારણ આપવાનું હોય છે.

અનંત અંબાણીના લગ્ન પહેલા પ્રિયંકાએ સેલિબ્રેટ કર્યો ભાઈ સિદ્ધાર્થનો બર્થડે

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે પ્રિયંકા ચોપરા આજે નિક જોનાસ સાથે મુંબઈ આવી પહોંચી છે. જોકે, તે પહેલા પ્રિયંકા અને નિક અન્ય સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. અભિનેત્રીના ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ એક પ્રાઈવેટ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં તેના મિત્રો અને ભાઈ-બહેનો સારો સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આ ફોટોમાં નિક જોનાસ અને મનારા ચોપરા પણ જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરાએ તેના પતિ સાથે ભાઈનો જન્મદિવસ ઉજવ્યો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં પ્રખ્યાત ડિઝાઇનર રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલા સુંદર ગાઉનમાં ખુબસુરત લાગી રહી હતી. તેની બાજુમાં ઊભેલો નિક બ્લેક શર્ટ અને ટ્રાઉઝરમાં એકદમ સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. બંને સિદ્ધાર્થ ચોપરાની બર્થડે પાર્ટીમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.

તસવીરમાં આ વ્યક્તિની ઝલક જોવા મળી હતી

સિદ્ધાર્થ ચોપરા 35 વર્ષનો થયો છે અને તેની બહેન પ્રિયંકા તેની ખાસ ઉજવણીનો ભાગ બનવા મુંબઈ પહોંચી ગઈ છે. પ્રિયંકા અને નિક ઉપરાંત મન્નરા ચોપરા પણ પાર્ટીની એક તસવીરમાં જોવા મળી હતી જે હવે વાયરલ થઈ રહી છે. પાર્ટીમાં સિદ્ધાર્થની મંગેતર નીલમ ઉપાધ્યાયે પણ હાજરી આપી હતી. સિદ્ધાર્થે બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ પહેર્યા હતા જ્યારે નીલમ અને મન્નરાએ બ્લેક આઉટફિટ પહેર્યા હતા.

પ્રિયંકા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચ્યા

પ્રિયંકા અને નિક હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ બનવાની તૈયારી કરી રહ્યા છે. તે ઘણીવાર તેના પતિ સાથે તેની ઇવેન્ટ્સ અને ફંક્શન્સમાં જોવા મળે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ શુભ લગ્ન વિધિ સાથે શરૂ થશે. ડ્રેસ કોડ ભારતીય પરંપરાગત છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૨ જુલાઈ, ૨૦૨૪

Chitralekha Gujarati – 22 July, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

ભયનું કારણ છે અસત્ય અને પોતાનાપણાની ભાવના

ભયને સમાપ્ત કરવા માટે મનુષ્ય અનેક પ્રકારની દવાઓ, મંત્રતંત્ર વિગેરેનો સહારો લે છે. પરંતુ આ પ્રયત્નોથી ભયનું મૂળ સમાપ્ત નથી થતું. ભયનું મૂળ કારણ મનુષ્યનું પોતાના અંગે અજ્ઞાન છે. હું શુદ્ધ આત્મા પરમાત્માની સંતાન છું એ જ્ઞાનના અભાવમાં મનુષ્ય પોતાને પ્રકૃતિનું પૂતળું સમજે છે. આ પૂતળાના નાશ પામવાના, શરીરના સંબંધીઓ થી અલગ થવાના, શરીરના આરામ માટે વસાવેલ સાધનોના નષ્ટ થવાના ભયથી ભરેલો રહે છે. મૃત્યુ સમય તથા મૃત્યુ પછી મળનાર કર્મોની સજાઓનો ભય પણ તેને સતાવે છે. દેહ અભિમાન વશ આત્મા જે કાર્ય કરે છે તેના સંસ્કાર શરીર છોડ્યા બાદ પણ આત્મામાં રહે છે. ભયના સંસ્કાર પણ હોય છે જે કોઈ પરિસ્થિતિના કારણે બનેલ હોય છે.

સમ્મોહન ક્રિયા દ્વારા મનુષ્ય આત્માઓ ઉપર પ્રયોગ કરીને એ તારણ નીકળ્યું કે જો કોઈ વ્યક્તિને આ જન્મમાં કોઈ વિશેષ પરિસ્થિતિ કે વ્યક્તિનો ડર લાગતો હોય તો તે તેના પૂર્વ જન્મની કોઈ ભય ઉત્પન્ન કરવા વાળી ઘટનાની અસર સંસ્કાર રૂપમાં આ જન્મ સુધી પણ ચાલી આવે છે. ઉદાહરણ રૂપે એક બાળકને ગાડીમાં બેસવાથી ભય લાગતો હતો. સમ્મોહન ક્રિયા દ્વારા એ તારણ નીકળ્યું કે તે બાળક ગયા જન્મમાં કાર અકસ્માત દ્વારા મૃત્યુ પામેલ હતો. દીવાસળી સળગાવતી વખતે ભયનૉ અનુભવ કરનાર બહેનનું મૃત્યુ પૂર્વ જન્મમાં આગ દ્વારા થયું હતું. એક બાળક થોડા અવાજથી પણ ડરી જતો હતો. સંમોહન વિદ્યા દ્વારા જાણવા મળ્યું કે પૂર્વ જન્મમાં તે એક કડક સ્વભાવના માલિકના ઘોડાની સંભાળ રાખતો હતો. માલિકના બુટની થોડી સરખી અવાજ પણ તેને ખૂબ ડરાવની લાગતી હતી. તે ભયના સંસ્કાર આ જન્મમાં પણ તેને હેરાન કરી રહ્યા હતા.

જે ચીજ અથવા ઘટના મનુષ્યને ભયભીત કરે છે તે જાગૃત અવસ્થામાં તો દિલ દિમાગ પર તો અધિકાર જમાવે છે પણ પછી તે સપનામાં પણ આવે છે. ઘણીવાર સપનામાં ખુબ ભયાનક રૂપ ધારણ કરીને આવે છે. જેવી રીતે થોડો લોહીનો ડાઘો જોઈને ડરવા વાળા લોકો સપનામાં ભયાનક ખૂનનું દ્રશ્ય જોઈને મોટેથી બૂમ પાડી ઉઠે છે. આવી ઘટનાઓ વારંવાર બનવાથી મનુષ્યની મનની સ્થિતિ ભય પ્રધાન બની જાય છે. તે ભયને સામાન્ય માનવાની ભૂલ કરી બેસે છે. પરંતુ ભયએ પશુની વૃત્તિ છે. માટે જ કહેવાય છે કે ઊંઘ-આહાર-મૈથુન-ભય એ ચાર વૃત્તિઓ મનુષ્ય તથા પશુમાં એક સમાન જોવા મળે છે. આ ચારેય ઉપર વિજય પ્રાપ્ત કરવો એજ મનુષ્યને પશુથી શ્રેષ્ઠ સાબિત કરે છે.

ભયના અનેક કારણો માનું એક છે અસત્ય. અને બીજું છે મારા પણાની ભાવના. અસત્ય તથા ભય એકબીજાના પૂરક છે જ્યાં સત્ય છે ત્યાં જય છે અને જ્યાં અસત્ય છે ત્યાં ભય છે. કહેવાય છે કે અસત્યના પગ નથી હોતા. પગ તો શું તેનું અસ્તિત્વ જ નથી હોતું. મનની કમજોરીના કારણે સત્યના બદલે જ્યારે બનાવટી રીતે બનાવવામાં આવેલ વાતને સત્ય સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો તેમાં સફળતા મળતી નથી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

રાશિ ભવિષ્ય 12/07/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

પંચાંગ 12/07/2024

કોવિડ દરમિયાન કેમ્પસમાં ઉજવેલી દિવાળી હંમેશા યાદ રહેશે

ગાંધીનગર: કોવિડનો સમય દરેક વ્યક્તિ માટે અઘરો રહ્યો છે. ખાસ કરીને ખુબ જ મહેનત કરીને IIT જેવી સંસ્થામાં જવાનું તમારૂં સપનું પૂરું થયું હોય ત્યારે. બીજી જ ક્ષણે તમને ખબર પડે કે તમને પ્રવેશ તો મળી ગયો છે પરંતુ તમે તમારી ડ્રીમ કોલેજમાં જઈ નહીં શકો ત્યારે. આવું જ કંઈક ચાર વર્ષ પહેલાં કેટલાંય વિદ્યાર્થી સાથે થયું હતું. કોવિડના સમયમાં લોકડાઉન આવતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન એક વર્ષ કરતાં વધારે સમય સુધી અભ્યાસ કરવો પડ્યો હતો. હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર તેની આગામી બેંચના વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલાં નજર કરીએ 2024માં પાસ આઉટ થઈ રહેલાં વરદ સરદેશપાંડેની સંસ્થામાં ચાર વર્ષની સફર પર. કારણ કે વરદ કોવિડ જેવાં અઘરાં સમયમાં સંસ્થાના કલ્ચરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેમણે પોતાના બેંચના વિદાય સમારંભમાં હાલના વિદ્યાર્થીઓ સાથે કરેલ વાર્તાલાપ પર એક નજર કરીએ..

પ્રશ્ન: તમે COVID-19ના સમયમાં IIT-GNમાં પ્રવેશ મેળવ્યો હતો. આથી તમે આ દરમિયાન તમારી સામાન્ય કેમ્પસ લાઇફ ઈન્જોય કરી શક્યા નથી. તમારા માટે તે અનુભવ કેવો હતો?

વરદ સરદેશપાંડે: કોવિડ-19ની ફર્સ્ટ વેવ દરમિયાન IITમાં શરૂઆત કરવી પડકારજનક હતી. મેં નાનપણથી જ IIT જીવન જોયું છે, મારા પિતા IIT બોમ્બેમાં પ્રોફેસર હતા. પરંતુ કોવિડ સમયે વિદ્યાર્થી તરીકે કેમ્પસ જીવનનો તરત જ અનુભવ ન કરવો તે થોડુંક અજુગતું હતું. જો કે, સંસ્થાએ ધીમે-ધીમે સ્પેશિયલ કેસના આધારે વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં પ્રવેશ શરૂ કર્યો હતો. આથી અમારામાંથી કેટલાંક વિદ્યાર્થીઓ તરત જ અહીં આવ્યા હતા. જો કે અગાઉની બેચની તુલનામાં અમારી વચ્ચે વાતચીત શરૂઆતમાં ઓછી થતી હતી.

IIT-GN એ ઓનલાઈનથી ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી?

અમારા બીજા વર્ષ દરમિયાન દરેક વિદ્યાર્થીને કેમ્પસમાં બોલાવવામાં આવ્યા હતા. આથી, અમે અમારા બીજા વર્ષને જ અમારું પ્રથમ વર્ષ માનીએ છીએ. કારણ કે અમે વાસ્તવમાં એકબીજાને પ્રથમ વખત રૂબરૂ જોયા હતા. તે જ સમયે IIT-GN ના ટ્રેડમાર્ક ‘ફાઉન્ડેશન પ્રોગ્રામ’ એ અમારી અંદર સમુદાયની ભાવનાને જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રોગ્રામ દ્વારા અમને બધાંને એકબીજા સાથે ભરપૂર વાતો કરવાની તક મળી. સાથે જ અમે પોતાના ઘરે જ હોઈએ તેવો અહેસાસ પણ થયો.

ઘણાં પ્રોફેસરોનું કહેવું છે કે કોવિડ સમયે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરતાં ડરતા હતા. શું તમે પણ આવો જ અનુભવ કર્યો હતો?

હા સાચી વાત છે. શરૂઆતમાં, વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરતા અચકાતા હતા. જે મેં મારા સિનિયર્સ પાસે કેમ્પસ વિશે સાંભળેલી વાતોથી એકદમ જ અલગ વાતાવરણ હતું. જ્યારે હું મારા ફર્સ્ટ યરમાં હતો ત્યારે હું પોતે પણ મારા બેચમેટ્સ સાથે વાતચીત કરી શકતો ન હતો. જો કે સેકન્ડ યરમાં જ્યારે અમે કેમ્પસમાં આવ્યા ત્યારે અમે એકબીજા સાથે વાતો કરવામાં એટલાં મશગૂલ થઈ ગયા કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનું ભૂલી ગયા. મારા કલ્ચરલ સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમિયાન આ એક ફરિયાદ મેં જૂનિયર્સ પાસેથી સાંભળી છે કે સિનિયર્સ અમારે સાથે ઈન્ટરેક્ટ કરતા નથી.

ફરિયાદ બાદ તમે ક્યાં પ્રકારના પગલાં લીધાં?

સાંસ્કૃતિક સચિવ તરીકે, મેં એવા કાર્યક્રમો યોજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જેમાં ઓછા ટેલેન્ટની પરંતુ વધુ વાતચીત કરવા મળે. અમે ઘણા ઓપન માઈક્સ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અમારી પ્રવૃત્તિઓ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. વાસ્તવમાં હું માનતો હતો કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી કોવિડના કારણે લોકો વચ્ચે વધી ગયેલી ગેપને દૂર કરી શકાય છે. આ પ્રકારની એક્ટિવીટિથી વધુ લોકો જોડાયેલાં રહે તો કેમ્પસ લાઈફને વધુ પ્રોત્સાહન મળે છે.

તમારા આ ચાર વર્ષોમાં કોઈ એવી ઘટના કે દિવસ જે તમને જીવનભર યાદ રહેશે?

અમે આખા વર્ષ દરમિયાન એક ટીમ તરીકે 60થી વધુ ઈવેન્ટ્સનું આયોજન કર્યું. પરંતુ મારા માટે દિવાળી ખુબ જ અલગ અનુભવ રહ્યો હતો. એ સમયે અમે ખુબ જ ઓછાં લોકો કેમ્પસમાં હતા અને અમારી પાસે મર્યાદિત સંસાધનો હોવા છતાં, અમે દિવાળીને યાદગાર રીતે ઉજવવા માટે કટિબદ્ધ હતા. સામાન્ય દિવસોમાં બહારથી આવીને લોકો અમારી હોસ્ટેલને શણગારે છે. પરંતુ તે સમયે અમે ઈન્ટર કેમ્પસ ડેકોરેશન કોમ્પિટિશન રાખી હત. જેમાં વિદ્યાર્થીઓએ જ બધું કામ કરવાનું હતું. અમે કેમ્પસની સાથે-સાથે પંચાયત સર્કલને પણ રંગોળી અને રોશનીથી સજાવ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતાં લોકો પણ અમને પૂછતાં હતા કે તેઓ કેવી રીતે અમને મદદ કરી શકે છે. તે એક અદ્ભુત સમય હતો. જ્યાં કેમ્પસની અંદર રહેતાં અમારા સિવાય પણ સામાન્ય લોકો અમને મદદ કરવા માટે આતુર હતા. તે દિવાળી મારી માટે યાદગાર બની ગઈ.

તમારા મતે આ સંસ્થાનો શ્રેષ્ઠ ભાગ શું છે?

વાસ્તવમાં ઘણી વસ્તુઓ છે. IIT-GN એ ખૂબ જ લિબરલ સંસ્થા છે. વધુમાં, ફેકલ્ટી તમે જે કંઈ કરો છો તેમાં અત્યંત સહાયક છે. તમને અહીં મળેલી શૈક્ષણિક તાલીમ ખુબ જ મૂલ્યવાન છે. અહીં તમને ભણવા સિવાયની પણ ઘણી વસ્તુઓ શીખવીને એક સક્ષમ વ્યક્તિ બનાવે છે અને તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.

તમે વર્તમાન વિદ્યાર્થીઓને કંઈ કહેવા માગો છો?

ચાર વર્ષના અંતે તમારે કોઈ પસ્તાવો ન કરવો જોઈએ. તમારો એકમાત્ર હેતુ શ્રેષ્ઠ નોકરી અથવા સૌથી મૂલ્યવાન શૈક્ષણિક ડિગ્રી મેળવવા માત્રનો ન હોવો જોઈએ. પરંતુ તમારી આખી ચાર વર્ષની સફરથી તમને કંઈક શીખ્યાનો સંતોષ થવો જોઈએ.

શું ભાજપની સાથે ગઠબંધન કરશે KCRની પાર્ટી?

નવી દિલ્હીઃ તેલંગાણામાં લોકસભા ચૂંટણીએ આ વખતે કે ચંદ્રશેખરની BRSના સૂપડાં સાફ થઈ ગયાં છે. સૂપડાં સાફ થયા પછી રાજ્યમાં BRS નબળી પડી છે. હવે સમાચાર આવ્યા છે કે કે ચંદ્રશેખરની પાર્ટી કોઈ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરે એવી શક્યતા છે, ત્યારે પક્ષમાં ફરી સંચાર થયો છે.

BRS ભાજપ સાથે ગઠબંધન કરે એવી શક્યતા છે. જોકે એનું કોઈ ઔપચારિક એલાન નથી થયું, પણ BRSનું એક જૂથ અને ભાજપના કેટલાક નેતાઓ અટકળોને બળ દેવાનું કામ કરી રહ્યા છે. કેટલાક દિવસો પહેલાં ચંદ્રશેખરના પુત્ર અને નેતા ટી રામારાવ દિલ્હી આવ્યા હતા અને તેમણે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હોવાના અહેવાલ છે. એ મુલાકાતોએ ગઠબંધનની ચર્ચાને મજબૂત કરી છે, પણ પાર્ટીના કેટલાક નેતાઓ એ ગઠબંધનને આત્મઘાતી સાબિત થવાનું માની રહ્યા છે.

બીજી બાજુ, ભાજપના કેટલાક નેતાઓ તેલંગાણાને લઈને સકારાત્મક છે અને તેમને લાગે છે કે પાર્ટીનો રાજ્યમાં સારો વિસ્તાર થઈ શકે છે, કેમ કે પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં તેલંગાણામાં આઠ સીટો જીતી છે.

બીજી બાજુ ભૂતપૂર્વ લોકસભા સાંસદ બી વિનોદકુમારનું કહેવું છે કે કોઈ પણ વાતને નકારી ના શકાય. વળી, રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે.હવે હાલમાં તેલંગાણામાં એક અલગ પ્રકારનો રાજકીય મિજાજ દેખાઈ રહ્યો છે, જ્યાં જરૂર પડવા પર ગઠબંધનની કવાયત પણ દેખાઈ રહી છે અને બીજી તરફ પાર્ટીની ફરીથી બેઠા થવાના પ્રયાસ પણ જારી છે.