અમદાવાદમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સંદીપ એન.ભટ્ટેની બેચમાં ટ્રાફિકને લઈ સુનવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનવણીમાં ટ્રાફિકને લઈ હાઈકોર્ટે ટ્રાફિક પોલસનો ઉધડો લીધો હતો. ટ્રાફિકના રૂલ્સના તોડવા માટે પેરામીટરને લઈ હાઈકોર્ટે પ્રેશ્નો કર્યા હતા. હાઇકોર્ટે કહ્યું કે, “ટ્રાન્સપોર્ટ વ્હીકલ નીકળશે તો 10 પોલીસ કર્મી તેને ઘેરીને ઉભા હશે, તેનો શું પર્પસ છે? તમે ટ્રાફિક પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રાખી છે કે પછી લો એન્ફોર્સ માટે રાખો છો? લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડે.” આ ઉપરાંત હાઈકોર્ટે ટ્રાફિક ડ્રાઈવને લઈ પોલીસને પ્રશ્નો કર્યા હતા.

હાઇકોર્ટે કહ્યું કે, “લક્ઝરી બસ સીટીમાં દિવસે પણ આંટા મારે છે. નોટિફિકેશમાં રાત્રે જ શહેરમાં બસની એન્ટ્રી છે તો પછી દિવસે કેમ ફરે છે. એસટી બસ, લક્ઝરી બસ ગમે ત્યા પાર્ક થાય છે એનું પણ તમને કઇ ધ્યાનમાં આવતું નથી. કોઇ ટુ વ્હીલર પટ્ટાની બહાર ઉભુ કર્યું હશે તો તેને ત્યાંથી ઉપાડી જવાનું પણ આટલી મોટી લક્ઝરી બસ તમને દેખાતી નથી.” પબ્લિક ટ્રાસપોર્ટને લઈ પોલીસને પ્રશ્ન કરતા હાઈકોર્ટે પૂછ્યું રિક્ષા હોય, શેરિંગ જીપ ચાલે છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. છોકરાઓની વાન જાય છે તેમાં કેટલા પેસેન્જર ભર્યા હોય છે. સીટિંગ કેપિસીટી છ જણની છે તોય તેમાં આઠ પેસેન્જર કેવી રીતે ભરેલા હોય છે? થોડા સમય પહેલા બાળકો વાનના CNG ટેન્ક બેસી જતા હોય તેવા વિડીયો વાયરલ થાય હતા. આ વિષયને લઈને પણ હાઈકોર્ટે પ્રશ્ને કર્યા હતા.





















પ્રાકૃતિક ખેતી માટે સૌને પ્રેરણા આપતાં આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, આજકાલ આપણી ખેતી હિંસક થઈ ગઈ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનું કામ જ છે, મારો..મારો.. મારો.. આપણે મિત્ર જીવો અને સૂક્ષ્મ જીવ-જંતુઓને ખતમ કરી રહ્યા છીએ અને એટલે જ આપણે ખતરનાક ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છીએ.
આ પ્રસંગે પદ્મભૂષણ રાજશ્રીબેન બિરલા, નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, અલ્હાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ તથા યુજીસીના સભ્ય આશિષ ચૌહાણ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ .હર્ષદ પટેલ, વિદ્યાપીઠનું સમગ્ર ટ્રસ્ટી મંડળ અને અધ્યાપકો, વાલીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એમના આ 16 વર્ષીય દીકરાએ અત્યાર સુધીમાં 300થી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું છે.


અમદાવાદમાં લગભગ દરેક એરિયામાંથી સાપ નીકળવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ જ્યાં તાજેતરમાં કન્સ્ટ્રક્શન થયું હોય તે વધારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ઈશાન જેવાં કિશોરો જ આગળ આવીને લોકોને સાપથી અને સાપને સામાન્ય લોકોથી બચાવે છે. અત્યારે તો ઈશાન શાળામાં અભ્યાસ કરે છે. પરંતુ તેને આ જ ફિલ્ડમાં આગળ વધવું છે અને વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂર બનવું છે. પ્રાણીઓ સાથે તેને ખુબ જ લગાવ છે. એમના જીવ બચાવવાના કામને ઈશાનને પોતાનું જીવન બનાવી લીધું છે.


