નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ મેઇનટેનન્સ ના થવા પર બેન્ક ગ્રાહકો પાસેથી દંડ વસૂલે છે. દેશની સરકારી બેન્કોએ છેલ્લાં પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 8500 કરોડની કમાણી કરી છે.

જોકે દેશની સૌથી મોટી સરકારી બેન્કે SBIએ નાણાકીય વર્ષ 2020થી જ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલવી બંધ કરી દીધી છે. જોકે તેમ છતાં છેલ્લાં પાંચ વર્ષમાં સરકારી બેન્કોની મિનિમમ બેલેન્સ પેનલ્ટીની રકમ 38 ટકા વધી ગઈ છે. નાણાં રાજ્ય મંત્રી પંકડ ચૌધરીએ લોકસભામાં એક સવાલના જવાબમાં આ માહિતી આપી છે.
સરકારી બેન્કોએ નાણાકીય વર્ષ 2020થી 2024 દરમ્યાન મિનિમમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ. 8500 કરોડની વસૂલાત કરી છે. 11 સરકારી બેન્કોમાંથી છ બેન્કોએ મિનિમમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ જાળવણી નહીં કરવા બદલ ગ્રાહકોથી દંડ વસૂલ્યો છે. ગ્રાહકો માટે મિનિમમ બેલેન્સની લિમિટ શહેરો અને ગામોમાં અલગ-અલગ છે.
નાણાં રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે બેન્કોના અકાઉન્ટ્સ ખોલતા સમયે ગ્રાહકોને મિનિમમ બેલેન્સ વિશે જણાવવું જરૂરી છે. જો ગ્રાહક મિનિમમ બેલેન્સ મેઇનટેઇન નહીં કરે તો બેન્કોએ દંડ વિશે ગ્રાહકને જણાવવું જોઈએ. SBI 2019-20માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 640 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ બેન્કે એ પ્રેક્ટિસ બંધ કરી દીધી હતી. 2023-24માં પંજાબ નેશનલ બેન્કે આ પેનલ્ટીથી રૂ. 633 કરોડ, BOBએ રૂ. 387 કરોડ, IOBએ રૂ. 369 કરોડ, કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 194 કરોડની કમાણી કરી હતી.




દેવુસિંહ ચૌહાણ ખેડા જિલ્લાથી BJP સાંસદ છે. જ્યારે ધવલ પટેલ વલસાડ બેઠક પરથી સાંસદ છે. ત્યારે હવે પાર્ટી દ્વારા તેમને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સંસદની કાર્યવાહી દરમિયાન મુખ્ય દંડક અને દંડકો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમનું કાર્ય સંકલન અને પક્ષના સાંસદોને મહત્વપૂર્ણ બિલો અને પ્રસંગોએ ગૃહમાં હાજર રહેવા સૂચના આપવાનું છે.
ભાજપ દ્વારા લોકસભાના મુખ્ય દંડક તરીકે ડૉ. સંજય જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ બિહારના સાંસદ છે. તેઓ રાજ્યની પશ્ચિમ ચંપારણ લોકસભા બેઠક પરથી એક લાખથી વધુ મતોના અંતરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ડૉ.સંજય જયસ્વાલ બિહારમાં પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સતત ચોથી વખત ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેમના પિતા મદન પ્રસાદ જયસ્વાલ પણ બેતિયા લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.


ભગવાન કૃષ્ણના સ્વરૂપને અષાઢ વદથી શ્રાવણ વદ સતત એક મહિનો હિંડોળે ઝુલાવવાનો ઉત્સવ મંદિરોમાં ઉજવાય છે.
શ્રધ્ધાળુઓ ઠાકોરજી માટે કલાત્મક ઝુલો લાવી શણગારી ઘરે પણ હિંડોળાનો ઉત્સવ ઉજવે છે.
સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોરમાં પણ ભવ્ય રીતે હિંડોળાનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
ડાકોર સહિત મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રધ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.
મંદિરો અને તીર્થ સ્થાનોમાં ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સુકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા, ડોલરનો, કાચનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવે છે.
ખાસ કરીને વૈષ્ણવ મંદિરો, હવેલીઓમાં, ગામ શહેરના મોટા મંદિરોમાં હિંડોળાનું આયોજન થાય છે. જ્યાં ભગવાનને ઝુલાવવા અને દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.



