
લક્ષ્મીને લઇને કેમ અબોલાં થયા એમની વચ્ચે?
પ્રતીક અને પૂજા. એક સુંદર જોડું. હમણાં જ લગ્ન થયેલાં. સ્વભાવે બન્ને ખૂબ જ ચંચળ. વાતેવાતે ચડભડ અને
એકબીજાને ચીડવવાનું ચાલ્યા કરતું. બન્નેની ઉંમર પણ કેટલી હજુ તો? માંડ 23 વર્ષ! ભણવાનું હજું તો માંડ પુરું થયું ત્યાં તો એ લગ્નની ગાંઠે બંધાઇ ચૂક્યા હતા.
પૂજા અને એના સાસુ એટલે કે પ્રતીકના મમ્મી બીનાબહેન વચ્ચે ખૂબ જ મેળ હતો. પ્રતીકના પિતા તો ઘણા સમય પહેલાં અવસાન પામ્યા હતા અને પ્રતીક એકનો એક દીકરો એટલે બીનાબહેન માટે તો પૂજા જ વહુ અને દીકરી બન્ને એક જ. તે પૂજાને કોઇ વાતે ઓછુ ન આવવા દેતા. દીકરા-વહુ વચ્ચે ઝઘડો થાય તો ય બીનાબેન પૂજાનો જ પક્ષ લે કાયમ. પ્રતીક થોડીકવાર ધુંઆપુંઆ થાય, પણ પછી બધું થાળે પડી જાય. વાતેવાતે થતી બોલચાલ નવા પરણેલાં કપલના મીઠા ઝઘડામાં ખપી જતી.
પણ આજે વાત જરાક જૂદી હતી. કોઇક વાતે પ્રતીક સાથે દલીલ થઇ અને ગુસ્સે થયેલી પૂજા જેમતેમ બોલતી ઘરમાંથી બહાર નીકળી ગઇ. વાત આમ તો નાની જ હતી. રસોઇની મેટરમાં પ્રતીકે એને ચીડવી હશે એમાં તેને ખોટું લાગ્યું અને રડવા લાગી. વાત આગળ વધીને ઝઘડામાં પરિણમી અને ગુસ્સામાં તે રિસાઇને ચાલી ગઇ!
સ્તબ્ધ બની ગયેલા બીનાબહેન આદત પ્રમાણે પહેલાં ગુસ્સે થઇને પ્રતીકને જ બોલવા લાગ્યા. આ વખતે પ્રતીક કે પૂજા બેમાંથી કોઇ નમતું જોખવા તૈયાર નહોતું. ધીમે ધીમે વાત લંબાતી ગઇ. અબોલા યે લાંબા ચાલ્યા. સુલેહ કરવાની ય કોઇએ પહેલ જ ના કરી.

એમ કરતાં કરતાં છ મહિના વીતી ગયા. પ્રતીક અને પૂજા એવા જીદે ચડેલાં કે એકબીજા સાથે વાત પણ નહોતા કરતા. બીનાબહેને મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ સફળ ન થયા. પછી તો કોણ જાણે શું થયું કે બીનાબહેને પોતે પણ આ મુદ્દે પ્રતીક સાથે વાત કરવાનું બંધ કરી દીધું. પ્રતીકને મમ્મીની આ હરકત થોડીક ભેદી તો લાગી પણ પોતે જીદ ઉપર ઉતરેલો હોવાથી તેણે પણ મમ્મીને વધારે કંઈ ન પૂછ્યું. બીનાબહેન છાનામાના કંઈક તૈયારી કરતા હોય એવું તેને લાગ્યું પણ બીનાબહેન જાણે કંઈ બોલવા જ માગતા ન હોય એવું એમનું વર્તન થઈ ગયું.
એવામાં એક દિવસ બીનાબહેન પ્રતીકને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા. ઘણો સમય થવા છતાં મમ્મી ઘરે ન આવી એટલે ચિંતાતુર પ્રતીકે એમને ફોન લગાડ્યો. એકાદ-બે વાર તો બીનાબહેને ફોન ન ઉપાડ્યો, પણ છેવટે ત્રીજી વખતે રીંગ વાગી ત્યારે એમણે ફોન ઉપાડ્યો.
ફોન પર લાંબી વાત કરવાના બદલે બીનાબહેને પ્રતીકને એક હોસ્પિટલમાં બોલાવ્યો. શું થયું હશે એવું વિચારતા પ્રતીક બધાં કામ પડતાં મૂકીને દોડ્યો. હાંફતા હાંફતા એ હોસ્પિટલ પહોંચ્યો તા સામે બીનાબહેન હસતાં હસતાં એની રાહ જોઇ રહ્યા હતા. કાંઇ બોલવાના બદલે એ પ્રતીકને હાથ પકડીને સ્પેશ્યલ વોર્ડમાં લઇ ગયા.
અરે ! આ તે શું જુએ છે?
પ્રતીકે જોયું તો બેડ ઉપર પૂજા અને તેની બાજુમાં નાની સુંદર દીકરી સૂતેલી હતી! પહેલાં તો પ્રતીકને શું કરવું તે જ ના સૂઝ્યું, પણ છેવટે જાણે છ મહિનાના અબોલાં તોડતી હોય એમ પૂજા બોલી, ” સોરી ડાર્લિંગ, મેં તારાથી આ ગુડ ન્યૂઝ છુપાવ્યા હતા મસ્તીમાં.”

“અરે! પણ આવું સાવ??”
પ્રતીક કંઇ વધારે બોલે તે પહેલાં બીનાબહેન બોલી ઉઠ્યાં, “પ્રતીક, તું કંઇ જ નહીં બોલે. હવે તો આપણાં ઘરમાં એક નહીં બે બે લક્ષ્મી છે બેટા! જા, સ્વાગતની તૈયારી કર!”
અવાક બની ગયેલો પ્રતીક પણ એટલું જ બોલ્યો, “જી મમ્મી! આ મારી ત્રીજી લક્ષ્મી!”
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)
એ અભિનેતા જેમણે ઈન્દિરા ગાંધી સાથે લીધો હતો પંગો અને સરકાર સામે જીત્યો કેસ
મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા પણ મનોજ કુમાર જેવો કોઈ મેગાસ્ટાર થયો નથી.હિન્દી ફિલ્મોને એક પછી એક શાનદાર ફિલ્મો આપનાર મનોજ કુમાર પોતાના સિદ્ધાંતો પર અડગ હતા. મનોજે સ્ક્રીન પર એક કરતા વધુ પાત્રો ભજવ્યા હતા. દરેક પાત્રમાં તેની છાપ દેખાતી હતી. તેમની ફિલ્મો દ્વારા મનોજ કુમારે લોકોમાં દેશભક્તિની લાગણી જગાડી અને દેશભક્તિની ફિલ્મો બનાવનાર તેઓ બોલિવૂડના પ્રથમ અભિનેતા બન્યા.બોલિવૂડના દિગ્ગજ અભિનેતાના સાહસિક વલણની ઘણી ઘટનાઓ છે, જેમાંથી એક અમે તમારા માટે લાવ્યા છીએ. આ વાર્તા મનોજ કુમાર અને ઈન્દિરા ગાંધી વચ્ચેના વિવાદની છે, જ્યારે ઈમરજન્સીની જાહેરાત બાદ બંને સામસામે આવી ગયા હતા.

ઈમરજન્સી પછી મનોજ ગુસ્સે થઈ ગયા
જો જોવામાં આવે તો મનોજ કુમાર અને ઈન્દિરા ગાંધી વચ્ચે શરૂઆતના તબક્કામાં બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ ઈમરજન્સીની જાહેરાત થતાં જ બંને વચ્ચે ઘણું બદલાઈ ગયું. હકીકતમાં મનોજ કુમારે ખુલ્લેઆમ ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. કહેવાય છે કે ઈમરજન્સીનો વિરોધ કરી રહેલા ફિલ્મ કલાકારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થતાની સાથે જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મનોજ કુમારની ફિલ્મોમાં પણ એવું જ થયું. મનોજ કુમારની ફિલ્મ ‘દસ નંબરી’ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ‘શોર’ રિલીઝ થયા બાદ તેનું પણ આવું જ ભાવિ થયું હતું. મનોજ ‘શોર’ના નિર્દેશક અને નિર્માતા બંને હતા. આ ફિલ્મની રિલીઝ પહેલા જ તેને દૂરદર્શન પર બતાવવામાં આવી હતી, જેના કારણે ફિલ્મ સિનેમાઘરોમાં કમાણી કરી શકી ન હતી અને તેના કારણે તેને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પછી આ ફિલ્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
મનોજે કોર્ટમાં અરજી કરી હતી
આવી સ્થિતિમાં મનોજ કુમાર પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. તેમણે કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે ઘણા અઠવાડિયા સુધી કોર્ટના ચક્કર લગાવ્યા, પરંતુ તેનાથી તેને ફાયદો થયો અને નિર્ણય તેની તરફેણમાં આવ્યો. આ કારણે તે એકમાત્ર ફિલ્મ નિર્માતા છે જેણે ભારત સરકાર સામે કેસ જીત્યો છે. આ કેસ પછી સૂચના અને પ્રસારણ મંત્રાલયે તેમને એક ઑફર આપી, આ ઑફર ‘ઇમરજન્સી’ પર ફિલ્મ બનાવવાની હતી, પરંતુ મનોજે તેને ફગાવી દીધી અને સ્પષ્ટપણે ના પાડી દીધી. આ ફિલ્મ માટે અમૃતા પ્રીતમ લખી રહ્યા હતા અને તે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનવાની હતી. જ્યારે મનોજને આ વાતની ખબર પડી તો તેણે અમૃતા પ્રિતમને પણ ઠપકો આપ્યો.
તાજમહલમાં બે યુવકોએ ચઢાવ્યું ગંગાજળ
નવી દિલ્હીઃ તાજમહેલમાં હિન્દુ મહાસભાના બે યુવાનોએ મુખ્ય ગુંબજ પર ગંગાજળ ચઢાવ્યું હતું. એ સાથે તેમણે બમ-બમ ભોલે અને હર-હર મહાદેવનો સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. યુવકોએ તાજમહેલમાં ગંગાજળ ચઢાવવાનો વિડિયો પણ બનાવ્યો હતો. તેમણે દીવાલ પર ઓમનું સ્ટિકર પણ લગાવ્યું હતું.
અખિલ ભારત હિન્દુ મહાસભાનો દાવો છે કે તાજમહેલમાં કાર્યકર્તાઓએ ગંગાજળ ચઢાવ્યું હતું.આ બે યુવકો પાણીની બોટલમાં ગંગાજળ ભરીને આવ્યા હતા. મુમતાઝની મુખ્ય કબર પાસે ભોંયરાના દરવાજા પર એક યુવકે ગંગાજળ ચઢાવ્યું હતું. તાજમહેલમાં ક્યારેક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે તો ક્યારેક નમાજ અદા કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
જોકે CISFએ આ યુવકોને તાજગંજ પોલીસને હવાલે કર્યા હતા. DCP સિટી સૂરજ રાયે જણાવ્યું હતું કે બે યુવકોએ બોટલમાં ગંગાજળ તાજમહેલ પર ચઢાવવાની વાત કરી હતી, પણ એની પુષ્ટિ નથી થઈ કે એ બોટલમાં ગંગાજળ હતું કે પાણી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
CISF has taken into custody Akhil Bharatiya Hindu Mahasabha workers ‘Vinesh and Shyam’ on the charge of offering Gangajal on the grave inside the Taj Mahal. He had gone to sprinkle Gangajal on his sister and brother-in-law.
These people had entered with water in a Bisleri bottle pic.twitter.com/DTO7l00yMP— Mahmood Ahmad (@MahmoodAhamd27) August 3, 2024
હિન્દુ સંગઠનો તાજમહેલને શિવ મંદિર તેજોમહાલય માને છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ આની જવાબદારી લીધી છે. મહાસભાના વિનેશ ચૌધરી અને શ્યામ તાજમહેલમાં ગંગાજળ ચઢાવતા ઝડપાયા છે. શુક્રવારે રાત્રે બંને કાંવડ સાથે મથુરા પહોંચ્યા હતા અને આજે શનિવારે તાજમહેલ પહોંચ્યા બાદ તેમણે ગંગાજળ ચડાવ્યું હતું.
હિન્દુ મહાસભાના વિભાગીય અધ્યક્ષ મનીષ પંડિત અને રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટે કહ્યું હતું કે તેજોમહાલયમાં ગંગાજળ ચઢાવવું એ હિન્દુ મહાસભાનો જન્મસિદ્ધ અધિકાર છે. ભવિષ્યમાં પણ તેજોમહાલયમાં કાંવડ અને ગંગાજળથી અભિષેક કરવામાં આવશે.
સોમવારથી શ્રાવણનો આરંભ, સોમનાથમાં તૈયારીઓ પૂર્ણ
સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગ્યે ખુલી જશે
વૃદ્ધો અશક્ત યાત્રિકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે વ્હીલચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સિનિયર સીટિઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહીં ધ્વજા પૂજા, પાઘ પૂજા, કળશ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.શ્રાવણના પ્રારંભ સાથે શ્રીરામ કથા અને શ્રાવણના ઉત્તરાર્ધમાં સોમનાથ શિવ કથા યોજાશે.
- સોમનાથમાં શ્રાવણ માસ દરમ્યાન માત્ર 25 ₹ માં “મહામૃત્યુંજય યજ્ઞ” કરી શકાશે.
- મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં માત્ર 25 ₹ ની રાશી દ્વારા ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય, રક્ષા કંકળ, અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે.
- પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા, ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ

- તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/
BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન માટે - ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial ટ્વીટર @Somnath_Temple યુટ્યુબ SomnathTemple-Official Channel ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટ્સએપ ચેનલ somnath temple offical તથા ટેલીગ્રામમાં 9726001008 અને ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત
અમદાવાદ: અંબાજી આબુ રોડ હાઈવે માર્ગે પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો. અંબાજીથી આબુરોડ જતો માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવાના લીધે સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા 55 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. 12 મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અંબાજીથી આબુ રોડ પહાડી વિસ્તાર હોવાથી અવાર નવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે. ત્યારે આજે અંબાજીથી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંકમાં એક ખાનગી બસના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી. રણુજાથી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યા પર સતત ચોથો અકસ્માતનો બનાવ બન્યાની ઘટના સામે આવી છે. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા. અકસ્માતની જાણ થતાની સાથે રાજસ્થાન પોલીસે રેસક્યુ કામગીરી શરૂ કરી હતી. ગુજરાતના દેરોલના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા. ત્યારે પરત આવતા આબુ રોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી.
અંબાજી પાસે બસનો અકસ્માત સર્જાતા બસ નદીમાં ખાબકી હતી. આ બસમાં 55થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજીથી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સાથે આબુરોડ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બસમાં 55થી વધુ મુસાફરો સવાર હતા. જેમાંથી બાર જેટલા લોકો ઘાયલ થયા હતા.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે 4 દિવસમાં 3જી એડવાઈઝરી
મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા લેબનોનમાં ભારતીય દૂતાવાસ ખૂબ જ સતર્ક થઈ ગયું છે. ભારતીય દૂતાવાસ લેબનોનમાં રહેતા અથવા પ્રવાસ કરતા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લેવાનું ચાલુ રાખે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 4 દિવસમાં દૂતાવાસે વધી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રણ મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે.

મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો
હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાના લશ્કરી વડા ફુઆદ શુક્રની હત્યા બાદ મધ્ય પૂર્વમાં લોહિયાળ યુદ્ધનું વાતાવરણ છે. 1 ઓગસ્ટના રોજ, લેબનોનથી હિઝબુલ્લાએ મોડી રાત્રે ઉત્તર ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડ્યા હતા. આને ધ્યાનમાં રાખીને ભારતે લેબનોન અને ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી છે. લેબનોનમાં ભારતીય દૂતાવાસ પણ સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. કટોકટીની સહાયતા માટે, ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપતા, લોકોને એમ્બેસીનો +961-7686-0128 પર અથવા cons.beirut@mea.gov.in પર ઇમેઇલ દ્વારા સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે ક્યારે સલાહ આપી?
ઇઝરાયલના કબજા હેઠળના ગોલાન હાઇટ્સમાં વિનાશક રોકેટ હુમલા બાદ 29 જુલાઈના રોજ પ્રથમ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. દૂતાવાસે ભારતીય નાગરિકોને લેબનોનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સખત સલાહ આપી છે. 1 ઓગસ્ટના રોજ બીજી એડવાઈઝરી બહાર પાડવામાં આવ્યા બાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી. દૂતાવાસની સલાહકારે ભારતીય નાગરિકોને લેબનોનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવા વિનંતી કરી છે.
‘ભારત વૈશ્વિક ખાદ્ય સંકટને ઉકેલવા માટે કરી રહ્યું છે કામ’ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ અર્થશાસ્ત્રીઓને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 65 વર્ષ પછી ભારતમાં આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને જોઈને તેઓ ખુશ છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત આપણી પરંપરાઓ આપણા દેશ જેટલી જ પ્રાચીન છે.
Attended the Conference of Governors this morning. This is an important forum in which we discussed how Governors can foster development and serve society. pic.twitter.com/asrrLB3vFQ
— Narendra Modi (@narendramodi) August 2, 2024
બધાનું સ્વાગત કરતા પીએમ મોદીએ કહ્યું કે, 65 વર્ષ પછી દેશમાં આવી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તમે લોકો આ દુનિયાના જુદા જુદા દેશોમાંથી અહીં આવ્યા છો. 12 કરોડ ભારતીય ખેડૂતો, 3 કરોડ ભારતીય મહિલા ખેડૂતો અને 3 કરોડ માછીમારો વતી હું તમારું સ્વાગત કરું છું. આજે તમે એવા દેશમાં છો જ્યાં 55 કરોડ પ્રાણીઓ રહે છે. કૃષિ અને પ્રાણીપ્રેમી દેશમાં આપ સૌનું સ્વાગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અન્ન અને કૃષિ વિશેની આપણી પરંપરાઓ અને અનુભવો આપણા દેશ જેટલા જ પ્રાચીન છે. ભારતમાં કૃષિ પરંપરામાં વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે.
Addressing the International Conference of Agricultural Economists. We are strengthening the agriculture sector with reforms and measures aimed at improving the lives of farmers. https://t.co/HfTQnCWkvp
— Narendra Modi (@narendramodi) August 3, 2024
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે ભારતે આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, તેને આઝાદી મળ્યાને લાંબો સમય થયો ન હતો. તે સમયગાળો દેશમાં કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે ખૂબ જ પડકારજનક સમયગાળો હતો. તેમણે કહ્યું, “ભારત હવે ફૂડ સરપ્લસ દેશ છે. તે વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ ઉપરાંત, ભારત ખાદ્યાન્ન, ફળો, શાકભાજી, કપાસ, ખાંડ અને અન્ય ઉત્પાદનમાં પણ બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. ચા એક સમય હતો જ્યારે ભારતની ખાદ્ય સુરક્ષા વિશ્વ માટે ચિંતાનું કારણ હતી, હવે ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે.”
ભગવાન રામના અસ્તિત્વના કોઈ પુરાવા નથીઃ DMK નેતા
નવી દિલ્હીઃ તામિલનાડુના CM એમકે સ્ટાલિનના ટ્રાન્સપોર્ટ મંત્રી એસએસ શિવશંકરે ભાંગરો વાટ્યો છે. તેમણે ભગવાન રામ નિવેદન કરીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઇ ઐતિહાસિક પુરાવા નથી.
DMK નેતાના આ દાવા પર સંત સમાજે નારાજગી જાહેર કરી છે છે અને પાતાલપુરીના અધ્યક્ષ મહંત બાલક દાસે કહ્યું હતું કે જો તેમનામાં દમ હોય તો મુસલમાનો અને મોલવીઓ પર વિવાદિત નિવેદન કરી બતાવે.
તેમણે કહ્યું હતું કે આ મંત્રી સંત્રીને ઇતિહાસ નથી માલૂમ કે મથી ભૂગોળનું જ્ઞાન. આ લોકોને ધાર્મિક જ્ઞાન પણ નથી. આ લોકોના દરેક નિવેદનો રાજકીય રોટલીઓ શેકવા માટે હોય છે. તેઓ જે મોઢામાં આવે છે એ બકી દે છે. આ લોકોની મૂર્ખતા ચરમસીમાએ પહોંચી છે. આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. આ લોકો મંત્રી બની બેઠા છે, પણ તેમને લોકોને રામજીના ઇતિહાસ વિશે કંઈ ખબર નથી.
DMK’s sudden obsession with Bhagwan Shri Ram is truly a sight to behold—who would’ve thought?
Just last week, DMK’s Law Minister Thiru Raghupathy avl declared that Bhagwan Shri Ram was the ultimate champion of social justice, the pioneer of secularism, and the one who proclaimed… pic.twitter.com/z8or4AQQML
— K.Annamalai (@annamalai_k) August 2, 2024
DMKના મંત્રી શિવશંકરે કહ્યું હતું કે આપણે ચૌલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચૌલનું જન્મ દિવસ ઊજવીએ છીએ. આપણી પાસે શિલાલેખ, તેમના બનાવેલાં મંદિરો અને તેમના દ્વારા બનાવેલાં તળાવો જેવા ઐતિહાસિક પુરાવાઓ છે, પરંતુ ભગવાન રામનો ઇતિહાસ જાણવા માટે કોઇ પુરાવા નથી છે. તેઓ દાવો કરે છે કે ભગવાન રામ 3000 સાલ પહેલાં રહેતા હતા તેમ જ તે લોકો તેમને અવતાર માને છે, પરંતુ અવતાર જન્મ નથી લેતા. જો રામ અવતાર હોય તો તેમનો જન્મ ન થઇ શકે અને જો તેમનું જન્મ થયું હોય તો તેમને ભગવાન ન ગણી શકાય.
જો કે મંત્રીની ટિપ્પણીઓ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. મંત્રીની વિવાદાસ્પદ ક્લિપ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર શેર કરી અન્નામલાઇએ DMKના નેતાની નિંદા કરી હતી. આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયામાં DMKના નેતાને ભારે ટીકા કરવામાં આવી રહી છે.


