વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં તેમના સમકક્ષ લોરેન્સ વોંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાને સિંગાપોરની પ્રશંસા કરી હતી અને આ દેશને વિકાસશીલ દેશો માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો. વડાપ્રધાને એમ પણ કહ્યું કે તેઓ ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગે છે.
Sharing my remarks during meeting with PM @LawrenceWongST.https://t.co/ipc5WmnY6x
— Narendra Modi (@narendramodi) September 5, 2024
સિંગાપોર તમામ વિકાસશીલ દેશો માટે પ્રેરણારૂપ
સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, તમારા ભવ્ય સ્વાગત માટે હું તમારો આભાર માનું છું. તમે વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી આ અમારી પ્રથમ મુલાકાત છે. આ માટે તમને શુભેચ્છાઓ. મને આશા છે કે તમારા નેતૃત્વમાં સિંગાપોર વધુ ઝડપથી વિકાસ કરશે. વડાપ્રધાને કહ્યું કે સિંગાપોર માત્ર મિત્ર દેશ નથી પરંતુ તે દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી છે કે અમે પણ આ દિશામાં કામ કરી રહ્યા છીએ. બંને દેશોના મંત્રીઓ વચ્ચે શરૂ થયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ખૂબ જ ખાસ છે અને તે પોતાનામાં એક અગ્રણી પહેલ છે.









શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25 શરૂ થયાને ત્રણ મહિના થવા આવ્યા છે ત્યારે બોર્ડ દ્વારા મોડે મોડે પણ અંતે ધોરણ9-11ની નવી પરીક્ષા પદ્ધતિ જાહેર કરવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા બોર્ડ દ્વારા ધોરણ 9 અને 11માં પ્રશ્નપત્ર-પરીક્ષા પદ્ધતિના ફેરફારને લઈને તમામ ડી.ઈ.ઓ.ને પરિપત્ર મોકલવામાં આવ્યો છે.
સરકારે ગત વર્ષે ધોરણ 10 અને 12માં નવી પરીક્ષા પદ્ધતિ દાખલ કરીને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નોની પેટર્ન દાખલ કરી હતી. આમ ધોરણ 9થી 12માં પરીક્ષા પદ્ધતિમાં એકસૂત્રતા એટલે કે કોમન પેટર્ન રહે તે માટે ધોરણ 9 અને 11 ની પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરી દેવામા આવ્યો છે. ધોરણ 11ના તમામ પ્રવાહોમાં આ નવી પેટર્ન લાગૂ પડશે તેમજ સંસ્કૃત પ્રથમ અને મધ્યમમાં પણ આ નવી પેટર્ન રહેશે.



મર્મ સમજવા જેવો છે. હકીકતમાં ગળાકાપ સ્પર્ધાના સમયમાં વ્યક્તિ વિવેક ચૂકી જાય છે. સારાં-નરસાંનો ભેદ ભૂલી જવાય છે. સ્વાર્થથી પ્રેરિત એવાં કર્મો કરે છે જે સમાજને નુકસાનકારક છે. લોકશાહીમાં રાજકીય ક્ષેત્રે પક્ષાપક્ષી હોય, પરંતુ સત્તાની લાલસાને કારણે ગમે તેવી રીત-રસમો અપનાવી પોતાનો કક્કો ખરો કરાવવો તેમાંથી જ હિંસાનો જન્મ થાય છે.