શિમલાઃ રાજ્યના શિમલાના સંજૌલી વિસ્તારમાં ગેરકાયદે મસ્જિદ પર શું બુલડોઝર ચાલશે? હવે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ વધી ગયો છે. હિન્દુ સંગઠનોના લોકો અહીં એકઠા થયા હતા અને માર્ચ કાઢી હતી. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે તીખાં નિવેદનો શરૂ થયાં છે. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જેના કારણે રાજકારણ ગરમાયું છે.
રાજ્ય સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહે પણ આ બાંધકામને લઈને સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે. હિંમત સાથે તેમણે વિધાનસભામાં આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ લીધું, તેના સમર્થનમાં સત્તાધારી પક્ષ કરતાં વધુ વિપક્ષ જોવા મળ્યો હતો. આ મુદ્દે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા છે. ગેરકાયદે બાંધકામના આ મામલાને કારણે રાજ્યમાં રસ્તાઓથી લઈને વિધાનસભા સુધી હોબાળો થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનોએ આ મામલે હવે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં કહ્યું હતું કે સંજૌલીના બજારમાં મહિલાઓ માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો કે હું પોતે ત્યાં કરવામાં આવી રહેલી અભદ્ર ટિપ્પણીઓનો સાક્ષી છું. તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સ અને ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આ સાથે જ લવ જેહાદનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. જેને તેમણે દેશ અને રાજ્ય માટે ગંભીર ખતરો ગણાવ્યો હતો.
અનિરુદ્ધ સિંહે ઓવૈસીના નિવેદનનો જવાબ આપતાં કહ્યું હતું કે મંદિર અને મસ્જિદ ખાનગી સંપત્તિ નથી. અહીં કાયદેસર અને ગેરકાયદેની વાત છે.










ભારે વરસાદના કારણે મહેસાણા શહેરમાં આવેલી કાવેરી શાળામાં પાણી ભરાતાં અફરાતફરી મચી હતી. તાત્કાલિક ધોરણે શાળાના બાળકો અને શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.
ભારે વરસાદના કારણે મહેસાણા હાઇવેના અંડરપાસમાં પાણી ભરાયા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ પાલનપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસતાં શહેર અને પંથકના અનેક વિસ્તાર પાણી પાણી થયા છે. અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે અને ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જ્યારે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદ-પાલનપુર હાઇવે પર પણ વરસાદી પાણી ભરાતાં લોકોની હાલાકી વધી છે. વરસાદના કારણે પાલનપુર-અંબાજી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. પાલનપુર-અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદ વરસાદના પગલે મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ ડેમ 63.09 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની આવક હાલમાં 11,667 ક્યુસેક છે. ડેમની હાલની પાણીની સપાટી 611.46 ફૂટ (186.376 મીટર) પહોંચી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર છઠ્ઠી સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાતમી સપ્ટેમ્બર દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

