વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું હતું, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં ભારત આવી શકે છે. ભારતમાં યુક્રેનના રાજદૂત એલેક્ઝાન્ડર પોલિશચુકે આ માહિતી આપી છે.
યુક્રેનના રાજદૂતે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મારા રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ આપ્યું અને મને આશા છે કે તે થશે. કદાચ આ વર્ષના અંત સુધીમાં અમે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને અહીં જોઈને ખુશ થઈશું, જો કે તેઓ ક્યારે ભારત આવશે તે તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. આ આપણા દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક પગલું આગળ વધારશે. આ બંને નેતાઓને વિશ્વભરમાં શાંતિ-નિર્માણ પ્રક્રિયા પર ચર્ચા કરવા માટે વધુ સમય પસાર કરવાની એક મોટી તક પૂરી પાડશે.
ઝેલેન્સકી ભારતની મુલાકાત લેવા આતુર છે
યુક્રેનિયન રાજદૂતે ઝેલેન્સકીની યુક્રેનની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદીની મુલાકાત સુરક્ષા ચિંતાઓને કારણે પણ ટૂંકી હતી. અહીં બંને નેતાઓ પાસે ચર્ચા માટે વધુ સમય હશે, તેમણે ઉમેર્યું, હું ચોક્કસપણે જાણું છું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ભારતની મુલાકાત લેવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેઓ અહીં ક્યારેય આવ્યા નથી. તેમણે કહ્યું, આ મુલાકાત બંને પક્ષો માટે એક મોટી તક હશે.
ઢાકાઃ બંગલાદેશમાં શેખ હસીના સરકારના તખતાપલટ પછી આર્થિક સંકટ ઘેરું બની રહ્યું છે. અદાણી ગ્રુપ બંગલાદેશમાં વીજ સપ્લાય કરે છે. કંપનીએ એના વીજ સપ્લાય માટેના બિલ 50 કરોડ ડોલર (આશરે રૂ. 4200 કરોડ)નાં લેણાંની માગ કરી છે, કેમ કે એ રકમ સતત વધતી જાય છે. જેથી ચુકવણીમાં વિલંબને કારણે કંપનીના ચેરમેન ગૌતમ અદાણીએ બંગ્લાદેશની વચગાળાની સરકારને ચેતવણી ઉચ્ચારી છે.
નવી સરકાર અદાણી ગ્રુપને વીજ ચુકવણીમાં વિલંબ કરી રહી છે. બંગલાદેશ 500 મિલિયન ડોલરની ચુકવણીમાં પાછળ પડી ગયું છે. પેમેન્ટ યુનુસ વહીવટી તંત્ર માટે એક ગંભીર પડકાર બન્યું છે. વળી,યુનુસે અદાણી સાથે થયેલા વીજ સોદાને મોંઘો બતાવ્યો છે, જે શેખ હસીનાના કાર્યકાળમાં કરવામાં આવ્યો હતો.
અદાણી પાવરે કહ્યું હતું કે વધતા નાણાકીય ટેન્શન છતાં બંગલાદેશને વીજ સપ્લાય કરવાનું જારી રાખવામાં આવશે. અમે બંગલાદેશ સરકારની સાથે સતત વાતચીત કરી રહ્યા છે અને સરકારને એ સ્થિતિથી માહિતગાર કરી દીધી છે.
અમે ના માત્ર વીજ સપ્લાયનું કમિટમેન્ટ પૂરું કરી રહ્યા છે, પણ અમારા દેવાદારો અને સપ્લાયકર્તાઓ પ્રત્યે કમિટમેન્ટ પૂરું કરી રહ્યા છે. કંપનીએ કહ્યું હતું કે હાલમાં અમારો ગોડ્ડા પ્લાન્ટ ભારતીય ગ્રિડથી જોડાયેલો નથી. આવામાં કોઈ વૈકલ્પિક સપ્લાયની શોધ કરવાનો સવાલ જ નથી ઊભો થતો.
વચગાળાની સરકારના વડા પ્રધાન મોહમ્મદ યુનુસે હાલમાં વર્લ્ડ બેન્ક. IMF, ADB સહિત અનેક જગ્યાએ લોન લેવા માટે દ્વાર ખટખટાવ્યાં છે.
સુરત: સૈયદપરા વિસ્તારમાં રવિવારે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો. એના પડઘા રૂપે બીજા દિવસે સોમવારે સવારે સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે જ્યા પથ્થરમારો થયો હતો એની આસપાસના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું.
ઘટના કંઇક આવી હતી, સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હતા. ગણેશ મંડપ પર પથ્થર ફેંકનારને પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ બંને કોમના લોકો સામસામે આવી જતા મામલો ગરમાયો હતો. પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ આરોપીઓની ધરપકડ સાથે સોમવારે પાલિકા તંત્ર એ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. પાલિકાની આ કામગીરીનો પણ તોફાનીઓએ આક્રમક વિરોધ કર્યો હતો. પણ દબાણો દૂર કરાયા હતા.
રાત્રી દરમિયાન હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી લીધી હતી જેથી આ ટોળાંને વિખેરવા પોલીસે 10થી વધુ ટીયરગેસ છોડયા હતા.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યુ કે સોમવારે બપોર સુધીમાં આ ઘટનામાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ માહોલ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું કે, પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. આની અંદર કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર પણ કઈ રીતે આવી શકે?
મુંબઈ:’ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ થી ઓળખ મેળવનાર અભિનેતા હવે આ દુનિયામાં નથી. વિકાસ સેઠીનું 48 વર્ષની વયે અવસાન થયું છે. તેમના મૃત્યુનું કારણ પણ સામે આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થયું છે. વિકાસ સેઠીની દુનિયામાંથી વિદાય એ ટીવી ઈન્ડસ્ટ્રી અને અભિનેતાના પરિવાર માટે મોટી ખોટ છે. અભિનેતા પોતાની પાછળ એક હસતો પરિવાર છોડી ગયો છે. અભિનેતાની પત્ની અને તેના બે નાના જોડિયા બાળકો માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે. વિકાસ સેઠીના મૃત્યુના સમાચારે ટીવી જગતની સાથે-સાથે ચાહકોને પણ હચમચાવી દીધા છે. પરિવારમાં શોકનો માહોલ છે.
જ્યારે પણ ફિલ્મ અને ટીવી જગતમાંથી કોઈના અચાનક મૃત્યુના સમાચાર આવે છે ત્યારે ચાહકોમાં શોકની લાગણી છવાઈ જાય છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થાય છે અને લોકો પૂછવા લાગે છે કે આ કેવી રીતે અને શા માટે થયું. બિલકુલ એવું જ થયું જ્યારે ટીવી ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય અભિનેતા વિકાસ સેઠીના મૃત્યુના સમાચાર સામે આવ્યા. 48 વર્ષીય અભિનેતાના મૃત્યુથી લોકોને આઘાત લાગ્યો છે. હવે તેમના મૃત્યુ પછી તેમની પત્નીએ પીટીઆઈ સાથે વાત કરી અને જણાવ્યું છે કે તેમના મૃત્યુ પહેલા અભિનેતા સાથે શું થયું હતું.
વિકાસ ઊંઘમાં જ મૃત્યુ પામ્યા
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’ અને ‘સસુરાલ સિમર કા’ જેવા ટીવી શોએ વિકાસ સેઠીનું ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. અભિનેતા વિકાસ સેઠીનું શનિવારે રાત્રે નાસિકમાં હાર્ટ એટેકના કારણે ઊંઘમાં જ નિધન થયું હતું. વિકાસની પત્ની જ્હાન્વી સેઠીના જણાવ્યા અનુસાર, તે એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે નાશિક ગયો હતો. અભિનેતાને ઉલ્ટી અને ઝાડા થઈ રહ્યા હતા, પરંતુ તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો. હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિંદ્રામાં મૃત્યુ થયું હતું.
તેમની પત્નીએ કહ્યું, ‘જ્યારે અમે નાશિકમાં મારી માતાના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ હતી. તે હોસ્પિટલમાં જવા માંગતો ન હતો, તેથી અમે ડૉક્ટરને ઘરે આવવા કહ્યું. રવિવારે સવારે 6 વાગ્યાની આસપાસ હું તેને જગાડવા ગઈત્યારે તે ત્યાં નહોતા. ત્યાંના ડૉક્ટરે અમને જણાવ્યું કે શનિવારે રાત્રે ઊંઘમાં હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જ્હાન્વીએ જણાવ્યું કે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર સોમવારે મુંબઈમાં થશે. તેમના પરિવારમાં તેમની પત્ની અને તેમના જોડિયા પુત્રો છે.
વિકાસ સેઠી વિશે
વિકાસ ટેલિવિઝનનો જાણીતો ચહેરો હતો. તેણે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’, ‘કહીં તો હોગા’, ‘કસૌટી જિંદગી કી’, ‘સસુરાલ સિમર કા’ અને ‘યે વાદા રહા’ જેવા ડેઈલી સોપ્સમાં પણ કામ કર્યું હતું. તે 2001ની હિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’નો ભાગ હતો. તેણે ‘દીવાનાપન’, ‘મોધઅને ‘આઇસ્માર્ટ શંકર’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના અંગત જીવનની વાત કરીએ તો તેમના પ્રથમ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. તે તેની પહેલી પત્ની અમિતા સાથે ડાન્સ રિયાલિટી શો નચ બલિયેની ચોથી સિઝનનો પણ ભાગ હતો. વર્ષ 2018 માં, તેણે જ્હાન્વી સાથે લગ્ન કર્યા અને 2021 માં બંને માતાપિતા બન્યા.
ગાઝા અને લેબનોન બાદ હવે ઈઝરાયેલે સીરિયા પર હવાઈ હુમલા કર્યા છે. સીરિયાના સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ સીરિયામાં રાતોરાત ઇઝરાયેલના હવાઈ હુમલામાં 16 લોકો માર્યા ગયા અને 36 ઘાયલ થયા. એપ્રિલમાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસી કમ્પાઉન્ડ પર થયેલા હુમલા બાદ સીરિયામાં ઈઝરાયેલનો સૌથી ઘાતક હુમલો છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સીરિયાએ કેટલીક મિસાઇલો તોડી પાડી હતી
સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANA અનુસાર, ઈઝરાયેલે રવિવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે હવાઈ હુમલો કર્યો હતો. તેણે મધ્ય પ્રદેશમાં અનેક સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા. જોકે, સીરિયાએ કેટલીક મિસાઈલો તોડી પાડી હતી. હુમલામાં 36 લોકો ઘાયલ થયા છે. જેમાંથી છની હાલત ગંભીર છે. બે ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂમધ્ય સમુદ્ર કિનારે હમા પ્રાંતમાં મસ્યાફ નજીક લશ્કરી સંશોધન કેન્દ્ર પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો.
સીરિયાએ હુમલાની નિંદા કરી
તે રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. તે શસ્ત્રોના ઉત્પાદન સાથે સંકળાયેલા ઈરાની લશ્કરી નિષ્ણાતોની એક ટીમનું ઘર હોવાનું માનવામાં આવે છે. જો કે, દમાસ્કસ અને તેહરાનની નજીકના એક વરિષ્ઠ પ્રાદેશિક સૈન્ય સ્ત્રોતે આ વાતને નકારી કાઢી છે. સીરિયાના વિદેશ મંત્રાલયે હુમલાની નિંદા કરી છે.
અમેરિક: રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ ક્રિએટિવ પ્રચાર પદ્ધતિઓ સાથે મતદારોને આકર્ષી રહી છે. દરરોજ અવનવા વિડીયો સાથે તેઓ અમેરિકાના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય-અમેરિકન નેતા અજય ભુટોરિયાએ હેરિસના સમર્થનમાં ‘નાચો-નાચો’ નામનું એક વિશેષ અભિયાન ગીત લૉન્ચ કર્યું છે. આ ગીત ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ના પ્રખ્યાત ટ્રેક ‘નાટુ-નાટુ’નું પુનઃનિર્માણ કરેલ સંસ્કરણ છે. જેમાં કમલા હેરિસ માટે સમર્થનનો સંદેશ છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં અમેરિકામાં રહેતા NRIને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોની ફ્લેવર છે.
કમલા હેરિસનું ભારતીય મૂળ અને બોલિવૂડ કનેક્શન દર્શાવે છે આ પ્રચાર ગીત મતદારોને ભાવનાત્મક જોડાણ સાથે જોડવાનો પ્રયાસ છે. આ સંગીતને દક્ષિણ એશિયાઈ સમુદાયનું સમર્થન મેળવવા માટે હેરિસની ચૂંટણી પ્રચારની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘નાચો નાચો’ ગીતનો જાદુ 2024ની ચૂંટણીમાં કેટલી અસર કરે છે.
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર આજે 9મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ચાહકોને ખાસ ભેટ મળી છે. તેની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. અક્ષયની અગાઉની ઘણી ફિલ્મો ફ્લોપ રહી છે. ન તો એક્શનમાં કોઈ તાકાત દેખાઈ અને ન તો કોમેડીએ કામ કર્યું. હવે આગામી ફિલ્મમાં તેણે હોરર પર દાવ લીધો છે. ફર્સ્ટ લૂકની સાથે આ ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પ્રિયદર્શન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે અને લગભગ દોઢ દાયકા બાદ અક્ષય કુમાર અને પ્રિયદર્શન આ ફિલ્મ દ્વારા સાથે કામ કરી રહ્યા છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મનું નામ ‘ભૂત બંગલા’ છે. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ અને એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તે હાથમાં દૂધથી ભરેલો બાઉલ પકડેલો જોવા મળી રહ્યો છે. અભિનેતાના ખભા પર કાળી બિલાડી સવાર છે. ખિલાડી કુમારની આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 2025માં રીલિઝ થશે. અક્ષય કુમારે તેની સાથે લખ્યું છે, ‘વર્ષોથી તમારા બધા તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ માટે મારા હૃદયના તળિયેથી આભાર! આ વર્ષે આ ખાસ દિવસ ‘ભૂત બંગલા’ના ફર્સ્ટ લુક સાથે ઉજવવામાં આવી રહ્યો છે. લગભગ 14 વર્ષ પછી પ્રિયદર્શન સાથે જોડાઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ એક ડ્રીમ પ્રોજેક્ટ છે, જે લાંબા સમયથી મુદતવીતી હતી. આ અદ્ભુત સફર તમારા બધા સાથે શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી. કંઈક જાદુઈ થવાનું છે.
ગુજરાતમાં લલનીનોના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ભારે વરસાદને પગલે ગુજરાતમાં જનજીવન અસ્થવ્યસ્થ થતું જોવા મળ્યું છે. તો ક્યાંક તબાહીના દ્રશ્યો પણ સામે આવ્ય હતા. ત્યારે અતિવૃષ્ટિના કહેરને કારણે મોઢામાં પાસે આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતી ખેડૂતોની થઈ છે. એક અંદાજ પ્રમાણે ખેતરોમાં પાણીમાં ભરાવાના કારણે લગભગ ચાર હજાર ગામડાઓમાં મોટા પ્રમાણમાં પાક નુકસાની થઈ છે. એટલું જ નહી, જમીનો ધોવાઇ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લાચાર ખેડૂતોએ વહેલી તકે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે.
વાતાવરણની પરિસ્થિતિ બદલાતા રાજ્યમાં વરસાદની પડવાની સિસ્ટમમાં પણ બદલાવ આવ્યો છે. મેઘરાજાના બદલાયેલા મિજાજને કારણે ગુજરાતમાં હાલ 100 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. આગામી સમયમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય પર થતી મેઘ ‘કહેર’ વચ્ચે મોંઘા બિયારણ, જંતુનાશક દવા ઉપરાંત ખેતમજૂરી બાદ અથાગ મહેનત પછી ઉભા થયેલાં પાકને વરસાદે નિષ્ફળ બનાવી દીધો છે. પરિણામે અન્નદાતા પર મોટી આફત આવી પડી છે.
સૂત્ર પાસેથી મળેલી પ્રાથમીક માહિતી પ્રમાણે ગુજરાતમાં ભાર વરસાદે ચાર હજાર ગામોમાં ખેતીને નુકસાન પહોચાડ્યુ છે. ખેતરોમાં ધુંટણસમા વરસાદી પાણી ભરાતાં ઉભા પાકો ધોવાયા છે. ખાસ કરીને આ વખતે મગફળી અને કપાસનુ બમ્પર વાવેતર થયુ હતું ત્યારે આફતના વરસાદે ગુજરાતમાં વિનાશ વેર્યો છે. મગફળી, કપાસ, શેરડી, ડાંગર અને શાકભાજી સહિતના પાકોને નુકશાની થયાનો અંદાજ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સૌથી વઘુ અસરગ્રસ્ત છે. મહત્વની વાત તો એ છે કે, ખેતીને તો નુકસાન પહોંચ્યું પણ સાથે સાથે વરસાદી પાણીને કારણે ખેતીની જમીનોનું પણ મોટાપાયે ધોવાણ થયુ છે. જમીનને નુકસાન થતાં આગામી સિઝનમાં ખેતી કરવાના મામલે પણ સવાલ ઉભો થયો છે. હજુય ઘણાં વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી યથાવત છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ વિભાગની ટીમો સર્વેની કામગીરી કરી છે. ખેડૂતોનું કહેવુ છે કે, નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. સર્વેના રિપોર્ટ આધારે રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવશે. આ ઉપરાંત નિયમાનુસાર ખેડૂતોને સહાય આપવાની સાથે સાથે જમીન ધોવાણ માટે પણ સહાય મળે તેવી વિચારણા છે. એવું જાણવા મળ્યુ છે કે, ઓક્ટોબરના બીજા સપ્તાહમાં રાજ્ય સરકાર ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરી શકે છે.
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર કેટલાક લેભાગુ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટનાસ્થળે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને માહોલ શાંતિપૂર્ણ છે. જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફેરવીને ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા અને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કર્યા હતા.
પથ્થર ફેંકનાર વ્યક્તિ સૌથી મોટો સામાજિક ગુનેગાર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, પથ્થરમારો કરનાર લોકો સમાજના કસૂરવાર છે. આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે મને ભરોસો છે કે, આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને સમજાવશે. પથ્થર ફેંકનાર વ્યક્તિ કાયદાનો ગુનેગાર નથી તે સૌથી મોટો સામાજિક ગુનેગાર છે પછી તે કોઈપણ સમાજનો હોય. એને કોઈપણ પ્રકારની લાગણી, કોઈપણ પ્રકારની દયા હોય જ ન શકે. પથ્થર ફેંકવો અને પથ્થર ફેંકવાનો વિચાર કઈ રીતે આવી શકે.
કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને લઈને એક મોટા કાવતરાનો પર્દાફાશ થયું છે. અહીં મુંઢેરી ક્રોસિંગની પાસે રેલવે ટ્રેકની વચ્ચોવચ ગેસ સિલિન્ડર મૂકવામાં આવ્યું હતું. જેની સાથે ટ્રેન અથડાઈ હતી. પોલીસને પાટાની બાજુમાંથી સિલિન્ડર મળી આવ્યું છે, ટક્કર પછી ગેસ સિલિન્ડર ઊછળીને દૂર પડ્યું હતું, એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. આ ઘટના બન્યા પછી સવાલ ઊભા થયા હતા કે એ ટ્રેન ઉડાડવાનું ષડયંત્ર તો નહોતુંને? પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ મામલે FIR દાખલ કરવામાં આવી છે અને પોલીસે પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરી છે. આ કેસની તપાસ માટે છ ટીમ બનાવવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી જ્વલનશીલ પ્રવાહી ભરેલી કાચની બોટલ મળી આવી હતી, એક મીઠાઈનો ડબ્બો પણ મળી આવ્યો હતો.
છેલ્લા એક મહિનામાં ઉત્તર પ્રદેશમાં ટ્રેન ઉથલાવી પડવાના પ્રયાસની આ બીજી ઘટના છે. ગયા મહિને 17 ઓગસ્ટે કાનપુર નજીક પણ વારાણસી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસના 22 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એન્જિન પાટા પર રાખેલા એક ભારે ઓબ્જેક્ટ સાથે અથડાયું હતું.
આ ટ્રેનના પાટા પર કોઈ વસ્તુ ટકરાવાની એકલી ઘટના નથી. રાજસ્થાન અને અન્ય જગ્યાએ પણ આવી ઘટનાઓ સામે આવી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્રેન પાટા પરથી હાલની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના કેટલાક સ્લીપર સેલ આ હુમલાઓ કરી રહ્યા છે.