ભાવનગર: ભારે વરસાદ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. એ વચ્ચે શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને છેલ્લા દોઢ માસમાં 2450 પાણીજન્ય રોગ નોંધાતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોએ દર્દીઓની ભીડ જામી રહી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો અટકાવવા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી અને આરસી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતાં.
સરકારી આંકડા પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરમાં છેલ્લા દોઢ માસમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાણીજન્ય રોગના 2450 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા, શરદી-ઉધરસ, શંકાસ્પદ ટાઈફોઈડ વગેરેના કેસનો સમાવેશ થાય છે. જયારે વાહક જન્ય રોગના 10 કેસ નોંધાયા છે. જેમાં મેલેરીયાના 3 અને ડેન્ગ્યુના 7 કેસનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે તેથી આરોગ્ય વિભાગ દ્વારા મોન્સુન એકટીવી અંતર્ગત ફીલ્ડમાં ઘરે ઘરે જઈને પાણીજન્ય અને વાહક જન્ય રોગોના નિયંત્રણની કામગીરી કરવામાં આવતી હોય છે. હાલ રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત અન્ય દવાખાના અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની કતાર જોવા મળતી હોય છે.
ડોડાઃ જમ્મુ-કાશ્મીરમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં બધા પક્ષોના નેતાઓ ચૂંટણીપ્રચાર જોરશોરથી કરી રહ્યા છે, ત્યારે વડા પ્રધાન મોદી પણ ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે ડોડા પહોંચ્યા છે. વડા પ્રધાને ચૂંટણી સભામાં વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે પરિવારવાદે જમ્મુ-કાશ્મીરને પાછળ રાખી દીધું છે. કાશ્મીરમાં એક તરફ ત્રણ પરિવારો છે તો બીજી તરફ કાશ્મીરી યુવા છે.
તેમણે ચૂંટણી સભાને સંબોધતા ક્હ્યું હતું કે તમે બધા અહીં ડોડા, કિશ્તવાડ અને રામબનના અલગ-અલગ ભાગોથી પહોંચ્યા છે. તમારા ચહેરા પર થાકનું નામોનિશાન નથી દેખાતું. તમારા પ્રેમની બે ગણી- ત્રણ ગણી મહેનત કરીને ચૂકવીશ. અમે અને તમે મળીને એક સુરક્ષિત અને સમૃદ્ધ જમ્મુ-કાશ્મીરનું નિર્માણ કરીશું અને આ મોદીની ગેરંટી છે.
આજ સુધીમાં ત્રણ પરિવારોએ કાશ્મીરમાં અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે. તેમને કારણે હજારો બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ભાજપે આતંકથી પીડિત લોકોને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. પહેલાં કાશ્મીરમાં પથ્થરમારો થતો હતો. હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. આ ચૂંટણી જમ્મુ-કાશ્મીરનું ભાગ્ય નકી કરશે.
नया जम्मू-कश्मीर विकास की नई गाथा लिख रहा है। डोडा में उमड़ा ये जनसमूह साफ बता रहा है कि लोकतंत्र यहां के लोगों की रगों में है। भाजपा को आशीर्वाद देने आए सभी परिवारजनों को मेरा कोटि-कोटि प्रणाम। https://t.co/Dyk2ntG6vG
વિપક્ષ પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે તમે અહીં જે રાજકીય પક્ષો પર ભરોસો કર્યો હતો, તેમણે તમારાં બાળકોની ચિંતા કરી નથી. તેમણે માત્ર પોતાનાં બાળકોને જ આગળ વધાર્યાં છે, પરિવારવાદને પ્રોત્સાહન આપતા પક્ષોએ જમ્મુ-કાશ્મીરના મારા યુવાનોને આતંકવાદમાં ફસાવી તેમને ગેરમાર્ગે દોરતા રહ્યા છે. આ લોકોએ રાજ્યમાં ક્યાંય પણ નવા નેતૃત્વનો ઉદય થવા દીધો નથી.
‘ આ લોકો (વિપક્ષ) બંધારણને પોતાના ખિસ્સામાં રાખે છે. તેઓ પોતાનાં કાળાં કૃત્યો છુપાવવા માટે આ પ્રકારનો દેખાડો કરે છે. જમ્મુ-કાશ્મીરના લોકો જાણે છે કે વાસ્તવિકતા શું છે. આ લોકોએ બાબા સાહેબે બનાવેલા બંધારણની આત્માને ફાડી નાખી હતી.
અમદાવાદ: વૈશ્વિક ઉદ્યોગ રેન્કિંગ અને આંકડાકીય પોર્ટલ સાથેના સહયોગથી તૈયાર કરવામાં આવેલી દુનિયાની પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ કંપનીઓની 2024ની TIME મેગેઝિનની યાદીમાં અદાણી ગ્રૂપને સ્થાન મળ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું કે, “આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવકમાં વૃદ્ધિ અને ટકાઉપણા માટે અદાણી સમૂહની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે. અદાણી ગ્રુપના કઠોર પરિશ્રમ અને તેના હસ્તકના તમામ વ્યવસાયોમાં સીમાઓને ઓળંગીને તે વ્યવસાયને આગળ વધારવા તેમજ શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાના સતત પ્રયાસોનું આ પરિણામ છે.”2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની આ યાદી ત્રણ મુખ્ય પરિમાણોમાં વિશ્લેષણને આધારે તૈયાર કરવામાં આવી છે.
કર્મચારીનો સંતોષ: આશરે 1,70,000 સહભાગીઓ સાથે 50થી વધુ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામકાજની સ્થિતિ, પગાર, સમાનતા અને કંપનીની સમગ્ર છાપના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આવક વૃધ્ધિ: આ પરિમાણ અંતર્ગત 2023માં US$100 મિલિયનથી વધુ આવક અને 2021 થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ટકાઉપણા(ESG): આ માપદંડ અંતર્ગત સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી પ્રમાણિત ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકનમાં અદાણી પોર્ટફોલિયોની અગિયારમાંથી આઠ લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. જે સમગ્ર અદાણી સમૂહના વ્યાપક સર્વાંગી પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ આ આઠ કંપનીઓની પેટાકંપની છે.માન્યતા પ્રાપ્ત કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ., અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યિલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી ટોટલ ગેસ લિ., અંબુજા સિમેન્ટ્સ લિ., અદાણી પાવર લિ. અને અદાણી વિલ્માર લિ.નો સમાવેશ થાય છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે. આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયાની બેંચે CM કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. જામીન આપવાની સાથે કોર્ટે અરવિંદ કેજરીવાલના જામીન પર કેટલીક શરતો પણ લગાવી છે, જે અંતર્ગત કેજરીવાલ ન તો તેમની ઓફિસમાં જઈ શકશે અને ન તો કોઈ સરકારી ફાઇલ પર સહી કરી શકશે. પરંતુ શું તમે જાણો છો કે અરવિંદ કેજરીવાલને જામીન આપનાર જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ભુઈંયા કોણ છે?
કોણ છે જસ્ટિસ સૂર્યકાન્ત
જસ્ટિસ સૂર્યકાંતનો જન્મ 10 ફેબ્રુઆરી 1962ના રોજ હરિયાણાના હિસારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ હિસારથી જ થયું હતું. હિસારની સરકારી કોલેજમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો. આ પછી વર્ષ 1984માં તેમણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી. બાદમાં તેમણે કુરુક્ષેત્ર ઓપન યુનિવર્સિટીમાંથી વકીલાતમાં માસ્ટર ડિગ્રી લીધી. આ પછી વર્ષ 1984માં કાયદાનો અભ્યાસ કર્યા બાદ જસ્ટિસ સૂર્યકાન્તે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 1985માં તેઓ ચંદીગઢ આવ્યા અને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, ચંદીગઢમાં પ્રેક્ટિસ શરૂ કરી.
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ભુઈંયા
કોણ છે જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયા?
જસ્ટિસ ભુઈંયાનો જન્મ 2 ઓગસ્ટ 1964ના રોજ આસામના ગુવાહાટીમાં થયો હતો. તમને જણાવી દઈએ કે અહીંથી જ ઉજ્જવલ ભુઈંયાએ પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીની કિરોરી માલ કોલેજમાં એડમિશન લીધું. અહીંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી, જસ્ટિસ ભૂંયા વાપલ ગુવાહાટી પાછા ફર્યા અને સરકારી લો કોલેજમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. તમને જણાવી દઈએ કે જસ્ટિસ ભુઈનિયાએ વર્ષ 1991માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેણે ગુવાહાટીમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ ચાલુ રાખી. વર્ષ 2010માં તેમને ગૌહાટી હાઈકોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી, જુલાઈ 2011 માં, તેઓ આસામના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત થયા.
સૌથી યુવા એજી અને આવતા વર્ષે મુખ્ય ન્યાયાધીશ બનશે
જસ્ટિસ સૂર્યકાંતને 7 જુલાઈ 2000ના રોજ હરિયાણાના એડવોકેટ જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત એડવોકેટ જનરલ બનનાર સૌથી યુવા વ્યક્તિ છે. વર્ષ 2004માં તેમને પંજાબ અને હરિયાણા કોર્ટના કાયમી જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી તેમને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પછી વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સૂર્યકાંતની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી હતી. ડાયનેમિક જસ્ટિસ સૂર્યકાંત ભારતના આગામી ચીફ જસ્ટિસ બનવાની લાઇનમાં છે. જો વરિષ્ઠતાના નિયમનું પાલન કરવામાં આવે તો જસ્ટિસ સૂર્યકાંત 24 ડિસેમ્બર 2025ના રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ બનશે. તેમનો કાર્યકાળ 1.2 વર્ષનો રહેશે અને તેઓ 9 ફેબ્રુઆરી 2027ના રોજ તેમના પદ પરથી નિવૃત્ત થશે.
51 શક્તિપીઠમાનું સૌથી મોટુ ગણાતું અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. મેળાની શરૂઆતમાં જ લાખોની સંખ્યમાં માઈભક્તોએ મેળા મુલાકત લેવા સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે પગપાળા અંબાજી આવતા ભક્તોની સેવા માટે વિવિધ સેવા કેમ્પો અહીં કાર્યરત છે. રતનપુર દાંતા ખાતે છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે. જેમાં 3 વર્ષથી બનાસ મેડિકલ દ્વારા મીની હોસ્પિટલ ઊભું કરાવામાં આવે છે.
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અંબાજીના માર્ગો પર અનેક કેમ્પો લગાવવામાં આવે છે. જેમાં અંબાજી ખાતે આવતા પદયાત્રીકોની અલગ અલગ રીતે સેવા કરવામાં આવે છે. ત્યારે દાંતા ખાતે આવેલી બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં મલ્ટી પેરા મોનિટર, ઈ.સી.જી. મશીન, ડિફિબ્રીલેટર, ઓક્સિજન, સકશન મશીન, મસાજ માટે વાઈબ્રેટર મશીન, પાટાપિંડીની, બાઈપેપ સહિતની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પ ખાતે ઊભી કરાયેલી હોસ્પિટલમાં જનરલ ઓપીડી, સર્જીકલ, ઓર્થોપેડિક, ગાયનેક, મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપી રહ્યા છે. જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે. આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બનાસ મેડિકલ દ્વારા 15000 કરતાં વધુ પદયાત્રીઓની સેવા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1000થી વધુ ભક્તો સેવાનો લાભ લઈ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 1561 ઉમેદવારો મેદાનમાં છે, એમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારો સામેલ છે, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકડ અગ્રવાલે કહ્યું હતું॥ રાજ્યની 90 વિધાનસભા સીટોમાંથી ભિવાનીમાં સૌથી વધુ 31 ઉમેદવારો છે, જ્યારે નાંગલ ચૌધરી ક્ષેત્રમાં સૌથી ઓછા નવ ઉમેદવારો છે.
રાજ્યમાં નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર હતી, જ્યારે 13 સપ્ટેમ્બરે નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. 16 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકે છે. CM નાયબ સિંહ સૈની કુરુક્ષેત્રની જે લાડવા સીટથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં 24 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર દાખલ કર્યાં છે.
રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટ, આપની કવિતા દલાલ અને ભાજપના યોગેશ બૈરાગીની વચ્ચે આકરો ચૂંટણીજંગ છે. ભૂતપૂર્વ CM દુષ્યંત ચૌટાલાની સીટ ઉચાના કલાં પર તેમનો મુકાબલો કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહથી છે, અહીંછી 30 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાં છે.
કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા રોહતકના ગઢી સાંપલા-કિલોલીથી ચૂંટણી લડી રહ્યા છે. અહીંથી 12 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સિરસાના એલનાબાદથી ઇનેલો નેતા અભય સિંહ ચૌટાલા દાવ અજમાવી રહ્યા છે. અહીં 14 ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યાં છે. રાજ્યની 90 વિધાનસભા સીટના ઉમેદવારોની અંતિમ યાદી 17 તારીખે કરવામાં આવશે.આ પહેલાં 2014માં 1351 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ સંખ્યા 1169ની હતી. ભાજપ હેટ્રિક બનાવવા પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજ્યમાં પાંચ ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી આઠ ઓક્ટોબરે થશે.
આ વર્ષે ગુજરાત સહિત દેશમાં લલનીનોના કારણે ભારે વરસાદ નોંધાય રહ્યો છે. તો ભારે વરસાદ સાથે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલની પણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એક વખત ઉત્તરાખંડના ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઇ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. ત્યારે ચારધામની યાત્રાએ નિકળેલા બનાસકાંઠાના પાલનપુરના 40 શ્રદ્ધાળુઓ પણ યમુનોત્રી માર્ગ પર ફસાયા છે. આ માર્ગ પર ભૂસ્ખલનના કારણે મોટી શીલાઓ રસ્તા ઉપર પડતાં રસ્તો બંધ થઇ ગયો છે.
ચમોલીમાં બદ્રીનાથ હાઇવેનો વૈકલ્પિક માર્ગ નંદપ્રયાગ સેકોટ કોઠિયાલસેન માર્ગ ભૂસ્ખલનના લીધે બંધ થઇ ગયો છે. જ્યારે યમુનોત્રી, બદ્રીનાથ હાઇવે પણ બંધ પડ્યો છે. તો બીજી તરફ થરાલી ચેપડો પાસે થરાલી દેવાલ મોટર માર્ગ પર ભૂસ્ખલનના લીધે ચીડના બે મોટા વૃક્ષો રસ્તા પડી ગયા હોવાથી 12 કલાકથી રસ્તો બંધ છે. જેસીબીની મદદથી તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ નિષ્ફળતા મળી છે. જ્યારે કર્ણપ્રયાગ પાસે ચટવાપીપલમાં બદ્રીનાથ હાઇવે બંધ છે. અહીં અનેક શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. યમુનોત્રી હાઇવે પર પથ્થરો ધસી પડતાં ઠેર-ઠેર હાઇવે બંધ છે. જેના લીધે શ્રદ્ધાળુઓની સાથે-સાથે સ્થાનિક લોકો પણ હાઇવે ખૂલવાની રાહ જોઇ રહ્યા છે. યમુનોત્રી હાઇવે રાડી નજીક બંધ થતાં યમુના ઘાટીના જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે.
મળતી માહિતી અનુસાર ભારે વરસાદના કારણે શનિવારે બદ્રીનાથ નેશનલ હાઇવે પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જેથી લામબગડ, નંદપ્રયાગ, સોનાલ અને બૈરાજ કુંજમાં રસ્તા બ્લોક થઇ ગયા છે. ભૂસ્ખલનના લીધે સાકોટ અને નંદપ્રયાગ વચ્ચે વૈકલ્પિક માર્ગ પણ બંધ થયો છે. તો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જ્યારે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના સ્થળોએ ભારે વરસાદના લીધે એસડીઆરએફની ટીમો અને જિલ્લાધિકારીઓને હાઇએલર્ટ પર રહેવાની સૂચના આપી છે.
દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ હિન્દી દિવસ (Hindi Diwas)ઉજવવામાં આવે છે. આ દિવસને ઉજવવા પાછળનું કારણ એ છે કે આજના દિવસે 14 ડિસેમ્બર 1949એ હિન્દીને ભારતની રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. 1953થી રાજભાષા પ્રચાર સમિતિ દ્વારા દર વર્ષે આ દિવસને ખાસ રિતે ઉજવવામાં આવે છે. આમ તો, ભારતના વિવિધ વિસ્તારોમાં હિન્દી ભાષા બોલવામાં આવે છે પરંતુ વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ હિન્દી ભાષાનો ઉપયોગ થાય છે.કેટલાક દેશો એવા છે જ્યાં હિન્દી ભાષા ખૂબ સારી રીતે બોલાય છે.
સિંગાપોર
ફિજી
ફિજી એક સુંદર ટાપુ રાષ્ટ્ર છે. શાંત પેસિફિક મહાસાગરમાં સ્થિત ફિજીમાં વિશ્વના સૌથી અદભૂત બીચ છે. અહીં આવીને તમે તમારી રજાઓનો ભરપૂર આનંદ માણી શકો છો. સૌથી સારા સમાચાર એ છે કે ફિજીના ઘણા સ્થાનિક લોકો હિન્દી બોલે છે, તેથી અહીં તમને તમારા દેશની અનુભૂતિ થશે. તમને જણાવી દઈએ કે, ફિજીમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં છે.
સદીઓ પહેલા અંગ્રેજો ફિજી ટાપુઓના વિકાસ માટે ઘણા ભારતીય કામદારોને તેમની સાથે લઈ ગયા, જેમાંથી ઘણા અહીં રોકાયા અને જેમના પૂર્વજો હવે ફિજીયન નાગરિકો છે. ભારતીયો જેવા દેખાવા અને ભારતીય નામો હોવા ઉપરાંત, આ લોકો જે હિન્દી બોલે છે તે આપણા જેવી જ છે. અહીંના લોકો ઘણી ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓનું પાલન કરે છે જે ભારત સાથે મેળ ખાય છે.
સિંગાપોર
સિંગાપોર એક સમૃદ્ધ દેશ છે. વિશ્વભરમાંથી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવા આવે છે. સુંદર મ્યુઝિયમ, જુરોંગ બર્ડ પાર્ક, રેપ્ટાઈલ પાર્ક, ઝૂલોજિકલ ગાર્ડન, સાયન્સ સેન્ટર સેંટોસા આઈલેન્ડ, સંસદ ભવન, હિન્દુ, ચાઈનીઝ અને બૌદ્ધ મંદિરો અને ચાઈનીઝ અને જાપાનીઝ ગાર્ડન અહીં જોવાલાયક છે. ભારતીયોને સિંગાપોર ગમે છે, જેનું એક મુખ્ય કારણ એ છે કે અહીં હિન્દી ભાષા પણ બોલાય છે.
તમને જણાવી દઈએ કે, હિન્દી સિંગાપોરમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંથી એક છે. સિંગાપોરમાં ઘણા ભારતીયો રહે છે. જ્યારે ઘણા ભારતીયો દેશમાં રહે છે અને કામ કરે છે, અન્ય લોકો સ્થળાંતર થયા છે અને પેઢીઓથી ત્યાં રહે છે. જ્યારે તમે આ દેશમાં મુસાફરી કરશો ત્યારે તમને હિન્દી ભાષી લોકો મળશે. અહીંની હોટેલ અને રેસ્ટોરન્ટ સ્ટાફ, કેબ ડ્રાઈવર વગેરે હિન્દી બોલે છે. આવી સ્થિતિમાં, જે ભારતીય પર્યટકો અંગ્રેજી ભાષા જાણતા નથી તેમના માટે સિંગાપોરની મુલાકાત લેવી સરળ બની જાય છે.
મોરેશિયસ
મોરેશિયસના લોકો મુખ્યત્વે ભારતીય મૂળના છે અને આજે પણ ભારતીય સંસ્કૃતિને અપનાવીને તેઓ હિન્દી ભાષા બોલે છે. આ કારણોસર અહીં આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. તમને જણાવી દઈએ કે, અહીંના સ્થાનિક લોકો બ્રિટિશ શાસકો દ્વારા દેશમાં લાવેલા ભારતીયોના વંશજ છે. અમે તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં ક્રિસ્ટલ ક્લિયર બ્લુ પાણી સાથેના સૌથી અદભૂત બીચ છે. આરામની રજાઓ ગાળવા માટે આ એક સરસ જગ્યા છે. કેટલીક મહાન હોટેલ્સ અને રિસોર્ટ્સ છે જ્યાં તમે સરળતાથી ભારતીય ભોજન મેળવી શકો છો. તમે અહીં હોટેલ સ્ટાફ સાથે હિન્દીમાં પણ વાત કરી શકો છો.
નેપાળ
હિન્દી ભાષા ભારતના સુંદર પાડોશી દેશ નેપાળમાં બોલાય છે. તમને મોટાભાગના સ્થાનિક નેપાળી લોકો હિન્દીમાં વાતચીત કરતા જોવા મળશે. નેપાળ મુખ્યત્વે હિન્દુ રાષ્ટ્ર છે, તેથી ત્યાં જોવા માટે ઘણા મંદિરો છે, અને ખોરાક આપણા જેવો જ છે. તમને જણાવી દઈએ કે, નેપાળ ભારતની ખૂબ જ નજીક છે, અને તમારે દેશમાં પ્રવેશવા માટે વિઝાની જરૂર નથી.
સંયુક્ત રાષ્ટ્ર
બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ હિન્દીભાષી લોકો અમેરિકામાં રહે છે. આ ભાષા દેશમાં આશરે 650,000 લોકો બોલે છે, જે હિન્દીને યુનાઇટેડ સ્ટેટ્સમાં 11મી સૌથી લોકપ્રિય વિદેશી ભાષા બનાવે છે. જો કે, અંગ્રેજી ભાષાને કારણે આ ભાષાના મોટા ભાગના બોલનારા ઘરે તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ભારતમાંથી અમેરિકા આવ્યા અને અહીં સ્થાયી થયા. જો કે અહીં માત્ર અંગ્રેજી જ બોલાય છે, જ્યારે તમે અહીં આવો ત્યારે તમને લોકો હિન્દી બોલતા જોવા મળશે. અહીં, જાહેર દુકાનોમાં પણ મોટાભાગના લોકો હિન્દી ભાષા સમજે છે.
ગાંધી બાપુએ એક વખત કહ્યું હતું, ”આ પૃથ્વી પર દરેક જણની જરૂરિયાત સંતોષાય એટલી વસ્તુઓ છે, પણ દરેકની લાલચ સંતોષાય એટલી નથી.” ”લાલચ બૂરી બલા હૈ” એવું પણ આપણે સાંભળ્યું છે.
ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના 12મા શ્લોકમાં કહેવાયું છે કે સેંકડો ઈચ્છાઓનાં બંધનોથી બંધાયેલા અને કામ-ક્રોધથી ભરેલા મનુષ્યો વિષયભોગો માટે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરતા હોય છે.
નાનપણમાં મેં મમ્મી પાસે સાંભળ્યું હતું કે કંજૂસનું ધન કાંકરા બરાબર હોય છે. કરકસર કરવી એક વાત છે અને કંજૂસ બનવું એ બીજી, એવું તેઓ કહેતાં.
કંજૂસાઈ એક અર્થમાં સંગ્રહખોરી કહેવાય. કોઈ પણ પ્રકારનો સંગ્રહ અસલામતી દર્શાવે છે અને અસલામતી અનુભવતો માણસ ગુલામ હોય છે. એની પાસે ઘણું હોય છે, છતાં હજી વધુ જોઈતું હોય છે. ગુલામ કદી સ્વતંત્ર હોતો નથી અને જે સ્વતંત્ર નથી એ ક્યારેય ખુશ રહી શકતો નથી.
ભૌતિક સુખ માણવા માટે પણ માણસ સ્વતંત્ર હોવો જરૂરી છે
રોહિતભાઈ દર બીજા વર્ષે પત્ની, દીકરી-જમાઈ અને પુત્ર-પુત્રવધૂ સાથે વિદેશપ્રવાસે જતા. તેઓ પહેલેથી જ આયોજન કરી રાખતા અને પાકે પાયે બુકિંગ કરાવીને સહેલગાહે જઈ આવતા. એ તબકક્કા સુધી તો એમને ઘણો આનંદ આવતો, પરંતુ જ્યાં જ્યાં પૈસા ચૂકવવા પડે ત્યાં એમનો હાથ બંધાઈ જતો. જ્યાં જવાનું નક્કી કર્યું હોય ત્યાં જઈને પૈસા બચાવવા માટે પોતે અમુક પ્રવૃત્તિ કરતા નહીં. દા.ત. બીજા બધાને મ્યુઝિયમ જોવા અંદર મોકલે, પરંતુ પોતે કોઈક બહાનું કાઢીને બહાર રહે અને પોતાની ટિકિટના પૈસા બચાવે.
તેઓ વિદેશમાં આખો પરિવાર એક સાથે રહી શકે એવું સ્થળ પસંદ કરતા, જેથી ખર્ચ ઓછો હોય. સવારનો નાસ્તો અને રાતનું ભોજન રોકાયા હોય ત્યાં જ કરે અને બપોરનું ભોજન બહાર ફરવા ગયા હોય ત્યાં લે. આ રીતે બધા સાથે પણ રહે અને ખર્ચ પણ ઓછો થાય, એવી એમની ગણતરી હતી. ક્યારેક તો રોહિતભાઈ પૈસા બચાવવા માટે બપોરનું ભોજન પણ લે નહીં.
ઘરે હોય ત્યારે કરિયાણાની ખરીદી પોતે જ કરવા જાય, જેથી ભાવતાલ કરી શકાય. તેઓ કોઈ ડીલ મળતી હોય તો એ પસંદ કરે, પછી ભલે એ ડીલમાં વાસી થવાની તૈયારીમાં હોય એવાં શાકભાજી અને ફળ આપવામાં આવતાં હોય. દુકાનદાર પણ એવી જ વસ્તુઓ ડીલમાં આપતા હોય છે, જે બીજા દિવસે વાસી થઈ જવાની હોય.
આખા વિદેશપ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચીને પછી એકાદ ટિકિટ કે બપોરનું ભોજન નહીં લઈને કે પછી જૂનાં ફળ-શાકભાજી ખરીદીને પૈસા બચાવવા એ બાબત આંતરિક વિરોધાભાસ દર્શાવે છે. ભાવતાલ કરવો કે કોઈ ડીલ મેળવવાનો પ્રયાસ કરવો એમાં કંઈ ખોટું નથી. મહેનતની કમાણી ફેંકી દેવા માટે હોતી નથી, પરંતુ અજુગતું લાગે એવી રીતે સાવ નાની રકમ બચાવવાના પ્રયાસ કરવા એમાં સમજદારી લાગતી નથી. મ્યુઝિયમમાં રખાયેલી વસ્તુઓ જોવામાં કોઈ રુચિ ન હોય એ એક વાત છે અને ફક્ત ટિકિટના થોડા પૈસા બચે એ માટે ન જવું એ બીજી. શું ખબર આપણને એ શહેરમાં બીજી વખત જવાનો મોકો મળશે કે નહીં!
લોભ-લાલચ ન કરો, બિનજરૂરી સંગ્રહખોરી ન કરો અને કંજૂસાઈ પણ ન કરો. મારે આ બાબતે વધારે કંઈ કહેવું જોઈએ નહીં, દરેકે જાતે જ આત્મચિંતન કરવું જોઈએ.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં ચૌકસ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને ઠાર કર્યા હતા. આ અથડામણ ઉત્તરી કાશ્મીર જિલ્લામાં પટ્ટન ક્ષેત્રના ચક ટપ્પર ક્રિરી વિસ્તાર સહિત બે સ્થળોએ થઈ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ પર છે અને અથડામણ જારી છે.
સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે રાતે ઘેરાબંધી કરવામાં આવી હતી અને સવારે ગોળીબારમાં આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. આતંકવાદીની ઓળખ અને એના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. સેનાએ અને જમ્મુ-કાશ્મીર પોલીસે 13-14 સપ્ટેમ્બરની રાત્રે બારામુલાના ચક ટાપર ક્રેરી વિસ્તારમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં કઠુઆના ખંડારામાં પણ સેનાનું ઓપરેશન થયું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં છે.
11 સપ્ટેમ્બરે ઉધમપુરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ કહ્યું કે સેનાના ફર્સ્ટ પેરા સૈનિકોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. લગભગ ચાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.