અમદાવાદ: આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાત પ્રાવાસે આવ્યા છે. તો બીજી બાજું ગુજરાતમાં મહત્વના તહેવારોની પણ ઉજવણી પણ થઈ રહી છે. જ્યાર તારીખ 16 ના ઈદ અને તારીખ 17ના રોજ ગણેશ વિસર્જનને લઈ પણ અમદાવાદમાં ધૂમધામ ચાલી રહી છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકસા કાર્યોની ભેટ પણ આપી છે. PM મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે.

હાલ મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે. જ્યારે મહાત્મા મંદિર સુધીના રૂટ પર હાલ કામગીરી ચાલુ છે. જેના કારણે આ રૂટ પરની મેટ્રો આવનાર સમયમાં કામ પૂર્ણ થયા બાદ શરૂ થશે. જે લોકો અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતા થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે. જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે. અમદાવાદની મેટ્રો સવારે 6:20 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો સવારે 7:20 થી શરૂ થશે અને સાંજે 7:20 સુધી કાર્યરત રહેશે. પરંતુ અમદાવાદ મેટ્રોની જેમ જ આવનાર દિવસોમાં આ રૂટને પણ ટ્રાફિક મળશે ત્યારે ઓછા સમયમાં અને મોડે સુધી ટ્રેન મળી શકે તેની સંભાવના છે.





સૂરજેવાલાનું આ નિવેદન સપ્ષ્ટ કરે છે કે કોંગ્રેસે ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો તો CM પદ લઈને ખેંચતાણ ચાલી રહી છે. જોકે રાજ્યમાં હુડ્ડાનું કદ બાકી નેતાઓ પર ભારે છે.
બીજી તરફ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. બિટ્ટુએ કોંગ્રેસ નેતાને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જો એજન્સીએ સૌથી પહેલા કોઈના સામે કાર્યવાહી કરવી જોઈએ તો તે રાહુલ ગાંધી છે. તેમનું નામ આતંકવાદીઓની યાદીમાં નંબર વન પર હોવું જોઈએ.’
કેન્દ્રીય મંત્રીના આ વિવાદાસ્પદ નિવેદનની સામે કોંગ્રેસે પણ સામે નિવેદન આપ્યું છે કે, “બિટ્ટુએ પોતાના મગજની સારવાર કરાવવી જોઈએ. બિટ્ટુએ પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે.” બીજી તરફ પંજાબમાં વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ રવનીત સિંહ બિટ્ટુની ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી વિશે બિટ્ટુની ટિપ્પણી ન માત્ર શિક્ષણ અને સંસદીય સિદ્ધાંતોની સમજણનો અભાવ દર્શાવે છે. પરંતુ જવાબદાર જાહેર વર્તણૂકની સ્પષ્ટ ઉપેક્ષા પણ દર્શાવે છે. તેમની આ ટિપ્પણી પરથી પ્રતીત થાય છે કે, તેમણે પોતાની તર્ક શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી છે. તમે મનોચિકિત્સકની મદદ લઈને પોતાના મગજની સારવાર કરાવી લો. બિટ્ટુની બેજવાબદાર ટિપ્પણી લોકશાહીનું અપમાન છે અને તેમને માફ ન કરી શકાય.”




