
જાણીતો સિપાઈ હેડમાં પૂરે
જાણીતો સિપાઈ હેડમાં પૂરે |
હેડ = ગુનેગાર કેદીને પગમાં ભરાવવાનું લાકડાનું સાધન. (૨) તુરંગ, કેદખાનું, ગુ. ‘જેલ’
સિપાઈનું કામ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાનું છે. એ તમને ઓળખે છે એટલે તમને જવા દેશે એવા ભ્રમમાં ક્યારેય ન રહેવું.

ઉલ્ટાનું એને તમારા વિશે માહિતી છે એટલે એ તમને પકડી પાડવા માટે વધારે સક્ષમ છે એમ સમજીને ચાલવું એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
અમિતાભ ભટ્ટાચાર્યએ ગાયક બનવા બીજા નામે ગીતો લખ્યા
મુંબઈમાં ગાયક બનવા આવેલા અમિતાભ ભટ્ટાચાર્યએ ‘ફિલ્મ ઈન્ડિયા’ ડિરેક્ટરીમાંથી સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીનો
મોબાઈલ નંબર શોધીને ફોન લગાવ્યો. એમણે પહેલી જ વારમાં ઉપાડયો. અમિતાભે પોતાનું નામ આપી કહ્યું કે હું લખનઉથી ગાયક બનવા આવ્યો છું. એ માટે તમને મળવું છે. તમારું ટીવી પર આલબમ જોયું અને ફોન કર્યો છે. પ્રીતમે તરત જ પોતાના ઘરનું સરનામું આપી મળવા આવી જવા કહ્યું. અમિતાભ સાંજના સમય પર બસ પકડીને પોતાની કેસેટ લઈ પ્રીતમના ઘરે પહોંચી ગયા. ત્યારે પ્રીતમ સ્વતંત્ર સંગીતકાર તરીકે નહીં પણ જીત ગાંગુલી સાથે જોડીમાં કામ કરતા હતા. એમની ‘તેરે લિયે’ (2001) આવી ચૂકી હતી.
પ્રીતમે અમિતાભને આવકાર આપ્યો અને એમની કેસેટમાં રેકોર્ડ કરેલા ગીતો સાંભળ્યા પછી કહ્યું કે તારો અવાજ સારો છે. સારું ગાય છે પણ અત્યારે મારી પાસે તારા માટે કોઈ કામ નથી. કોઈ કોરસ ગીતમાં જરૂર પડશે કે ડમી ગીત કરવું હશે ત્યારે તને બોલાવીશ. એ સાથે એક ફોન નંબર આપી કહ્યું કે અત્યારે મારા એક સહાયક રાજેશ રૉયને જઈને મળી લે. એની પાસે કામ હશે. અમિતાભે રાજેશને ફોન કર્યો. એ ઘણા આલબમ પર કામ કરતા હોવાથી માણસની જરૂર હતી. અમિતાભને એમણે રાખી લીધા. અમિતાભ સંગીત અને ડમી ગાયનમાં મદદ કરતા હતા. રાજેશે અમિતાભને એક-બે વખત ધૂન પર શબ્દો લખવા આહવાન કર્યું.

અમિતાભે લખવાનું શરૂ કર્યું. ફિલ્મ ‘88 એન્ટોપ હિલ’ (2003) માં અમિતાભે ગીત લખવા સાથે ગાયું પણ હતું. આગળ જતાં રાજેશે અમિતાભને કહ્યું કે તું ગીતના ડમી શબ્દો લખે છે એ સંગીતકારો અને નિર્માતાને પસંદ આવે છે. તારે ગાયક તરીકે પ્રયત્ન કરવો જોઈએ. અમિતાભે કહ્યું કે તે એક રમત તરીકે આવું લખે છે. અને એને ગીતકાર નહીં ગાયક બનવું છે. એ પછી અમિતાભ અમર્ત્યના સંપર્કમાં આવ્યા. એમના માટે જાહેરાત સાથે કેટલાક ગીતો લખ્યા. એમણે પણ પ્રશંસા કરી. એ જ રીતે જતીન શર્મા માટે ગીતો લખ્યા. એમણે ગીતકાર તરીકે પ્રોત્સાહન આપ્યું. અને કહ્યું કે તું પહેલો એવો ગાયક બનીને બતાવ જે ગીત પણ લખી શકે છે. ત્યારે પણ અમિતાભે એ વાતને ગંભીરતાથી લીધી નહીં. અમિતાભ પોતાની જ જાણ બહાર ગીતકારના રસ્તે ફંટાઈ રહ્યા હતા.
અમિતાભે ત્યાં સુધી જે પણ ગીતો લખ્યા એમાં ઉપનામ આપ્યું હતું. એવા ડરથી કે સંગીતકારો એમ ના સમજે કે આ ગીતકાર છે એટલે એને ગાયક તરીકે લેવો નથી. જતીન શર્મા માટે ‘ઉમંગ’ નામથી ગીતો લખ્યા. સંગીતકાર અમિત ત્રિવેદી સાથે મિત્રતા થયા પછી જ્યારે પ્રાઈવેટ આલબમ ‘ઓમ’ મળ્યું ત્યારે એમણે અમિતાભને જ ગીતો લખવા કહ્યું. અમિતાભે થોડી આનાકાની કરી પણ પછી ગંભીરતાથી ગીતો લખ્યા. એમાં નામ ‘ઇન્દ્રનીલ’ આપ્યું હતું. એ ગીતો પસંદ આવ્યા અને ગીતકાર વિશે લોકો પૂછવા લાગ્યા. પછી અમિતે ‘આમિર’ (2008) ના ગીતો પણ અમિતાભ પાસે લખાવ્યા. અમિતે સાચું નામ આપવા દબાણ કર્યું.
અમિતાભે ફરી યાદ કરાવ્યું કે એ ગાયક બનવા માગે છે. તેથી કોઈ ઉપનામ આપશે. અમિતે રીતસર અમિતાભનો કોલર પકડીને કહી દીધું કે ગીતો તો તારા અસલી નામ પર જ આવશે. છેલ્લે એક નિર્ણય થયો અને એમાં માત્ર ‘અમિતાભ’ નામ આપ્યું. જ્યારે ફિલ્મનો રીવ્યુ આવ્યો ત્યારે અન્ય જાણીતા ગીતકાર ‘અમિતાભ વર્મા’ એ લખ્યા હોવાનું કહેવામાં આવ્યું. એ પછી જ્યારે ‘દેવ ડી’ માટે ગીતો લખ્યા ત્યારે અમિત ત્રિવેદીએ અમિતાભને સમજાવીને આખું નામ અપાવ્યું. ફિલ્મનું ‘ઈમોશનલ અત્યાચાર’ ગીત એટલું લોકપ્રિય રહ્યું કે ખુદ અમિતાભ ભટ્ટાચાર્યએ ગીતકાર તરીકે જ કારકિર્દી બનાવવાનો અંતિમ નિર્ણય કરી લીધો હતો! છેલ્લા થોડા વર્ષોમાં બ્રહ્માસ્ત્ર, ભેડિયા, જરા હટકે જરા બચકે, રૉકી ઔર રાની કી પ્રેમકહાની, સ્ત્રી 2 વગેરે અનેક ફિલ્મોમાં અમિતાભે ગીતો લખ્યા છે.
રાશિ ભવિષ્ય 17/09/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.
આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.
આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.
આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.
આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી.
આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે.
આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.
આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.
આઈન્સ્ટાઈનનો 2 ઓગષ્ટ, 1939માં લખાયેલો પત્ર, 32.7 કરોડમાં વેચાયો!
વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન હાલના સમયમાં ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે 2 ઓગષ્ટ, 1939માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટને એક પત્ર લખ્યો હતો. આ પત્રના લીધે આઈન્સ્ટાઈન ફરી ચર્ચામાં આવ્યા છે. કારણે કે આ પત્ર ₹32.7 કરોડ ($3.9 મિલિયન)માં વેચાયો છે. 85 વર્ષ જૂના આ પત્ર આઈન્સ્ટાઈને અણુ બોમ્બના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે વિશેનો છે. આ ઐતિહાસિક દસ્તાવેજમાં ભૌતિકશાસ્ત્રી લીઓ સ્ઝિલાર્ડ દ્વારા સહ-હસ્તાક્ષર કરાયેલ છે. આ પત્ર ફ્રેંકલિનની લાયબ્રેરીમાંથી મળ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઈન્સટાઈને પ્રથમવાર અમેરિકાને રાષ્ટ્રપતિને પરમાણુ બોમ્બ બનાવવાન સલાહ આપી હતી.
આઈન્સ્ટાઈન બીજા વિશ્વ યુદ્ધ સમયે નાઝી જર્મનીમાંથી ભાગી આવ્યા હતા. તે સમયે તેઓ જર્મનીના પરમાણુ શસ્ત્રો વિકસાવવાની સંભાવનાને લઈને ખૂબ જ ચિંતિત હતા. પત્રમાં, તેમણે રૂઝવેલ્ટને નાઝી વૈજ્ઞાનિકો પરમાણુ વિભાજનમાં સફળતા હાંસલ કરવાના છે તેવી સંભાવના વિશે ચેતવણી આપી હતી. તેમણે આ ખતરાનો સામનો કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તેના પોતાના પરમાણુ સંશોધનને સમર્થન અને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આઈન્સ્ટાઈનના પત્રમાં તાજેતરની વૈજ્ઞાનિક પ્રગતિઓ, ખાસ કરીને યુરેનિયમનો ઊર્જાના નવા અને નોંધપાત્ર સ્ત્રોત તરીકે ઉપયોગ થઈ શકે તેવી વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે સમજાવ્યું કે આ ઊર્જાનો ઉપયોગ અભૂતપૂર્વ વિનાશક શક્તિના બોમ્બ બનાવવા માટે કરી શકાય છે. આ ચેતવણી યુ.એસ. સરકારના મેનહટન પ્રોજેક્ટ શરૂ કરવાના નિર્ણય માટે ઉત્પ્રેરક હતી, એક ટોચની ગુપ્ત પહેલ જે આખરે પ્રથમ અણુ બોમ્બના વિકાસ તરફ દોરી ગઈ.
પત્રની હરાજી તેની સફર જેટલી જ આકર્ષક છે. તે શરૂઆતમાં ન્યૂયોર્કમાં ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ લાઇબ્રેરીના સંગ્રહનો એક ભાગ હતો. વર્ષોથી, તે પ્રકાશક માલ્કમ ફોર્બ્સ અને માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક પોલ એલન જેવી નોંધપાત્ર વ્યક્તિઓના સંગ્રહનો ભાગ બનીને ઘણી વખત અનેક હાથોમાં પહોંચ્યો હતો. પોલ એલને તેના ઐતિહાસિક મહત્વને ઓળખીને 2002માં $2.1 મિલિયનમાં આ પત્ર મેળવ્યો હતો.
અમેરિકાના ક્રિસ્ટીઝ ખાતે પુસ્તકો અને હસ્તપ્રતોના વરિષ્ઠ નિષ્ણાત પીટર ક્લાર્નેટે આ પત્રને “ઇતિહાસના સૌથી પ્રભાવશાળી પત્રોમાંના એક” તરીકે વર્ણવ્યો હતો. આટલી ઊંચી કિંમતે તેનું વેચાણ આઈન્સ્ટાઈનની ચેતવણીની કાયમી અસર અને ઈતિહાસના અભ્યાસક્રમ પર તેના ગંભીર પરિણામોને રેખાંકિત કરે છે.
પરમાણુ શસ્ત્રોના વિકાસમાં આઈન્સ્ટાઈનનું યોગદાન તેમના પોતાના માટે ઊંડી ખેદનું કારણ હતું. પાછળથી તેમણે મેનહટન પ્રોજેક્ટમાં તેમની ભૂમિકાનો ઉલ્લેખ “એક મહાન ભૂલ” તરીકે કર્યો હતો. 1945માં હિરોશિમા અને નાગાસાકીના પરમાણુ બોમ્બ ધડાકાને કારણે થયેલા વિનાશના સાક્ષી બન્યા પછી, આઈન્સ્ટાઈને આ શસ્ત્રોના ઉપયોગના પરિણામે અપાર માનવીય વેદનાઓ પર શોક વ્યક્ત કરતા ગહન દુ:ખ વ્યક્ત કર્યું.
હરાજી કરાયેલ આ પત્ર એ વૈજ્ઞાનિકો દ્વારા સામનો કરવામાં આવતી નૈતિક મૂંઝવણો અને તેમના કાર્યના દૂરગામી પરિણામોની સ્પષ્ટ યાદ અપાવે છે. તે વૈજ્ઞાનિક સંચારની શક્તિ અને તેની સાથે આવતી જવાબદારીના પુરાવા તરીકે પણ કામ કરે છે. આ પત્રનું વેચાણ માત્ર તેના ઐતિહાસિક મહત્વને જ ઉજાગર કરતું નથી પરંતુ સમાજમાં વિજ્ઞાનની ભૂમિકા અને વૈજ્ઞાનિકોની નૈતિક જવાબદારીઓ વિશે પણ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે.
પત્રનો ખરીદનાર અનામી છે. પરંતુ દસ્તાવેજના નવા માલિક પાસે હવે ઇતિહાસનો એક અભૂતપૂર્વ ભાગ છે. જેણે આધુનિક વિશ્વને આકાર આપ્યો છે. જેમ-જેમ આ પત્રનો અભ્યાસ અને પૃથ્થકરણ ચાલુ રહે છે તેમ, તે માનવ ઇતિહાસના સૌથી અશાંત સમયગાળામાંના એક દરમિયાન વિજ્ઞાન, રાજકારણ અને નૈતિકતા વચ્ચેની જટિલ આંતરપ્રક્રિયામાં નિઃશંકપણે મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે.
લાડુ ખાવાની સ્પર્ધામાં વડીલ 19 લાડવા સાથે વિજેતા!
રાજકોટ: ગણપતિ મહોત્સવ હવે અંતિમ ચરણમાં છે. ત્યારે વિવિધ મંડળો દ્વારા જુદી-જુદી સ્પર્ધાઓ યોજાતી હોય છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા વિનાયકધામ ખાતે ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 50 કિલો વજન ધરાવતા એક વડીલ 19 લાડુ આરોગી પ્રથમ વિજેતા બન્યા હતા.
રાજકોટ ભાજપ દ્વારા ગણપતિ ઉત્સવ દરમિયાન છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધા યોજાય છે. આ વર્ષે પણ શહેર પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શનમાં ‘ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધા’ યોજાઇ હતી. જેમાં 13 મહિલા અને 32 પુરુષો એ ભાગ લીધો હતો. બે રાઉન્ડ માં આ સ્પર્ધા યોજાઇ હતી. દરેક સ્પર્ધકને 100 ગ્રામ નો એક એવા લાડુ અપાયા હતા. લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડ 10 મિનિટનો હતો અને તેમાં પાંચ લાડુ ખાવા અપાયા હતા. પ્રથમ રાઉન્ડમાં જે પાસ થયા તેમને બીજો વીસ મિનિટનો રાઉન્ડમાં લેવાયા હતાં.
ઉત્સાહ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં પુરુષોમાં પ્રથમ વિજેતા સરપદડ ગામના વડીલ ગોવિંદ જાદવ લુણાગરિયા 19 લાડવા 30 મિનિટમાં આરોગી વિજેતા બન્યા હતા. બીજા ક્રમે આવેલા માવજીભાઈએ 12 લાડવા નિયત સમયમાં ખાધા હતા.
મહિલા વિંગમાં 48 વર્ષીય સાવિત્રીબેન યાદવ 30 મિનિટમાં 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા જ્યારે બીજા ક્રમે જીજ્ઞાબેન નામના એક મહિલાએ 6 લાડુ ખાય શક્યા હતા.
આજે લોકોની જીવન શૈલી એવી બની છે કે લાડુ કે ગળ્યું કોઈ ચીજનું નામ પડે તો ખાવાનું તો દૂર ચીજને અડતા પણ નથી ત્યારે આજે પણ આટલા લાડુ ખાનારા મોજૂદ છે..
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નિશુ કાચા)
‘અમે આતંકવાદને પાતાળમાં દફન કરી દઈશું’: અમિત શાહ
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર જોરદાર નિશાન સાધ્યું હતું. એક જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર “તેમના પરિવારની સરકાર” બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવી શકતા નથી. ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપ સરકાર તેને જમીનમાં દાટી દેશે.
जम्मू की जनता जानती है कि यहाँ शांति सिर्फ मोदी जी के नेतृत्व वाली भाजपा सरकार ही बनाए रख सकती है। किश्तवाड़ में जम्मू के भाइयों-बहनों से संवाद कर रहा हूँ… https://t.co/X5M5WrYYBa
— Amit Shah (@AmitShah) September 16, 2024
અમે આતંકવાદને પાતાળમાં દફન કરી દઈશું
આતંકવાદના મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું, જો કોંગ્રેસ અને એનસીની સરકાર આવશે, તો આતંકવાદ શરૂ થશે. હું તમને વચન આપું છું. અમે આતંકવાદને પાતાળમાં દફન કરી દઈશું. અમે આતંકવાદને એ સ્તરે દફનાવી દેવાનો સંકલ્પ કર્યો છે કે તે ફરી પાછો ન આવી શકે.
जम्मू-कश्मीर की जनता क्षेत्र की शांति, सुरक्षा व स्थिरता हेतु समर्पित भाजपा के साथ है। रामबन से लाइव… https://t.co/qTlK91XBw8
— Amit Shah (@AmitShah) September 16, 2024
જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે
આ સિવાય અમિત શાહે કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ જોઈ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, ન તો અબ્દુલ્લાની સરકાર બની રહી છે કે ન તો રાહુલ ગાંધીની સરકાર. તેમણે દાવો કર્યો કે આ વખતે ઘાટીમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે. લોકોને અપીલ કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે ભાજપને સરકાર બનાવવામાં મદદ કરો, અમે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખીશું. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ ઘાટીમાં ત્રણ પરિવારોના શાસનને ખતમ કરીને પંચાયતી રાજને મજબૂત કર્યું અને કલમ 370 હવે ઈતિહાસની વાત બની ગઈ છે, તે ક્યારેય પાછી આવવાની નથી.







