વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે તેમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે અમેરિકા પહોંચવા જઈ રહ્યા છે. પીએમ મોદીના અમેરિકા આગમનના કલાકો પહેલા વ્હાઇટ હાઉસ ખાલિસ્તાન ચળવળનું સમર્થન કરતા શીખોના એક જૂથને મળ્યા હતા. આ દરમિયાન વ્હાઇટ હાઉસે તેમને આપણી ધરતી પર કોઈપણ આંતરરાષ્ટ્રીય હુમલાથી રક્ષણની ખાતરી આપી. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે અમેરિકન નાગરિકોને દેશની સરહદોની અંદર કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવવા માટે તેમની સાથે છે. કેનેડા અને અમેરિકા ખાલિસ્તાની અલગતાવાદીઓને આશ્રય આપી રહ્યા હોવાની ચિંતા વચ્ચે આ ઘટનાક્રમ સામે આવ્યો છે.
હકીકતમાં ભારતમાં ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા જૂથો પર પ્રતિબંધ છે. આમાંના ઘણા સંગઠનોએ છેલ્લા કેટલાક દાયકાઓમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપ્યો છે. જ્યારે અમેરિકાએ આવા તત્વોને “આશ્રય” આપવા અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. તે જ સમયે, કેનેડાએ તેને તેની “અભિવ્યક્તિની સ્વતંત્રતા” ગણાવી છે.
વૈશ્વિક શેરબજારની તેજીની સાથે-સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ પણ શુક્રવારે રેકોર્ડ ટોચ હાંસલકરવામાં સફળતા મળેવી છે. સેન્સેક્સ પ્રથમ વખત 84,000નું લેવલ ક્રોસ કરી 84,213.21ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. નિફ્ટીએ પણ 25,700 નજીકની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. ત્યારે માર્કેટના આ વલણને સમજવા તેમજ રોકાણકારોએ શું સાવધાની રાખવી જોઈએ તે નિશ્ચિત કરવા માટે ચિત્રલેખા.કોમએ ‘છોટી સી મુલાકાત’વિભાગમાં માર્કેટ એક્સપર્ટ અને કુંવરજી ગ્રુપના હેડ ઓફ રિસર્ચ ડૉ. રવિ દિયોરા સાથે વાતચીત કરી.
ચિત્રલેખા: સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલ પર છે અત્યારે તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો?
રવિ દિયોરા: સેન્સેક્સ-નિફ્ટી જે અત્યારે હાઈ લેવલ પર છે તેનું કારણ ગ્લોબલ માર્કેટ છે. તાજેતરમાં જ યુ.એસ. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં 0.50 %નો ઘટાડો કરવામાં આવ્યો હતો. કોવિડ પછી આપણે રેટ કટની સાઈકલ જોઈ, પછી રેટ હાઈની સાઈકલ જોઈ છે. પછી રેટની સ્ટેબિલિટી જોઈ હવે ફરીથી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્લોબલી જે અસેટ ક્લાસ છે તેમાં ઈક્વિટીના રિર્ટનના કારણે સતત ભારત સહિત ગ્લોબલ ઇક્વિટી ફંડમાં મોટાં ઇનફ્લો આવી રહ્યાં છે. FIIs (Foreign Institutional Investors) મહિના પહેલાં મોટું નેટ સેલર હતું, ઈન્ડિયન માર્કેટમાં સતત FIIsનો આઉટફ્લો હતો. આ આઉટફ્લો ઇનફ્લોમાં કન્વર્ટ થયો અને આ ઇનફ્લો આ મહિનામાં ખુબ જ સ્ટેબલ રહ્યો. આ સૌથી મોટું કારણ છે. અત્યાર સુધી DIIs (Domestic Institutional Investors), એ લોકો ભારતમાં ખરીદી કરતા હતા અને FIIsનું સેલિંગ રહેતું હતું. આ હિસાબે માર્કેટ તેને બેલેન્સ કરી લેતું હતું. કારણ કે FIIs છે એ વેચે અને સામે DIIs ખરીદે એમ બેલેન્સ સેટઅપ થતું હતું. હવે બંન્ને ખરીદી કરી રહ્યા છે. તેના કારણે માર્કેટમાં સતત ફ્લો જોવા મળી રહ્યો છે. આ મહિનાની જો વાત કરીએ તો 26 ટ્રેડિંગ સેશન ગયા છે તેમાં 26,336 કરોડનો FIIsનો ઇનફ્લો છે. DIIsનો પણ 8,250 કરોડનો ઇનફ્લો ભારતમાં છે. આ બંન્ને સેક્ટર ભારતીય માર્કેટને સપોર્ટ કરી રહ્યાં છે. લિક્વિડિટી એમ્પલ છે. મ્ચ્યુલ ફંડ તરફ, SIPના જે ઇન્ફ્લુઅન્સ હતા તે માર્કેટમાં રહ્યાં છે. SIPનો 22થી 23 હજાર કરોડનો ફ્લો દર મહિને માર્કેટ ઇક્વિટીમાં ઇનફ્લો આવી રહ્યો છે. ભારતીય શેરબજારમાં તેજીના માહોલ પાછળ ઇનફ્લો સૌથી મોટું પરિબળ છે. બીજી તરફ ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ સુધરી રહ્યા છે. આ બધાં મૂળભૂત કારણોને લીધે માર્કેટ હાઈ પર પહોંચી રહ્યું છે.
લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સને તમે શું કહેવા માગશો?
લોંગટર્મ ઈન્વેસ્ટર્સને ઘણા બધાં સેક્ટરમાં સારો પ્રોફિટ મળી રહ્યો છે. જો કે આગળ જતાં પરિસ્થિતિમાં થોડાંક ફેરફાર થઈ શકે છે. કારણ કે રિટેલ સિઝન શરૂ થવાની છે. ગ્લોબલ ફેક્ટરમાં ખાસ કરીને અમેરિકામાં ચૂંટણી ખુબ જ નજીક છે. આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં જે જીઓ-પોલિટિકલ પ્રોબ્લમ્સ ચાલી રહ્યાં છે, તેનાં કારણે આગળ જતાં કેટલાંક પ્રશ્નાર્થો પણ ઉભા થઈ શકે છે. આથી મારા મતે જ્યાં તમને સારો નફો થઈ રહ્યો છે, એમાંથી એકવાર સેક્ટર સ્પેસિફિક પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. ઓવર વેલ્યુએશન એટલે કે સેક્ટર કરતાં આપણી પાસેની કંપનીના ભાવ વધારે હોય તો આપણે ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ માટે વિચારવું જોઈએ. સેક્ટરવાઈઝ વાત કરીએ તો ફાર્મા, રિઅલ એસ્ટેટ, ઓટોમોટિવ, એન્જિનિયરિંગ કંપનીઓ છે તેમાં ઘણાં પોઝિટિવ ફ્લો આવી રહ્યાં છે. તો ત્યાંથી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. નવું ઈન્વેસ્ટમેન્ટ અથવા તો પછી જે નવા ઈન્વેસ્ટર્સ આવી રહ્યાં છે તેમણે ગર્વમેન્ટ, ડિફેન્સ અથવા તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ છે તેના સ્ટોક્સમાં ઈન્વેસ્ટ કરવાનું વિચારવું જોઈએ. માર્કેટ ઓલટાઈમ હાઈ છે, પરંતુ આ સેક્ટરમાં હજુ જોઈએ તેવી તેજી જોવા મળી નથી. તો ત્યાં થોડુંક ફોક્સ કરવું જોઈએ. મારા મત પ્રમાણે એકાદ મહિના પછી ફરીથી બજેટનું કાઉન્ટ ડાઉન સ્ટાર્ટ થશે. ત્યારે માર્કેટ આ સેક્ટર તરફ ફોક્સ કરતું થશે. તો તમારે નોન બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશનસ (NBFIs), ડિફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ કંપની એમ ચાર સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ.
લિક્વિડિટી ફ્રી ફ્લો થઈ રહી છે, રોજ માર્કેટમાં નવા-નવા IPO આવી રહ્યા છે, ફંડ રેઇઝીંગ થઈ રહ્યું છે તેના વિશે શું કહેશો?
અત્યારે બહુ હેલ્ધિ માર્કેટ છે. પ્રાઈમરી માર્કેટ હંમેશા સેકન્ડરી માર્કેટના હિસાબે ફોલોઅપ થતું હોય છે. સેકન્ડરી માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ જો સારા હોય તો તેના હિસાબે પ્રાઈમરી માર્કેટને એનો સપોર્ટ મળતો જ હોય છે. પછી જ્યારે પ્રાઈમરી માર્કેટના સેન્ટિમેન્ટ ઈમ્પ્રુવ થાય તો તે સેકન્ડરી માર્કેટનું બુસ્ટર હોય છે. બંન્ને એકબીજાના પૂરક છે. અત્યારના સમયમાં પ્રાઈમરી માર્કેટ ઘણું સારું એક્ટિવ છે. જે કોઈપણ પ્રમોટર્સ છે જે ફેર વેલ્યુએશન પર કંપનીનો IPO લાવવા માગે છે, નવું ફંડ રેઇઝ કરવા માગે છે. તો ઈન્ડિયન પ્રમોટર્સનું માઈન્ડ સેટ હવે ડેથમાંથી ઇક્વિટી તરફ વળ્યું છે. કારણ કે ડેથમાં તમારી પાસે એક વર્ષનું નેટ ઓબ્લિકેશન પણ છે. તમારી પાસે જે રોકાણ આવવાનું છે તેને પરત કરવાનો ભાર પહેલાં દિવસથી જ તમારા પર હોય છે. ઉપરથી વ્યાજ ચૂકવવાનું પણ તમારા ઉપર ભારણ હોય છે. બીજી તરફ IPO દ્વારા જે પ્રમોટર્સ આવે છે, તે લોકો એક ઇક્વિટી શેરિંગ પણ આપતા હોય છે. આજે એ લોકો પોતાનો હિસ્સો વેચીને રોકાણકારોને ઇક્વિડિટી આપે છે, ત્યારે તે પોતાની અત્યાર સુધીની જે કમાણી છે, અત્યાર સુધીની જે મહેનત છે એનો થોડોક હિસ્સો બીજાને આપે છે. જેના કારણે શું થાય છે કે પહેલાં દિવસથી જ તેમની પાસે લાયેબિલિટી નથી. જે કેપિટલ છે તેને પ્રમોશનલ કેપિટલ ગણે છે. એ પ્રમોશનલ કેપિટલથી, જે કંઈ પણ કંપનીનો ગ્રોથ થાય તો તેના કારણે શેર હોલ્ડર્સને પણ ફાયદો થાય છે. આથી આ સેક્ટરમાં પણ લિક્વિડિટી ઘણી સારી છે. અત્યારે મલ્ટિપલટાઈમ IPO સબસ્ક્રાઈબ થઈ રહ્યાં છે. માર્કેટ કે પ્રમોટર્સની આશા કરતા પણ વધારે IPOને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. આથી મારા મત પ્રમાણે પ્રાઇમરી માર્કેટ હજુ પણ એક્ટિવ રહેશે. ભારતમાં નંબર ઓફ કંપનીઝ ઘણી વધી ગઈ છે. લિસ્ટેડ કંપનીઓમાં સમગ્ર વિશ્વમાં ભારત હાઈએસ્ટ નંબર પર છે. નાના કેપિટલની કંપનીઓ વધી છે. નવા પ્રમોટર્સ અને નવી કંપનીઓને પણ એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. સાથે જ કંપનીઓ જ્યારે લિસ્ટ થાય ત્યારે કંપનીની એક બ્રાન્ડ પણ મજબૂત બનતી હોય છે. ઘણી બધી કંપનીઓ એવી લિસ્ટ થઈ છે કે જેના વિશે માર્કેટને કે લોકોને ખ્યાલ પણ ન હતો. નવા પ્રમોટર્સ, નવા ચહેરા, નવી યુવા પેઢીના લોકો છે, જેઓ IPO દ્વારા ફંડ રેઈઝ કરી રહ્યા છે. મારા મતે પ્રાઇમરી તેમજ સેકન્ડરી બંન્ને માર્કેટમાં હજુ પણ લિક્વિડિટી એમ્પલ રહી શકે છે.
સામાન્ય રોકાણકારે કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ?
સામાન્ય રોકાણકારોને મારે બસ એટલું જ કહેવું છે કે ક્યારેય પણ બોરોડ કેપિટલ એટલે કે પૈસા ઉધાર લઈને માર્કેટમાં ક્યારેય રોકાણ કરવું જોઈએ નહીં. જે લોકો નાના ઇન્વેસ્ટર્સ છે તેમને મારે કહેવું છે કે જો તમને માર્કેટના ફંડામેન્ટલનો ખ્યાલ આવતો હોય તો ડાયરેક્ટ ઇક્વિટીમાં રોકાણ કરો. સારી કંપનીઓ પ્રિફર કરો. તમે પહેલાં નક્કી કરી લો કે તમે ટ્રેડર છો કે ઇન્વેસ્ટર છો. જો ટ્રેડર છો તો તેના માટેની સ્ટ્રેટજી, તેના માટેના માર્કેટના ફંડામેન્ટલ અલગ હોય છે. જો તમે ઇન્વેસ્ટર છો તો તમારી માટે માર્કેટના ફંડામેન્ટલ અલગ હોય છે. જો તમે માર્કેટને થોડુંક ટ્રેક કરી શકો છો તો ડાયરેક્ટલી તમારે ઇક્વિટી સારી પ્રિફર કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જો તમને ખ્યાલ નથી આવતો અને તમે માર્કેટને સમય નથી આપી શકતા તો મ્યુચલ ફંડ એક ઘણો સારો ઓપ્શન છે. SIP દ્વારા તમે એક સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો એ છે કે તમે માર્કેટના દરેક લેવલ પર એન્ટર થઈ શકો છો. તેનાથી એવરેજિંગનો બેનિફિટ પણ તમને મળશે. સાથે જ તમે તમારા બિઝનેસ કે તમારી નોકરીમાં પણ ધ્યાન આપી શકશો. માર્કેટ ઘણું સ્માર્ટ છે. માર્કેટમાં જે પણ લોકો રૂપિયા કમાય છે તેમના ઈનપુટ લોજિકલ અને રિસર્ચના આધારે હોય છે. લોકો તેના આધારે કમાણી કરે છે. આથી નાના રોકાણકારોએ મ્યુચલ ફંડ, એડવાઈઝરી પોર્ટફોલિયો હોય છે તેના ઓપ્શન પ્રિફર કરવા જોઈએ.
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હવે મુખ્યમંત્રી બન્યા બાદ આતિષીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેણે અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. આતિશીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, હું દિલ્હીના ઈતિહાસના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી, મારા મોટા ભાઈ અને મારા રાજકીય ગુરુ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું, જેમણે મને દિલ્હીના લોકોની સંભાળ રાખવાની જવાબદારી સોંપી. મુખ્ય પ્રધાન તરીકે મેં શપથ લીધા છે, પરંતુ મારા અને આપણા બધા માટે એ ભાવનાત્મક ક્ષણ છે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી નથી.
मैं, अपने बड़े भाई और राजनैतिक गुरु अरविंद केजरीवाल जी का शुक्रिया अदा करती हूँ कि उन्होंने मुझे दिल्ली के लोगों की देखरेख की ज़िम्मेदारी सौंपी है।
अरविंद केजरीवाल जी वो व्यक्ति हैं 👇
👉जिन्होंने लाखों बच्चों का भविष्य संवारा
👉महिलाओं को शिक्षा और रोजगार के अवसर देने के लिए… pic.twitter.com/8NwIB17lcA
તમને જણાવી દઈએ કે શનિવારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આતિશીને દિલ્હીના આઠમા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અહીંના રાજ નિવાસમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં સક્સેનાએ આતિશીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશીને આ સપ્તાહની શરૂઆતમાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.
केजरीवाल जी ने राजनीति में नैतिकता और ईमानदारी की मिसाल पेश की है। उन्होंने कहा कि उनके लिए अदालत का फ़ैसला काफ़ी नहीं है, वो तब तक मुख्यमंत्री की कुर्सी पर नहीं बैठेंगे जब तक जनता की अदालत का फ़ैसला नहीं आ जाता।
શપથ ગ્રહણ સમારોહમાં કેજરીવાલ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી અને પાર્ટીના નેતા મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસની શીલા દીક્ષિત અને ભારતીય જનતા પાર્ટી (ભાજપના) સુષ્મા સ્વરાજ પછી આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી છે. સ્વતંત્ર ભારતમાં, આતિશી મુખ્યમંત્રી પદ સંભાળનાર 17મી મહિલા છે.
अब विधानसभा चुनावों तक मेरा यही काम रहेगा कि BJP की साज़िशों और उनके LG साहब की वजह से जो काम रूके, उन्हें पूरा कराया जाए।
BJP और उनके LG साहब ने दिल्लीवालों को परेशान किया लेकिन अब @ArvindKejriwal जी बाहर आ गए हैं, अब BJP के सभी षड्यंत्र नाकाम होंगे।
બેંગલુરુઃ તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘીમાં પ્રાણીઓની ચરબી મળવાની વાતથી દરેક જણ ચિંતિત છે. તેને હિંદુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ વિવાદ બાદ હવે કર્ણાટક સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે એક આદેશ જારી કર્યો છે, જેમાં રાજ્યના મંદિર તંત્ર એકમના અંતર્ગત આવતી તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના નવા આદેશ અનુસાર તેના અધિકાર વિસ્તારના અંતર્ગત આવતાં તમામ મંદિરોને મંદિરના અનુષ્ઠાનો, જેમ કે દીવો પ્રગટાવવો, પ્રસાદ તૈયાર કરવો અને ‘દસોહા ભવન’ (જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે)માં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવો પડશે.
સરકારે મંદિરના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તે ધ્યાન રાખે કે પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવામાં આવે. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ તમામ સૂચિત મંદિરોમાં, સેવાઓ, દીવાઓ અને તમામ પ્રકારની પ્રસાદની તૈયારી અને દસોહા ભવનમાં (ભક્તોને અપાતા ભોજનના ભવનમાં) માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીના ઉપયોગને લઈને થયેલા મોટા વિવાદ બાદ આવ્યો છે. આની વ્યવસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે.
CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા. તિરુપતિ મંદિરમાં દૈનિક ધોરણે ત્રણ લાખ લાડુ બને છે.
દિલ્હીમાં મુખ્યમંત્રી પદના શપથ બાદ કોને કયું મંત્રાલય આપવામાં આવશે તે ચિત્ર શનિવારે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ ગયું હતું. સીએમ સહિત તમામ મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર માહિતી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
સીએમ આતિશી પાસે સૌથી વધુ મંત્રાલય હશે. તેમની પાસે કુલ 13 મંત્રાલયો છે જેમાં નાણા અને મહેસૂલ જેવા મહત્વપૂર્ણ વિભાગો પણ સામેલ છે. તેમના પછી સૌરભ ભારદ્વાજ પાસે આઠ મંત્રાલય છે, ગોપાલ રાયને ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. કૈલાશ ગેહલોત પાસે પાંચ વિભાગ છે. ઈમરાન હુસૈનને બે વિભાગ અને મુકેશ અહલાવતને પાંચ વિભાગો સોંપવામાં આવ્યા છે.
સૌરભ ભારદ્વાજને ફરી એકવાર આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ગોપાલ રાય પહેલાની જેમ જ પર્યાવરણ મંત્રી રહેશે. કૈલાશ ગેહલોત પણ પહેલાની જેમ ટ્રાન્સપોર્ટ વિભાગ સંભાળશે. ઈમરાન હુસૈનને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ જ્યારે શ્રમ, રોજગાર અને એસસી/એસટી વિભાગ મુકેશ અહલાવતને સોંપવામાં આવ્યો છે.
આતિશી (CM)
1.જાહેર બાંધકામ વિભાગ
2. વીજળી
3. શિક્ષણ
4.ઉચ્ચ શિક્ષણ
5.તાલીમ અને ટેકનિકલ શિક્ષણ
6.જાહેર સંબંધો
7. આવક
8. ફાઇનાન્સ
9. આયોજન
10. સેવા
11. તકેદારી
12. પાણી
13. કાયદો, ન્યાય અને કાયદાકીય બાબતોનો વિભાગ
સૌરભ ભારદ્વાજ (મંત્રી)
1.શહેરી વિકાસ
2.સિંચાઈ અને પૂર નિયંત્રણ
3.આરોગ્ય
4.ઉદ્યોગ
5. કલા, સંસ્કૃતિ અને ભાષા
6. પ્રવાસન
7.સામાજિક કલ્યાણ
8. સહકાર
ગોપાલ રાય (મંત્રી)
1.વિકાસ
2.સામાન્ય વહીવટ વિભાગ
3.પર્યાવરણ, વન અને વન્યજીવન
કૈલાશ ગેહલોત (મંત્રી)
1.પરિવહન
2. વહીવટી સુધારા
3. માહિતી અને ટેકનોલોજી
4. ગૃહ
5. મહિલા અને બાળ વિકાસ
ઈમરાન હુસૈન (મંત્રી)
1.ખાદ્ય અને પુરવઠો
2.ચૂંટણી
મુકેશ અહલાવત (મંત્રી)
1.ગુરુદ્વારા ચૂંટણી
2.SC અને ST
3.જમીન અને મકાન
4. મજૂરી
5. રોજગાર
ચેન્નઈઃ ચેન્નઈમાં રમાઈ રહેલી ભારત અને બંગલાદેશ ચેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓછા પ્રકાશને કારણે મેચ 40 મિનિટ પહેલાં ખતમ થઈ હતી. બંગલાદેશની ટીમે 515 રનના લક્ષ્યનો પીછો કરતાં ચાર વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. કેપ્ટન નજમૂલ હુસૈન શાંટો 51 અને શાકિબ અલ હસન પાંચ રન બનાવીને ક્રીઝ પર ઊભા છે. ભારતને જીત માટે છ વિકેટની જરૂર છે.
આ પહેલાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 376 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગ્સમાં ચાર વિકેટ ગુમાવીને 287 રને દાવ ડિકેલેર કરવામાં આવ્યો હતો. હજી બંગલાદેશને જીતવા માટે 357 રનોની જરૂર છે. બીજી ઇનિંગ્સમાં અશ્વિને ચારમાંથી ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહને એક વિકેટ મળી હતી.આ પહેલાં બીજી ઈનિંગમાં પંતે 128 બોલમાં 109 રનની ઇનિંગ રમી હતી.
પોતાની આ શાનદાર ઇનિંગ દરમિયાન પંતે 13 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. પંતે ટેસ્ટ ક્રિકેટમાં આ સદી 634 દિવસ પછી કરી છે. 58 ટેસ્ટ ઇનિંગ્સમાં પંતની આ છઠ્ઠી સદી છે. હવે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપરની યાદીમાં તેણે ધોનીની બરાબરી કરી લીધી છે.
બીજી ઇનિંગમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ભારત પાસે 500થી વધુ રનની લીડ છે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ માટે જીતનો માર્ગ ઘણો મુશ્કેલભર્યો રહેશે. અગાઉની પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
એક સમયે બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાનું નામ ભારતીય ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય એ વાતની પુષ્ટિ કરી ન હતી કે બંને રિલેશનશિપમાં છે. ઉર્વશીએ ઘણી વખત આરપી નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરપી બીજું કોઈ નહીં પરંતુ ઋષભ પંત છે. હવે તેણે ફરી એકવાર આરપી વિશે વાત કરી છે.
ઉર્વશી રાઉતેલા
એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીને પૂછવામાં આવ્યું કે આ આરપી કોણ છે? આ જોઈને હસતાં હસતાં તેણે કહ્યું, તમને લાગે છે કે તે કોણ છે” તેણીએ આગળ કહ્યું, મને ખબર નથી કે આરપી કોણ છે. હાલમાં મારો સંબંધ માત્ર મારા કામ સાથે છે અને હું માત્ર કામ પર જ ધ્યાન આપી રહી છું. હું જે પણ કરી રહી છું, મારે તેમાં મારી જાતને સમર્પિત કરવી પડશે અને મારું 100 ટકા આપવું પડશે. આ સિવાય જે પણ જાહેરાત હશે તે તમને જલ્દી મળી જશે.
જ્યારે તેણીએ તેના સંબંધના સ્ટેટસ વિશે ખુલ્લેઆમ કંઈપણ જાહેર કર્યું ન હતું, ત્યારે તેણીને પૂછવામાં આવ્યું હતું કે શું સમજી લેવું જોઈએ કે ઉર્વશી સિંગલ છે. આના પર તેણીએ કહ્યું, તમે જે પણ માનો છો, તમે તેના પર વિશ્વાસ કરી શકો છો, પરંતુ અત્યારે હું મારા કામને ડેટ કરી રહી છું.
નવી દિલ્હીઃ મ્યાનમારથી મણિપુરમાં જંગલયુદ્ધ અને હથિયાબંધ ડ્રોનના ઉપયોગના તાલીમાર્થી 900 કુકી ઉગ્રવાદીઓની ચેતવણી આપવામાં આવી છે, એમ મણિપુર સરકારના સુરક્ષા સલાહકારે જણાવ્યું હતું.
મણિપુર સરકારના સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં વ્યૂહાત્મક ઓપરેશન જૂથોની બેઠક યોજાઈ હતી. તેમાં આર્મી, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓ સામેલ હતા. આ આતંકવાદીઓ વિશે અત્યાર સુધી શું જાણવા મળ્યું છે?
કુકી ઉગ્રવાદીઓને 30-30 સભ્યોના જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને તેઓ હાલ અલગ-અલગ ભાગોમાં વહેંચાઈ ગયા છે. તેઓ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં મૈતેઇ ગામો પર હુમલા કરે એવી શક્યતા છે, એમ જાસૂસી સૂત્રોએ કહ્યું હતું.
મણિપુર પોલીસને થોડા દિવસો પહેલાં ઈન્ટેલિજન્સ તરફથી એક ઇનપુટ મળ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમાર (મણિપુર કુકી ઇમિગ્રન્ટ્સ મ્યાનમાર)થી મણિપુરમાં પ્રવેશ્યા છે. આ મામલાને લઈને મ્યાનમારની સરહદે આવેલા પહાડી જિલ્લાઓમાં સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
ઈન્ટેલિજન્સ ઈનપુટની કોપી 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પોલીસ મહાનિર્દેશક, સુરક્ષા સલાહકાર અને ગૃહ કમિશનરને મોકલવામાં આવી હતી. આ પછી, મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે 18 સપ્ટેમ્બરે સ્ટ્રેટેજિક ઓપરેશન ગ્રુપની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં આર્મી, આસામ રાઇફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઈન્ટેલિજન્સ ઈનપુટ પર ચર્ચા થઈ હતી.
રાજ્યમાં પહેલી સપ્ટેમ્બરથી ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં મૈતેઈ બહુમતી વિસ્તારમાં આશરે 50,000 લોકો વિસ્તાપિત થયા છે અને અત્યાર સુધી 220થી વધુ લોકોનાં મોત થયાં છે.
આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ શનિવારે રાજ નિવાસ ખાતે આયોજિત એક સાદા કાર્યક્રમમાં આતિશીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા, આ સાથે આતિશી દિલ્હીની ત્રીજી અને સૌથી યુવા મહિલા મુખ્યમંત્રી બની ગઈ છે.
અગાઉ, 17 સપ્ટેમ્બરના રોજ, અરવિંદ કેજરીવાલે એક્સાઇઝ પોલિસી સંબંધિત એક કેસમાં તિહાર જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ભારત શેરબજારમાં સતત ઈતિહાસ રચતો જોવા મળી રહ્યો છે. ભારતના સેન્સેક્સ અને નિફ્ટીની ચર્ચા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશી બજારોમાં પણ થઈ રહી છે. ભારતનું વિદેશી મુદ્રા ભંડાર પણ સતત ઇતિહાસ રચતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે દેશનો વિદેશી મુદ્રા ભંડાર 700 અબજ ડોલરથી માત્ર 10 અબજ ડોલર ઓછો છે. જો નિષ્ણાતોનું માનીએ તો આગામી થોડા અઠવાડિયામાં દેશનું ફોરેક્સ રિઝર્વ $700 બિલિયનના સ્તરને પાર કરી શકે છે. જોકે, ફોરેક્સ રિઝર્વમાં સતત 5માં સપ્તાહમાં વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં લગભગ 20 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.
માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં પણ વધારો જોવા મળ્યો છે. સતત 8મા સપ્તાહે તેમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, પાકિસ્તાનનું કુલ ફોરેક્સ રિઝર્વ લગભગ 15 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે, જે પડોશી દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ સારા સમાચાર છે. ચાલો તમને એ પણ જણાવીએ કે ભારત અને પાકિસ્તાનના ફોરેક્સ રિઝર્વમાં કેવા પ્રકારના આંકડા જોવા મળ્યા છે.
ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ સ્તરે
13 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશની વિદેશી મુદ્રા ભંડારમાં $223 મિલિયન કરોડનો વધારો થયો છે અને તે $689.46 બિલિયનની નવી જીવનકાળની ટોચે પહોંચી ગયો છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, અગાઉ 6 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $5.248 બિલિયન વધીને $689.235 બિલિયન થઈ ગયો હતો. સતત 5માં સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 19.40 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. હવે દરેકની નજર 700 અબજ ડોલરના આંકડા પર ટકેલી છે. નિષ્ણાતોના મતે, 700 અબજ ડોલરના આંકડાને સ્પર્શવા માટે, દેશના વિદેશી હૂંડિયામણ ભંડારને 10 અબજ ડોલરની જરૂર છે, જે આગામી 4 અઠવાડિયામાં પૂર્ણ થઈ શકે છે.