મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ રૂ. 1.58 કરોડનું બિલ ચૂકવ્યું નથી. સ્વિસ કંપનીએ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ને કાનૂની નોટિસ મોકલી છે. એવામાં વિપક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવામાં લાગી ગઈ છે.

સીએમ શિંદે અને તેમના મંત્રીઓ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ગયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીમાં સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં WEFની મુલાકાત દરમિયાન સીએમ એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓને આપવામાં આવેલી સેવાઓ માટે કંપની દ્વારા આ બિલ આપવામાં આવ્યું હતું. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ આ બિલના પૈસા ચૂકવ્યા નથી. હવે આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.
ઓગસ્ટમાં નોટિસ મળી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ 28 ઓગસ્ટની નોટિસમાં આરોપ છે કે રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) એ પેઢીને રૂ. 1.58 કરોડ ચૂકવ્યા નથી. MIDC, CM ઓફિસ, વિદેશ મંત્રી એસ જયશંકર, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને અન્યને આપવામાં આવેલી નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ છે, જ્યારે MIDC દ્વારા 3.75 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે.
સ્વિસ ફર્મે 15-19 જાન્યુઆરી દરમિયાન આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પૂરી પાડવામાં આવેલ તમામ સેવાઓના બિલ સાથે પુરાવા પણ રજૂ કર્યા છે.
આદિત્ય ઠાકરેએ સવાલો ઉઠાવ્યા
મહા વિકાસ આઘાડી (MVA) વિપક્ષ, ખાસ કરીને શિવસેના (UBT) ના આદિત્ય ઠાકરે અને NCP ના રોહિત પવાર જેવા નેતાઓએ શિંદે સરકારની ટીકા કરી છે. આદિત્ય ઠાકરેએ સરકાર પર દાવોસ પ્રવાસ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્યના નાણાકીય વ્યવહારોમાં જવાબદારી અને પારદર્શિતાની માંગણી કરી હતી.




કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર સમા આ ચાડવા રખાલ ખાતે કેરેકલ-હેણોતરો ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા ૨૮ જેટલા સસ્તન, ૨૮ સરિસૃપ અને ૨૪૨ વિહંગ પ્રજાતિ મળી કુલ ૨૯૬ જેટલી પ્રજાતિની પ્રાણીજ વૈવિધ્યતા જોવા મળે છે. એટલું જ નહિં ૨૪૩ જેટલી પ્રજાતિની વાનસ્પતિક વૈવિધ્યતા પણ આ વિસ્તારમા છે.
વન્યજીવ તથા વાનસ્પતિક સંશોધનકારો માટે પોટેન્શિયલ ધરાવતો આ વિસ્તાર ઈકો ટુરિઝમ એક્ટિવિટીની પણ સંભાવના ધરાવે છે. આ ચાડવા રખાલની ૪૯૦૦ હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં રાજ્ય સરકારને સોંપ્યો હતો.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે ચાડવા રખાલની આ જમીન વન વિભાગને સોંપી છે. ભૂપેન્દ્ર પટેલે ચાડવા રખાલ વિસ્તારમાં કેરેકલ(હેણોતરો) બ્રીડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા ૧૦ કરોડ રૂપિયા ફાળવીને વન્યપ્રાણી સપ્તાહની હાલ ચાલી રહેલી ઉજવણી દરમિયાન મહત્વપૂર્ણ ભેટ આપી.
ચ-૦ સર્કલ ખાતેના ગાર્ડનમાં આવતા મુલાકાતીઓ માટે બનાવવામાં આવેલ તળાવ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અહીં આવતા નાગરિકોને વિવિધ વૃક્ષો અને ફૂલ-છોડથી ભરપૂર ગાર્ડન તથા તળાવની મુલાકાત લઈને તણાવમુક્ત વાતાવરણનો અનુભવ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં સાપ્તી સંસ્થા દ્વારા બનાવેલ સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે, જે માનવ જીવનમાં મેડિટેશનથી થતાં લાભો વિશે માહિતી આપે છે. અહી નાગરિકોને ચાલવા માટે વોક-વે, બાંકડા, પીવાના પાણીની સગવડ, વોશરૂમ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, સીસીટીવી કેમેરા જેવી અદ્યતન સુવિધાઓ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર–૩૦ તથા બોરીજ ખાતે નાગરિકો માટે અંદાજિત ૪.૫૨ કરોડના ખર્ચે બગીચાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આ અદ્યતન બગીચામાં કસરત કરવા માટેના સાધનો સહિતના જિમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહી યોગ અને હળવી કસરત કરવા માટેની પણ અલાયદી સુવિધા કરવામાં આવી છે. આ બગીચામાં અલગથી ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. વિવિધ ફૂલ છોડ અને વૃક્ષોથી આચ્છાદિત આ બગીચામાં નાગરિકો માટે બાંકડા, ટોઇલેટ, જોગિંગ ટ્રેક, સલામતી માટે કમ્પાઉન્ડ વોલ અને સિક્યુરિટી ઓફિસ, સ્વચ્છતા જળવાય તે માટે પેવર બ્લોક સહિતની વિવિધ સુવિધાઓ કરવામાં આવી છે.




