Home Blog Page 1423

મન અને અસ્વસ્થતા

મનની ઉપર જે પાંચ પરિબળોનો પ્રભાવ પડે છે તેમના વિશે જોઈએ: સ્થળ, સમય, આહાર, ભૂતકાળની મન પર પડેલી છાપો, સંગતિ તથા કર્મો.

સ્થળ: તમે જ્યાં છો તે જગ્યા. તમે જ્યાં હોવ તે દરેક સ્થળની મન ઉપર અલગ અલગ અસર પડે છે. તમારા ઘરમાં પણ તમે જોશો તો અલગ અલગ ઓરડાઓમાં તમને અલગ અલગ ભાવ ઉપજે છે. જે સ્થળે ગાયન, મંત્રજાપ અને ધ્યાન થતા હોય છે તેની મન પર એક અલગ જ અસર પડે છે.

સમય: સમય પણ એક પરિબળ છે. દિવસ અને વર્ષ દરમિયાન અલગ અલગ સમયનો મન પર અલગ અલગ પ્રભાવ પડે છે.

આહાર: તમે જે વિવિધ આહાર લો છો તેની તમારા પર થોડા દિવસો સુધી અસર રહે છે.

ભૂતકાળની મન પર પડેલી છાપો: કર્મોનો મન પર અલગ અલગ પ્રભાવ હોય છે. સજગતા, સાવધાની, જ્ઞાન અને ધ્યાન આ બધા ભૂતકાળની અસરોને નષ્ટ કરવામાં સહાય કરે છે.

સંગતિ અને કર્મો: તમે જે લોકો અને ઘટનાઓ સાથે સંકળાયેલા હોવ છો તેનો તમારા મન પર પ્રભાવ પડે છે. કેટલાક લોકોની સંગતિમાં તમારું મન અમુક પ્રકારે વર્તે છે જ્યારે બીજાઓ સાથે અલગ રીતે.

આ પાંચ પરિબળોનો જીવન તથા મન પર પ્રભાવ હોવા છતાં એ સમજી લો કે તમારી ચેતના ઘણી વધારે પ્રબળ છે. તમે જ્ઞાનના માર્ગે વિકાસ કરો છો તેમ તેમ તમે તે બધા પર પ્રભાવ પાડતા થશો.

અસ્વસ્થતા: હવે આપણે અસ્વસ્થતાના પ્રકારો અને તેના ઉપાયો વિશે જોઈએ.અસ્વસ્થતા પાંચ પ્રકારની હોય છે.

પહેલી છે તમે જે સ્થળ પર છો તેના લીધે. તમે જ્યારે તે સ્થળ, ગલી કે ઘરથી દૂર જતા રહો છો તો તમને તરત સારું લાગવા માંડે છે. મંત્રજાપ, ગાયન, બાળકોનું રમવું અને હસવું આ વાતાવરણીય અસ્વસ્થતાને બદલી શકે છે. જો તમે તે સ્થળે મંત્રજાપ કરો છો અને ગાવ છો તો તે સ્થળના સ્પંદનોમાં પરિવર્તન આવે છે.

બીજા પ્રકારની અસ્વસ્થતા શરીરમાં હોય છે. અયોગ્ય પ્રકારનું ભોજન અથવા અયોગ્ય સમયે કરવામાં આવેલું ભોજન, વ્યાયામનો અભાવ અને અતિશય કામ- આ તમામ શારીરિક અસ્વસ્થતા કરી શકે છે. આનો ઉપાય છે વ્યાયામ કરવો, કામ કરવામાં મધ્યમ માર્ગ અપનાવવો. એક કે બે દિવસ માટે ફળ-શાકભાજી અથવા તેમના રસનું ભોજન કરવું.

ત્રીજા પ્રકારની અસ્વસ્થતા એ માનસિક અસ્વસ્થતા છે. તે મહત્વકાંક્ષા, પ્રબળ વિચારો તથા ગમા-અણગમાને લીધે થાય છે. આ પ્રકારની અસ્વસ્થતાનો એક માત્ર ઉપાય છે જ્ઞાન: જીવનને એક વિશાળ દ્રષ્ટિકોણથી જોવું. આત્મા વિશે સમજણ અને બધું અનિત્ય છે તે સભાનતા. તમારા મૃત્યુ કે જીવન વિશેનું જ્ઞાન. આત્મવિશ્વાસ તથા ઈશ્વરમાં શ્રદ્ધા માનસિક અસ્વસ્થતાને શાંત પાડી શકે છે.

ચોથા પ્રકારની અસ્વસ્થતા ભાવનાત્મક હોય છે. આ પ્રકારમાં કોઈ પણ જ્ઞાન સહાયરૂપ નીવડતું નથી. સુદર્શન ક્રિયા મદદ કરે છે! તમામ ભાવનાત્મક અસ્વસ્થતા અદ્રશ્ય થઈ જાય છે. ઉપરાંત, ગુરુ, જ્ઞાની અથવા સંતની ઉપસ્થિતિ તમારી ભાવનાત્મક અસ્વસ્થતાને શાંત પાડવામાં મદદ કરે છે.

પાંચમા પ્રકારની અસ્વસ્થતા જવલ્લે જોવા મળે છે. તે છે ચેતનાની અસ્વસ્થતા. જ્યારે બધું પોકળ અને અર્થહીન જણાય છે ત્યારે જાણો કે તમે બહુ સદ્ભાગી છો. તેમાંથી બહાર આવવા પ્રયત્ન ના કરો. તેને વળગીને રહો! માત્ર ચેતનાની આ અસ્વસ્થતા જ તમારામાં યથાર્થ પ્રાર્થના જન્માવી શકે છે. તે જીવનમાં સંપૂર્ણતા અને ચમત્કાર લાવે છે. ઈશ્વર માટેની એ તીવ્ર તડપ આવવી બહુ મહામૂલી છે. સત્સંગ, આત્મસાક્ષાત્કાર પામેલી વ્યક્તિની ઉપસ્થિતિ ચેતનાની અસ્વસ્થતાનું શમન કરે છે. ઈશ્વરને આકાશમાં ક્યાંક ના શોધો, પરંતુ નયનોની દરેક જોડીમાં, કુદરતમાં અને પ્રાણીઓમાં તેને જુઓ. તમારા પોતાનામાં ઈશ્વરને જુઓ. માત્ર ઈશ્વર જ ઈશ્વરની આરાધના કરી શકે છે.

સજગતામાં વૃધ્ધિ તમને વાસ્તવિકતાની નજીક લાવે છે. એ વૃધ્ધિ માટે તમારે પ્રાણશક્તિ વધારવી પડે. (1) ઉપવાસ, તાજો ખોરાક (2) પ્રાણાયામ, સુદર્શન ક્રિયા, ધ્યાન (3) મૌન (4) ઠંડા પાણીથી સ્નાન (5) નિંદ્રાધીન ના થવું (6) ભાવનાત્મક પરાકાષ્ઠા (7) ગુરુની ઉપસ્થિતિ (8) ગાયન અને મંત્રજાપ (9) દાનકર્તાની ભાવના વગર આપવું અને કર્તાપણા વગર સેવા કરવાથી વધે છે. આ તમામ સમગ્રપણે હોય ત્યારે યજ્ઞ કહેવાય.

જ્યારે તમને સમસ્ત વિશ્વ માટે આદર હોય છે ત્યારે તમે તેની સાથે સંવાદિત હોવ છો. એ પછી તમે આ વિશ્વની કોઈ ચીજનો અસ્વીકાર નથી કરતા અથવા ત્યજી નથી દેતા. જ્યારે તમને તમારા બધા સંબંધો માટે સન્માન હોય છે ત્યારે તમારી પોતાની ચેતના વિસ્તૃત થાય છે. એ પછી એક નાની વસ્તુ પણ અગત્યની અને મોટી જણાય છે. દરેક નાનુ પ્રાણી પણ ગૌરવવંતુ દેખાય છે. તમારા જીવનની દરેક ક્ષણ સન્માનસહ હોય તેવું કૌશલ્ય કેળવો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

ફરાળી સુખડી

નવલા નોરતામાં મા શક્તિની આરાધના ફરાળી સુખડીના પ્રસાદ સાથે કરી લો!

સામગ્રીઃ

  • રાજગરાનો લોટ 1 કપ
  • ઘી 1 કપ
  • ગોળ ½ કપ
  • સૂકા મેવાની કાતરી 2 ટે.સ્પૂન
  • મલાઈ 2 ટે.સ્પૂન અથવા મિલ્ક પાઉડર 2 ટે.સ્પૂન

રીતઃ ગોળને ઝીણો સમારી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં લોટ ગુલાબી રંગનો શેકી લો. ગેસની આંચ મધ્યમ રાખો. લોટ શેકાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી લો. હવે તેમાં મલાઈ અથવા મિલ્ક પાઉડર મેળવીને 2 મિનિટ તવેથા વડે હલાવો.

2-3 મિનિટ બાદ લોટ થોડો ઠંડો થાય, તેમાંથી વરાળ નીકળતી બંધ થાય એટલે સમારેલો ગોળ મેળવો. થોડીવારમાં તેમાં ગોળ ઓગળી જાય એટલે એક થાળીમાં ઘી ચોપળીને મિશ્રણ પાથરીને તવેથા અથવા ચપટા તળિયાવાળી વાટકીથી ઉપરનું આવરણ એકસરખું પ્લેન કરી લો. ઉપરથી સૂકા મેવાની કાતરી ભભરાવી દો. 2-3 મિનિટ બાદ ચપ્પૂ વડે ચોસલા પાડીને 15-20 મિનિટ માટે સુખડી ઠરવા દો.

ત્યારબાદ ચોસલા કાઢી લઈ સુખડી માતાજીને ધરાવીને ફરાળ આરોગો.

૦૯ ઓક્ટોબર ૨૦૨૪

નોટ આઉટ @ 81 : પ્રહલાદભાઈ સુથાર

છેલ્લાં આઠ વર્ષમાં આઠ બાળ ઉપયોગી પુસ્તકો (3 પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમીની સહાય સાથે) લખનાર પ્રહલાદભાઈ સુથારની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ કામલીમાં (સિધ્ધપુર પાસે), વતન ઉત્તર ગુજરાતના કડી તાલુકાનું આનંદપુરા ગામ. હોળીના દિવસે તેમનો જન્મ થયો હોવાથી તેમનું નામ પ્રહલાદ રાખ્યું હતું. પાંચ ભાઈ અને એક બહેનનો સામાન્ય પરિવાર. પિતા સુથાર હતા પણ તેમને ગણિતનો બહુ શોખ હતો, ગણિતમાં 100માંથી 100 માર્ક આવતા! પ્રહલાદભાઈ ચાર ધોરણ સુધી ગામમાં જ ભણ્યા. પાંચથી આઠ ધોરણ અને આગળ ભણવા રેલ્વે સ્ટેશન ડાંગરવા ઓળંગી બે કિલોમીટર ધૂળિયા રસ્તે પગે ચાલી જતા. અભ્યાસ બાદ તેમને શિક્ષક થવાનું મન હતું, પણ વડીલોની સલાહ માની પ્રહલાદભાઈએ સરકારી નોકરી સ્વીકારી, છ બદલી થઈ! ₹90ના પગારથી નોકરીની શરૂઆત કરી. સમયનો સદુપયોગ અને થોડી કમાણી કરવા માટે ફોટો-સ્ટુડીઓનું કામ, કલર-કામ, સુથારી-કામ, મોડેલિંગનું કામ શીખ્યા અને ઘણું કામ કર્યું. નોકરી માટે આવવા-જવામાં સમય ઘણો લાગતો હતો ત્યારે નાના ગામની મોટી લાઇબ્રેરીનો ઉપયોગ કરી ઘણું વાંચન કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :   

નિવૃત્ત થયાને 24 વર્ષ થઈ ગયા છે. બે કમાઉ  દીકરા છે, તેઓ નાના દીકરા-વહુ સાથે રહે છે. જીવન મોજમાં જીવી રહ્યા છે! ઘરનાં લોકો તેમનું  બહુ ધ્યાન રાખે છે. ચાર વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થયું. તેમણે છેલ્લાં આઠ વર્ષમાં આઠ બાળ ઉપયોગી પુસ્તકો લખ્યાં છે.

શોખના વિષયો :   

લખવાનું અને વાંચવાનું (ધાર્મિક વાંચન) ગમે. ચિત્ર કરવાનો અને બિલ્ડીંગના મોડેલિંગ કરવાનો શોખ. વડીલોની ટોળકીમાં મિત્રોની વર્ષગાંઠ પર કવિતા લખી આપવાનો નવો શોખ છે! બાકી તો “ચાલશે, ભાવશે અને ફાવશે”નો મંત્ર અપનાવ્યો છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:

તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે! કોઈ જાતનો રોગ નથી. શરીરનું  દેહ-દાન કરેલું છે. સવાર-સાંજ કલાક પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની સાથે-સાથે કસરત પણ કરે છે. વડીલોની ટોળકી સાથે નાસ્તા-પાણી કરી પ્રસંગોની ઉજવણી કરે છે. સિનીયર સિટિઝન્સ ગ્રુપમાં તેમના કવિતા-સર્જનના શોખે તેમને નવી ઓળખ આપી છે!

યાદગાર પ્રસંગ:  

મામાની મીઠી નજરે તેમની સાથે કારમાં બેસીને તેઓ કામે જતા. મામાના અને તેમના બાળકો કાર ચલાવતા શીખી ગયા પણ તેઓ ગાડી ચલાવતા શીખ્યા નહીં. ઘરની ગાડી હોવા છતાં કોઈના ભરોસે રહેવું પડે છે તેનું દુઃખ છે. ગાંધી-આશ્રમમાં તેમના પિતાએ અને તેમણે મોડલિંગનું ઘણું કામ કર્યું છે. આખા કેમ્પસનું મોડલ તેમણે બનાવ્યું હતું. હૃદયકુંજની સામે લાઈટ-એન્ડ-સાઉન્ડ શો બનાવતી વખતે તેમનું મોડલ ઘણું કામ આવ્યું. AUDAનો અત્યારનો લોગો મશીનરીના ઉપયોગ વગર હાથ કારીગરીથી તેમણે બનાવ્યો છે! પત્નીને નાકમાં છીંકણી ભરવાની ટેવ. પત્ની છીંકણી સુંઘવા  ઘરની બહાર જાય એટલી વારમાં પ્રહલાદભાઈ તેમનું લેખન કાર્ય કરી લે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:

નવી ટેકનોલોજી માટે તેઓ એકદમ પોઝીટીવ છે. પોતે તો શીખ્યા નથી પણ તેના ઉપયોગથી સુધારા-વધારા કરવાનું બહુ સહેલું પડે છે, જેનો સતત લાભ તેમને મળે છે. પરદેશ રહેતા સ્વજનો સાથે સતત સહેવાસમાં રહી શકાય છે. ગજબની ટેકનોલોજી છે એવું તેમને લાગે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?   

પહેલાના સમયમાં લોકો પ્રસંગો ઉપર જરૂર ભેગાં થતાં, હવે રોજ ભેગાં તો થાય છે પણ મોબાઈલ પર! આમને-સામને મળવાનું ઓછું થઇ ગયું છે. યુવાનોનો મોટાભાગનો સમય મોબાઈલમાં જાય છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

આજની પેઢી સાથે તો સંકળાયેલા રહેવું જ પડેને? તેમને બે દીકરા, બે પૌત્ર, બે પૌત્રી અને એક પ્રપૌત્ર છે. તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે એટલે યુવાનોને મળવાનું થાય. બાળવાર્તાઓ લખે છે એટલે બાળકોને પણ મળવાનું થાય. મોટાભાગે મા-બાપ મોબાઇલમાંથી ઊંચા નથી આવતાં એટલે બાળકો તેમની વાર્તાઓ વાંચી સમય પસાર કરે છે!

સંદેશો :  

વડીલો પોતાની તંદુરસ્તી સાચવે તે જરૂરી છે. સ્વાર્થ છોડી પરિવારનાં સૌ સાથે હળીમળીને રહેવું. દીવા અને અગરબત્તી સમા રહી સમાજ-સંસારે સોહામણા બનાય એ અગત્યનું છે. વ્યસનો છોડો. વાવેલું ઊગ્યે દુઃખી થઈ દુઃખી કરે તે કોઈને ના ગમે. આ વાત સલાહ ગણાવી કે સંદેશો તે વાચકો પર છોડીએ!

પંચાંગ 09/10/2024

હરિયાણામાં ભાજપનો વિજય, ગુજરાતમાં પક્ષે કરી જલેબી પાર્ટી

હરિયાણાના જલેબી રાજકારણનો મુદ્દો ગુજરાતમાં પહોચ્યો છે. હરિયાણામાં ભાજપની જીત બાદ ગુજરાતમાં જલેબીથી ઉજવણી કરાઇ છે. કમલમ ખાતે જલેબી બનાવીને ભાજપે ઉજવણી કરી છે. જલેબી માટે ખાસ સામગ્રીઓ પણ પ્રદેશ કાર્યાલય મંગાવાઈ હતી. પ્રદેશ ભાજપના આગેવાનોએ જલેબી ખવડાવીને ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ હરિયાણામાં જલેબીની ફેકટરી નાંખવાની જાહેરાત કરી હતી, ત્યારે હરિયાણાના પરિણામો બાદ સી.આર પાટીલે ઉજવણી કરી છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલાએ જલેબી ખવડાવીને ઉજવણી કરી છે.

હરિયાણા જીતને લઈ કેન્દ્રીય મંત્રી સી.આપ.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, આજે ફરીથી એક વખત જનતાએ સાબિત કરી બતાવ્યું છે કે ભાજપમાં અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ છે. હરિયાણાના મતદારોએ તે વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે, અને સતત ત્રીજી વખત હરિયાણામાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. કોંગ્રેસ ડબલ એન્જિન સરકારનો મજાક ઉડાવતા હતા, પરંતુ હરિયાણાના લોકોએ ત્રીજી વખત ભાજપને સત્તા સોંપી છે. વધુમાં સી.આર.પાટીલે હરિયાણાની જીત પર કહ્યું કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે. બંધારણમાં વિશ્વાસ મૂકીને વડાપ્રધાન મોદીએ સરકાર બનાવી અને ચલાવી રહ્યા છે, તેની જીત છે. કોંગ્રેસના જૂઠાણાં અને નેગેટિવિટીને લોકોએ જાકારો આપ્યો છે.

ભાજપ હેડ ક્વાર્ટર ખાતે તમામ ભાજપના નેતાઓ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પણ જલેબી બનાવી હતી અને તમામ લોકોએ એકબીજાને જલેબી ખવડાવીને જીતની ઉજવણી કરી હતી તો સુરતમાં પણ હરિયાણામાં ભાજપને મળેલી જીતની ઉજવણી કરવામાં આવી છે. ભાજપની જીત પર કાપડના વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને કાપડ વેપારીઓએ ભાજપ જીત તરફ વળતા સેલિબ્રેશન કર્યું છે. કાપડના વેપારીઓએ પણ મીઠાઈ અને જલેબી ખવડાવી ભાજપની જીતની ઉજવણી કરી છે.

આરજી કર મેડિકલ કોલેજના 50 સિનિયર ડોક્ટરોએ આપ્યાં રાજીનામાં

કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના આશરે 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં છે. આ બધા ડોક્ટરોએ જુનિયર ડોક્ટરોએ આમરણ ઉપવાસ પ્રત્યે ટેકો અને એકજુટતા બતાવતાં પદ પરથી રાજીનામાં આપી દીધાં છે. સામૂહિક રીતે રાજીનામાં આપવાનો નિર્ણય મેડિકલ કોલેજના વિવિધ વિભાગોના પ્રમુખોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

એક સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલના બધા 50 વરિષ્ઠ ડોક્ટરોએ રાજીનામાં પર હસ્તાક્ષર કર્યાં છે. એ જુનિયર ડોક્ટરો પ્રત્યે અમારી એકજુટતા વ્યક્ત કરવા માટે છે. જે પીડિતાના ઇન્સાફની લડાઈ લડી રહ્યા છે. NRS મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો પણ રાજીનામાં આપે એવી શક્યતા છે.રાજ્યના ડોક્ટરોના સંયુક્ત મંચે મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યા મામલે ન્યાયની માગ કરી હતી. એ સાથે ભ્રષ્ટ આરોગ્ય સેવા પ્રણાલીને ખતમ કરવાની માગ કરી હતી. જુનિયર ડોક્ટરો તેમની માગને લઈને ચાર દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે.

આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બે દિવસ પહેલાં થ્રેટ કલ્ચર અને મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કમિટીએ મોટું પગલું ભર્યું હતું. આ કમિટીએ 10 ડોક્ટરો સહિત 59 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. એમાં ડોક્ટર, ઇટર્ન્સ, વિદ્યાર્થીઓ અને હાઉસ સ્ટાફ સામેલ છે. આ ડોક્ટરો પર આરોપ લગાવવામાં આવ્યા હતા, જેમાં રેગિંગનો મામલો પણ સામેલ છે.

વરિષ્ઠ ડોક્ટરોનાં સામૂહિક રાજીનામાં સરકાર માટે મોટો આંચકો સમાન છે. તેમણે તેમનાં નિવેદનમાં કહ્યું હતું કે અમે અમારા સહયોગીઓ સાથે ઊભા છીએ અને તેમને સહયોગ આપવા આ પગલું ભર્યું છે.

 

 

 

 

 

 

શૂટિંગ દરમિયાન સિંગર પર પડ્યો સેટ, તુલસી કુમારની હાલત ખરાબ

મુંબઈ: બૉલિવૂડ સિંગર તુલસી કુમાર સાથે સેટ પર અકસ્માત થયો હતો. જોકે સદ્નસીબે તે ગંભીર ઈજાથી બચી ગઈ. તે સેટ પર એક મ્યુઝિક વીડિયો શૂટ કરી રહી હતી. ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી પેજ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં તુલસી અકસ્માતનો સામનો કરતી જોવા મળી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે તુલસી માંડ માંડ ઘાયલ થવાથી બચી છે.જો કે તુલસીએ આ ઘટના અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. સેટ પર આવી ઘટનાઓ સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.

સેટ તુલસી કુમાર પર પડ્યો સેટ

સામે આવેલા વીડિયોમાં તુલસી કુમાર ક્રીમ રંગના આઉટફિટમાં જોવા મળે છે. તે પોતાનું શૂટ કરી રહી છે. એવામાં તેમની પાછળ અને આગળ મૂકેલા મોટા હોર્ડિંગ્સ નીચે પડી જાય છે અને તુલસી સાથે ટકરાય છે. ઘટના બનતાં જ લોકો તેને બચાવવા દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં સેટ તેમના પર પડી જાય છે. આ પછી તેણીને પીડામાં ચીસ પાડતી જોઈ શકાય છે. જે રીતે સિંગરનું રિએક્શન જોવા મળે છે તે જોઈને લાગે છે કે તેણીને કમર પર ઈજા થઈ છે.

આ વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે,’અરે શું થયું,બહુ વધારે તો નથી લાગ્યુ ને?’અન્ય એક વ્યક્તિએ લખ્યું,’શું સેટ પર સલામતી માટે પહેલેથી જ કંઈક કરવામાં આવ્યું નહોતું?ઘણા લોકો તેને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, ‘આ લોકોને કોઈ ભરોસો નથી, તેઓ ઘાયલ થયા વિના પણ નાટક કરી શકે છે.’ જ્યારે એક વ્યક્તિએ લખ્યું,’નિર્દેશક તેણીને ખસવા માટે કહી રહ્યા હતા પરંતુ તેમ છતાં તે ખસી નહીં. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે,’આ 101 ટકા ડ્રામા છે.’

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

તુલસી કુમાર ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારની બહેન છે. તુલસી કુમાર ગુલશન કુમારની પુત્રી છે. તુલસી કુમાર એક જાણીતી ગાયક છે અને લોકો તેમના ગીતોને ખૂબ પસંદ કરે છે. તેણે ‘હમ મર જાયેંગે’, ‘ઓ સાકી સાકી’, ‘તુમ જો આયે’ જેવા ઘણા ગીતો ગાયા છે, જે ખૂબ હિટ પણ છે.

PRL અને IIT-રૂરકી વચ્ચે સંશોધન, શિક્ષણ, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા MOU

અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી(IITR) અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) વચ્ચે એક ખાસ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંશોધન, શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) 177 વર્ષ જૂની સંસ્થા છે. જેમાં 23 વિભાગો અને 9 શૈક્ષણિક કેન્દ્રો આવેલા છે. આ ઉપરાંત એક ખાસ શાળા પણ આવેલી છે જે વિજ્ઞાન અને ઇજનેરી, શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં યોગદાન આપે છે. બીજી તરફ PRL એ ભારત સરકારના અવકાશ વિભાગનું એક એકમ છે. જે ભૌતિકશાસ્ત્ર, અવકાશ ભૌતિકશાસ્ત્ર, સૌર ભૌતિકશાસ્ત્ર, વાતાવરણીય વિજ્ઞાન, ભૂ-વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ગ્રહ વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પસંદગીના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન કરે છે.IITR અને PRL એ પરસ્પર લાભ માટે, જ્ઞાનની પ્રગતિ માટે તેમજ પરસ્પર સહયોગ આપવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. MOUના કારણે બંને સંસ્થાઓની ફેકલ્ટી, રિસર્ચ ફેલો અને વિદ્યાર્થીઓને સંશોધન ચર્ચાઓમાં ભાગ લેવા મળશે. સાથે જ વૈજ્ઞાનિક પરિસંવાદો, કાર્યશાળાઓ અને પરિષદોના સંયુક્ત સંગઠન દ્વારા એકબીજા સાથે જોડાવા માટે પ્રોત્સાહન મળશે.

હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો લોકતંત્રની હારઃ જયરામ રમેશ

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણીમાં મળેલી હારથી કોંગ્રેસે વ્યથિત છે. કોંગ્રેસે હરિયાણાની હારને પચાવી નથી શકી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે આ તંત્રની જીત છે. આ ચૂંટણી પરિણામો અમે સ્વીકારી નથી શકતા. કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવવા શરૂ કર્યા હતા.

કોંગ્રેસ નેતા રમેશે કહ્યું હતું કે બધાં પરિણામોની જેમ ચૂંટણીના વલણોને જાણીબૂજીને પંચની વેબસાઇટ પર ધીમે-ધીમે શેર કરવામાં આવતી હતી. શું ભાજપ વહીવટી તંત્ર પર દબાણ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે? એવો સવાલ કર્યો હતો. રમેશે પંચને પત્ર લખીને મત ગણતરીમાં અપડેટમાં વિલંબનો આરોપ લગાવ્યો હતો.

સોશિયલ મિડિયા પર પંચને ટેગ કરતાં જયરામ રમેશે લખ્યું હતું કે લોકસભા ચૂંટણીની જેમ હરિયાણામાં ફરી ECI વેબસાઇટ પર ધીમી ગતિથી અપડેટ થઈ રહ્યા છે. ECI જવાબ આપે.

જોકે ચૂંટણી પંચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને જડબાતોડ જવાબ આપ્યો છે. પંચે રમેશના આરોપોને નિરાધાર જણાવતાં ફગાવી દીધા હતા. પંચે કહ્યું હતું કે રમેશે એના સમર્થનમાં કોઈ તથ્યાત્મક દસ્તાવેજ રજૂ નહીં કરી શક્યા, જેથી તેમના આરોપોને ફગાવી દેવામાં આવે છે.

બીજી બાજુ, કોંગ્રેસનાં નેતા કુમારી શૈલજાએ કહ્યું હતું કે નિરાશાજનક પરિણામો છે. અમારા કાર્યકરો બહુ નિરાશ છે. 10 વર્ષ સુધી પાર્ટી માટે લોહી-પાણી એક કર્યાં છે. હવે અમારે આગળ નવેસરથી વિચારવું પડશે, કેમ કે ખામીઓ છે, કોણ લોકો છે, જે જવાબદાર છે. રાહુલ ગાંધીએ જે માહોલ બનાવ્યો હતો, એ આગળ સફળ ના થઈ શક્યો. હાઇકમાન્ડે એ જોવું રહ્યું કે શું થયું છે, એમ તેમણે કહ્યું હતું.