ગુજરાતભરમાં ભારે વરસાદને પગલે રોગચાળો પણ વકર્યો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં મોસમે મિજાજ બદલ્યો છે. જિલ્લામાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એક જ દિવસમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા ત્રણે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને અનુલક્ષીને જી.જી.હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ગઈકાલે તા.21થી શરૂ કરવવામાં આવ્યો છે.

જામનગરના શહેરી વિસ્તારની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. થોડા સમયમાં તંત્રને તાવના 300થી વધુ કેસોમાં મળી આવ્યો છે, જેમના બ્લડ સેમ્પલ લઈને તાવની ચકાસણી કરવામાં આવી હતી. આ જ રીતે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિસીન વિભાગમાં દૈનિક 300થી વધુ દર્દીઓની ઓપીડી રહેવા પામે છે. જેમાંથી રોજ 106 થી 120 ની સરેરાશમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેપૈકી રોજ 30-35 દર્દીઓ ડેન્ગ્યુના અને બાકીના ઋતુજન્ય તાવ અને શરદી-તાવના દર્દીઓ હોય છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.






ભાજપના નેતાઓ પર આરોપ લગાવતા સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, ‘બબીતા ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ફોગાટે બ્રીજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્ડા હતો. તે ડબ્લ્યુએફઆઇના પ્રમુખ બનવા માંગતી હતી.’
બબીતા ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, ‘અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી પહેલવાન તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે.’

6 દિવસની પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ આરોપીઓ પાસેથી સીટે તમામ માહિતીઓ મેળવીને આરોપનામું ઘડી કાઢ્યુ છે. કુલ 6,000 પાનાની ચાર્જશીટમાં 100થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મેડિકલ અને ફોરેન્સિક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યા છે. પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરીને ગેંગરેપ, પોક્સો, લૂંટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મંગળવાર સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના પગલે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. બંગાળની ખાડીથી લઈને તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દાના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે 23 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યભરના 14 પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ ઓડિશાના પુરીમાં આવેલા ભક્તોને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. IMDએ માછીમારોને સોમવારે સાંજ સુધીમાં કિનારા પર પાછા ફરવાની અને 26 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને તૈનાત માટે સ્ટેન્ડબાય પર રાખી છે.
