દિલ્હી સરકારે વિશેષ જરૂરિયાતો ધરાવતા વિકલાંગોને માસિક સહાય આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકાર આવા વિકલાંગોને દર મહિને 5000 રૂપિયા આપશે. આ રકમ સમગ્ર દેશમાં સૌથી વધુ છે. આ માહિતી સમાજ કલ્યાણ મંત્રી સૌરભ ભારદ્વાજે આપી હતી. ભારદ્વાજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 60 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા વિકલાંગ લોકો આ માસિક નાણાકીય સહાય માટે પાત્ર બનશે. તેમણે કહ્યું કે સોમવારે મળેલી મંત્રી પરિષદની બેઠકમાં નાણાકીય સહાય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Specially Abled लोगों को हर माह 5000 रुपए की पेंशन देगी AAP सरकार 💯
इन Specially Abled लोगों की और ज्यादा मदद करने का दिल्ली की आम आदमी पार्टी सरकार ने फैसला लिया है।
दिल्ली सरकार Specially Abled लोगों को अब हर महीने 5000 रुपए की आर्थिक मदद देगी। इतनी बड़ी राशि देने वाला… pic.twitter.com/UyhZsOV8VK
આ યોજનાને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવાની જરૂર નથી
મંત્રીએ કહ્યું કે આ યોજના લાગુ કરવા માટે સમાજ કલ્યાણ વિભાગને સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ અંતર્ગત એક મહિનામાં રજિસ્ટ્રેશન શરૂ થવાની આશા છે. ભારદ્વાજે કહ્યું કે હું માનું છું કે આ યોજનાનો પ્રસ્તાવ રાજ્યપાલને મંજૂરી માટે મોકલવાની જરૂર નથી, કારણ કે તે જનતાના પૈસા છે જે તેમના પોતાના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે.
દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે વિશેષ દિવ્યાંગોને દર મહિને 5000 રૂપિયાની આર્થિક સહાય આપવા જઈ રહ્યા છીએ. આટલી મોટી રકમ આપનાર દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ઈમાનદારીથી કામ કરી રહી છે અને અમારો નિર્ણય ભાજપના આરોપોનો જવાબ છે, જે અફવા ફેલાવી રહી છે કે દિલ્હી સરકાર ખોટમાં ચાલી રહી છે.
2011ની વસ્તી ગણતરી મુજબ, દેશમાં વિકલાંગ વ્યક્તિઓની સંખ્યા 2.68 કરોડ છે, જે દેશની કુલ વસ્તીના 2.21 ટકા છે. RPwD એક્ટ, 2016 મુજબ 21 પ્રકારની વિકલાંગતાઓ છે. તેમાં લોકોમોટર ડિસેબિલિટી, વિઝ્યુઅલ ડિસેબિલિટી, સાંભળવાની ડિસેબિલિટી, વાણી અને ભાષાની ડિસેબિલિટી, બૌદ્ધિક ડિસેબિલિટી, મલ્ટિપલ ડિસેબિલિટી, સેરેબ્રલ પાલ્સી, ડ્વાર્ફિઝમ વગેરેનો સમાવેશ થાય છે.
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડીમાં બેઠકો માટે જંગ જામ્યો છે. જો કે ગઠબંધનના નેતાઓ કહે છે કે મામલો લગભગ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. આજે શિવસેના (UBT) અને કોંગ્રેસ વચ્ચે ઘણી સીટોને લઈને હોબાળો ચાલી રહ્યો છે. આ સંદર્ભે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે મહાવિકાસ આઘાડીના નેતાઓને મળવા પહોંચ્યા છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પોતે આ માહિતી આપી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મળવા આવ્યા
સંજય રાઉતે આ મામલે કહ્યું કે “આજે દિલ્હીમાં રહેલા કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાત સવારે શરદ પવારને મળવા આવ્યા છે. આ પછી તે માતોશ્રી આવશે અને પછી અમે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના અન્ય નેતાઓ કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરીશું અને પછી જોઈશું કે શું કરવું, પરંતુ અત્યારે બધું બરાબર છે.”
સીએમ શિંદે પર ધારાસભ્યોને પૈસા આપવાનો આરોપ
આગળ સંજય રાઉતે કહ્યું,”ગઈ કાલે બે વાહનો હતા, જેમાં લગભગ 15 કરોડ રૂપિયા હતા. મેં અગાઉ કહ્યું તેમ, એકનાથ શિંદેએ તેમના લોકોને ચૂંટણી જીતવા માટે 50-50 કરોડ રૂપિયાનું વચન આપ્યું હતું, આ 15 કરોડ રૂપિયાની રકમ એજ હતી. બે ગાડીઓ હતી, તેઓએ એક કોલ આવ્યા પછી છોડી દીધા કારણ કે ત્યાં ફરજ પર હાજર ઈન્સ્પેક્ટર પહેલા ધારાસભ્ય હતાં. રાજ્યના 150 જેટલા ધારાસભ્યોને અત્યાર સુધીમાં 15-15 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે.
મોડી સાંજે પૈસા પકડાયા
નોંધનીય છે કે પુણે ગ્રામીણ પોલીસે 21મી ઓક્ટોબરની મોડી સાંજે નાકાબંધી દરમિયાન ખેડ શિવપુર ટોલ બૂથ પર રોકડ જપ્ત કરી હતી. આ કેસમાં પુણે ગ્રામીણ એસપી, પંકજ દેશમુખે જણાવ્યું હતું કે પુણે ગ્રામીણ પોલીસ દ્વારા ખેડ શિવપુર ટોલ નાકા પર નાકાબંધી દરમિયાન કારમાંથી કુલ રૂ 5 કરોડ રોકડા મળી આવ્યા હતા. કારમાં ડ્રાઇવર સહિત ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી. આ રોકડની વધુ તપાસ માટે આવકવેરા વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે.
વકફ બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા અને પશ્ચિમ બંગાળના શ્રીરામપુરના સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના નેતા અભિજિત ગંગોપાધ્યાય વચ્ચે ઉગ્ર દલીલ બાદ બેઠકમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન કલ્યાણ બેનર્જીએ ગુસ્સામાં કાચની પાણીની બોટલ તોડી નાખી, જેના કારણે તેમની પોતાની આંગળીમાં ઈજા થઈ. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને આ વર્તન બદલ વકફ બિલ પર જેપીસીમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વકફ બિલ પર જેપીસીના સભ્ય બેનર્જીએ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ વિરુદ્ધ અસંસદીય ભાષાનો ઉપયોગ કરવા અને કાચની બોટલ તોડીને તેમના પર ફેંકવા બદલ લોકસભાના નિયમો 261 અને 374 (1) (2) હેઠળ એક દિવસ અને બે બેઠકો સ્થગિત કરવામાં આવી હતી. માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બેનર્જીના સસ્પેન્શનની માગણીના પ્રસ્તાવની તરફેણમાં નવ અને વિરોધમાં આઠ મત પડ્યા હતા.
અમદાવાદમાં વધાતા ટ્રાફિકને લઈ હાઈકોર્ટ અવાર નવાર ટકોર કરતી હોય છે. ટ્રાફિકમાંથી આશંક રાહત આપવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા રિંગ રોડ પરથી રોજ પસાર થતાં વાહન ચાલકો માટે ટ્રાફિક અને સિંગ્નલ મુક્ત બનશે 10 નવા ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બનાવાશે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, રિંગ રોડ પર કમોડ, બાકરોલ, હાથીજણ, રામોલ, પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, શિલજ, સિંધુભવન પર 6 માર્ગીય ઓવરબ્રિજ સહિત ઓગણજ જંકશન મળી 10 જંકશન પર અંદાજિત 1100 કરોડ રૂપિયા ખર્ચે નવા 10 ઓવરબ્રિજ અને એક અન્ડરબ્રિજ બની રહ્યો છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમને જોડતો રિંગ રોડ નવા વિકસિત વિસ્તારો માટે મહત્ત્વપૂર્ણ રહેશે. નોંધનિય છે કે, રિંગ રોડ પરથી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડે છે. જેથી અમદાવાદ અને બહારના વાહન ચાલકો માટે રિંગ રોડની મહત્વતા વધુ છે. ઉલ્લેખનીય છે કે, ભારે ટ્રાફિકના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને નેશનલ હાઈવે ઓથોરિટીએ એસ.જી. હાઈવે પર 20 કરોડ રૂપિયાના ખર્ચે 5 ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો.
રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટ વહેંચણીને લઈને ખેંચતાણ જારી છે. આ ખેંચતાણને કારણે ઝારખંડમાં CPL (ML)એ ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર થવાનો નિર્ણય કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઠબંધનની અંદર સીટ વહેંચણી પર સહમતી ના થઈ, જે પછી CPL માલેએ ખુદને અલગ કરવાનો નિર્ણય લીધો હતો. માલેએ પક્ષના ઉમેદવારોની પહેલી યાદી જારી પણ કરી દીધી હતી. તેમણે રાજધનવારથી રાજકુમાર યાદવ, નિરસાથી અરૂપ ચેટરજી, સિંદરીથી ચંદ્રદેવ મહતોને ટિકિટ આપી છે.
ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની અંદર સીટોને લઈને ખેંચતાણ જરૂરી છે. JMM અને RJDની વચ્ચે ખેંચતાણની અંદર CPL માલેએ અલગ ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે.બીજી બાજુ, કોંગ્રેસે ઝારખંડ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 21 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે જામતારાથી ઈરફાન અંસારીને ટિકિટ આપી છે. મમતા દેવીને રામગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હજારીબાગથી મુન્ના સિંહ, જમશેદપુર પૂર્વથી ડૉ. અજય કુમાર, હટિયાથી અજય નાથ સહદેવ, સિમડેગાથી ભૂષણ બારાને ટિકિટ મળી છે.
ઝારખંડમાં 13 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે અને બીજા તબક્કાનું મતદાન માટે 20 નવેમ્બરે મતદાન થવાનું છે. આ માટે 22 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.. મતગણતરી 23 નવેમ્બરે થશે. ઝારખંડ વિધાનસભામાં 81 બેઠકો ઝારખંડ વિધાનસભામાં 81 સીટો છે.
જામનગર LCB વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં ATMમાં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર LCB દ્વારા પકડવામાં આવી છે. શહેરના સેકશન રોડ અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા એટીએમમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરિયાદો દાખલ થઈ હતી. જે બાદ LCBની ટુકડીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. આ શખ્સો સામે ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા થોડા સમયથી ATM મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવી રહ્યા હતા. પોલીસ દ્વારા આ દિશામાં સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એલસીબીને બાતમી મળેલી કે એટીએમના કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને રૂપિયા ચોરી કરી ગેંગના ત્રણ ઈસમો સંગઠીત ટોળકી શહેરના ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલા એટીએમમાંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે. બાતમીના આધારે રાજસ્થાન બીકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી, જેની તપાસ જામનગર એલસીબી દ્વારા ચાલુ છે. પોલીસ તપાસમાં એલસીબીએ 47,500ની રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવિક્વિક, પીવીસી પટ્ટીઓ, એટીએમ કાર્ડ, 3 મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ટોળકી ભેગા મળી કોઈ એટીએમને ટાર્ગેટ કરે પછી એટીએમના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતા કલરની પ્લાસ્ટીકની પટ્ટી ફેવિકિ્વક વડે ચોંટાડી દેતા અને કોઈ એટીએમ ધારક ATMમાં રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા અને રૂપિયા કેશ ડીસ્પેન્શરમાંથી બહાર ન નીકળતા, કંટાળીને ATM ધારક એટીએમમાંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમમાં જઈને પોતે લગાવેલી પ્લાસ્ટીકની પટ્ટી ઉખેડી કેશ ડીસ્પેન્શરમાંથી રૂપિયા લઈને ચોરી કરી જતા હતા. આ ગેંગના ત્રણેય આરોપીઓ પ્લેન મારફતે અન્ય રાજ્યમાં ATMમાં ચોરી કરવા જતા હતા. આપને જણાવી દઈએ કે આરોપીઓ દ્વારા અલગ અલગ જિલ્લાના 50થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યુ છે.
દિવાળી મને ગમે તો છે, પણ થાકી ખુબ જવાય છે. બેગ પેક કરતા કરતા માનસી પતિ ઉત્તમ સામે જોઈને બોલી. ઉત્તમે પણ વળતો જવાબ આપ્યો, લે એમાં વળી થાક શેનો લાગે? આ તો મજાના દિવસો છે. કાલે સવારે વહેલા આપણે રાજસ્થાન ફરવા નીકળી જઈશું, તે છેક છ દિવસે પાછા આવીશું. તારે ના સવારે ચા-નાસ્તાની ચિંતા, કે ના છોકરાને સ્કુલે મોકલવાની ફિકર. સૌથી મોટી વાત કે તારે ઓફિસ પણ નહીં જવાનું અને ટીફીન પણ તૈયાર નહીં કરવાના. આટલું સાંભળી માનસી થોડી અકળાઈને બોલી, તમને આ બધુ દેખાય છે પણ એ નથી જોવાતુ કે આ રાજસ્થાન જવાની તૈયારીમાં હું કેટલા દિવસથી લાગેલી છું. તમારા બધાની બેગ પેક કરવાની, નાની નાની વસ્તુઓ યાદ કરી મુકવાની, દિવાળી પહેલાનું કામ, નાસ્તા બનાવવાના, ધનતેરસથી દિવાળી સુધી પૂજાની તૈયારી, ઘરમાં રંગોળી પુરવાની, છોકરા ફટાકડા ન ફોડી લે ત્યાં સુધી એમની પાસે જ ઉભા રહેવાનું, કોઈ આવે જાય એની સાથે વાતો, નાસ્તા, જમવાનું.. એટલું જ નહીં ઓફિસમાં પણ વધારે રજા મુકવાની હોવાથી એડવાન્સ કામ કરવાનું. પરત ફરીએ ત્યારે પણ કેટલું બધું કામ હોય?
તમારે તો બસ શુ નથી કરવાનું એનાથી જ મતલબ છે. જે કરું છું અને કરવાનું છે એ નથી જોવાતું? દિવાળીમાં એન્જોય સાથે કેટલા બધા કામ હોય છે. હકીકતમાં તો દિવાળીની રજાઓ મારી માટે રજાઓ છે જ નહીં!
વાત અહીં માત્ર માનસીની નથી. વાત એવી દરેક મહિલાની છે જે ખરેખર દિવાળીની રજાઓમાં મજા માણવાની જગ્યાએ થાકીને લોટપોટ થઈ જાય છે. સવાલ એ જરૂર થાય કે શુ ખરેખર દિવાળીની રજાઓમાં મહિલાઓને રજા મળે છે?
મહિલાઓના કામ ડબર, ત્રીપલ થઈ જાય છે
કલોથ બુટીકના ઓનર જીનલ પ્રજ્ઞેશભાઈ પંચાલ ચિત્રલેખા.કોમને કહે છે, “દિવાળીનો તહેવાર બધાને ગમતો તહેવાર હોય છે. વર્ષનો સૌથી મોટો તહેવાર છે જેનું ધાર્મિક રીતે પણ અનેરું મહત્વ રહેલું છે. પરંતુ એ વાત તો સ્વીકારવી જ રહી કે આ તહેવાર જેટલો ઉત્સાહ, ઉમંગ લઈને આવે છે એની સાથે મહિલાને થાક પણ ખૂબ લાગે છે. ઘરે હોઈએ ત્યારે પારિવારિક કામ હોય અને બહાર ફરવા નીકળેએ ત્યારે પતિ અને બાળકોનું કામ. સાથે જ સામાનનું પેકિંગ, અનપેકિંગ, છોકરાઓને સાચવવાના, દિવાળી પહેલા દિવાળીના કામ, ગેસ્ટ અટેન કરવાના, ઘરની સાફ-સફાઈ, નાસ્તા બનાવવાના, ખરીદી કરવાની અનેક નાના મોટા આયોજન, આ બધુ લગભગ મહિલાઓના શીરે જ હોય છે. હું એમ નથી કહેતી કે ઘરમાં પુરુષો મદદ નથી કરતા. પરંતુ જે કામ મહિલાઓને કરવાનું હોય એ એમને જ કરવું પડે છે. મોટાભાગની જવાબદારી એમના પર જ હોય છે. માટે એમ કહી શકાય કે દિવાળીની રજાઓમાં મહિલાઓના કામ ડબલ, ત્રીપલ થઈ જાય છે. હા તહેવારની મજા અલગ છે, પણ થાકી તો જવાય જ.”
સોશિયલ એન્જોયમેન્ટ સાથે સખત હાર્ડવર્ક
અમદાવાદની એક ઉચ્ચ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા શિરીન સોની ચિત્રલેખા.કોમને કહે છે કે “રજાઓમાં મહિલાઓને રજાઓ મળે છે ખરી, પણ એને એન્જોય કરવાનો સમય ઓછો મળે છે. સોશિયલ ગેધરીંગની તૈયારી, ઘર સજાવટની તૈયારી, બહાર જવાનું હોય તો એ પ્રમાણે અલગથી તૈયારી કરવી પડે છે. માટે એમ કહી શકાય કે દિવાળીની રજાઓમાં રિલેક્સ થવાની જગ્યાએ થાકવાનું વધારે થાય છે. દિવાળી પહેલા પણ કામ, દિવાળી દરમિયાન અને દિવાળી પછી પણ આરામ નથી મળતો ઓવર સ્પ્રીંગ થાય છે. સોશિયલ એન્જોયમેન્ટની વાત કરીએ તો એ ચોક્કસથી છે પરંતુ એની સાથે સખત હાર્ડવર્ક છે. તો બીજી એક વાત એ પણ છે કે સામાન્ય દિવસોમાં મહિલાઓને સોશિયલ લાઈફ કે ફેમિલી લાઈફ એન્જોય કરવા નથી મળતી જે દિવાળીની રજાઓમાં મળે છે. પરંતુ કામ તો વધી જ જાય છે.”
આખા વર્ષનો થાક દિવાળીમાં લાગે!
અમદાવાદના ગૃહિણી પ્રીતિ સરવૈયા ચિત્રલેખા.કોમને કહે છે, “ખરેખર ખુબ જ સારો સવાલ છે કે દિવાળીની રજાઓમાં મહિલાઓને રજાઓ મળે છે? સામાન્ય રીતે તો આ વિશે આજ સુધી કોઈએ વિચાર્યું પણ નથી. હકીકતમાં દિવાળી એક એવો તહેવાર છે, જેની વર્ષ દરમિયાન રાહ જોવાતી હોય છે. પરંતુ બીજી બાજુ એમ પણ કહી શકાય કે મહિલાઓને આખુ વર્ષ જેટલો થાક નહી લાગતો હોય એટલો દિવાળીમાં લાગે છે. પછી એ કામકાજી મહિલા હોય કે ગૃહિણી દિવાળીમાં બંનેની જવાબદારી લગભગ સરખી જ હોય છે. મહિલાઓ માટે ઘરના કામ સિવાય, દિવાળીની રજાઓમાં બહારના કામો પણ વધે છે. બજારમાંથી તહેવાર માટેની ખરીદી કરવી, કપડાં, મીઠાઈઓ, પરિવાર અને નિકટના સગાઓ માટે ગિફ્ટ ખરીદવી. દરેક વસ્તુની ઘરમાં યોગ્ય રીતે ગોઠવણ કરવી. ઉપરાંત જો ગામડે દિવાળી કરવા જવાનું હોય તો એની તૈયારી જુદી રીતે કરવાની. અહીંથી કામ કરીને જવાનું ત્યાં જઈને કરવાનું પાછું પરત ફરીને ફરી ઘરના કામ. અંતે દિવાળીમાં મહિલાઓને આરામ તો ઠીક પરંતુ કામમાં વધારો થાય છે એમાં કોઈ બેમત નથી.”
દિવાળીનો ઉત્સવ જ્યારે દરેક માટે આનંદકારક હોય છે, ત્યારે તે ક્યારેક મહિલાઓ માટે વધેલા કામનું કારણ બની જઈ, થાકી જવાનું નિમિત્ત બને છે.
16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે રશિયા સાથે અમારા ઐતિહાસિક સંબંધો છે. અમારી વચ્ચે ગાઢ મિત્રતા છે. અમારા સંબંધો વધુ મજબૂત બનશે. પીએમ મોદીએ બ્રિક્સ સંમેલન પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે અમે રશિયા-યુક્રેન સંઘર્ષને લઈને સંપર્કમાં છીએ. દરેક સમસ્યાનું સમાધાન શાંતિથી જ થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પીએમએ કહ્યું કે ભારત તેના સ્ટેન્ડ પર અડીખમ છે અને શાંતિ માટે તમામ શક્ય સહયોગ આપશે. ભારત માનવતાને પ્રાથમિકતા આપવા તૈયાર છે. અમે શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનને સમર્થન આપીએ છીએ.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું રશિયાની મિત્રતા, ઉષ્માભર્યું સ્વાગત અને આતિથ્ય સત્કાર માટે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બ્રિક્સ સમિટ માટે કાઝાન જેવા સુંદર શહેરમાં આવવાની તક મળી તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. કાઝાનમાં ભારતનું નવું કોન્સ્યુલેટ શરૂ થવાથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. છેલ્લા 3 મહિનામાં મારી બે વખત રશિયાની મુલાકાત અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં બ્રિક્સની સફળતા માટે હું તમને અભિનંદન આપું છું. બ્રિક્સે 15 વર્ષમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે અને હવે વિશ્વના સફળ દેશો તેમાં જોડાવા માંગે છે. હું બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.
અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે મને યાદ છે કે અમે જુલાઈમાં મળ્યા હતા અને અમે ઘણા મુદ્દાઓ પર ખૂબ સારી ચર્ચા કરી હતી. અમે ઘણી વખત ટેલિફોન પર પણ વાત કરી છે. કાઝાનની મુલાકાત લેવાનું આમંત્રણ સ્વીકારવા બદલ હું તમારો ખૂબ આભારી છું. આજે આપણે બ્રિક્સ સમિટના ઉદઘાટન સમારોહમાં હાજરી આપીશું અને ત્યારબાદ રાત્રિભોજન કરીશું.
અમદાવાદ શહેરમાં બિલ્ડીંગો અને રસ્તાના કિનારે મોટા મોટા સાઇનબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ લગાવેલા છે. આ હોર્ડિંગ અને સાઇનબોર્ડનું સ્ટ્રક્ચરની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે. કારણ કે શહેરના કાંકરિયા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવેલું સાઇનબોર્ડ ધરાશાયી થતાં ટુ વ્હીલર પર જઇ રહેલા પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે. આ અકસ્માતમાં બાળક સહિત ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્ય રોડ પર સાઇન બોર્ડ લગાવેલું છે. જે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. આ દરમિયાન ત્યાંથી ટુ વ્હીલર પર પસાર થઇ રહેલા એક પરિવાર પર આ સાઇનબોર્ડ પડ્યું હતું. જેના લીધે એક બાળકોનો હાથ ભાંગી ગયો હતો, જ્યારે અન્ય બે લોકોને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પરિવારના સભ્યોને હોસ્પિટલ ખસેડ્યા હતા. નોંધનીય છે કે સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. આ ઘટના બાદ મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે, કે જો કોઇ જાનહાનિ થઇ હોત તો કોણ જવાબદાર હોત? જ્યારે આ સાઈનબોર્ડેની મજબૂતી સહિતના અનેક સવાલો મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે થઇ રહ્યા છે. સામાન્ય પવનમાં સાઇનબોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો શહેરમાં ભારે પવન ફૂંકાય તો અમદાવાદમાં ઠેર-ઠેર લાગેલા મોટા મોટા હોર્ડિંગ અને સાઇનબોર્ડ તૂટી શકે છે અને મોટી જાનહાનિ પણ સર્જાઇ શકે છે.
આ અગાઉ થોડા મહિના પહેલા મુંબઇમાં સાઇનબોર્ડ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ ઘાયલ થયા હતા. જો સમયસર ચકાસણી કરવામાં ન આવે તો મુંબઇવાળી અમદાવાદમાં થાય તેમાં કોઇ નવાઇ નથી. હવે જોવાનું એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને એલર્ટ થાય છે કે પછી કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ તેની રાહ જોશે.
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ સતત ચર્ચામાં રહે છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી બાદ સમાચારમાં છે. જોકે, હવે ક્ષત્રિય કરણી સેનાએ બિશ્નોઈના એન્કાઉન્ટર માટે મોટું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સંસ્થાના પ્રમુખ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈની હત્યા કરનાર કોઈપણ પોલીસ અધિકારીને 1,11,11,111 રૂપિયા ઈનામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બિશ્નોઈ ગેંગનું નામ કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસમાં પણ સામે આવ્યું હતું.
કરણી સેના પ્રમુખ રાજ શેખાવતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે લોરેન્સ બિશ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને 1,11,11,111 રૂપિયા આપ્યા હોવાનો ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે. તેમણે કહ્યું, ‘ક્ષત્રિય કરણી સેના આપણા અમૂલ્ય રત્ન અને વારસાના અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારા લોરેન્સ બિસ્નોઈનો સામનો કરનાર પોલીસકર્મીને 1,11,11,111 રૂપિયાનું ઈનામ આપશે. તે બહાદુર પોલીસકર્મીના પરિવારની સુરક્ષા અને સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની પણ અમારી જવાબદારી રહેશે. જય મા કરણી.
લોરેન્સ બિશ્નોઈ હાલ જેલમાં છે
લોરેન્સ બિશ્નોઈ હાલમાં ડ્રગ્સની દાણચોરીના કેસમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલમાં મુંબઈમાં સલમાન ખાનના ઘર ગેલેક્સીની બહાર થયેલી ફાયરિંગ અને પછી એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા વિડિયોમાં ક્ષત્રિય કરણી સેનાના વડાએ કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ આપણા અમૂલ્ય રત્ન અને વારસાના અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડી જીના હત્યારા છે.
છેલ્લા છ વર્ષથી બિશ્નોઈના નિશાના પર સલમાન ખાન
અભિનેતા સલમાન ખાન છેલ્લા છ વર્ષથી ભારતથી લઈને કેનેડા અને અમેરિકા સુધી આતંકનો પર્યાય બની ગયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નિશાના પર છે. લોરેન્સે પહેલા ગેંગસ્ટર સંપત નેહરાને અભિનેતાની શોધખોળ કરવા અને તેને મારી નાખવાનું કાવતરું કરવા મુંબઈ મોકલ્યો. હરિયાણામાં ઘોડાની હરાજીમાં સલમાને બોલી લગાવી તે પહેલા પણ લોરેન્સ ગેંગ અભિનેતા પર નજર રાખી રહી હતી.