અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું. મુખ્યમંત્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું, “બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસોમી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.”
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું, “ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, “સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદારના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.”
આ અવસરે મુખ્યમંત્રીએ રાજ્યના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવતું હોય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી. આ દોડ કુલ ૩.૦ કિલોમીટર અંતરની રહી હતી. જેમાં અંદાજિત ૨૫૦૦થી વધુ લોકો જોડાયા હતા.
CMએ રિવરફ્રન્ટ રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી
સરદાર પટેલને કોંગ્રેસી સરકારોએ વારંવાર નજરઅંદાજ કર્યાઃ શાહ
નવી દિલ્હી: રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત એકતા દોડ કાર્યક્રમમાં સ્પર્ધકોને સંબોધિત કરતાં એકતાના મહત્ત્વ અને સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસતને યાદ કરતાં કહ્યું હતું કે તેમને ભુલાડવાના પ્રયાસ સુધ્ધાં કરવામાં આવ્યા હતા. સરદાર પટેલને કોંગ્રેસી સરકારોએ ભૂતકાળમાં વારંવાર નજરઅંદાજ કર્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
સરદાર પટેલની જન્મજયંતી પહેલાં દિલ્હીમાં ‘રન ફોર યુનિટી’ને લીલી ઝંડી આપતાં તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગૃહપ્રધાનની દૂરંદેશી અને કુનેહને કારણે જ 550 થી વધુ રજવાડાંઓ ભારત સંઘમાં ભળી ગયાં. તેમના પ્રયાસોને કારણે જ દેશ એક થયો છે. સરદાર પટેલને કારણે જ લક્ષદ્વીપ ટાપુઓ, જૂનાગઢ, હૈદરાબાદ અને અન્ય તમામ રજવાડાંઓ ભારતમાં ભળી ગયાં. દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં લોકોને સંબોધતાં શાહે કહ્યું હતું કે સરદાર પટેલના વારસાને ભૂંસી નાખવાનો અને નબળો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
The tradition of holding the Ekta Daud, initiated by Modi Ji, to commemorate the invaluable contributions of Sardar Vallabhbhai Patel Ji to nation-building, has evolved into a reiteration of our pledge to make Bharat a developed nation during Amrit Kaal.
Today flagged off the… pic.twitter.com/bg9HoDrrr2
— Amit Shah (@AmitShah) October 29, 2024
તેઓ લાંબા સમયથી ભારત રત્નથી પણ વંચિત હતા. જોકે PM મોદીએ ગુજરાતના કેવડિયામાં પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરી હતી. સરદાર પટેલનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 1950માં તેમના મૃત્યુનાં 41 વર્ષ પછી સરદાર પટેલને 1991માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. દેશની જનતા હવે એક થઈ ગઈ છે. તેમણે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાને સમર્પિત કર્યા છે. વર્ષ 2047 સુધીમાં ભારત તમામ માપદંડોમાં વિશ્વનો અગ્રણી દેશ હશે. રન ફોર યુનિટી સામાન્ય રીતે પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરે યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે દિવાળી એ દિવસે જ આવતી હોવાથી તેનું આયોજન બે દિવસ વહેલું કરવામાં આવ્યું હતું.
આજે ધનતેરસ છે અને આ શુભ અવસર પર દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા અને તેને મજબૂત કરવા માટેના સમર્પણને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે મોદી સરકાર 2014 થી 31મી ઓક્ટોબરને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઊજવી રહી છે., એમ તેમણે કહ્યું હતું.
CM ભૂપેન્દ્ર પટેલનો નૂતન વર્ષનો શ્રદ્ધાભિવ્યક્તિ પ્રવાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2081ના પ્રારંભ દિવસે તારીખ 2 નવેમ્બર, શનિવારે સવારે 7 વાગ્યે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે ત્યારબાદ તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપૂજા માટે જશે. મુખ્યમંત્રી ત્યારબાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 થી 8:45 સુધી નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદન અને શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રી ત્યારબાદ સવારે 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષ શુભેચ્છાઓ પાઠવવા જશે. ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 થી 11:30 કલાક સુધી અમદાવાદમાં એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રી તે પહેલાં સવારે 10 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. મુખ્યમંત્રી નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા ઉપસ્થિત રહેવાના છે.
હિઝબુલ્લાની કમાન નઈમ કાસિમને સોંપાઈ
ઇઝરાયેલે લેબનોનમાં સક્રિય ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં હસન નસરાલ્લાહના ખાત્મા બાદ હિઝબુલ્લાહને ફરી એકવાર નવો નેતા મળ્યો છે. હિઝબુલ્લાહે નઈમ કાસીમને સંગઠનના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તે અગાઉ હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા.
હિઝબુલ્લાએ લેખિત નિવેદન જારી કરીને કહ્યું કે તેની શુરા કાઉન્સિલે સર્વસંમતિથી કાસિમ (71)ને ચૂંટ્યા છે. નઈમને 1991માં હિઝબુલ્લાહના ડેપ્યુટી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નસરાલ્લાહ હિઝબુલ્લાહના વડા તરીકે ચૂંટાયા પછી પણ, નઈમે નાયબ વડા તરીકે સેવા આપવાનું ચાલુ રાખ્યું.
શા માટે નઈમ કાસિમની પસંદગી કરવામાં આવી?
હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કાસિમની પસંદગી સંસ્થાના સિદ્ધાંતો અને ઉદ્દેશ્યોને અનુસરવાના ઉત્સાહને કારણે કરવામાં આવી હતી. નઇમ સામાન્ય રીતે હિઝબુલ્લાહમાં નંબર ટુ લીડર તરીકે ઓળખાય છે. 1980 ના દાયકાની શરૂઆતમાં હિઝબુલ્લાહની સ્થાપના કરનારાઓમાં તે પણ હતો.
‘500 વર્ષ પછી રામ લલ્લા અયોધ્યા મંદિરમાં દિવાળી ઉજવશે’: PM મોદી
દિવાળીના તહેવારને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. આ વખતે અયોધ્યા 28 લાખ દીવાઓથી ઝળહળશે, જેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન મંગળવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વખતે દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે. કારણ કે 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભવ્ય અયોધ્યા મંદિરમાં ભગવાન રામલલાની સ્થાપના થયા બાદ આ પહેલી દિવાળી છે.
2 दिन बाद हम सभी दीपावली का पर्व मनाएंगे।
इस साल की दीपावली बहुत खास और विशेष है।
500 वर्षों के बाद प्रभु श्रीराम अयोध्या के अपने भव्य मंदिर में विराजमान हैं, और उस भव्य मंदिर में विराजमान होने के बाद ये पहली दीपावली है।
इस दीपावली की प्रतीक्षा में कई पीढियां गुजर गईं, लाखों… pic.twitter.com/bPVfue8tVv
— BJP (@BJP4India) October 29, 2024
પીએમ મોદીએ ધનતેરસની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પાઠવી હતી. કહ્યું, ‘હું તમામ દેશવાસીઓને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમે માત્ર બે દિવસ પછી દિવાળી ઉજવીશું. આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ છે. ખૂબ જ ખાસ છે. તમે વિચારતા હશો કે આ વર્ષે શું થયું. તમને જણાવી દઈએ કે, 500 વર્ષ પછી ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે અને તેમના બેઠા પછી, આ પહેલી દિવાળી હશે જે તેમની સાથે ભવ્ય મંદિરમાં ઉજવવામાં આવશે. આવી ખાસ અને ભવ્ય દિવાળીના સાક્ષી બનવા માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ.
’51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ’
આ ઉપરાંત તેમણે રોજગાર મેળા અંતર્ગત 51,000 થી વધુ નવનિયુક્ત યુવાનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. તેમજ નિમણૂક પત્ર મેળવનાર તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, ‘આજે આ તહેવારના વાતાવરણમાં, આ શુભ દિવસે રોજગાર મેળામાં 51,000 યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા છે. હું તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને તમને શુભેચ્છા પાઠવું છું. ભારત સરકાર દેશના લાખો યુવાનોને કાયમી સરકારી નોકરીઓ આપવાની પ્રક્રિયા ચાલુ રાખી રહી છે. ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોમાં પણ લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.
વૃદ્ધોને PM મોદીની દિવાળીની ભેટ
આજે ધનતેરસ અને આયુર્વેદ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ નાગરિકોને ભેટ આપી હતી. આજે, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન, દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં, પીએમ મોદીએ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન વય વંદન કાર્ડ આપ્યા. આ પ્રસંગે પીએમ મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ શિલાન્યાસ કર્યો અને 12850 કરોડ રૂપિયાના અનેક સ્વાસ્થ્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
LIVE: PM Shri @narendramodi lays foundation stone, inaugurates various projects related to health sector. https://t.co/1fRXGcUz4J
— BJP (@BJP4India) October 29, 2024
તમામ વૃદ્ધોને લાભ થશે
તમામ વૃદ્ધોને આ યોજનાનો લાભ મળશે, પછી ભલે તે ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, બધાને આયુષ્માન કાર્ડ માટે પાત્ર ગણવામાં આવશે. આનો અર્થ એ થયો કે આયુષ્માન ભારત યોજનામાં વરિષ્ઠ નાગરિકોની આવક મર્યાદા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, બાકીના નાગરિકો માટે આવક મર્યાદા હજુ પણ ચાલુ છે. યોજનાના લાભાર્થીઓ PMJAY હેઠળ 29,000 થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે.
આ યોજના દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ છે. માત્ર દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રહેવાસીઓને જ આ યોજનાનો લાભ મળતો નથી.
जिस देश के नागरिक जितने स्वस्थ होंगे, उस देश के प्रगति की गति भी तेज होगी, इस सोच के साथ अपने नागरिकों के स्वास्थ्य को प्राथमिकता देते हुए केंद्र सरकार ने स्वास्थ्य नीति के पांच स्तंभ तय किए हैं:-
– प्रिवेंटिव हेल्थकेयर यानी बीमारी होने से पहले का बचाव।
– समय पर बीमारी की… pic.twitter.com/x1lVSxIO81— BJP (@BJP4India) October 29, 2024
કેવી રીતે અરજી કરવી
જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ.
હવે વ્યક્તિગત વિગતો આપ્યા પછી સબમિટ કરો.
આ પછી કુટુંબની વિગતો પર જાઓ અને લાગુ કરો પસંદ કરો.
હવે અરજી ફોર્મ ભરો અને દસ્તાવેજો અપલોડ કરો.
તેનો OTP માન્ય કરો અને ફોર્મ સબમિટ કરો.
છેલ્લે તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
કયા રોગો આવરી લેવામાં આવે છે?
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ અનેક રોગોની મફત સારવાર મેળવી શકે છે. આયુષ્માન ભારત યોજનાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેન્સર, હૃદય રોગ, કિડની સંબંધિત રોગો, કોરોના, મોતિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ વગેરે જેવા ગંભીર રોગોની પણ મફતમાં સારવાર કરવામાં આવે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ, સરકારે ખાનગી હોસ્પિટલોમાંથી મોતિયા, સર્જિકલ ડિલિવરી અને મેલેરિયા વગેરે જેવી ઘણી સારવાર દૂર કરી છે. આ તમામ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં મફતમાં થઈ શકે છે. આ યોજના હેઠળ, રોગોની સાથે પ્રોસ્ટેટ કેન્સર, ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ, પલ્મોનરી વાલ્વ રિપ્લેસમેન્ટ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, સ્કલ બેઝ સર્જરી, ટિશ્યુ એક્સ્પાન્ડર, પીડિયાટ્રિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, ન્યુરોસર્જરી, એન્જીયોપ્લાસ્ટી જેવી સર્જરી પણ કરવામાં આવે છે. મફતમાં થઈ શકે છે. આ સર્જરી સરકારી હોસ્પિટલની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ કરી શકાય છે.
મહારાષ્ટ્રમાં ભાજપની ના છતાં અજિત પવારનો ‘નવાબી’ ઠાઠ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નામાંકનનો છેલ્લો દિવસ છે. NCP (અજિત પવાર) નવાબ મલિકને AB ફોર્મ આપ્યું છે. જોકે તેઓ નામાંકન દાખલ કરશે કે નહીં એ હજી નક્કી નથી. મહારાષ્ટ્રમાં ભાજપ અને NCP (અજિત પવાર) મહાયુતિ ગઠબંધનનો ભાગ છે. ભાજપે નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. મલિકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નામાંકન દાખલ કરશે.
ભાજપે નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો, પરંતુ નવાબ મલિકે પોતે ગમે તે સ્થિતિમાં ઉમેદવારી નોંધાવવાની હઠ દર્શાવી હતી. NCP (અજિત પવાર)એ પણ ઉમેદવારી પત્ર સોંપતાં સંકેત આપ્યો છે કે તે મલિકને ઉમેદવારી નોંધાવાની તક આપી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીમાં રાજ્યની અમુક બેઠકો પર ઉમેદવારી નોંધાવા માટે વિવિધ પક્ષો ઝઘડી રહ્યા છે. SPએ પણ મહા વિકાસ અઘાડીને અલ્ટિમેટ આપતાં પાંચ બેઠકો ફાળવવાની દરખાસ્ત કરી હતી. બીજી તરફ અજિત પવાર જૂથના NCP નેતા નવાબ મલિકે સોમવારે જાહેરાત કરી હતી કે તે પોતે ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી લડશે.
નવાબ મલિક મહારાષ્ટ્રમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ અણુશક્તિનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે અજિત પવારે NCPની આ બેઠક પરથી નવાબ મલિકની દીકરી સના મલિકને ટિકિટ આપી છે. જ્યારે શરદ પવાર જૂથે આ બેઠક પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ઊભા રાખ્યા છે.
નવાબ મલિક મની લોન્ડરિંગ મામલે જેલમાં હતા. જેમને હાલમાં જ છ મહિનાના મેડિકલ જામીન આપવામાં આવ્યા છે. જો તેઓ ચૂંટણી લડે તો તેમને શિવાજી નગર-માનખુર્દ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. જ્યાં SPના અબુ અસીમ આઝમી વિરુદ્ધ ચૂંટણી લડે એવી શક્યતા છે.
રંગોળીમાં જોવા મળ્યા વિકસિત ભારતના રંગો
નવસારી: ખારેલ સ્થિત અનિલ નાયક ટેકનીકલ ટ્રેનિંગ સેન્ટર તેમજ લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી.
દર વર્ષે કોઇ થીમ પર રંગોળી બનાવવામાં આવે છે. આ વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા એમના વિકસિત ભારતના સ્વપ્નની થીમ પર રંગોળી બનાવવામાં આવી છે.
વિકસીત ભારત જાગૃતિ ફેલાવવા માટે ‘વિકસિત ભારત’ની થીમ ઉપર ગીતા મલ્ટી પર્પસ હોલમાં 2500 સ્ક્વેર ફીટમાં વિશાળ રંગોળી બનવવામાં આવી.
આ રંગોળીમાં 400કિલો રંગનો ઉપયોગ થયો હતો. આ રંગોળીમાં વિકસિત ભારતની અનોખી ભાત આકર્ષણનું કેન્દ્ર બની છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)
મુંબઈ: કાંદિવલીમાં બાલભારતી ખાતે પારિવારિક વાર્તાપઠનનું કરાયું આયોજન
મુંબઈ: લેખનકળા એક વ્યક્તિગત કળા છે, સામૂહિક કળા નથી માટે એવું બનતું હોય છે કે વાર્તાકારના પરિવારજનો એની લેખનકળાની પ્રતિભાથી અજાણ્યા રહી જતાં હોય. બાલભારતીના ટ્રસ્ટીઓ હેમાંગ તન્ના અને હેમંત કારિયા એક નવી પરિકલ્પના લઈને આવ્યા. જેનાથી વાર્તાકાર પોતાનાં પરિવારજનોની જોડે મળીને વાર્તાઓની રજૂઆત કરે અને પરિવારજનો પોતાનાં સ્વજનની પ્રતિભાથી પરિચિત થાય.

આ કડીમાં 27 ઓકરોબર રવિવારે રવિવારના રોજ કાંદિવલી (વેસ્ટ) બાલભારતી સ્કૂલ ખાતે વાર્તાવંતના ઉપક્રમે વાર્તાપઠનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 38મી વખત છે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થયું છે. અગાઉ આ શ્રેણીમાં હેમંત કારિયા, સતીશ વ્યાસ અને આરતી મર્ચન્ટ રજૂઆત કરી ચૂક્યા છે. પારિવારિક વાર્તાપઠનના આ ચોથા કાર્યક્રમમાં કિશોર પટેલ અને એમનાં પરિવારના સભ્યોએ ચાર લઘુકથાઓ અને બે ટૂંકી વાર્તાઓની રજૂઆત કરી હતી.

“મિટિંગ”, “ફોરવર્ડ”, “કાગળની હોડી” અને “મુન્ની બદનામ હુઈ” એમ ચાર લઘુકથાઓમાં નાનોમોટો સામાજિક સંદેશ હતો.“ધરમ કરતાં પડી ધાડ” અને “ગલતી સે મિસ્ટેક” બંને ટૂંકી વાર્તાઓ હાસ્યપ્રધાન હતી. જો વાર્તાની વિષયની વાત કરીએ તો ધરમ કરતાં પડી ધાડમાં એક દંપતીના લગ્નજીવનમાં આવી પડેલી સમસ્યા ઉકેલવા જતાં વાર્તાના નાયકનું પોતાનું લગ્નજીવન જોખમમાં આવી પડે છે! જ્યારે ગલતી સે મિસ્ટેકમાં કલ્પના કરો કે તમને મૃત્યુ પહેલાં ચોવીસ કલાકનો ગ્રેસ પિરિયડ મળે છે! તો શું કરશો એ ચોવીસ કલાકમાં? આ વાર્તાના નાયકે શું કર્યુ? એ જાણવા જેવું છે.
વાર્તાપઠનમાં કિશોર પટેલની સાથે એમની દીકરીઓ અનુક્રમે પિનાકી સરાવિયા અને ઈશાની વ્યાસ તથા ભત્રીજી હેતા પટેલે સહયોગ આપ્યો. કાર્યક્રમમાં રજૂ થયેલી વાર્તાઓ વિષે કવિ અને વાર્તાકાર સંદીપ ભાટિયાએ પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે કિશોરભાઈની વાર્તાઓમાં સામાન્ય માણસોના જીવનનો ધબકાર સંભળાય છે. કાર્યક્રમના અંતમાં કિશોરભાઈના દોહિત્ર ધ્રુવ સરાવિયાએ વાર્તાઓ વિષે પોતાનો અભિપ્રાય આપ્યો અને બાલભારતી સંસ્થાનો આભાર માન્યો હતો.
વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી, જો બાઈડને પાઠવી લોકોને શુભેચ્છા
અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસમાં સોમવારે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 600 થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું આયોજન કરવાનું સન્માન મળ્યું છે.બાઈડને કહ્યું કે તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કે સેનેટર, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ તરીકે સેવા આપતી વખતે મારા સ્ટાફના મુખ્ય સભ્યો દક્ષિણ એશિયન અમેરિકનો રહ્યા છે.

જો બાઈડને ગર્વ વ્યક્ત કર્યો
જો બાઈડને કહ્યું,’કમલા હેરિસથી લઈને ડૉ. વિવેક મૂર્તિ સહિત હાજર ઘણા લોકો માટે મને ગર્વ છે કે મેં અમેરિકા જેવું દેખાતું વહીવટ બનાવવાની મારી પ્રતિબદ્ધતા પૂરી કરી.’ બાઈડનના સંબોધન પહેલા ભારતીય અમેરિકન યુવા સામાજિક કાર્યકર્તા શ્રુતિ અમુલા અને અમેરિકન સર્જન જનરલ ડૉ. વિવેક મૂર્તિ, સુનીતા વિલિયમ્સે સંબોધન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશમાં છે, તેથી તેણે વીડિયો રેકોર્ડેડ મેસેજ મોકલ્યો હતો. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી ડૉ. જીલ બિડેન આ દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી, બંને હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે.
Happening Now: President Biden delivers remarks at a White House celebration of Diwali. https://t.co/gTKjvtzCEi
— The White House (@WhiteHouse) October 28, 2024
જો બાઈડને દીવો પ્રગટાવ્યો
2016માં વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રથમ દિવાળીની ઉજવણીને યાદ કરતાં બાઈડને કહ્યું હતું કે ‘દક્ષિણ એશિયન અમેરિકનો સહિત ઇમિગ્રન્ટ્સ પ્રત્યે તિરસ્કાર અને દુશ્મનાવટના ઘેરા વાદળ’ 2024માં ફરી એકવાર દેખાય છે. અમેરિકા આપણને આપણી શક્તિની યાદ અપાવે છે અને આપણે બધાએ પ્રકાશ બનવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન જો બાઈડને વ્હાઇટ હાઉસના બ્લુ રૂમમાં ઔપચારિક દીવો પ્રગટાવ્યો હતો. આ પ્રસંગે તેમણે અમેરિકન લોકશાહીમાં યોગદાન આપવા બદલ દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયનો આભાર માન્યો હતો.
તેમણે બધાને દિવાળીની શુભકામના પાઠવતા કહ્યું કે ‘જીલ અને હું યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના આ તહેવારની ઉજવણી કરતા એક અબજથી વધુ હિંદુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આ દિવસે અમે સમગ્ર અમેરિકામાં અતુલ્ય દક્ષિણ એશિયાઈ સમુદાય દ્વારા દર્શાવવામાં આવેલ આશાવાદ, હિંમત અને સહાનુભૂતિ માટે આભાર માનીએ છીએ. અમેરિકન ઇતિહાસ એ અમેરિકન આદર્શ વચ્ચે સતત સંઘર્ષ રહ્યો છે કે આપણે બધા સમાન બનાવવામાં આવ્યા છીએ અને કઠોર વાસ્તવિકતા કે આપણે ક્યારેય તેના પર સંપૂર્ણ રીતે જીવ્યા નથી. અંધકાર પર પ્રકાશના વિજયને ચિહ્નિત કરીને દિવાળી એ એક રીમાઇન્ડર છે કે આપણામાંના દરેકમાં વિશ્વમાં પ્રકાશ લાવવાની શક્તિ ધરાવે છે, પછી ભલે તે અહીં અમેરિકામાં હોય કે વિશ્વની કોઈ અન્ય જગ્યાએ.

