મુંબઈ: ભારતીય સંગીતકાર રિકી કેજને ચોથી વખત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ પહેલા ત્રણ વખત આ એવોર્ડ જીતનાર રિકી કેજ હવે ચોથી વખત જીતવાની આશા સેવી રહ્યા છે. રિકી કેજને તેના તાજેતરના આલ્બમ ‘બ્રેક ઓફ ડોન’ માટે ફરી એકવાર ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

રિકી કેજને બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા છે. એએનઆઈ સાથે વાત કરતા દિગ્ગજ સંગીતકારે સ્વીકાર્યું કે તેને ચોથી વખત નસીબદાર બનવાની આશા છે. રિકી આગળ કહે છે, ‘મેં પહેલેથી જ ત્રણ ગ્રેમી એવોર્ડ જીત્યા છે, અને આ મારું ચોથું નોમિનેશન છે. મને આશા છે કે આ મારી ચોથી જીત હશે. હું જીવનભર પર્યાવરણવાદી રહ્યો છું અને હું હંમેશા માનું છું કે આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આપણને આ જ શીખવે છે. પર્યાવરણની અશુદ્ધિઓનો સીધો સંબંધ મનની અશુદ્ધિઓ સાથે છે, તેથી એક પ્રજાતિ તરીકે આપણે જે પણ સમસ્યાનો સામનો કરીએ છીએ તેનો ઉકેલ લાવવા માટે આપણે પહેલા આપણા મનને શુદ્ધ કરવું જોઈએ.’
રિકી કેજ કોણ છે?
રિકી કેજ મૂળ ભારતીય છે અને તેનો જન્મ અમેરિકામાં થયો છે. રિકીનો જન્મ 1981માં અમેરિકન શહેર નોર્થ કેરોલિનામાં પંજાબી-મારવાડી પરિવારમાં થયો હતો. રિકી નાનપણથી જ સંગીતના દિવાના હતા. રિકી જ્યારે 8 વર્ષના હતા ત્યારે તે તેના માતા-પિતા સાથે બેંગ્લોર આવ્યા હતા. રિકીએ અહીં બિશપ કોટન નામની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અહીં શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ રિકીએ ઓક્સફોર્ડમાંથી ડેન્ટલની ડિગ્રી મેળવી. કોલેજના અભ્યાસની સાથે રિકી સંગીતની દુનિયામાં પણ વ્યસ્ત રહેવા લાગ્યા હતાં.આ પહેલા રિકી ત્રણ વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે. હવે રિકીને ચોથી વખત નોમિનેટ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
રિકીના નવા આલ્બમ વિશે
રિકી કેજે જણાવ્યું હતું કે પર્યાવરણ આજની અને ભાવિ પેઢી માટે ખૂબ જ જરૂરી છે. રિકી સમજાવે છે, ‘બ્રેક ઓફ ડોન (આલ્બમનું નામ) મારા મનમાં સંગીતની શક્તિ દ્વારા વધુ દયાળુ અને પર્યાવરણ પ્રત્યે સભાન સમાજ બનાવવાની પ્રેરણા આપે છે. તો બ્રેક ઓફ ડોન એ નવા યુગનું આલ્બમ છે. તે ભારતના પ્રાચીન રાગોથી પ્રેરિત છે. બ્રેક ઓફ ડોન પરના નવ ગીતોમાંથી દરેક પ્રાચીન ભારતીય રાગ પર આધારિત છે. તે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કાળજીપૂર્વક રચવામાં આવ્યું છે અને ભારત આધારિત કલ્યાણ સંગીત પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મારું ચોથું GRAMMY નોમિનેશન પ્રાપ્ત કરવાના આ સન્માન બદલ હું ખૂબ જ આભારી છું. આ આલ્બમને ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.






માહિતી અનુસાર ધોરણ 9-10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 23.28 ટકા નોંધાયો છે. 21 શાળા પ્રવેશોત્સવ બાદ પણ આટલો ઊંચો ડ્રોપ આઉટ રેશિયો એ શિક્ષણને પ્રોત્સાહન મળે એવા નક્કર કામોની ગેરહાજરીનું પરિણામ દર્શાવે છે. રાજ્યમાં અનટ્રેસ-ડ્રોપઆઉટ બાળકોની સંખ્યા 7.58 લાખ નોંધાઇ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ બાળકો અનટ્રેસ છે. ધો. 1થી 5માં 1.17%, ધો. 6થી 8માં 2.68% ડ્રોપઆઉટ રેટ જ્યારે ધો. 8 પછી છોકરીઓ કરતા છોકરાનો રેટ ઊંચો છે. આમ, શિક્ષણને પ્રોત્સાહન મળે તેવા કામોના અભાવનું આ પરિણામ છે તેવું લાગી રહ્યું છે.
ધોરણ 9 અને 10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા અને સૌથી ઓછો રાજકોટ જિલ્લામાં 8.53 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કબૂલાત કરવામાં આવી છે કે, ગુજરાતમાં ધોરણ 9થી 8 અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટ વધારે છે.





બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ એક દરખાસ્ત મંજૂરી માટે મૂકવામાં આવી છે. જે મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજૂ કરીને સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવે. જો કે આ દરખાસ્ત મંજૂર થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. AMTS દ્વારા એક મનપસંદ પ્રવાસ યોજના તો ચલાવવામાં આવે જ છે. જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂપિયાની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી AMTS દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.
આર્થિક નિષ્ણાતોના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વેપારી જગત માટે ભયનું વાતાવરણ ઉભુ થયું છે. જેના કારણે દેશની આર્થિક ક્ષમતા નબળી પડી રહી છે. ભારતની આર્થિક પ્રગતિ માટે નવી નીતિની જરૂર છે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના તેમજ પ્રામાણિક વ્યવસાયોને વિકાસની તક આપે.
8 નવેમ્બર 2016ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી છે. તે જ દિવસે મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ.
વર્ષ 2022ના એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં કેશ સર્ક્યુલેશન 71.84 ટકા વધ્યું હતું. જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. જ્યારે 29 ઓક્ટોબર 2021થી તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે, 2021માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2022માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે વધીને લગભગ 72 ટકા સુધી પહોંચી ગયો હતો.
