મણિપુરમાં NDAના સહયોગી NPPએ બિરેન સિંહ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. NPPએ આ સંબંધમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર મોકલ્યો છે. NPP પાસે 7 ધારાસભ્યો છે. NPPનું સમર્થન પાછું ખેંચી લેવાથી બીરેન સિંહ સરકાર માટે કોઈ ખતરો નથી, તેમ છતાં રાજ્યમાં સતત ચાલી રહેલી અરાજકતા વચ્ચે NPPનું સમર્થન પાછું ખેંચવું એ એક મોટું પગલું છે.

મણિપુર વિધાનસભાની રચના નીચે મુજબ છે. રાજ્યમાં વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યા 60 છે. એનડીએના કુલ ધારાસભ્યોની સંખ્યા 53 છે. આમાંથી, ભાજપના ધારાસભ્યોની સંખ્યા 37 છે, જ્યારે NPF પાસે 5 ધારાસભ્યો, જેયુમાંથી એક અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. એપીપીના સાત ધારાસભ્યો પણ એનડીએને સમર્થન આપી રહ્યા હતા, પરંતુ તેઓએ નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. બીજી તરફ, વિરોધ પક્ષોમાં કોંગ્રેસ પાસે પાંચ અને કેપીએ પાસે બે ધારાસભ્યો છે.
NPPએ જેપી નડ્ડાને પત્ર લખ્યો હતો
એનપીપીએ ભાજપના વડા જેપી નડ્ડાને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મણિપુરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ છે અને ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે અને રાજ્યના લોકો ભારે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે.
NPPએ તેના પત્રમાં કહ્યું કે અમારું માનવું છે કે બિરેન સિંહની આગેવાની હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ પીપલ્સ પાર્ટીએ તાત્કાલિક અસરથી મણિપુર રાજ્યમાં બિરેન સિંહ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.







પડતાં સીધાં હોવું અથવા સિદ્ધાંતનિષ્ઠ હોવું એ પણ દુર્ગણ છે. કહેવાય છે કે ‘ટુ બી જેન્ટલમેન ઇઝ અ ડિસ્કોલીફિકેશન ફોર એન એડમિનિસ્ટ્રેટર અર્થ થાયઃ ‘વધારે પડતા સીધા હોવું એ કોઈ પણ દક્ષ વહીવટકાર માટે ગેરલાયકી છે.’ ક્યારેક કોઈ ટીમમાં વધુ પડતો સીધો કર્મચારી હોય ત્યારે મેનેજર એવા અધિકારી માટે હળવાશમાં કહે છે કે, ‘આ ભાઈને આમાં ના નાખીશ, હી ઇઝ અ જેન્ટલમેન.’ એટલે તમારા ઘરમાં પણ તમને ભગવાનના માણસ કહેવામાં આવે ત્યારે એનો અર્થ શું કરવો એ તમારા પર છોડું છું.




પ્રી-ઇવેન્ટ પ્રદર્શનમાં આઇકોનિક ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાતી રંગમંચનું પ્રથમ હારોળનું નામ ગણાતા ચેતન દૈયા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત વ્યંગાત્મક નાટ્ય પ્રસ્તૃતિને રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ કથ્થક નૃત્યકાર (જયપુર ઘરાના)માં વિશારદ ધ્રુતિ જોશી દ્વારા શાનદાર નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ પ્રીમિયર પ્રદર્શન અમદાવાદના કલાપ્રેમી દર્શકોને આગામી છઠ્ઠી આવૃત્તિમાં તેમના માટે ક્યાં-કયાં પ્રદર્શન છે તેની ઝલક આપશે.
પોતાની અગાઉની આવૃત્તિઓની જેમ જ અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ પણ પોતાની સાથે કલા અને પ્રદર્શનની નવી રજૂઆતો સાથે દર્શકો માટે નવો એક અનુભવ લઈને આવી રહી છે. અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ માનવીની વિવિધ વાર્તાઓની વિશાળ તણા-બાણમાં વણાયેલ વિવિધ વિચારો અને પરિપ્રેક્ષ્યોને સામે લાવે છે. આ વર્ષની થીમ #StoriesFromTheSoul રાખવામાં આવેલ છે. જેના ઉપરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે પ્રદર્શનનો ઉદ્દેશ્ય વ્યક્તિઓ વચ્ચે રહેલ કનેક્શન, અભિવ્યક્તિ અને સહિયારા અનુભવો સાથે દરેક હૃદયને સ્પર્શવાનો છે.
અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની કલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરૂ પાડવાનો છે. અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, સ્થાપન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.