Home Blog Page 1255

ભૂગર્ભજળમાં વધતી ફ્લોરાઈડની માત્રા માનવ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ

અમદાવાદ: ગુજરાતમાં વઘતા ભૂગર્ભજળનો ઉપયોગ આપણા માટે જ ઘીમે ઘીમે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઉંચા આવી શક્યા નથી. બીજી તરફ તળીયા ઊંડે જઈ રહ્યાં છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી. આ મુદ્દે કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.

નોંધનીય વાત છે કે, ઉત્તર ગુજરાતમાં તો 100 ફુટ પછી પણ પાણી નથી. આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે નિષ્ણાતોનું કહેવુ છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખુટી જશે તે દિવસો દૂર નથી. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધાં હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા હોવાનુ માલુમ પડ્યું હતું. ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના વિસ્તારમાં ફલોરાઈડની માત્રા વધુ પ્રમાણમાં જોવા મેળી છે. ફ્લોરાઇડની મર્યાદા સ્વિકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. જેમ કે ફ્લોરાઈડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે. ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા, દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે. આ ઉપરાંત સગર્ભા મહિલા માટે તો આ પ્રદુષિત ભૂગર્ભજળ નુકશાનકારક સાબિત થઈ શકે છે.

સંગીતની દુનિયામાં મોટી ખોટ, પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન

મુંબઈ: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું નિધન થયું છે. એક સપ્તાહ પહેલા તેમની તબિયત ખૂબ જ ગંભીર બની જતાં તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમની તબિયત વધુ ગંભીર બની હતી, ત્યારબાદ તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા.

 

સમાચાર એજન્સી પીટીઆઈએ તેના મિત્ર અને વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને ટાંકીને કહ્યું કે ઝાકિરને હૃદયની તકલીફને કારણે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતાં.

હુસૈનની નજીકના એક સૂત્રએ એજન્સીને જણાવ્યું કે 73 વર્ષીય સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત હતા. તેમણે કહ્યું,’હૃદય સંબંધિત સમસ્યાને કારણે છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા.’

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું કે, ‘વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક, પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈન જીનું અવસાન ખૂબ જ દુઃખદ છે અને સંગીત જગતને ન પૂરી શકાય તેવી ખોટ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને શોકગ્રસ્ત ચાહકોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’

અનેક સન્માન મેળવ્યા છે
ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર છે. તેણે પિતાના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરે દુનિયાભરમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

રાશિ ભવિષ્ય 23/12/2024 થી 29/12/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.


તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.


આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.


તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.


આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.


આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.


તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.


નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.


જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.

સુવિચાર – ૧૬ ડિસેમ્બર ૨૦૨૪

પંચાંગ 16/12/2024

પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનની હાલત ગંભીર, અમેરિકાની હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું રવિવારે નિધનના સમાચાર વહેતા થયા છે.  જોકે, તેમના નિધનની કોઈ પુષ્ટી થઈ નથી. એક સપ્તાહ પહેલા તેમની તબિયત ખૂબ જ ગંભીર બની જતાં તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે તેમની તબિયત વધુ ગંભીર બની હતી, ત્યારબાદ તેમને ICUમાં રાખવામાં આવ્યા.

સમાચાર એજન્સી પીટીઆઈએ તેના મિત્ર અને વાંસળી વાદક રાકેશ ચૌરસિયાને ટાંકીને કહ્યું કે ઝાકિરને હૃદયની તકલીફને કારણે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાય છે.

હુસૈનની નજીકના એક સૂત્રએ એજન્સીને જણાવ્યું કે 73 વર્ષીય સંગીતકાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે. તેમણે કહ્યું,’હૃદય સંબંધિત સમસ્યાને કારણે છેલ્લા એક સપ્તાહથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ છે.’

સોશિયલ મીડિયા પર ઝાકિર હુસૈનના નિધનના સમાચાર છે. પરંતુ કોઈ પુષ્ટી થઈ નથી. જોકે, રાજકારણીઓએ પણ ઝાકિર હુસૈનના નિધનના સમાચારને તથ્ય માની એક્સ પર પોસ્ટ શેર કરી છે.ભદુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું કે, ‘વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક, પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈન જીનું અવસાન ખૂબ જ દુઃખદ છે અને સંગીત જગતને ન પૂરી શકાય તેવી ખોટ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને શોકગ્રસ્ત ચાહકોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ!’

અનેક સન્માન મેળવ્યા છે
ઝાકિર હુસૈનને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ઉસ્તાદ અલ્લાહ રખાના પુત્ર છે. તેણે પિતાના માર્ગદર્શન હેઠળ ત્રણ વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શીખવાનું શરૂ કર્યું. ઝાકિરે દુનિયાભરમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

WPL ઓક્શન 2025: 19 ખેલાડીઓ પર 9 કરોડ રૂપિયા ખર્ચાયા

વિમેન્સ પ્રીમિયર લીગ 2025 પહેલા રવિવારે બેંગલુરુમાં યોજાયેલી મીની હરાજી હવે સમાપ્ત થઈ ગઈ છે. હરાજીમાં 5 ફ્રેન્ચાઇઝીએ કુલ 19 ખેલાડીઓને ખરીદ્યા અને 9 કરોડ 5 લાખ રૂપિયા ખર્ચ્યા. ગુજરાત ટાઇટન્સે સૌથી વધુ રૂ. 4 કરોડની ખરીદી કરી હતી. હવે તમામ ફ્રેન્ચાઈઝી પાસે 18-18 ખેલાડીઓ છે.

સિમરન શેખ સૌથી મોંઘી ખેલાડી 

હરાજીમાં સિમરન શેખ સૌથી મોંઘી ખેલાડી હતી. યુપી વોરિયર્સનો ભાગ રહેલી સિમરનને ગુજરાત જાયન્ટ્સે 1 કરોડ 90 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજીમાં સિમરન સિવાય 3 વધુ ખેલાડીઓ કરોડપતિ બન્યા. જેમાં ડાયન્ડ્રા ડોટિન (1.70 કરોડ), જી કમલિની (1.60 કરોડ) અને પ્રેમા રાવત (1.20 કરોડ)નો સમાવેશ થાય છે.

યુપીના પર્સમાં સૌથી વધુ પૈસા બચ્યા

હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4-4 ખેલાડીઓ ખરીદ્યા હતા. યુપી વોરિયર્સે પણ 3 ખેલાડીઓ ઉમેર્યા. આવી સ્થિતિમાં યુપી વોરિયર્સ (3.4 કરોડ)ના પર્સમાં સૌથી વધુ પૈસા બચ્યા છે. ઉપરાંત, મુંબઈ ઈન્ડિયન્સના પર્સમાં રૂ. 45 લાખ બાકી છે, દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 1.65 કરોડ, ગુજરાત જાયન્ટ્સ પાસે રૂ. 40 લાખ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે રૂ. 1.75 કરોડ બાકી છે.

હરાજીમાં વિદેશી ખેલાડીઓ વેચાયા

સારાહ બ્રાઇસ (સ્કોટલેન્ડ, દિલ્હી કેપિટલ્સ): 10 લાખ
ડિઆન્ડ્રા ડોટિન (વેસ્ટ ઈન્ડિઝ, ગુજરાત જાયન્ટ્સ): રૂ. 1.70 કરોડ
ડેનિયલ ગિબ્સન (ઇંગ્લેન્ડ, ગુજરાત જાયન્ટ્સ): રૂ. 30 લાખ
અલાના કિંગ (ઓસ્ટ્રેલિયા, યુપી વોરિયર્સ): 30 લાખ
નાદિન ડી ક્લાર્ક (દક્ષિણ આફ્રિકા, મુંબઈ ઈન્ડિયન્સ): રૂ. 30 લાખ

કઈ ફ્રેન્ચાઈઝીએ કેટલા પૈસા ખર્ચ્યા

યુપી વોરિયર્સ: 50 લાખ
મુંબઈ ઈન્ડિયન્સ: 2.20 કરોડ
દિલ્હી કેપિટલ્સ: 85 લાખ
ગુજરાત જાયન્ટ્સઃ 4 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ રૂ. 1.5 કરોડ

કઈ ફ્રેન્ચાઈઝીએ કેટલા ખેલાડીઓ ખરીદ્યા?

યુપી વોરિયર્સ: 3
મુંબઈ ઈન્ડિયન્સ: 4
દિલ્હી કેપિટલ્સ: 4
ગુજરાત જાયન્ટ્સ: 4
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: 4

કઈ ફ્રેન્ચાઈઝીના પર્સમાં કેટલા રૂપિયા બાકી છે?

યુપી વોરિયર્સ: 3.4 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સ: 45 લાખ
દિલ્હી કેપિટલ્સ: 1.65 કરોડ
ગુજરાત જાયન્ટ્સ: 40 લાખ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ રૂ. 1.75 કરોડ

હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી વેચાયા

સિમરન શેખઃ 1.90 કરોડ
ડિઆન્ડ્રા ડોટિનઃ 1.70 કરોડ
જી કમલિની: 1.60 કરોડ
પ્રેમા રાવતઃ 1.20 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સે હરાજીમાં ખેલાડીઓને ખરીદ્યા હતા

નાદીન ડી ક્લાર્ક (દક્ષિણ આફ્રિકા): 30 લાખ
કમલિની જી (ભારત): 1.60 કરોડ
સંસ્કૃતિ ગુપ્તા (ભારત): 10 લાખ
અક્ષિતા મહેશ્વરી (ભારત): 20 લાખ

હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખેલાડીઓને ખરીદ્યા હતા

પ્રેમા રાવત (ભારતીય ઓલરાઉન્ડર): રૂ. 1.20 કરોડ
જોશિતા વીજે (ભારતીય ઓલરાઉન્ડર): રૂ. 10 લાખ
જાગ્રવી પવાર (ભારતીય બોલર): 10 લાખ
રાઘવી બિષ્ટ (ભારતીય ઓલરાઉન્ડર): રૂ. 10 લાખ

યુપી વોરિયર્સે હરાજીમાં ખેલાડીઓને ખરીદ્યા

આરુષિ ગોયલ (ભારત): 10 લાખ
ક્રાંતિ ગૌર (ભારત): 10 લાખ
અલાના કિંગ (ઓસ્ટ્રેલિયા): 30 લાખ

ગુજરાત જાયન્ટ્સે હરાજીમાં ખેલાડીઓને ખરીદ્યા

ડિઆન્ડ્રા ડોટિનઃ 1.70 કરોડ
સિમરન શેખઃ 1.90 કરોડ
ડેનિયલ ગિબ્સનઃ 30 લાખ
પ્રકાશિકા નાઈક: 10 લાખ

દિલ્હી કેપિટલ્સે હરાજીમાં ખેલાડીઓને ખરીદ્યા હતા

નંદિની કશ્યપ (ભારતીય બેટ્સમેન): 10 લાખ
એસ ચારણી (ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર): 55 લાખ
સારાહ બ્રાઇસ (સ્કોટલેન્ડ): 10 લાખ
નિક્કી પ્રસાદ (ભારત): 10 લાખ

મહારાષ્ટ્ર : ફડણવીસ સરકારનું પ્રથમ કેબિનેટ વિસ્તરણ પૂર્ણ

મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ નાગપુરમાં થઈ રહ્યું છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન નવા મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા 1991માં પણ નાગપુરમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, શપથગ્રહણ બાદ મોડી સાંજે મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવશે.

ભાજપના 19 ધારાસભ્યો બન્યા મંત્રી, ત્રણ મહિલાઓનો સમાવેશ

સૌથી પહેલા બીજેપી ધારાસભ્ય અને રાજ્ય બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ મંત્રી પદના શપથ લીધા. તેમના પછી શિરડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે મંત્રી પદના શપથ લીધા છે. શપથ ગ્રહણના ક્રમમાં કોથરુડ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલે ચોથા નંબરે મંત્રી તરીકે શપથ લીધા છે. પાંચમા નંબર પર ભાજપના ધારાસભ્ય ગિરીશ મહાજને મંત્રી પદના શપથ લીધા છે. ગિરીશ મહાજન જામનેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સાતમા નંબર પર ભાજપના ધારાસભ્ય ગણેશ નાઈકે મંત્રી પદના શપથ લીધા છે. 11મા નંબર પર ભાજપના ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ મંત્રી તરીકે શપથ લીધા છે. 13મા નંબર પર ભાજપના ધારાસભ્ય જયકુમાર રાવલે મંત્રી તરીકે શપથ લીધા છે. જયકુમાર રાવલ શિંદખેડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. બીજેપીના પંકજા મુંડેએ 14મા નંબર પર મંત્રી તરીકે શપથ લીધા છે. ભાજપના અતુલ સેવે 15મા નંબરે મંત્રી તરીકે શપથ લીધા છે. અતુલ સેવ ઔરંગાબાદ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 16મા નંબર પર ભાજપના ધારાસભ્ય અશોક ઉઇકેએ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ઉઇકે રાલેગાંવ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 18મા નંબર પર ભાજપના ધારાસભ્ય આશિષ શેલારે મંત્રી પદના શપથ લીધા છે. આશિષ શેલાર મુંબઈ ભાજપના અધ્યક્ષ છે, તેઓ વાંદ્રે પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 21મા નંબર પર ભાજપના ધારાસભ્ય શિવેન્દ્ર સિંહ ભોસલેએ મંત્રી તરીકે શપથ લીધા છે. શિવેન્દ્ર સિંહ ભોસલે સતારા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 23 નંબરના ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરે મંત્રી તરીકે શપથ લીધા છે. જયકુમાર ગોર માન વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. ભાજપના સંજય સાવકરેએ 25મા નંબરે મંત્રી તરીકે શપથ લીધા છે. સંજય સાવકરે ભુસાવલ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય બન્યા છે. 30મા નંબર પર ભાજપના ધારાસભ્ય નીતિશ રાણેએ મંત્રી તરીકે શપથ લીધા છે. નિતેશ રાણે કંકાવલી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 31મા નંબર પર ભાજપના ધારાસભ્ય આકાશ ફુંડકરે મંત્રી તરીકે શપથ લીધા છે. આકાશ ફુંડકર ખામગાંવ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. માધુરી મિસાલે 34મા નંબરે રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. માધુરી મિસાલ પાર્વતી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 36મા નંબર પર ભાજપના ધારાસભ્ય પંકજ ભોઈરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પંકજ ભોઈર વર્ધા વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 37મા નંબર પર ભાજપના ધારાસભ્ય મેઘના બોર્ડિકરે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મેઘના બોર્ડીકર જીંતુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે.

NCP (અજીત) ક્વોટામાંથી 9 ધારાસભ્યો મંત્રી બન્યા, જેમાં એક મહિલાનો સમાવેશ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન શપથ લેનારા મંત્રીઓના ક્રમમાં NCPના હસન મુશ્રીફે ત્રીજા સ્થાને મંત્રી તરીકે શપથ લીધા છે. હસન મુશ્રીફ કાગલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. દસમાં નંબર પર, NCP ધારાસભ્ય ધનંજય મુંડેએ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. 19મા નંબરે એનસીપીના દત્તમામા ભરણેએ મંત્રી તરીકે શપથ લીધા છે. દત્તામામા ભરને ઈન્દાપુર વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 20માં નંબરે NCP ધારાસભ્ય અદિતિ તટકરેએ મંત્રી તરીકે શપથ લીધા છે. અદિતિ તટકરે શ્રીવર્ધન વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 22મા નંબર પર એનસીપીના ધારાસભ્ય માણિકરાવ શિવાજીરાવ કોકાટેએ મંત્રી તરીકે શપથ લીધા છે. માણિકરાવ શિવાજી રાવ કોકાટે સિન્નર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. 24મા નંબર પર એનસીપી નેતા નરહરી ઝિરવાલે મંત્રી તરીકે શપથ લીધા છે. નરહરી ઝિરવાલ ડિંડોરી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 29મા નંબર પર એનસીપીના ધારાસભ્ય મકરંદ જાધવ પાટીલે મંત્રી તરીકે શપથ લીધા છે. મકરંદ જાધવ પાટીલ Y વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 32મા નંબર પર એનસીપીના ધારાસભ્ય બાબાસાહેબ પાટીલે મંત્રી તરીકે શપથ લીધા છે. બાબાસાહેબ પાટીલ અહેમદપુર વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 38મા નંબર પર એનસીપીના ધારાસભ્ય ઈન્દ્રનીલ નાઈકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ઈન્દ્રનીલ નાઈક પુસદ એમએલએ સીટના ધારાસભ્ય છે.

શિવસેનાના ક્વોટામાંથી 11 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું

રાજ્ય સરકારના શપથ ગ્રહણ સમારોહમાં શિવસેનાના ધારાસભ્ય ગુલાબરાવ પાટીલે છઠ્ઠા નંબર પર શપથ લીધા હતા. ગુલાબરાવ પાટીલ જલગાંવ ગ્રામીણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. આઠમા નંબરે શિવસેનાના ધારાસભ્ય દાદા ભુસેએ મંત્રી તરીકે શપથ લીધા છે. દાદા ભૂસે માલેગાંવ આઉટર એસેમ્બલી સીટના ધારાસભ્ય છે. નવમા નંબરે શિવસેનાના ધારાસભ્ય સંજય રાઠોડે મંત્રી પદના શપથ લીધા છે. સંજય રાઠોડ દિગ્રાસ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 12મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે મંત્રી તરીકે શપથ લીધા છે. ઉદય સામંત રત્નાગીરી વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 17મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય શંભુરાજ દેસાઈએ મંત્રી તરીકે શપથ લીધા છે. શંભુરાજ દેસાઈ પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. 26 નંબર પર શિવસેનાના ધારાસભ્ય સંજય શિરસાટે મંત્રી તરીકે શપથ લીધા છે. સંજય શિરસાટ ઔરંગાબાદ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 27મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રતાપ સરનાઈક ઓવલા માજીવાડા વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 28મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય ભરત ગોગાવલેએ મંત્રી તરીકે શપથ લીધા છે. ભરત ગોગાવલે મહાડ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. 33મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ અબિટકરે મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રકાશ અબિટકર રાધાનગરી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 35મા નંબર પર આશિષ જયસ્વાલે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આશિષ જયસ્વાલ રામટેક વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. 39મા નંબર પર શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા છે. યોગેશ કદમ દાપોલી વિધાનસભા સીટના ધારાસભ્ય છે.

કોમેડિયન સુનિલ પાલના કિડનેપરનું એન્કાઉન્ટર

કોમેડિયન સુનીલ પાલ અને એક્ટર મુસ્તાક ખાનના કિડનેપર અર્જુન કરનવાલનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. આ ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે સબ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને ગોળીબાર કરતી વખતે ભાગવાનો પ્રયાસ કર્યો. સદ્નસીબે પોલીસ ટીમ પહેલેથી જ સતર્ક હતી. આવી સ્થિતિમાં પોલીસે તરત જ જવાબી કાર્યવાહી કરી આરોપીને સ્થળ પર જ પકડી પાડ્યો હતો. ઘટના સમયે પોલીસ આ ગુનેગારને કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ ચેકઅપ માટે લઈ જતી હતી.

મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર મામલો લાલકુર્તી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. લાલકુર્તી પોલીસ સ્ટેશને શનિવારે જ આ ગુનેગારની ધરપકડ કરી હતી. રવિવારે પોલીસ તેને કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જતી હતી. રસ્તામાં તક જોતાં જ આ બદમાશોએ ઈન્સ્પેક્ટરની પિસ્તોલ છીનવી લીધી અને કારમાંથી કૂદી ગયો. આ પછી આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. સદનસીબે પોલીસ પણ એક્શનમાં હતી. પોલીસે બદલો લેતા અપહરણકર્તા અર્જુન કર્ણવાલને પગમાં ગોળી મારી દીધી હતી.

આ ધરપકડ શનિવારે જ થઈ હતી

ગોળી વાગતાની સાથે જ તે જમીન પર પડી ગયો. આ પછી પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનેગારે કોમેડિયન સુનીલ પાલ, અભિનેતા મુશ્તાક ખાન અને અન્ય ઘણા સ્ટાર્સનું અપહરણ કર્યું હતું અને ખંડણી વસૂલ કરી હતી. આ મામલે ફરિયાદ મળતાં પોલીસે શનિવારે રાત્રે જ તેની ધરપકડ કરી હતી. આ પછી, રવિવારે પોલીસ તેનું મેડિકલ કરાવવા જઈ રહી હતી, જ્યાં આ બદમાશોએ પોલીસ કસ્ટડીમાંથી બચવા માટે પોલીસ પર ફાયરિંગ કર્યું.

ગાઝા પર ફરી ઈઝરાયેલી સેનાનો હવાઈ હુમલો, 17ના મોત

ઈઝરાયેલે ફરી એકવાર નિર્દોષ પેલેસ્ટાઈનીઓ પર તબાહી મચાવી છે. ઇઝરાયેલી સેનાએ ગાઝા શહેરમાં એક શાળા પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં એક મહિલા અને તેના બાળક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા. અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, મઝદા વસિલા સ્કૂલ પર થયેલા હુમલામાં અન્ય 12 લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે હમાસના લડવૈયાઓ શરણાર્થીઓમાં છુપાયેલા હતા, જેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.


પેલેસ્ટાઈન પ્રશાસનનો દાવો છે કે શાળામાં આશરો લઈ રહેલા લોકોમાં હમાસના કોઈ લડવૈયા ન હતા. બોમ્બ વિસ્ફોટ કરનારા તમામ સામાન્ય લોકો હતા. એક વિસ્થાપિત મહિલા એતાફ સદાતે કહ્યું, “આ હુમલો અમારી નજર સામે થયો હતો. આ હુમલામાં ઘણા લોકો દાઝી ગયા હતા. કેટલાક લોકોના મૃતદેહ વિકૃત થઈ ગયા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ છે, પરંતુ હજુ સુધી અમને સફળતા મળી નથી.

સ્કૂલ પર હુમલાની સાથે જ ઇઝરાયલે મધ્ય ગાઝા પટ્ટીમાં ચાલી રહેલી મ્યુનિસિપલ મીટિંગ પર પણ હુમલો કર્યો હતો. મધ્ય શહેર દેર અલ-બાલાહમાં મ્યુનિસિપાલિટી કોમ્પ્લેક્સમાં આયોજિત મીટિંગ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરથી ઈઝરાયેલ પેલેસ્ટાઈન પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે. પેલેસ્ટાઈનની વસ્તીના બે ટકાથી વધુ લોકો માર્યા ગયા છે.