ગુજરાતમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માટે 11 હજાર યુવક યુવતીઓ તલ પાપડ થઈ રહ્યા છે. એ સામી બાજું એ રાજ્યના ઉચ્ચે પોલીસ અધિકારીઓ એક પછી એક રાજીનામું આપી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરકારને રાજીનામું સોપ્યું છે, જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ચર્ચા છે.

2017માં GPSC મારફત પસંદગી પામેલી ડીવાયએસપી રૂહી પાયલાએ છ મહિના પહેલા રાજીનામું આપ્યું હતું, જે રાજ્ય સરકારે 25 ફેબ્રુઆરી, 2025ના રોજ સ્વીકારી લીધું. ગાંધીનગર પોલીસ ભવનમાં પોસ્ટેડ રહેલા રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો અને સમાજસેવા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ અગાઉ 6 જાન્યુઆરી, 2025ના રોજ, જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ અચાનક રાજીનામું આપી ચકચાર મચાવી. હર્ષદ મહેતા (IPS)એ જણાવ્યું કે તેઓ 50 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની પહેલેથી જ યોજના બનાવી હતી અને હવે પરિવાર સાથે સમય વિતાવવા તેમજ આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે.4 ફેબ્રુઆરી, 2025ના રોજ, 1998 બેચનાIPS અને રાજ્યના એડિશનલ ડીજીપી અભય ચુડાસમાએ પણ અચાનક રાજીનામું આપી દીધું. રાજ્યના પોલીસ વડાને સોંપાયેલા તેમના રાજીનામાથી પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ.
પોલીસ વિભાગની અગત્યની પોસ્ટ અને અગત્યના હોદ્દા પરથી માત્ર 2 જ મહિનાના સમયમાં 3 જેટલા પોલીસ અધિકારીઓના રાજીનામાંએ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે, પોલીસ વિભાગના ઉચ્ચ હોદ્દા પરથી થઈ રહેલા રાજીનામા વિષે કોઈ નક્કર કારણ અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવતું નથી.







CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાને મરઘાં ઉછેરતી વખતે ચેપ લાગ્યો હતો. આ પછી તેમનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી તરફ, ઓહિયોના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક વ્યક્તિ H5N1-પોઝિટિવ મરઘાં સંભાળતી વખતે ચેપગ્રસ્ત થયો હતો. અત્યાર સુધીમાં, યુ.એસ.માં અત્યંત રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 70 કેસોની પુષ્ટિ થઈ છે. ગયા વર્ષે ગાયોમાં તે સૌપ્રથમ જોવા મળ્યું હતું.

પરંતુ આ વિવાદની કોઈ જરૂર જ નથી. ભારતના ઋષિઓએ ઇશ્વરને પુરુષ અને સ્ત્રી બંનેને એક જ માન્યા છે. ભગવાન શિવની અંદર તેઓ બન્ને વસે છે. આ કલ્પના માત્ર એક દાર્શનિક વિચાર નથી પરંતુ એક વૈજ્ઞાનિક તથ્ય છે; તે ઊર્જાસભર અને મનોવૈજ્ઞાનિક પણ છે. શિવ એકમાત્ર એવું પ્રતીક છે જેમાં પુરુષ અને સ્ત્રી એક થઇ ગયા છે. એટલા માટે તેમને અર્ધનારીશ્વર કહેવામાં આવ્યા. સમગ્ર વિશ્વમાં આ પ્રતિમા બેજોડ છે. સમગ્ર ઇતિહાસમાં ક્યાંય પણ એવી કોઇ પ્રતિમા નથી, જ્યાં સ્ત્રી અને પુરુષને અડધા-અડધા અંગ તરીકે દર્શાવવામાં આવ્યા હોય. ઇશ્વરને પુરુષ કે સ્ત્રી માનવું એ એક સામાજિક દુર્ઘટના છે. આની સાથે ઇશ્વરનો કોઈ સંબંધ નથી. વસ્તુત: ઇશ્વરને એક મનુષ્ય જેવું શરીર માનવું જ ખોટું છે; એનાથી જ બધી સમસ્યાઓ શરૂ થાય છે.
ઓશોએ આના ઉપર ચર્ચા કરી છે. તેઓ કહે છે કે જો અડધું અંગ સ્ત્રીનું અને અડધું અંગ પુરુષનું હોય, તો પછી બંનેનું સંતુલન બધાં તફાવતોને મટાડી દે છે અને વ્યક્તિત્વ બંનેથી પાર થઇ જાય છે. આ વૈજ્ઞાનિક ગણિત છે કે જ્યાં પણ બે વિરોધી વસ્તુઓ સમ થઇ જાય છે, તો વ્યક્તિત્વ તત્કાલ અલગ થઇ જાય છે. બંને વિરોધ ભેગા થઇને એક થઇ જાય છે. આ ઘટના જીવવિજ્ઞાન મુજબ સંપૂર્ણપણે સાચી છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે દરેક વ્યક્તિ બંને છે, બાય-સેક્સ્યુઅલ છે. એવું જ હોવું પણ જોઈએ, કારણ કે તમારો જન્મ એક પુરુષ અને સ્ત્રીના મિલનમાંથી થયો છે. જો તમે ફક્ત માતાથી જનમ્યા હોતે, તો તમે સ્ત્રી હોતે; જો તમે ફક્ત પિતાથી જનમયા હોતે, તો પુરુષ હોતે. પરંતુ તમારામાં પચાસ ટકા તમારા પિતા અને પચાસ ટકા તમારી માતા હાજર છે. તમે ન તો પુરુષ થઇ શકો છે, ન તો સ્ત્રી થઇ શકો છો. તમે અર્ધનારીશ્વર છો.
જીવવિજ્ઞાને તો હમણા છેલ્લા પચાસ વર્ષોમાં શોધી છે, પરંતુ આપણે અર્ધનારીશ્વરની પ્રતિમામાં, આજથી ઓછામાં ઓછા પચાસ હજાર વર્ષ પહેલા, આ ધારણાને સ્થાપિત કરી દીધી યોગીઓના અનુભવના આધારે. કારણ કે જ્યારે યોગી અંદર લીન થઈ જાય છે, ત્યારે તે અનુભવે છે કે હું બંને છું, પ્રકૃતિ પણ અને પુરૂષ પણ; મારામાં બંને ભળી રહ્યા છે; મારો પુરૂષ મારી પ્રકૃતિમાં લીન થઇ રહ્યો છે; મારી પ્રકૃતિ મારા પુરૂષ સાથે ભળી રહી છે.
પણ યાદ રહે, શિવની પૂજા કરવાથી તમને આવો અનુભવ નહીં થાય, શિવત્વને જીવીને તમે આનો અનુભવ કરી શકશો.
યાત્રાના રૂટમાં માણેકચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.