લખનૌઃ ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ બજેટ સેશનમાં વિધાન પરિષદને સંબોધિત કરતાં મહાકુંભ સહિત અબુ આઝમી અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કહ્યું હતું કે મહાકુંભના આયોજનથી રાજ્યના અર્થતંત્રને 3.5 લાખ કરોડનો લાભ થયો છે. તેમણે કહ્યું હતું કે SP પર હુમલો કરતાં કહ્યું હતું કે SPના લોકો માટે ઔરંગઝેબ ગર્વનો વિષય છે, જેણે પિતાને કેદ કરીને એક-એક ટીપા માટે તરસાવ્યા હતા.
સપા નેતાના ઔરંગઝેબ વિવાદ પર તેમણે કહ્યું હતું કે સપા એને આદર્શ માને છે, જે ભારતના લોકો પર જઝિયા લગાવતો હતો. સપા ધારાસભ્ય અબુ આઝમીને યુપી મોકલી દો, અમે તેમની સારવાર કરી દઈશું. SPનું વિધાનસભ્યો પર નિયંત્રણ નથી. તેમણે અબુ આઝમીનું નામ લીધા વગર સમાજવાદી પાર્ટીને કહ્યું હતું કે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ. નહીં તો તેમને રાજ્યમાં બોલાવવા જોઈએ, અમે તેમની સારવાર કરીશું.
અમે રાજ્યમાં મોટા-મોટા ગુંડાઓને ઠીક કરી દીધા છે. આ પ્રદેશમાં પહેલાં માફિયાઓ દોડતા હતા, પોલીસ ભાગતી હતી. માફિયાને પોલીસ સલામ કરતી હતી, પરંતુ હવે કાયદો અને વ્યવસ્થાના મામલે પ્રદેશે પોતાનો વિચાર બદલ્યો છે. આજે દેશ અને દુનિયાના લોકો પ્રદેશવાસીઓને બહુ સન્માનની દ્રષ્ટિએ જુએ છે.’
આ પહેલાં મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતાં. તેમણે ઔરંગઝેબને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું અને ઔરંગઝેબને કુશળ પ્રશાસક જણાવ્યો હતો જો બાદમાં અબુ આઝમીએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે જો મારી વાતથી કોઈને ખોટું લાગ્યું તો હું પોતાનું નિવેદન પરત લઉં છું. વિધાનસભાનું કામ રોકાવું ન જોઈએ.
ધૂળેટીનો તહેવાર નજીક આવે એ સમયે બજારમાં એની ઉજવણી માટેની સામગ્રી જોવા મળતી થઇ જાય. અબીલ ગુલાલ, જાતજાતની ડિઝાઇન ધરાવતી રંગબેરંગી પીચકારીઓ, કેસૂડાનાં ફૂલ અને કેમિકલ મેળવેલા રંગો તમારું ધ્યાન ખેંચે.
હોલિકાદહનના બીજા દિવસે લોકો ભારે ઉત્સાહથી એકબીજા પર રંગો ઉડાડીને, એકબીજાને રંગભર્યા પાણીથી ભીંજવીને ધૂળેટીની ઉજવણી કરે છે. વળી, એમાં દરેક પ્રદેશની ઉજવણીની અનોખી પરંપરા હોય. ક્યાંક પાણી તો ક્યાંક ગુલાલ. ક્યાંક રંગો તો ક્યાંક વળી રંગોનું પાણી.
એમાં પણ હવે અમુક પ્રકારના રસાયણોથી ભરેલા કલર્સનો પણ ધૂળેટીમાં વ્યાપક ઉપયોગ થાય છે એવી ફરિયાદો વચ્ચે હવે શરીરને નુકસાન ના થાય એવા હર્બલ કલર્સ અને સાત્વિક હોળીનો પ્રચાર અને પ્રસાર પણ સતત વધતો જાય છે.
રંગો બનાવતા કારખાનાઓમાં પણ હવે હર્બલ કલર્સનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ રંગોમાં સ્ટાર્ચની સાથે અન્ય સામગ્રી નાંખવામાં આવે છે, જે શરીરની અંદર કે બહારના અવયવોને નુકસાન કરતી નથી. સ્ટાર્ચ અને અન્ય એડિબલ કલર્સ નાંખી તૈયાર કરેલ રંગોને ખુલ્લી જગ્યામાં સુકવવામાં આવે છે.
આ તસવીરમાં પણ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા એક કારખાનામાં તૈયાર થઇ રહેલા રસાયણ મુક્ત હર્બલ કલર્સ દેખાઇ રહ્યા છે….
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના દરેક ક્ષેત્રમાં વિકાસ માટે કામ કરી રહી છે. ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે પ્રવાસન ક્ષેત્ર, રાજ્ય સરકાર દરેક ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપી રહી છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સાથે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે.
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘ખુશ્બુ ગુજરાત કી…’ જેવા અભિયાન દ્વારા દેશભરમાંથી પ્રવાસીઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. ગયા વર્ષે જ, 2024 માં, ભારત અને વિદેશના કુલ 18 કરોડથી વધુ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
ગાંધી કોરિડોરનો વિકાસ
આ સાથે મંત્રી બેરાએ જણાવ્યું હતું કે બરડા સર્કિટમાં નવલખા સૂર્ય મંદિર, ઘુમલી, આશાપુરા મંદિરથી લઈને સોનકાંસરી ડેરા, મોડપર કિલ્લો, જાંબુવંતી ગુફા, ફૂલનાથ મહાદેવ મંદિર સહિત અનેક સ્થળોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. આ સ્થળોને વિકસાવવા માટે પીએમસીની નિમણૂક અને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે આ માટે 40 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગાંધી કોરિડોરના વિકાસ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
દરિયાકિનારાનો વિકાસ
પ્રવાસન મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ દરિયાકિનારાઓનો પણ વિકાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બરડા સર્કિટમાં કિલેશ્વર મહાદેવ મંદિર સંકુલના વિકાસ માટે વન વિભાગ કિલ્લાને વારસા સ્થળ તરીકે વિકસાવી રહ્યું છે. આ માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. મંત્રીએ જણાવ્યું હતું કે ૧૮.૪૪ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ તૈયાર કરીને પ્રવાસન વિભાગને સુપરત કરવામાં આવ્યો છે, જે હજુ પણ વિચારણા હેઠળ છે.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયાને હરાવીને 2023ના ODI વર્લ્ડ કપ ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો હતો. આ જીત સાથે, ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે જે હવે દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયાની જીત બાદ ભારતીય ખેલાડીઓના ચહેરા પર દેખાતી લાગણીઓ દર્શાવે છે કે આ જીત તેમના માટે કેટલી મહત્વની છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ સહિત બધા ખેલાડીઓ વિજયની ઉજવણી કરી રહ્યા હતા. BCCI એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં મેચની છેલ્લી ક્ષણો અને જીત પછીની ક્ષણો બતાવવામાં આવી છે. વીડિયોમાં, રોહિત, કોહલી અને હાર્દિક પંડ્યા એકબીજાને ગળે લગાવતા અને જોરથી ઉજવણી કરતા જોઈ શકાય છે. તે જ સમયે, સ્ટેડિયમમાં હજારો ચાહકો વંદે માતરમ ગાતા જોવા મળ્યા.
આ વીડિયો તે સમયથી શરૂ થાય છે જ્યારે હાર્દિક ઓસ્ટ્રેલિયન બોલરોને ફટકારી રહ્યો છે. વિરાટ રોહિતને કહે છે – દરેક શોટ છગ્ગા માટે જાય છે. પછી જ્યારે હાર્દિક આઉટ થઈને પેવેલિયન પાછો ફરે છે, ત્યારે વિરાટ સહિત બાકીના ખેલાડીઓ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરે છે. કુલદીપ યાદવ ડ્રેસિંગ રૂમમાં હેલ્મેટ અને પેડ પહેરીને તૈયાર જોવા મળે છે, પરંતુ કેએલ રાહુલ સિક્સર ફટકારીને મેચ જીતે છે. આ પછી આખો ડ્રેસિંગ રૂમ ઉજવણીમાં કૂદવાનું શરૂ કરે છે. રોહિત પોતાની ખુરશી પરથી ઊભો થાય છે અને વિરાટ, વરુણ અને હાર્દિકને ગળે લગાવે છે. ત્યારબાદ હાર્દિક મેદાનમાં રોહિતને અભિનંદન આપતો જોવા મળે છે. હાર્દિક રાહુલને ઉષ્માભર્યા ગળે લગાવે છે. મોટા પડદા પર ‘ઈન્ડિયા વિન’ લખેલું છે. ત્યારબાદ ભારતીય ટીમનું તેમના હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. અર્શદીપ સિંહ ભાંગડા કરે છે અને હોટલના કર્મચારી પાસેથી ઢોલ લે છે અને પોતે વગાડવાનું શરૂ કરે છે.
બીસીસીઆઈએ બીજો એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાહુલની વિજેતા છગ્ગા પરની પ્રતિક્રિયા દર્શાવવામાં આવી છે. તેના શોટ પર, સ્ટેડિયમમાં હાજર ભારતીય ખેલાડીઓ અને ચાહકો ખુશીથી નાચવા લાગે છે. રાહુલ પણ બેટથી ફ્લાઈંગ કિસ આપે છે અને જાડેજાને ગળે લગાવે છે. કોહલી, રોહિત અને હાર્દિકે પણ તેમને અભિનંદન પાઠવ્યા. રાહુલ 2023ના ODI વર્લ્ડ કપની ફાઇનલ હારી ગયેલી ટીમનો પણ ભાગ હતો અને આ જીતથી તેને ઘણો આત્મવિશ્વાસ મળ્યો હોત. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા સ્ટીવ સ્મિથ (૭૩) અને એલેક્સ કેરી (૬૧) ની અડધી સદીની મદદથી ૪૮.૧ ઓવરમાં ૨૬૪ રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતે ૧૧ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું. ‘પ્લેયર ઓફ ધ મેચ’ કોહલીએ 98 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 84 રન બનાવ્યા.
અમદાવાદ: ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ક્યારેક ઠંડી તો ક્યાંરેક ગરમી આખા ગુજરાતમાં વરતાય રહી છે. આ વચ્ચે વધતી ઘટતી ગરમી અને ઠંડી વચ્ચે લોકો સ્વાસ્થ્ય બગડવાની ફરીયાદોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. સોલા હોસ્પિટલમાં OPD રોજની 1 હજારને પાર પહોંચી ગઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા એક સપ્તાહમાં 7744થી વધુ ઓપીડી નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે જેમાં ઝાડા ઉલટીના 84 કેસ,વાઇરલ હિપેટાઇટિસનાં 21 કેસ,વાયરલ ઇન્ફેક્શનના 130 દર્દીને દાખલ કરવાની ફરજ પડી છે. પીડિયાટ્રિક વિભાગમાં 53 જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે.તો બીજી તરફ પીડિયાટ્રિક વિભાગમાં રોજની ઓપોડી 100ને પાર છે.
નોંધનીય બાબત છે કે પાછલા ઘણા દિવસથી ગરમીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોત. ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાંજ એપ્રિલ અને મે જેવી ગરમી નોંધાય રહી છે. ત્યારે પાછલા 24 કલાકમાં એકાએક તાપમાનમાં 2.50 ડિગ્રી ગગડ્યું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં તપામાન વધવાની પણ આગાહી વ્યક્ત કરી છે.
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માક પરિક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે. ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ગ 1 અને 2માં ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતીપરિક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
નવા નિયમ પ્રમાણે GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્યપરિક્ષા આપતા પહેલા પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાંપરીક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે.
ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે
ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરીક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે. ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલી ફેબ્રુઆરી 2025ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.
PM મોદી ફરી એકવખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી 7 માર્ચના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તડામાર તૈયારી શરુ કરી દેવામાં આવી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં વડાપ્રધાનના કાર્યક્રમ હોય તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે. તો બીજી તરફ તંત્ર સાથે સાથે શાસકોએ પણ વડાપ્રધાનના રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આગામી 7મી માર્ચના રોજ સુરતમાં લિંબાયત ખાતે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ છે તેના પગલે પાલિકા અને અન્ય વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે 7 મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 50 હજારથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે સાથે વિશાળ જનસભાને સંબોધિત કરવામાં આવશે.
લિંબાયતના હેલિપેડથી નીલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર વિસ્તારમાં રોડ શો માટે આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટ અને સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે ભાજપ શાસકોએ પાલિકા અને તંત્ર સાથે મળીને સ્થળ અને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ત્રણ કિલોમીટરના શોમાં અભિવાદન માટે ત્રીસ જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ સ્ટેજ પરથી વિવિધ સમાજ અને સંસ્થાના અગ્રણીઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક ટેરિફ વોર પછી ચીને કહ્યું હતું કે અમેરિકા ચીની આયાત પર ટેરિફ વધારવા માટે ફેન્ટેનાઇલનો ઉપયોગ એક તુચ્છ કારણસર તરીકે કરી રહ્યું છે. ચીને સ્પષ્ટ રીતે ધમકી આપતાં કહ્યું હતું કે જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે – પછી એ ટેરિફ હોય કે ટ્રેડ વોર બીજિંગ છેવટ સુધી લડવા તૈયાર છે.
અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની કમાન સંભાળી છે ટ્રમ્પની નીતિઓને કારણે હવે અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પ સરકારે કેનેડા અને મેક્સિકો તેમજ ચીન પર વધારાનું ટેરિફ લાદ્યું છે. અમેરિકાએ ચીનથી આયાત થતાં ઉત્પાદનો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેને કારણે ચીન નારાજ થયું છે અને આ મામલે વળતો જવાબ આપ્યો છે. ચીન અમેરિકાથી આયાત થતા ઉત્પાદનો પર પણ 10થી 15 ટકા ટેરિફ લાદવા જઈ રહ્યું છે.
If war is what the U.S. wants, be it a tariff war, a trade war or any other type of war, we’re ready to fight till the end. https://t.co/crPhO02fFE
— Chinese Embassy in US (@ChineseEmbinUS) March 5, 2025
આ સાથે ડ્રેગને ટ્રમ્પ સરકારને ખુલ્લેઆમ યુદ્ધની ધમકી પણ આપી છે. અમેરિકામાં ચીનના દૂતાવાસે એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે ‘જો અમેરિકા યુદ્ધ ઈચ્છે છે (તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈ યુદ્ધ હોય) તો અમે અંત સુધી લડવા તૈયાર છીએ. ચીનના આ પગલા બાદ સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે. આ પગલાની અસર વિશ્વના અંત દેશો પર પણ પડી શકે છે.
ચીને આ મામલે વધુમાં કહ્યું હતું કે અમે ધમકીઓથી ડરતા નથી. શી જિનપિંગની સરકારે કહ્યું હતું કે દબાણ અને ધાકધમકી અમારા પર કામ કરતી નથી. ચીન સાથે વ્યવહાર કરવાનો સાચો રસ્તો ન તો દબાણ છે, ન જબરદસ્તી કે ન ધમકી છે. કોઈ પણ જે ચીન પર મહત્તમ દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ખોટી વ્યક્તિને નિશાન બનાવીને મોટી ભૂલ કરી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ભારતના શેરબજારમાં ઘટાડો જોવા મળશે. આ આશા આમ જ ઊભી થઈ ન હતી. આનું એક કારણ મંગળવારે યુએસ શેરબજારોમાં એક ટકાથી વધુનો ઘટાડો હતો. તે પછી પણ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી. બપોરે 12.30 વાગ્યે સેન્સેક્સમાં 943.87 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ લગભગ 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો હતો. આ વધારાને કારણે રોકાણકારોને 7 લાખ કરોડ રૂપિયાથી વધુનો ફાયદો થયો.
મંગળવારે, નિફ્ટી50 સતત 10મા દિવસે ઘટ્યો, જે એપ્રિલ 1996 પછીનો સૌથી લાંબો ઘટાડો છે. નિફ્ટી સપ્ટેમ્બર 2024 માં 26,277 ની ટોચથી લગભગ 16 ટકા ઘટ્યો હતો, જે 2008-09 ના નાણાકીય કટોકટી પછી છઠ્ઠો સૌથી મોટો ઘટાડો હતો અને માર્ચ 2020 માં કોવિડ-19 ને કારણે થયેલા ઘટાડા પછી બીજો સૌથી મોટો ઘટાડો હતો. બીજી તરફ, વિદેશી રોકાણકારોએ વર્ષ 2025માં અત્યાર સુધીમાં શેરબજારમાંથી $14 બિલિયન પાછા ખેંચી લીધા છે. આ વેચાણનું મુખ્ય કારણ યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરિફની ધમકી અને નબળો થતો રૂપિયો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે શેરબજારમાં કેવા પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં બમ્પર ઉછાળો
5 મહિનાથી વધુ સમય પછી, શેરબજારના રોકાણકારોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું છે. તે પણ એવા દિવસે જ્યારે અમેરિકાએ ‘ટિટ ફોર ટેટ’ ટેક્સ એટલે કે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે. જે 2 એપ્રિલથી અમલમાં આવશે. નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ટ્રમ્પે જે રીતે ભારતનું નામ લઈને ટેરિફની જાહેરાત કરી છે, તેનાથી શેરબજારમાં મોટો ઘટાડો થશે. પણ આ જોવા મળ્યું નહીં. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં જબરદસ્ત રિકવરી જોવા મળી અને તે ૯૪૩.૮૭ પોઈન્ટથી વધુ વધીને ૭૩,૯૩૩.૮૦ પોઈન્ટની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો.
જ્યારે એક દિવસ પહેલા શેરબજાર 72,989.93 પોઈન્ટ પર બંધ થયું હતું. બપોરે ૧૨.૧૦ વાગ્યે, સેન્સેક્સ ૮૨૦.૧૮ પોઈન્ટના વધારા સાથે ૭૩,૮૦૬.૭૬ પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 300 થી વધુ પોઈન્ટ વધીને 22,375.05 પોઈન્ટની દિવસની ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો. જોકે, બપોરે ૧૨.૧૦ વાગ્યે, નિફ્ટી ૨૭૫.૬૦ પોઈન્ટના વધારા સાથે ૨૨,૩૫૮.૨૫ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. એક દિવસ પહેલા નિફ્ટી 22,082.65 પોઈન્ટ પર બંધ થયો હતો.
કયા શેરોમાં ઘટાડો જોવા મળ્યો
તેજીવાળા શેરોની વાત કરીએ તો, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેન્ટ 5.80 ટકાનો વધારો જોઈ રહ્યો છે. તે જ સમયે, પાવરગ્રીડના શેરમાં 4.37 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના 4.34 ટકા, અદાણી પોર્ટના 4.19 ટકા અને ટાટા સ્ટીલના શેરમાં 3.98 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. BSE પર ભારતી એરટેલ, ઇન્ફોસિસ, TCS, SBI, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ સુઝુકી વગેરેના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જો આપણે નિફ્ટીના ઘટાડા વિશે વાત કરીએ, તો બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે HDFC, ગ્રાસિમ બેંક, ઇન્ડસઇંક અને બજાજ ફિનસર્વના શેરમાં 0.50 ટકાથી ઓછો ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં તેજીના મહત્વપૂર્ણ કારણો
વિદેશી બજારોમાં તેજી
બુધવારે મોટાભાગના એશિયન બજારો ઉપર હતા, કેનેડા અને મેક્સિકો પર યુએસ ટેરિફના આંશિક રોલબેકની આશા વચ્ચે MSCI એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ 1% વધ્યો હતો. હોંગકોંગના શેર વધ્યા, પરંતુ યુઆનમાં મંગળવારના કેટલાક ફાયદા ઘટી ગયા. બેઇજિંગે 2025 માટે આર્થિક વૃદ્ધિ લક્ષ્યાંક લગભગ 5% જાળવી રાખ્યો છે. હેંગ સેંગ ઇન્ડેક્સ 1.1% વધ્યો. ચીનનો ઓફશોર યુઆન પાછલા સત્રમાં 0.7 % વધ્યા પછી 0.3% ઘટીને 7.2716 પ્રતિ ડોલર થયો. દરમિયાન, MSCIનો વર્લ્ડ ઇક્વિટી ઇન્ડેક્સ સ્થિર રહ્યો, તેનો સાપ્તાહિક ઘટાડો 1.9% સુધી પહોંચ્યો.
ક્રૂડ ઓઇલની અસર
બુધવારે સતત ત્રીજા સત્રમાં તેલના ભાવમાં ઘટાડો થયો. આ ઘટાડાનું મુખ્ય કારણ વધતા વેપાર યુદ્ધ અને એપ્રિલમાં ઉત્પાદન વધારવાની OPEC+ ની યોજનાઓ વચ્ચે વૈશ્વિક વૃદ્ધિમાં ઘટાડો થવાની શક્યતા છે. બ્રેન્ટ ક્રૂડ 15 સેન્ટ ઘટીને $70.89 પ્રતિ બેરલ થયું, જે પાછલા સત્રમાં $69.75 ની નીચી સપાટીએ પહોંચ્યું હતું – જે 11 સપ્ટેમ્બર પછીનું સૌથી નીચું સ્તર છે.
FII વેચાણ અને DII ખરીદી
મંગળવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 3,405.82 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ કુલ રૂ. 4,851.43 કરોડના શેર ખરીદ્યા હતા. જેના કારણે શેરબજારને થોડો ટેકો મળી રહ્યો હોય તેવું લાગે છે. જોકે, ચાલુ વર્ષમાં વિદેશી રોકાણકારોએ ૧૪ અબજ ડોલર પાછા ખેંચી લીધા છે.
ડોલર સામે રૂપિયામાં સુધારો
બુધવારે ભારતીય રૂપિયો 0.04% વધીને 87.23 પ્રતિ યુએસ ડોલર પર ખુલ્યો, જે અગાઉના બંધ 87.2650 હતો. દરમિયાન, યુરો, સ્ટર્લિંગ અને ચાર અન્ય મુખ્ય ચલણો સામે ડોલરનું મૂલ્ય ટ્રેક કરતો યુએસ ડોલર ઇન્ડેક્સ બે દિવસના 1.9 ટકાના ઘટાડા પછી 105.60 પર થોડો ફેરફાર થયો હતો, જેના કારણે તે થોડા સમય માટે 105.49 પર ધકેલાઈ ગયો – જે 6 ડિસેમ્બર પછીનો સૌથી નીચો ભાવ છે. નવા યુએસ ટેરિફ અને કેનેડા અને ચીન દ્વારા બદલાની કાર્યવાહીને કારણે વધતા વેપાર યુદ્ધ અંગે ચિંતાઓ વધતા ડોલર ઇન્ડેક્સ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો.
પ્રખ્યાત તેલુગુ ગાયિકા કલ્પના રાઘવેન્દ્ર તેલંગાણાના રંગારેડ્ડીમાં તેમના ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. 44 વર્ષીય ગાયકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત હાલમાં સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ સ્ટેશનને સાંજે 5 વાગ્યે એપાર્ટમેન્ટ કમિટી તરફથી ફોન આવ્યો હતો. જ્યારે તે કલ્પનાના ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે તેના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. રસોડાની બારીમાંથી જોતાં ખબર પડી કે ગાયિકા તેના પલંગ પર બેભાન અવસ્થામાં પડી હતી.
એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરાયા
પોલીસ અને તબીબી કર્મચારીઓએ કલ્પનાને એમ્બ્યુલન્સ દ્વારા હોલિસ્ટિક હોસ્પિટલમાં દાખલ કરી. તેનો પતિ પણ સાંજે ૬ વાગ્યાની આસપાસ હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરોના મતે, ગાયકની હાલત હવે સારી છે. તેમની નિયમિત સારવાર ચાલી રહી છે અને તેમને દવાઓ આપવામાં આવી રહી છે. આ વિશે હજુ સુધી વધુ માહિતી ઉપલબ્ધ નથી.
કલ્પના રાઘવેન્દ્રનું કાર્ય
કલ્પના રાઘવેન્દ્રએ વર્ષોથી ભારતીય સંગીત ઉદ્યોગને ઘણી ભાષાઓમાં ઘણા મહાન ગીતો આપ્યા છે. તેમને શ્રેષ્ઠ પ્લેબેક સિંગર માટે ‘તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.