IPL 2025: પાછલા ઘણા સમયથી શ્રેયસ ઐયર ચોથા નંબરે ભારત માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન બન્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતને શાનદાર વિજય અપાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ તેને ‘સાયલન્ટ હીરો’ (Silent Hero) કહ્યો. છેલ્લા 8 વનડે મેચોમાં 53 ની સરેરાશથી રનરેટ બનાવીને, શ્રેયસે પોતાનું મહત્વ સાબિત કર્યું છે.
તેણે પોતાની ટેક્નિકલ નબળાઈ અને શોર્ટ બોલ સામેની સમસ્યાઓ અંગે ઘણી ટીકાઓ સહન કરી. જોકે, શ્રેયસે હંમેશા પોતાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન પીઠની ઈજા, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો, અને IPLમાં KKR દ્વારા રિલીઝ થવો, આ બધું થવા છતાં, તે મજબૂત મનોબળ સાથે આગળ વધતો રહ્યો. તેણે એક મીડિયા ઈન્ટરવ્યૂહ દરમિયાન કહ્યું કે “કદાચ મારી નબળાઈ અંગે વિશેષ છાપ ઊભી થઈ હતી, પણ મને હંમેશા મારી શક્તિ અને ક્ષમતાનો વિશ્વાસ હતો. ખેલાડી તરીકે સતત સુધારો જરૂરી છે અને મેં પણ એ જ કર્યું.”
IPL 2025 માટે શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સ (PBKS)ની કેપ્ટનશીપ સંભાળશે. KKRને ચેમ્પિયન બનાવ્યા બાદ આ નવી જવાબદારીમાં પણ શ્રેયસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. “મારે માત્ર મારી મહેનત પર ધ્યાન આપવું હતું, અને મને વિશ્વાસ હતો કે મારા પ્રદર્શનથી મને ફરી તક મળશે.”વધુમાં તેણે જણાવ્યુ કે “મને ચોથા ક્રમ પર બેટિંગ કરવાનો આનંદ આવે છે. વર્લ્ડ કપ 2023 અને ચેમ્પિયન્સ ટ્રોફી, બંનેમાં આ ક્રમ પર રમીને હું સારું પ્રદર્શન કર્યું છે.” શ્રેયસ હવે IPL 2025માં પંજાબ કિંગ્સ માટે એક નવી શરૂઆત કરવા આતુર છે. હવે જોવું રહ્યું કે શું તે આ સિઝનમાં પણ કેપ્ટનશીપ અને બેટિંગના ધમાકેદાર પ્રદર્શન દ્વારા ટીમને ટોપ 4માં લઈ જઈ શકે છે!
કેલોરેક્સ ફ્યુચર ટેક લેબ (KFTL)નું ઉદ્ઘાટન સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC), ISRO ના ડિરેક્ટર એન.એમ. દેસાઈ અને SACના છ વરિષ્ઠ વૈજ્ઞાનિકોના પ્રતિનિધિમંડળની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે નવીનતા અને વૈજ્ઞાનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું.
એન.એમ. દેસાઈએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો સાથે વાતચીત કરી અને તેમને આ સુવિધાઓનો સંપૂર્ણ લાભ લઈને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરતી વખતે શિક્ષણ પ્રત્યે શિક્ષક અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમના મહત્વ પર પણ ભાર મૂક્યો. થોડા સમય પહેલા, KFTLએ STEM શિક્ષણ તરફ સહયોગી કાર્ય માટે સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, ISRO સાથે સમજૂતી કરાર (MoU) પણ કર્યો છે.
KFTL ચાર ભવિષ્યના ટેક ક્ષેત્રો, AI અને રોબોટિક્સ, AR અને VR, એરોસ્પેસ અને 5D લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ ઇન સસ્ટેનેબિલિટી એન્ડ મોરલ વેલ્યું વિષયો પર વ્યવહારુ શિક્ષણ પ્રદાન કરે છે. આ પ્રયોગશાળા જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે, વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે કૌશલ્યોથી સજ્જ કરે છે અને તેમને VUCA વિશ્વ માટે તૈયાર કરે છે. KFTL શૈક્ષણિક ક્ષેત્રોને વ્યવહારુ નવીનતા સાથે એકીકૃત કરે છે, વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને મજબૂત વિકાસમાં કારકિર્દી માટે તૈયાર કરે છે. AI અને રોબોટિક્સ લેબ કોડિંગ, પ્રોગ્રામિંગ અને ઇન્ટેલિજન્ટ સિસ્ટમ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. AR અને VR લેબ વધુ સારા વિઝ્યુલાઇઝેશન માટે 3D સિમ્યુલેશન સાથે શિક્ષણને વધારે છે. યાલી લેબ 5DX સંવેદનાત્મક અનુભવ પ્રદાન કરે છે, જે વિદ્યાર્થીઓને ટકાઉપણું અને સામાજિક મુદ્દાઓને સમજવામાં મદદ કરે છે. એરોસ્પેસ લેબ વિદ્યાર્થીઓને માર્સ રોવર્સ, રોકેટ અને ક્વાડ્રેપોડ્સ ડિઝાઇન કરીને અવકાશ ટેકનોલોજીનું અન્વેષણ કરવા માટે પ્રેરણા આપે છે. KFTL શૈક્ષણિક ક્ષેત્રોને વ્યવહારુ નવીનતા સાથે જોડે છે, વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર કરે છે.
KFTL નું ઉદ્ઘાટન શિક્ષણને વ્યવહારુ નવીનતા સાથે જોડવા તરફ એક નવા અભિગમની શરૂઆત કરે છે, અને વિદ્યાર્થીઓને ભવિષ્યના ટેક લીડર બનવામાં મદદ કરે છે. KFTL દ્વારા ઓફર કરવામાં આવતા કાર્યક્રમો ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં ઉપલબ્ધ છે, જે રસ ધરાવતા વિદ્યાર્થીઓને પૂરતી સુગમતા પ્રદાન કરશે.
નવી દિલ્હી: આવનારા સમયમાં ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે EPICને આધાર નંબરથી જોડવા માટે કલમ 326, આર.પી. અધિનિયમ 1950 અને સુપ્રીમ કોર્ટના નિર્ણયોના અનુસાર, બંધારણીય નિયમોમાં રહીને આ મામલે કામગીરી કરવામાં આવશે. આજે ચૂંટણી પંચ અને UIDAIની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં UIDAI અને ECIના નિષ્ણાંતો વચ્ચે ટેકનિકલ વિચાર-વિમર્શ ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી સાથે 18 માર્ચ, 2025ના રોજ તેના મુખ્ય મથક નિર્વાચન સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, UIDAIના CEO અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો પણ હાજર રહ્યા હતા.
ભારતીય બંધારણના અનુચ્છેદ 326 મુજબ, મતદાનનો અધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપી શકાય છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યક્તિની ઓળખ સ્થાપિત કરે છે. તેથી, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે EPICને આધાર સાથે લિંક કરવાનું ફક્ત બંધારણની કલમ 326, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 23(4), 23(5) અને 23(6) અને WP (સિવિલ) નં. 177/2023માં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર જ કરવામાં આવશે.
શિક્ષણના ક્ષેત્રમાં અગ્રણી NBFC ઓક્સિલો ફિનસર્વ એ પોતાના શિક્ષણ સંચાલિત સ્કોલરશિપ પોગ્રામ, ‘ ઇમ્પેક્ટએક્સ’ની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય સમાજના આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના વિદ્યાર્થીઓ માટે અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને કૌશલ્ય સંવર્ધન અભ્યાસક્રમો માટે વાર્ષિક શિક્ષણ ખર્ચને ભંડોળ પૂરું પાડવાનો છે. ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ પ્રતિ વિદ્યાર્થી રૂ. 1,00,000 સુધીનું ભંડોળ પૂરું પાડશે.
ઓક્સિલો ફિનસર્વના સીઈઓ અને એમડી નીરજ સક્સેનાએ કહ્યું કે, “શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ સાથે અમે તકોનું નિર્માણ કરવાનો અને લાયક વિદ્યાર્થીઓને તેમના ઇચ્છિત શિક્ષણના સ્વપ્નને પૂર્ણ કરવા અને તેમના જીવનમાં પરિવર્તન લાવવા માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” ‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશિપ પ્રોગ્રામ’ સમાજના આર્થિક રૂપથી કમજોર વર્ગ (EWS)થી સંબધિત ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓપન છે.
શિક્ષણ પ્રાપ્ત કરવા માટે EWS ના વિદ્યાર્થીઓ માટે ઓપન
અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને કૌશલ્યવર્ધન અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી સ્કોલરશિપ
છેલ્લા શૈક્ષણિક વર્ષમાં પ્રાપ્ત કરેલા ઓછામાં ઓછા 55% ગુણ અથવા આયોજિત અભ્યાસક્રમ સાથે સંબંધિત પૂર્વ શિક્ષણનું સંતોષકારક પૂર્ણ
ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહેલા 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પાત્રતા.
યોગ્ય વિદ્યાર્થીઓ www.auxilo.com ની મુલાકાત લઈને વધુ જાણકારી માટે જરૂરી માહિતી સબમિટ કરીને ImpactX સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. અનિવાર્ય પગલાના રૂપમાં કંપની સ્કોલરશિપને મંજૂર આપતા પહેલા ડેટા ચકાસણી અને પૃષ્ઠભૂમિ તપાસ માટે દરેક અરજીની સમીક્ષા હોમ વિઝિટ સાથે કરશે.
‘ઇમ્પેક્ટએક્સ સ્કોલરશીપ’ એ ઓક્સિલોના એડિવેટ સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત એક મુખ્ય પહેલ છે. એડિવેટ સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત કંપની Buddy4Study અને BIRDS (બીજાપુર ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી) જેવી મહત્વપૂર્ણ શિક્ષણ સંચાલિત સંસ્થાઓને સમર્થન આપી રહી છે.
IPL 2025 શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. 22 માર્ચના રોડ પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ વચ્ચે IPLની સીઝન પહેવા જ મુંબઈની કેપ્ટનશીપને લઈ મોટા સંકેતો મળ્યા છે. મુંબઈ ફ્રેન્ચાઇઝીએ ગત સિઝનમાં રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવી દીધા હતા. તેની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે હવે IPLએ X પર એક ફોટો શેર કર્યો છે જેમાં દરેક ટીમના કેપ્ટનને લઈને સસ્પેન્સનો લગભગ અંત આવ્યો છે.
It’s the talk of the town! 🤩
We are only 5⃣ days away from the start of #TATAIPL 2025 🥳
IPLએ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તમામ ટીમોના કેપ્ટનની તસવીરો આપવામાં આવી છે. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાનો ચહેરો દેખાઈ રહ્યો છે. પંડ્યાએ ગત સિઝનમાં પણ ટીમની કેપ્ટનશીપ કરી હતી. X પર શેર કરાયેલા આ ફોટો સાથે IPLએ મુંબઈની કેપ્ટનશિપને લઈને મોટો સંકેત આપ્યો છે. પંડ્યા આ સિઝનમાં પણ મુંબઈની કેપ્ટનશિપ કરી શકે છે. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને હતી. મુંબઈએ કુલ 14 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેઓએ 4 મેચ જીતી અને 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈને 8 પોઈન્ટ મળ્યા હતા.
ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યા હતા. ઘણી વખત રજૂઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતા વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા છે. ઉનાળાના ધોમધખતા તડકામાં વ્યાયમ શિક્ષકો આંદોલન ઉપર બેઠા છે અને વધુમાં વધુ વ્યાયામ વીરોને જોડાવવાની અપીલ કરવામાં આવી હતી. વ્યાયામ શિક્ષકોના આંદોલનને યુવરાજ સિંહ જાડેજા , જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના નેતાઓએ સમર્થન આપી તેમની સાથે જોડાયા હતા.
જે બાદ પોલીસની ગાડીઓનો કાફલો આંદોલન સ્થળે પહોંચી ગયો છે અને વ્યાયમ શિક્ષકોની અટકાયતનો દૌર શરુ કર્યો છે. આંદોલનકારીઓને નેતાઓ દ્વારા શિસ્ત અને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. આ આંદોલન આવતીકાલે એટલે કે તારીખ 18 માર્ચ 2025ના રોજ પણ ચાલુ રહેશે. આંદોલન થોડું ઉગ્ર બન્યું હતું જે બાદ શિક્ષકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
શિક્ષકોની માંગણી
વ્યાયામ શિક્ષકો પડતર માંગણીને લઈ આંદલોન પર બેઠા હતા. જેમાં પહેલી માગ એવી છે કે, ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. જેથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી માત્ર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં કરવામાં આવે છે. એ પણ રાજ્યમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યાઓ છે, તેના કરતાં ખૂબ ઓછી સંખ્યામાં કરવામાં આવે છે. રાજ્યમાં ધોરણ 1થી 8મા વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં જ આવતી નથી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી (SAT) લેવામાં આવી છે, તેને માન્ય ગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં આવે.
ગુજરાત રાજ્યના તમામ વ્યાયામ શિક્ષકની ડીગ્રી ધરાવતા ઉમેદવારો, ખેલ સહાયકો, વ્યાયામ શિક્ષકની ભરતીની રાહ જોઈને બેઠેલા એવા તમામ ઉમેદવાર સરકાર પાસે વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી ઉપર જણાવ્યા અનુસાર થાય અને કરાર આધારિત ભરતી બંધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીની જગ્યાએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP 20 અને RTE 2009ની જોગવાઈ મુજબ વ્યાયામ શિક્ષક અને શારીરિક શિક્ષણને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે.
ઈ.સ. 1959ના જૂન માસમાં હું એ સમયે જૂનાગઢ જિલ્લાના અને હાલ અમરેલી જિલ્લામાં આવેલા ઊના શહેરની પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે જોડાયો હતો. માત્ર છ મહિના નોકરી કરી ડિસેમ્બર માસમાં પોસ્ટઓફિસની નોકરી છોડી દીધી હતી. આ છ માસ દરમિયાન પોસ્ટઓફિસના મારા કામમાં તો ક્યારેય ભલીવાર ન આવ્યો તે ન જ આવ્યો. પરંતુ આ છ મહિના દરમિયાન મને ઘણા મિત્રો – નગર પંચાયતના પ્રમુખ રસિકચંદ્ર આચાર્ય (ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી)થી માંડી બાલમંદિરના આચાર્ય નવીનભાઈ જોશી સહિત ઘણા મિત્રો મળ્યા. આ છ મહિના દરમિયાન ઊનામાં નાટ્યપ્રવૃત્તિ પણ કરી. ડિસેમ્બર, 1959માં ઊના છોડ્યા પછી તરત જ ફેબ્રુઆરી 1960માં એક લગ્ન નિમિત્તે ઊના જવાનું થયું, ને સૌ મિત્રોને ફરી મળવાનું થયું. આ બીજી મુલાકાતે મને રજનીકુમાર મેળવી આપ્યા.
રજનીકુમાર સાથે મારી 65 વર્ષની અતૂટ મૈત્રી રહી. આ લાંબા સમયપટમાં અમે એકબીજાના સુખ-દુઃખના સાથી બની રહ્યા.
રજનીકુમાર પંડ્યા ગુજરાતી ટૂંકી વાર્તામાં જે કેટલાંક માઈલસ્ટોન જેવાં લેખકો છે તેમાં એક મહત્વનું નામ છે. સાતમા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા અને કવિતામાં ઝબ્બર પરિવર્તન આવ્યું. એક બાજુ પરંપરા સાથે સાવ છેડો ફાડીને તદ્દન નવા-નોખાં પ્રકારની વાર્તાઓ-કથાવસ્તુને સાવ ઓગાળી નાખીને લખાતી વાર્તાઓનો યુગ શરૂ થયો. તો બીજી બાજુ પરંપરાગત વાર્તાઓ પણ વિપુલ પ્રમાણમાં લખાતી. આ બંન્ને પ્રકારના સર્જકો વચ્ચે એવાં કેટલાંક સર્જકોનો ઉદય થયો જેમણે પરંપરા સાથે છેડો ફાડ્યા વગર જૂની વાર્તાઓથી સાવ અલગ પડીને વાર્તાઓ સર્જી! આ પ્રકારના તેજસ્વી સર્જકોમાં એક નામ રજનીકુમાર પંડ્યા. “ખલેલ”, “ચંદ્રદાહ” – જેવાં એમના વાર્તા સંગ્રહોમાંથી પસાર થનારને આ વાતની ખાત્રી થશે. એ જ રીતે એમણે “કુંતી” જેવી બે ભાગમાં પથરાયેલી નવલકથા કે “પુષ્પદાહ” જેવી પૂર્ણપણે સત્ય ઘટનાત્મક નવલકથાઓ આપી. “પરભવના પિતરાઈ” જેવી ચરિત્ર-નવલકથા પણ આપી. આ નવલકથાની પ્રસ્તાવના દર્શકે બહુ ઉમળકાથી લખી છે.
“ઝબકાર”ના છ ભાગ રજનીકુમાર પંડ્યાનું અનન્ય અર્પણ છે! મૂળે વર્તમાનપત્રોની કલમરૂપે લખાયેલા આ ચરિત્ર નિબંધો અનેક રીતે વિશિષ્ટ છે. કાળની ગર્તમાં ખોવાઈ ગયેલાં કેટલાંક પાત્રોને એ ફરી તખ્તા ઉપર લઈ આવ્યા. “ઝબકાર”ના ચરિત્ર્ય નિબંધો રજનીકુમારની સહજસિદ્ધ વાર્તાકલાનો ભરપૂર લાભ મળ્યો છે. સર્જનાત્મક ભાષાના કારણે આ ચરિત્ર્યો એકદમ રસપ્રદ બન્યા છે. આવાં કેટલાંક ચરિત્ર્ય-નિબંધો વાંચીને દર્શકે રજનીકુમાર પંડ્યાને લખેલું કે તમારા લેખો વાંચીને થાય છે કે આજે પણ દુનિયામાં કેટલી બધી સારપ છે, દુનિયામાં કેટલાં બધાં સારા માણસો છે.
રજનીકુમારની સર્જક્તાનું એક મજબૂત પાસું લગભગ અજાણ્યું રહી જવા પામ્યું છે. આ પાસું તે એમની હાસ્યકાર તરીકેની પ્રતિભા. “શબ્દઠેઠ્ઠા” તીરછી નજર હાસ્ય બિલોરી, વગેરે બિલોરી શ્રેણીના પુસ્તકો રજનીકુમારની હાસ્યકાર તરીકેની પ્રતિભા દર્શાવનારા પુસ્તકો છે. ગુજરાતી ભાષામાં હાસ્ય-વાર્તાઓ ઓછી લખાઈ છે- લખાય છે. હાસ્ય વાર્તાઓના જૂજ સંગ્રહો થયા છે. અગાઉ લખાયેલી હાસ્યવાર્તાઓથી રજનીકુમનારની વાર્તાઓ તદ્દન અલગ પડે છે. અગાઉની વાર્તાઓમાં એવું લાગે કે એમાં હાસ્યસિદ્ધ થાય છે એના પ્રમાણમાં વાર્તાનું સ્વરૂપ સિદ્ધ થતું નથી. અથવા એમ કહેવાય છે કે સ્વરૂપ સિદ્ધ કરવા પ્રત્યે લેખકોનું એટલું ધ્યાન નહોતું. જ્યારે રજનીકુમારની હાસ્યવાર્તાઓમાં “હાસ્ય” સાધન તરીકે આવે છે અને સર્જકનું લક્ષ્ય સ્વરૂપ સિદ્ધ કરવા તરફ હોય છે.
રજનીકુમારના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર વખતે સ્મશાને જવા હું નીકળ્યો ત્યારે હસિત મહેતાનો ફોન આવ્યો કે અગ્નિદાહની વિધી કરવાની છે, તમને પહોંચતા કેટલીવાર લાગશે? રજનીકુમારના પાર્થિવદેહના અંતિમ દર્શન કરવાની ઈચ્છા તો ખૂબ હતી. પરંતુ ત્યાં પહોંચવામાં વીસ—પચ્ચીસ મિનિટ નીકળી જાય તેમ હતી. ઘણા બધાંનો આટલો બધો સમય મારી રાહ જોવામાં જાય તે મને ઉચિત ન લાગ્યું અને પછી મનોમન બોલ્યો રજનીકુમારની હ્રદયમાં પડેલી છબિ તો આ જીવન એવીને એવી રહેવાની છે!
(રતિલાલ બોરીસાગર)
(લેખક સુપ્રસિદ્ધ હાસ્યલેખક છે. રજનીકુમાર પંડ્યા સાથે એમનો દાયકાઓ જૂનો સંબંધ. અહીં રજનીકુમારને શ્રધ્ધાંજલિ આપવા તેમણે ચિત્રલેખા.કોમ માટે વિશેષ આ લેખ લખ્યો છે.)
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ એક મોટો ખુલાસો કર્યો છે. વિધાન પરિષદમાં બોલતા શિંદેએ કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) સરકાર દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેમની માફી માંગી હતી. અમે કહ્યું હતું કે અમે તમારી સાથે સરકાર બનાવવા માંગીએ છીએ. મુંબઈ આવ્યા પછી, તેઓ (ઉદ્ધવ ઠાકરે) આ નિવેદનથી પણ પાછળ હટી ગયા હતા.
એકનાથ શિંદેએ અંદરની વાત જણાવી
વિધાન પરિષદમાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું, ‘હું તમને એક અંદરની વાત કહું. તેમના (અનિલ પરબ) નેતા (ઉદ્ધવ ઠાકરે) પણ મોદીજીને મળ્યા હતાં.તેમણે કહ્યું કે કૃપા કરીને અમને માફ કરો… મોદી સાહેબને પણ મળ્યા અને કહ્યું કે અમે ફરીથી તમારી સાથે જોડાશું. પણ જ્યારે તે અહીં (મુંબઈ) આવ્યો ત્યારે તેણે પાછળ ખસી ગયા.’
આ સાથે શિંદેએ કહ્યું, ‘તમે (અનિલ પરબ) પણ ગયા હતા. જ્યારે તમને સૂચના મળી, ત્યારે તમે ત્યાં ગયા. તમે કહ્યું હતું કે, મને આ (કેસ) થી બચાવો. જ્યારે તમે તેમાંથી બહાર આવ્યા, ત્યારે તમે પાછળ ખસી ગયા. હું આ જાણું છું.’
અમે જે કંઈ કર્યું, ખુલ્લેઆમ કર્યું – શિંદે
શિંદેએ કહ્યું, ‘એટલા માટે જ હું તમને કહું છું કે અમે જે કંઈ કર્યું, તે ખુલ્લેઆમ કર્યું. અમે ગુપ્ત રીતે ગયા નહોતા. જ્યારે શિવસેના, ધનુષબાણ જોખમમાં આવી ગયા. જ્યારે બાળાસાહેબના વિચારો જોખમમાં આવ્યા. જ્યારે તમે ઔરંગઝેબના વિચારો સ્વીકાર્યા. પછી અમે તમારી (ઉદ્ધવ ઠાકરે) ગાડી પલટી નાખી.’
મુંબઈ: વિક્રમ ભટ્ટ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દિગ્દર્શકે પોતાની બીમારી વિશે ખુલીને કહ્યું કે તે અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની બીમારી જેવી જ છે. ચાલો જાણીએ કે ફિલ્મ નિર્માતાએ શું ખુલાસો કર્યો?
વિક્રમ ભટ્ટ કયા રોગથી પીડાઈ રહ્યા છે?
તાજેતરમાં, દિગ્દર્શક વિક્રમ ભટ્ટે પિંકવિલા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ હંમેશા ડિપ્રેશનથી પીડાય છે. આના પર તેણે કહ્યું કે તે તેની પત્નીને રાખવા માંગતો નથી, કારણ કે કોઈ ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ સાથે કેમ રહેશે,પરંતુ તેની પત્નીએ કહ્યું કે આ નિર્ણય તેનો નથી. વિક્રમ ભટ્ટે જણાવ્યું કે તેઓ ઓટોઇમ્યુન રોગથી પીડાઈ રહ્યા છે, જે એક પ્રકારનો સંધિવા છે. આમાં હાડકાં એકબીજા સાથે જોડાવા લાગે છે, જે ખૂબ જ પીડાદાયક હોય છે. તેણીએ પોતાની બીમારી અભિનેત્રી સામન્થા રૂથ પ્રભુના માયોસાઇટિસ નામના રોગ જેવી જ ગણાવી.
વિક્રમ ભટ્ટે દીપિકા પાદુકોણની પ્રશંસા કરી
વિક્રમ ભટ્ટે વધુમાં કહ્યું કે દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરનારી પહેલી અભિનેત્રી હતી. તેમણે કહ્યું કે લોકોએ પોતાની માનસિક બીમારી વિશે ખુલીને વાત કરવી જોઈએ કારણ કે તે યુવાનોને ઉર્જા આપે છે અને તેમને તેની સામે લડવામાં મદદ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આજકાલ યુવાનોમાં હતાશા સામાન્ય બની ગઈ છે. આજકાલ, જ્યારે દીપિકા અને સામંથા જેવી સેલિબ્રિટીઓ તેમની બીમારી વિશે વાત કરે છે, ત્યારે તેઓ શાંતિ અનુભવે છે અને આનાથી આત્મહત્યા જેવી ઘટનાઓને રોકી શકાય છે.
વિક્રમ ભટ્ટનો કાર્યકાળ
ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘તુમકો મેરી કસમ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક થ્રિલર-ડ્રામા ફિલ્મ છે, જે 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, એશા દેઓલ અને અદા શર્મા જેવા કલાકારો જોવા મળશે.
રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી ચુકેલી યુવતીને તારા પિતા ઉપર કોઈએ મેલી વિદ્યા કરી છે તેમનું મૃત્યુ થશે તેને બચાવવા માટે તારે મારી પાસે આવી વિધિ કરાવવી પડશે કહી જાળમાં ફસાવી હતી. બાદમાં યુવતી પરિવારને છોડી આ ભૂવા સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગત 13 તારીખે હોળીના દિવસે ભૂવાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ગઇકાલે(17 માર્ચ) તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવતીને મરવા મજબુર કરવા બદલ ભૂવા કેતન સાગઠીયા સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ફરાર પાખંડી ભૂવાને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે, રાજકોટમાં મવડી ગામે રહેતી કોમલે 13મી માર્ચે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી દવાની અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જ્યા કોમલનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, પરિવારનો આક્ષેપ છે કે ભૂવાએ તેમની દીકરીને મારી નાખી છે. થોડા સમય પહેલા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે પણ સુસાઇડ નોટ લખી હતી. જેમાં ભૂવો શારિરીક-માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પાછલા એક વર્ષ પહેલા યુવતી ભૂવાના સંપર્કમાં આવી હતી. જ્યાં ભૂવાએ કહ્યું હતું કે તારા પિતા પર કોઈએ મેલી વિદ્યા કરી દીધી છે તેનું મોત નિપજવાનું છે, મારી પાસે વિધિ કરાવ તો સારું થઇ જશે. જે બાદ યુવતી તેની સાથે રહેવા લાગી હતી. ભૂવાને બે-બે પત્ની છે, તેમ છતાં બીજી યુવતીને ફસાવી હોવાનો આક્ષેપ પિરવારજનો એ કર્યો હતો. પોલીસે ભૂવાને ગઈકાલે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.