Home Blog Page 1074

ટ્રમ્પ અને પુતિન વચ્ચે 2 કલાકની ફોન વાતચીત દરમિયાન 30 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ

અમેરિકા: રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે, રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. જો કે, આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકવા માટે રશિયા-યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે. આ તમામ શરતોને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને માનવી પડશે. અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી વાતચીત બાદ આ શરતો પર સંમતિ બની છે. 

175 બંધકોની અદલા-બદલી થશે 

રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની અદલા-બદલીની સંમતિ બની ચુકી છે. બંને દેશોના 175-175 બંધકો મુક્ત કરવામાં આવશે. આ સિવાય, રશિયાએ સદ્ભાવના દર્શાવતા 23 ગંભીર રૂપે ઈજાગ્રસ્ત સૈનિકોને કીવને સોંપવાનો નિર્ણય લીધો છે. આ પગલાને શાંતિ વાર્તા આગળ વધારવા માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કેદીઓની મુક્તિ થવાથી બંને દેશો વચ્ચે વિશ્વાસ વધશે અને સંઘર્ષ વિરામના સ્થાયી સમાધાન તરફ એક મજબૂત આધાર તૈયાર થશે.

બ્લેક સીમાં જહાજો પર હુમલા નહીં થાય

રશિયા અને યક્રેન વચ્ચે બ્લેક સીમાં ચાલી રહેલાં તણાવને ઓછો કરવા માટે પણ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને કાળા સમુદ્રમાં વ્યાપારિક જહાજો અથવા અન્ય સમુદ્રી સંપત્તિઓ પર હુમલો ન કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણયથી કાળા સમુદ્રના માધ્યમથી થતો વૈશ્વિક વ્યાપાર સુરક્ષિત રહેશે અને યુક્રેનને જરૂરી સામાન અને સૈન્ય સહાય પૂરી પાડી શકાશે.

સ્થાયી યુદ્ધવિરામ પર વાતચીત થશે 

હાલ, 30 દિવસો માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે પરંતુ, તેના સ્થાયી સમાધાન માટે રશિયા અને યુક્રેન વચ્ચે આગળ હજુ ઊંડાણપૂર્વક વાતચીત થશે. આ મુદ્દાને લઈને રશિયા અને અમેરિકાએ એક સંયુક્ત નિષ્ણાત સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે, જે યુદ્ધવિરામને સ્થાયી રૂપે લાગુ કરવા માટે સમાધાન શોધશે. આ કરાર હેઠળ યુક્રેનને કોઈપણ પ્રકારની નવી સૈન્ય ભરતી રોકવી પડશે અને હથિયારો ભેગા કરવાનું પણ બંધ કરવું પડશે.

ઊર્જા કરાર પર કામ કરશે

યુદ્ધ દરમિયાન રશિયા અને યુક્રેન એકબીજાના ઊર્જાના મુખ્ય માળખા પર હુમલો કરતા હતાં. હવે પુતિન અને ઝેલેન્સ્કી એ વાત પર સંમત છે કે, ઊર્જા વિસ્તાર પર હુમલાને સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવે. આ કરારનો ઉદ્દેશ્ય યુક્રેન અને રશિયા બંનેની અર્થવ્યવસ્થા સ્થિર બનાવવા અને યુરોપમાં ઊર્જા સંકટને ઓછો કરવાનો છે. રશિયા અને અમેરિકા આ મામલે એક લાંબા ગાળાના ઊર્જા કરાર પર કામ કરશે, જેનાથી ભવિષ્યમાં ઊર્જા સેક્ટરને સુરક્ષિત કરી શકાય.

શાંતિ કરારનું ઉલ્લંઘન નહીં કરે

રશિયા અને યુક્રેન બંને આ વાત પર સંમત થયા છે કે, આ કરારનું ઉલ્લંઘન નહીં કરવામાં આવે. જો કોઈપણ પક્ષ સંધિનું ઉલ્લંઘન કરે છે તો તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. આ કરાર ફક્ત અસ્થાયી યુદ્ધવિરામ સુધી સીમિત નહીં રહે પરંતુ, તેને સ્થાયી શાંતિની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરવા ડોલ્ફિન આવી, મસ્કે શેર કર્યો VIDEO

અમેરિકા: ભારતીય મૂળના અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેમના સાથીદાર બૂચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ બે અંતરિક્ષયાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી, ડ્રેગન અંતરિક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું.

સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત

ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું હતું. સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દ્રશ્ય એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડોલ્ફિન 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે. આ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું.

ઈલોન મસ્કે શેર કર્યો વિડીયો 

સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ ઈલોન મસ્કે X પર આ વિડીયો રીપોસ્ટ કર્યો છે. જૂન 2024માં સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે હતા. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન, જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું, તે તૂટી ગયું. આ પછી લાંબો સમય રાહ જોવી પડી. અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ ઈલોન મસ્કને સોંપી દીધું. ત્યારબાદ આ મિશન 19 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયું હતું.

સુનિતા વિલિયમ્સનના પરત ફરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે શું આપી પ્રતિક્રિયા?

અમેરિકા: અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની 9 મહિના બાદ વાપસી થઈ છે. બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સૂલ દ્વારા ધરતી પર ઉતર્યા છે. સુનિતાના ધરતી પર પરત ફરવાનો જશ્ન ઉજવવામાં આવી રહ્યો છે. હવે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પણ આ વિશે નિવેદન સામે આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન મીડિયાને કહ્યું કે, ‘રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ જ્યારે હું ઓફિસમાં આવ્યો તો મેં ઈલોન મસ્કને કહ્યું કે, આપણે સુનિતા અને બુચ વિલ્મોરને પરત લાવવા પડશે. પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ બાઇડેને તેમને છોડી દીધા છે. હવે તેઓ પરત આવી ગયાં છે. તેમને થોડું સ્વસ્થ થવું પડશે અને બાદમાં તે ઓવલ ઓફિસ (રાષ્ટ્ર પ્રમુખની ઓફિસ)માં આવશે.’

આ પહેલાં વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખવામાં આવ્યું હતું કે, ‘જે વચન આપ્યું હતું, તે પૂરૂ કર્યું. રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તેમનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થઈ ચુક્યું છે. ઈલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.’

VIDEO: પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન શું હતું?

અમેરિકા: અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અંતરિક્ષયાનમાં ફ્લોરિડાના દરિયાકાંઠે ઉતરણ કર્યું. કેપ્સ્યુલ પાણીમાં પડતાની સાથે જ આ કામગીરીમાં સામેલ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો.

અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેમને રિકવરી જહાજ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા.  ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.

ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ હાથ હલાવીને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુનિતા વિલ્યમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા X પર શેર કરાયેલા 1 માર્ચના પત્રમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે સુુનિતા વિલિયમ્સ – જેમણે ગયા વર્ષે 5 જૂને ઓર્બિટલ લેબમાં ઉડાન ભરી હતી – તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનને મળ્યા હતા.સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી, બૂચ વિલ્મોરને 17 કલાકની સફર માટે ISSમાંથી અનડોક કર્યાના કલાકો પછી આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

 

VIDEO: 286 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ-બુચ વિલ્મોરની ઘરવાપસી

અમેરિકા: સમગ્ર વિશ્વ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ આખરે આવી ગઈ. નવ મહિના એટલે કે લગભગ 286 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પરત ફર્યા છે. માત્ર આઠ દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્પેસ મથકમાં ગયેલા આ બંન્ને અંતરિક્ષયાત્રીઓની આખરે ઘરવાપસી થઈ છે. ઈલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ મંગળવારે સવારે સુનિતા અને વિલ્મોર તેમજ અન્ય બે અંતરિક્ષ યાત્રીઓ સાથે આઈ.એસ.એસ.થી અનડોક થયું હતું અને બુધવારે વહેલી સવારે ફ્લોરિડા નજીક દરિયામાં ઉતરાણ કર્યું હતું. આ લેન્ડિંગ સાથે ઐતિહાસિક મિશન પૂર્ણ થયું હતું.

નાસાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં અંતરિક્ષ યાત્રીઓ હવામાં તરતા જોવા ભલે આનંદદાયક લાગે પરંતુ ત્યાં ગુરૂત્વાકર્ષણ ન હોવાને લીધે પૃથ્વી ઉપર પાછા ફરતાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમને ચક્કર આવવા, વાત કરવામાં અને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિલ્મોર અને વિલ્યમ્સ બોઇંગનાં સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં 5 જૂન 2024ના રોજ કેપ-કેનવેરલથી રવાના થયા હતા. બંને અવકાશયાત્રી માત્ર આઠ દિવસના મિશન માટે જ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ગયા હતાં. પરંતુ સ્ટારલાઈનરમાં યાંત્રિક ખામી, હિલિયમના લિકેજ તથા ગતિ ધીમી પડવા જેવી મુશ્કેલીઓના કારણે આઈ.એસ.એસ. પર તેમનું રોકાણ લગભગ નવ મહિના સુધી લંબાઈ ગયું હતું.

સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોરને લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેતા દરેક અંતરિક્ષયાત્રીઓને પડે છે તેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેમને ચાલવામાં મુશ્કેલી પડશે, જોવામાં પણ તકલીફ થશે. ચક્કર આવશે. હલન ચલનમાં અસ્થિરતા આવશે. તેઓને બેબી-ફીટની તકલીફ થશે. બેબી-ફીટ એટલે અંતરિક્ષ યાત્રીઓના પગનાં તળીયા-ચામડીનો મોટો ભાગ નીકળી જાય છે. તેથી તેમના પગના તળિયા તદ્દન નાના બાળકના પગના તળીયા જેવા કોમળ થઈ જાય છે. સિકનેસ પણ આવે છે. જેમાં લક્ષણ સ્પેસ-સિકનેસ જેવા જ છે. ગુરૂત્વાકર્ષણ શરીરના તરલ પદાર્થોને નીચે ખેંચે છે. પરંતુ સ્પેસમાં ગુરૂત્વાકર્ષણ લાગતું નથી. તેથી તે તરલ પદાર્થો શરીરના ઉપરના ભાગમાં પહોંચે છે. આમ લાંબો સમય અંતરિક્ષમાં રહેનારને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

બટેટાની ઈન્સ્ટન્ટ ચકરી

ચકરી ઈન્સ્ટન્ટ અને કુરકુરી બનાવવી હોય તો લોટમાં બાફેલા બટેટા ઉમેરવાથી તે ક્રિસ્પી બને છે.

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 2
  • લીલા મરચાં 4,
  • આદુ 2 ઈંચ
  • સફેદ તલ ¼ કપ
  • ચોખાનો લોટ 2 કપ
  • ચણાનો લોટ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો 1 ટી.સ્પૂન
  • માખણ 3 ટે.સ્પૂન, તેલ

રીતઃ મિક્સીમાં આદુ તેમજ મરચાંના ટુકડા કરીને નાખો. બાફેલા બટેટાના ટુકડા કરીને ઉમેરો અને તેની પેસ્ટ બનાવી લો.

એક તાસમાં ચોખાનો તેમજ ચણાનો લોટ ચાળણી વડે ચાળી લો. તેમાં ઓગાળ્યા વગરનું માખણ મેળવીને હાથેથી મિક્સ કરો. માખણ મિક્સ થઈ જાય એટલે બટેટાની પેસ્ટ મેળવીને લોટ બાંધી લો.

ચકરીના સંચામાં તેલ લગાડી લઈ લોટમાંથી તેમાં આવે તે પ્રમાણે લંબગોળ લૂવો બનાવીને સંચામાં ઉતારી લો. સંચો બંધ કરીને એક પ્લેટમાં પ્લાસ્ટીક ગોઠવીને તેની ઉપર સંચા વડે ચકરી પાડી લો. બધી ચકરી સંચા વડે પાડી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને ચકરી તેમાં આવે તેટલી હળવેથી નાખીને સોનેરી રંગની તળી લો.

૧૯ માર્ચ ૨૦૨૫

પંચાંગ 19/03/2025

ગાંધીનગર ખાતે ગુજરાત ટાઇટન્સ ટીમનું ત્રીજી વખત ભવ્ય સ્વાગત

ધ લીલા ગાંધીનગર, આ IPL માં ગુજરાત ટાઇટન્સ ટીમનું આતિથ્ય કરી રહ્યું છે. કેપ્ટન શુભમન ગિલ અને કેટલાક અન્ય સાથી ખેલાડીઓનું ઉષ્માભર્યું અને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું. ધ લીલા ગાંધીનગર ટીમને વિશ્વ કક્ષાના આતિથ્યસત્કાર પ્રદાન કરવા માટે તૈયાર છે, જે IPL સીઝન માટે આરામદાયક અને વૈભવી રોકાણ સુનિશ્ચિત કરે છે. ખેલાડીઓને તેમની ફિટનેસ વધારવા માટે અત્યાધુનિક ફિટનેસ સુવિધાઓ, સ્વાદિષ્ટ ભોજનના અનુભવો અને વ્યક્તિગત સેવાઓ સહિત ઉચ્ચ-સ્તરીય સુવિધાઓ પ્રદાન કરાશે. ગુજરાત ટાઇટન્સ 25 માર્ચે પંજાબ કિંગ્સ સામે તેમના IPL 2025ની શરૂઆત કરશે.