
મગની દાળના મેંદુ વડા
સ્વાસ્થ્યપ્રદ મગ કે મગની ફોતરાવાળી દાળના મેંદુ વડા તળીને અથવા તળ્યા વગર પણ બનાવી શકાય છે.

સામગ્રીઃ
- મગ અથવા મગની ફોતરાવાળી દાળ 1 કપ
- રવો ½ કપ
- દહીં ½ કપ
- આદુ 2 ઈંચ
- લસણની કળી 7-8
- કાંદો 1
- જીરૂ ½ ટી.સ્પૂન
- લીલા મરચાં 4-5
- કળીપત્તાના પાન 7-8
- બેકીંગ સોડા ½ ટી.સ્પૂન
- તેલ
- સ્વાદ મુજબ મીઠું
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- રાઈ ½ ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ ½ ટી.સ્પૂન
- કાશ્મીરી મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ મગની દાળને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં નાખી તેમાં આદુના ટુકડા તેમજ લસણની કળી ઉમેરીને પીસી લો.
આ મિશ્રણને એક મોટા વાસણમાં લઈ તેમાં રવો, દહીં ઉમેરી દો. કાંદો, લીલા મરચાં તેમજ કળી પત્તાના પાન ઝીણાં સમારીને તેમજ સમારેલી કોથમીર ઉમેરો. જીરૂ ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણ ઘટ્ટ હોવું જોઈએ. આ મિશ્રણને ઢાંકીને 10 મિનિટ રાખી મૂકો. ત્યારબાદ તળતી વખતે તેમાં બેકીંગ સોડા ઉમેરી દો.
હાથને તેલવાળા કરીને મિશ્રણમાંથી ગોળો લઈ ચપટો કરીને તેમાં વચ્ચે કાણું પાડીને એક પ્લેટમાં મૂકતા જાઓ. બધા ગોળા તૈયાર કરી લીધા બાદ કઢાઈમાં તેલ ગરમ કરી લીધા બાદ ગેસની મધ્યમ આંચે મેંદુવડા તળી લો.
જો વડા તળવા ન હોય તો કઢાઈ અથવા ઢોકળા બાફવાના વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરી તેમાં કાંઠો મૂકી દો. એક સ્ટીલની ચાળણી અથવા કાણાંવાળું ઢાંકણ તેલવાળું કરીને તેમાં વાળેલા ગોળા ગોઠવી દીધા બાદ આ સ્ટીલની ચાળણી કાંઠા ઉપર ગોઠવીને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ સુધી મેંદુ વડા બફાવા દો.
બાફેલા વડાનો વઘાર કરવા માટે એક પેનમાં તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. ત્યારબાદ તેમાં જીરૂ ઉમેરી લીલા મરચાં લાંબી ચીરીમાં સમારેલાં ઉમેરો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, કાશ્મીરી મરચાં પાઉડર, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું મેળવીને બાફેલા મેંદુ વડા મિક્સ કરીને 2-3 મિનિટ બાદ ગેસ બંધ કરીને આ વડા ખાવા માટે પીરસો.

ચારધામ યાત્રા 2025: પહેલા દિવસે 1.65 લાખ રજિસ્ટ્રેશન કરાવ્યું
ચારધામ યાત્રા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રાને લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને પહેલા જ દિવસે 1.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી લીધી છે. આમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન કેદારનાથ ધામ માટે થયું છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે, જે દિવસે ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલશે, જ્યારે 2 મેના રોજ કેદારનાથ અને બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે.

કેટલા શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન?
પ્રવાસન વિભાગે ગુરુવારે સવારે 7 વાગ્યે ઓનલાઈન નોંધણી પોર્ટલ અને “Tourist Care Uttarakhand” મોબાઈલ એપ લોન્ચ કર્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 1.65 લાખથી વધુ યાત્રાળુઓએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું. નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત રાખવામાં આવ્યું છે.
- પ્રવાસન વિભાગના આંકડા મુજબ, પહેલા દિવસે કેદારનાથ માટે 53,570 શ્રદ્ધાળુઓએ નોંધણી કરી, જે સૌથી વધુ છે.
- બદ્રીનાથ ધામ માટે 49,385 લોકોએ રજિસ્ટર કર્યું.
- ગંગોત્રી માટે 30,933 અને યમુનોત્રી માટે 30,224 યાત્રાળુઓએ નોંધણી કરાવી.
- હેમકુંડ સાહિબ માટે 1,180 શ્રદ્ધાળુઓએ પોતાનું નામ નોંધાવ્યું.
હેલિકોપ્ટર સેવા માટે પણ તૈયારી
ચારધામ યાત્રાને સરળ બનાવવા હેલિકોપ્ટર સેવા પણ શરૂ કરાશે. કેદારનાથ માટે હેલિસેવાનું ઓનલાઈન બુકિંગ એપ્રિલના પહેલા સપ્તાહમાં શરૂ થવાની શક્યતા છે. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી નવ ઉડ્ડયન કંપનીઓ હેલિકોપ્ટર સેવાઓ ચલાવશે. આ સેવાનું બુકિંગ IRCTC દ્વારા થશે, અને તેનો લાભ લેવા ચારધામ યાત્રાનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.
- હોટલોમાં પણ બુકિંગની ભીડ વધી રહી છે.
- UCADAના CEO સોનિકાએ જણાવ્યું કે, હેલિસેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે.
- યાત્રાળુઓની સુવિધા માટે પ્રવાસન વિભાગે “Tourist Care Uttarakhand” એપ શરૂ કરી છે, સાથે જ 24 કલાક ઉપલબ્ધ ટોલ-ફ્રી નંબર 0135-1364 પણ જાહેર કર્યો છે.
તમન્ના, જેક્લિન અને વાણી એકસાથે જોવા મળ્યા, જુઓ તસવીરો
ગુરુવારે સાંજે મુંબઈમાં ઝી સિને એવોર્ડ્સ 2025 ની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી અને પોતાના લુક્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેર્યું હતું. આ ઇવેન્ટના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કાર્તિક આર્યન, તમન્ના ભાટિયા અને જેકલીન ફર્નાન્ડીઝ તેમના અદભુત લુકમાં પોતાનું આકર્ષિત દેખાય રહ્યાં છે.

બોલિવૂડના યુવા પ્રતિભાશાળી સ્ટાર્સમાંના એક કાર્તિક આર્યન પણ ઝી સિને એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા અને હંમેશની જેમ ડેશિંગ દેખાતા હતા. રેડ કાર્પેટ પર જતા પહેલા, તેણે તેના ચાહકો સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી.

તમન્ના ભાટિયા જે લાંબા સમયથી પોતાના બ્રેકઅપને લઈને હેડલાઇન્સમાં રહી છે, તે પણ આ ઇવેન્ટમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. આ સાથે જ જેક્લિન અને વાણી કપૂર પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતાં.




(તસવીરો: દીપક ધૂરી)
સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને ‘ઓવરટાઇમ’ના પૈસા નહીં મળે, જાણો કારણ
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને સમય કરતાં વધુ સમય અવકાશમાં વિતાવવા બદલ કોઈ ઓવરટાઇમ પગાર મળશે નહીં. ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના એક અહેવાલ મુજબ નાસાના નિયમો મુજબ, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને તેમના અણધાર્યા લાંબા અવકાશ રોકાણ માટે કોઈ ઓવરટાઇમ મળશે નહીં. જ્યારે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમને તેના માટે ઓવરટાઇમ પેમેન્ટ પણ મળશે.

તમને જણાવી દઈએ કે બંને અવકાશયાત્રીઓ 286 દિવસ અવકાશમાં વિતાવ્યા પછી મંગળવારે પૃથ્વી પર પાછા ફર્યા હતા. તેમના અવકાશયાનમાં ખામી સર્જાયા બાદ, તેમણે અપેક્ષા કરતાં 278 દિવસ વધુ અવકાશમાં વિતાવ્યા. “તેમને આકસ્મિક ખર્ચ માટે દરરોજ પાંચ યુએસ ડોલર મળે છે,” અખબારે જણાવ્યું હતું. ન્યૂ યોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે, તેમના દૂરના સ્થળ અને અવકાશ યાત્રાના જોખમો હોવા છતાં, જ્યારે પગારની વાત આવે છે ત્યારે અવકાશયાત્રીઓ સાથે “બિઝનેસ ટ્રીપ પર અન્ય કોઈપણ સરકારી કર્મચારીની જેમ વ્યવહાર કરવામાં આવે છે”.
જાણો શું છે નિયમો
“અવકાશમાં હોવા છતાં, નાસાના અવકાશયાત્રીઓ ફેડરલ કર્મચારીઓ તરીકે સત્તાવાર મુસાફરી પર હોય છે,” એજન્સીના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના પ્રવક્તા જીમી રસેલે ધ ન્યૂ યોર્ક ટાઇમ્સને ઇમેઇલ દ્વારા જણાવ્યું. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર મૂળભૂત રીતે નવ મહિનાથી વધુ સમય માટે તેમના કાર્યસ્થળ છોડી શક્યા ન હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશયાત્રીઓને કોઈ ઓવરટાઇમ, રજા કે સપ્તાહાંતનો પગાર મળતો નથી, રસેલે જણાવ્યું હતું. રસેલે ઉમેર્યુ હતું કે, તેમના પરિવહન, ભોજન અને રહેવાનો ખર્ચ ચૂકવવામાં આવે છે, અને કાર્યસ્થળ પરના અન્ય ફેડરલ કર્મચારીઓની જેમ, તેમને દૈનિક “આકસ્મિક” ભથ્થું મળે છે. રસેલે કહ્યું કે કોઈપણ જગ્યાએ મુસાફરી માટે આકસ્મિક ભથ્થું દરરોજ પાંચ ડોલર છે.
આ કારણે વધારાનું ભથ્થું આપવામાં આવશે નહીં
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, આનો અર્થ એ થયો કે નાસા અનુસાર વિલ્મોર અને વિલિયમ્સને તેમના વાર્ષિક પગાર $152,258 ઉપરાંત 286 દિવસના અવકાશમાં રહેવા માટે લગભગ $1,430ની રકમ મળી. યુએસ જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, પૃથ્વીથી 250 માઇલ ઉપર ભ્રમણકક્ષામાં હતા ત્યારે વિલ્મોર અને વિલિયમ્સે કયા આકસ્મિક ખર્ચ કર્યા હશે તે સ્પષ્ટ નથી. સામાન્ય રીતે આ ખર્ચમાં “પોર્ટર્સ, લગેજ કેરિયર્સ, હોટેલ સ્ટાફ અને જહાજોના સ્ટાફને ચૂકવવામાં આવતી ફી અને ટિપ્સ”નો સમાવેશ થાય છે. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરે ખરેખર તેમના લાંબા રોકાણને મુશ્કેલી તરીકે જોયું નહીં. સુનિતા વિલિયમ્સે સપ્ટેમ્બરમાં પત્રકારોને જણાવ્યું હતું, “આ મારા માટે ખુશીનું સ્થળ છે, મને અવકાશમાં રહેવું ગમે છે. મજા આવે છે, ખબર છે?.”
ચેતજો! જાહેરમાં લધુશંકા કરશો તો….
‘મારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત’—આ સૂત્ર તો આપણે બધાએ ઘણી વખત સાંભળ્યું છે. રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ શહેરોને સ્વચ્છ રાખવા સતત નવા પ્રયાસો કરતી રહે છે. આ કડીમાં મોરબી મહાનગરપાલિકાએ એક અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનારાઓને રોકવા માટે મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

મોરબીના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત આ હોર્ડિંગ્સ પર જાહેરમાં લઘુશંકા કરતા લોકોના મોટા ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ બેનર્સ ભૂલથી નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવા અને આવી આદતો પર અંકુશ મૂકવા માટે જાણીજોઈને લગાવાયા છે. એટલું જ નહીં, આ હોર્ડિંગ્સ પર સ્પષ્ટ ચેતવણી પણ લખવામાં આવી છે.”જાહેરમાં લઘુશંકા કરશો તો તમારો ફોટો પણ અહીં લાગશે.”
મોરબી મનપા કચેરીથી લઈને શહેરના જુદા જુદા ભાગોમાં આવા બેનર્સ જોવા મળે છે. પરંતુ સવાલ એ છે કે શું આ પગલું ખરેખર અસરકારક સાબિત થશે? અગાઉ પણ ગંદકી રોકવા માટે અનેક પ્રયત્નો થયા છે—જાહેરમાં થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી થઈ, પરંતુ દર વખતે આવા પ્રયોગો શરૂઆતમાં તો જોરશોરથી ચાલે છે, પણ લાંબા ગાળે સારા પરિણામો નથી મળતા. આખરે તંત્ર થાકીને પાછું હટી જાય છે. હવે મોરબી મનપાનું





