Home Blog Page 1067

પ્રખ્યાત બોક્સર જ્યોર્જ ફોરમેનનું 76 વર્ષની વયે અવસાન

બે વખતના હેવીવેઇટ ચેમ્પિયન અને સુપ્રસિદ્ધ બોક્સર મુહમ્મદ અલી સામે ઐતિહાસિક ‘રમ્બલ ઇન ધ જંગલ’ મુકાબલાના વિજેતા જ્યોર્જ ફોરમેનનું શુક્રવારે રાત્રે નિધન થયું છે. તેઓ 76 વર્ષના હતા. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી પરંતુ તેમનું મૃત્યુ ક્યાં અને કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ વિગતો આપી ન હતી.

ટેક્સાસના વતની, ફોરમેન, ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી. 1973માં તેમણે જો ફ્રેઝિયરને હરાવીને પ્રથમ વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા. તે 20 વર્ષની ઉંમરે વિશ્વનો હેવીવેઇટ ચેમ્પિયન બન્યા, પરંતુ એક વર્ષ પછી જ મુહમ્મદ અલી સામે તેની ચેમ્પિયનશિપ હારી ગયા, જે કદાચ બોક્સિંગ ઇતિહાસની સૌથી યાદગાર લડાઈ હતી.

આ પછી ફોરમેને લાંબો વિરામ લીધો અને લગભગ 10 વર્ષ સુધી બોક્સિંગથી દૂર રહ્યા. જોકે, 1994માં તેમણે બોક્સિંગમાં ઐતિહાસિક વાપસી કરી અને 45 વર્ષની ઉંમરે માઈકલ મૂરને હરાવીને ફરી એકવાર હેવીવેઇટ ચેમ્પિયન બન્યા. આ જીતને બોક્સિંગ ઇતિહાસમાં સૌથી આઘાતજનક નોકઆઉટ્સમાંની એક માનવામાં આવે છે, કારણ કે મૂરર તેના કરતા 19 વર્ષ જુનિયર હતો. 45 વર્ષની ઉંમરે, ફોરમેન હેવીવેઇટ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી મોટી ઉંમરના વ્યક્તિ બન્યા.

ફોરમેન ફક્ત રિંગમાં તેમના શક્તિશાળી પ્રદર્શન માટે જ જાણીતા નહોતા, પરંતુ નિવૃત્તિ પછી પણ તેમણે પોતાની જાતને અલગ બનાવી. તેમનું જીવન પ્રેરણાદાયક હતું અને તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકનું અપહરણ, 16 કલાકમાં પોલીસ ઉકેલ્યો કેસ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી સામે આવી છે. જ્યાં એક નવજાત બાળકનું અપહરણ થયું હતું. આ ઘટનાએ હોસ્પિટલની સલામતીની વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. રાત્રે બનેલી આ ઘટનામાં એક અજાણી મહિલાએ બાળકને લઈને ભાગી ગઈ હતી. ખટોદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 16 કલાકની અંદર બાળકને શોધી કાઢ્યું. આ મામલે એક મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પાંડેસરા ન્યૂ બમરોલી રોડ પર રહેતા ધીરજભાઈ શુક્લા તેમની પત્ની સંધ્યાને પ્રસૂતિની તકલીફ શરૂ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં સંધ્યાએ એક બાળકને જન્મ આપ્યો. જન્મ બાદ બાળકને વધુ સારવાર માટે માતા સાથે છઠ્ઠા માળના જી-1 વોર્ડમાં ખસેડવામાં આવ્યું હતું. રાત્રે લગભગ 9 વાગ્યે એક અજાણી મહિલા બાળકને લઈને ગાયબ થઈ ગઈ. બાળક ગુમ થયાની જાણ થતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી, પરંતુ કોઈ પત્તો ન લાગતાં પોલીસને સૂચના આપવામાં આવી. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી. આખરે પોલીસે બાળકને નવાગામ ડિંડોલીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાંથી શોધી કાઢ્યું. બાળકનું અપહરણ કરનારી મહિલા અને તેના પતિને ખટોદરા પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં આ અજાણી મહિલા બાળકની માતા પર લગભગ ત્રણ કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ત્યારબાદ તેણે બાળકને થેલામાં નાખીને સાવચેતીપૂર્વક હોસ્પિટલની બહાર લઈ જતાં કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.

જ્યારે ડિરેક્ટરે સેટ પર અવનીત કૌર સાથે દુર્વ્યવહાર કર્યો

મુંબઈ: અવનીત કૌરે તાજેતરમાં જ પોતાના બાળપણનો એક કડવો અનુભવ શેર કર્યો છે. તેણીએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે 11 કે 12 વર્ષની હતી ત્યારે એક દિગ્દર્શકે તેનું શોષણ કર્યું હતું. અવનીતે આઠ વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણીએ કહ્યું કે આ બાબતથી તેમનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો.

દિગ્દર્શકે અવનીત સાથે દુર્વ્યવહાર કર્યો

પોતાના જીવનના કડવા અનુભવને યાદ કરતાં અવનીતે કહ્યું કે તેને ભારે શબ્દોવાળું એક પાનું આપવામાં આવ્યું હતું. જ્યારે તે વાંચી ન શકી ત્યારે દિગ્દર્શક ગુસ્સે થઈ ગયા. તાજેતરમાં અવનીત કૌરે એક ઇન્ટરવ્યુમાં કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘દિગ્દર્શકે મને ભારે શબ્દોવાળું એક પેજ આપ્યું હતું. મારે તે વાંચવું જ હતું. હું ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે હું ફક્ત 11 કે 12 વર્ષની હતી. હું 2 કે 3 વાર અટકી. એટલા માટે ડિરેક્ટરે મારા પર જોરથી બૂમ પાડી. તેણીએ કહ્યું કે હું ક્યારેય કંઈ કરી શકીશ નહીં.હું આ ઉદ્યોગમાં ક્યારેય પ્રગતિ કરી શકીશ નહીં. તેણે મને ગાળો પણ આપી હતી.’

મેં અભિનેત્રી બનવાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો

અવનીતે જણાવ્યું કે આ પછી તે ખૂબ જ લાચાર અનુભવી રહી હતી કારણ કે તેના માતા-પિતા તેને સેટ પર જવા દેતા ન હતા. અવનીતે કહ્યું,’મને ખબર નહોતી કે શું કરવું કારણ કે મારા માતા-પિતા મને સેટ પર જવા દેતા ન હતા. હું મારા માતા-પિતા પાસે ગઈ અને તેમને આખી વાત કહી, અભિનેત્રી બનવાનો મારો આત્મવિશ્વાસ તૂટી ગયો હતો.’

નાની ઘટનાઓની અસર અવનીત પર પડતી હતી

અવનીતે જણાવ્યું કે બોલિવૂડમાં તેના શરૂઆતના વર્ષો ખૂબ જ વિચિત્ર હતા, તે ખૂબ જ બેચેની અને અસુરક્ષિત અનુભવી રહી હતી. અભિનેત્રીએ કહ્યું કે રિહર્સલ દરમિયાન અયોગ્ય રીતે સ્પર્શ થવાથી લઈને નાની ઉંમરે કઠોર ટીકાનો સામનો કરવા સુધીની આ ઘટનાઓએ તેના પર ઊંડી અસર છોડી.

અવનીતને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવ્યો હતો

અવનીતે કહ્યું,’એકવાર, જ્યારે હું ડાન્સ રિહર્સલ કરી રહી હતી, ત્યારે કોઈએ મને અહીં ત્યાં સ્પર્શ કર્યો. તે સમયે મેં મારી માતાને તેના વિશે કહ્યું. તેમણે મને સારા અને ખરાબ સ્પર્શ વિશે જણાવ્યું. અવનીતના કામ વિશે વાત કરીએ તો તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં જોવા મળી છે. ટૂંક સમયમાં તે ‘લવ ઇન વિયેતનામ’ અને ટોપ ક્રૂઝની હોલીવુડ ફિલ્મ ‘મિશન: ઇમ્પોસિબલ’માં જોવા મળશે.

વેકેશનને ધ્યાને રાખી GSRTCએ આપી ગુજરાતવાસીઓને મોટી ભેટ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસટી નિગમ) દ્વારા આગામી ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને “મન ફાવે ત્યાં ફરો” નામની એક ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતનો કોઈપણ નાગરિક માત્ર 450થી 1450 રૂપિયામાં ચારથી સાત દિવસ સુધી રાજ્યના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજના સલામત અને આરામદાયક સફરની સાથે વિશેષ સુવિધાઓ પણ પૂરી પાડશે.

ગુજરાતીઓને પ્રવાસનો ખૂબ શોખ હોય છે અને આ શોખને પૂરો કરવા માટે એસટી નિગમે આ યોજના રજૂ કરી છે. આ યોજના અંબાજીથી ઉમરગામ અને કચ્છથી કાઠિયાવાડ સુધીના તમામ વિસ્તારોમાં લાગુ થશે. ગુજરાતના દરેક એસટી ડેપો પર આ યોજના કાર્યરત રહેશે. ગુર્જર નગરી, એક્સપ્રેસ બસો તેમજ નોન-એસી સ્લીપર કોચમાં પણ આ યોજનાનો લાભ મળશે. આ રીતે રાજ્યના તમામ એસટી ડેપોમાંથી મુસાફરો આ સેવાનો ઉપયોગ કરી શકશે.

આ યોજના મુસાફરો માટે સસ્તી અને સુરક્ષિત સફરનું માધ્યમ બનશે તે નિશ્ચિત છે. એક જ પાસથી સમગ્ર ગુજરાતમાં ફરવાની સુવિધા મળશે. એસટી નિગમની આ યોજના હેઠળ 1450 રૂપિયામાં સાત દિવસ સુધી ગુર્જર નગરીથી લઈને સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે, જ્યારે 850 રૂપિયામાં ચાર દિવસનો પ્રવાસ શક્ય બનશે. પરિવાર સાથે મુસાફરી કરવા ઈચ્છતા લોકો માટે 450 રૂપિયામાં અડધી ટિકિટનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ યોજના ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ટેકો આપશે. આગામી સમયમાં ગુજરાતની જનતા આ યોજનાને કેટલો પ્રતિસાદ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ અભિનેત્રીની પહેલી ફિલ્મ હતી ફ્લોપ, સલમાન સાથે કામ કર્યા પછી બની સુપરસ્ટાર

મુંબઈ: બોલિવૂડ સેલિબ્રિટીઓની વાતો ખૂબ જ વિચિત્ર હોય છે. કેટલાક કલાકારોને શરૂઆતથી જ સફળતા મળે છે, જ્યારે કેટલાક કલાકારોને પોતાનું સ્થાન બનાવવામાં સમય લાગે છે. આપણે એક એવી અભિનેત્રીની વાત કરીએ જેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી પણ આજે તે ખૂબ જ પ્રખ્યાત કલાકાર છે.

 

તે સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે

હા, અમે વાત કરી રહ્યા છીએ ઐશ્વર્યા રાય બચ્ચનની. તેની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તેણે સલમાન ખાન સાથે એક ફિલ્મ કરી હતી. આજે તે સૌથી ધનિક અભિનેત્રીઓમાંની એક છે. આજે ઐશ્વર્યા રાયની કુલ સંપત્તિ 900 કરોડ રૂપિયા છે. તે તેના પતિ અભિષેક બચ્ચન કરતા ચાર ગણી ધનવાન છે. અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ 280 કરોડ રૂપિયા છે. આ રીતે, ઐશ્વર્યા આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે.

ઐશ્વર્યાની પહેલી ફિલ્મ ફ્લોપ રહી હતી

ઐશ્વર્યા રાયે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. બોલિવૂડમાં પ્રવેશતા પહેલા પણ તે એક મોટું નામ હતું. તેમને પહેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ મળી. પણ તેમણે આ ફિલ્મ નહોતી કરી. મોટા પડદા પર આવતા પહેલા તેણીએ મોડેલિંગ પસંદ કર્યું. આ પછી, ઐશ્વર્યા રાયે ફિલ્મ ‘ઔર પ્યાર હો ગયા’ (1997) થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. આ ફિલ્મે કુલ ₹11.46 કરોડની કમાણી કરી હતી.

ઐશ્વર્યા રાયની સફળ ફિલ્મો

ઐશ્વર્યાએ 1999માં ‘હમ દિલ દે ચૂકે સનમ’થી વાપસી કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલી હતા. આ ફિલ્મમાં અજય દેવગન અને સલમાન ખાન અભિનય કરી રહ્યા હતા. આ ફિલ્મ સફળ રહી. આ ફિલ્મે ₹51 કરોડની કમાણી કરી. આ પછી ઐશ્વર્યાએ દેવદાસ, ધૂમ 2, ગુરુ અને રોબોટ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ઐશ્વર્યા છેલ્લે પોનીયિન સેલ્વનના પહેલા અને બીજા ભાગમાં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત ઐશ્વર્યા રાય જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે. તે રિયલ એસ્ટેટમાં પણ પૈસા રોકે છે.

ગેર ઉત્સવ: મજુર યુનિયનનું મનોરંજન

સામાન્ય દિવસોમાં દિવસ રાત વેપારથી ધમધમતા જમાલપુર એપીએમસી બજારના પ્રાંગણમાં શુક્રવારની સાંજે એક પરંપરાગત ઉત્સવ ઉજવાયો.

ભરપૂર ટ્રાફિક, પગમુકવાની જગ્યાના હોય એવો માનવ મહેરામણ અને શાકભાજી, ફળ ફળાદી , ફૂલ ઠાલવવા આવેલી લારીઓ, ટ્રક-ટેમ્પાથી ખીચો ખીચ બજાર ગઈ સાંજે ગેર ઉત્સવમાં ફેરવાઈ ગયું.

જમાલપુરના સરદાર પટેલ માર્કેટ યાર્ડના મજુર યુનિયન દ્વારા દર વર્ષે હોળી ધૂળેટી બાદ ગેર ઉત્સવ ઉજવવામાં આવે છે.

સતત વ્યસ્ત બજારમાં માલ સામાનના કટ્ટા ઉચકી મજૂરી કરતા માણસોની માંડી વેપારીઓ તમામ આ ગેર ઉત્સવમાં નવ વસ્ત્રો સાથે રમતા જોવા મળે છે.

મોટી લાઠીઓ અને પરંપરાગત વાદ્ય સંગીત સાથે ગેર ઉત્સવના નૃત્યમાં અસંખ્ય લોકો માણે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

ગુજરાતમાં આજથી વધશે ગરમીનું જોર, તાપમાન 40 ડિગ્રી પાર જવાની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. પવનની દિશામાં ફેરફારને કારણે તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી, ડીસામાં 37.8 ડિગ્રી, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી, નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી, અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 32.4 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 36.5 ડિગ્રી અને મહુવામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

માર્ચ મહિનો પૂર્ણ થવાના આરે છે ત્યારે હવે ગરમીમાં પણ ધીમે ધીમે વધારો નોંધાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક દિવસ સુધી રાજ્યના હવામાનમાં કોઈ મોટો ફેરફાર દેખાશે નહીં. જોકે, 24 કલાક પછી રાજ્યનું મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી વધી શકે છે. આનો અર્થ એ થયો કે રાજ્યનું તાપમાન ફરીથી 40 ડિગ્રીને પાર કરી શકે છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 69 ટકા અને સાંજે 20 ટકા જોવા મળ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ સુધી કચ્છથી વલસાડ સુધીના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેશે. ત્યારબાદ તાપમાનમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.

આ દિવસે રિલીઝ થશે ‘સિકંદર’નું ટ્રેલર, સલમાન-રશ્મિકાના રોમેન્ટિક અંદાજમાં જોવા મળશે

સલમાન ખાન ઉર્ફે ભાઈજાન 2025ની ઈદ પર ‘સિકંદર’ સાથે મોટા પડદા પર ધમાલ મચાવશે. બોલિવૂડ સુપરસ્ટારની આ ફિલ્મ 30 માર્ચ, રવિવારના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે નિર્માતાઓએ ટ્રેલરની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે. સલમાન એઆર મુરુગાદોસ દિગ્દર્શિત અને સાજિદ નડિયાદવાલા નિર્મિત ‘સિકંદર’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય એ પહેલા સલમાન ખાન અને રશ્મિકા મંદાન્નાના ખૂબ જ રોમેન્ટિક પોસ્ટર સામે આવ્યું છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

સિકંદરનું ટ્રેલર ક્યારે રિલીઝ થશે?

સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું ટ્રેલર 23 માર્ચ (રવિવાર) ના રોજ રિલીઝ થશે. સુપરસ્ટારે એક નવું પોસ્ટર શેર કર્યું જેમાં તે અને રશ્મિકા મંદાન્ના જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના કેપ્શનમાં લખ્યું હતું,“#Sikandarનું ટ્રેલર 23 માર્ચે રિલીઝ થશે!” #Sikandar 30 માર્ચ 2025 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. સિકંદરનું દિગ્દર્શન ARMurugadoss દ્વારા કરવામાં આવ્યું છે. આ પોસ્ટમાં સલમાન અને રશ્મિકા એકબીજાની નજરમાં ખોવાયેલા જોવા મળે છે. બંનેનો આ રોમેન્ટિક અંદાજ બધાને પસંદ આવી રહ્યો છે. રશ્મિકા મંદાના પહેલી વાર રૂપેરી પડદે સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાન ખાનની આગામી ફિલ્મ વિશે

‘સિકંદર’નું દિગ્દર્શન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, પ્રતીક બબ્બર, અંજિની ધવન અને નવાબ શાહ પણ છે. મુરુગાદોસ ‘ગજની’, ‘થુપ્પક્કી’, ‘હોલિડે: અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી’ અને ‘સરકાર’ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા દ્વારા બનાવવામાં આવી રહી છે. રશ્મિકા સાથે સલમાનની નવી જોડી અદ્ભુત લાગશે. સલમાનની છેલ્લી થિયેટર રિલીઝ ટાઈગર 3 હતી જે 2023 માં રિલીઝ થઈ હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ‘સિકંદર’નું વિદેશમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેનું એડવાન્સ બુકિંગ ભારતમાં 27 કે 28 માર્ચથી શરૂ થશે. આ ફિલ્મે અમેરિકામાં 13 લાખ રૂપિયાની કમાણી કરી છે.

વડોદરામાં બે આગની ઘટનાઓ, એસઆરપી સ્ટોરરૂમમાં ભભૂકી આગ, સયાજીપુરામાં એકનો મોત

વડોદરામાં આજે સવારમાં બે આગની ઘટના સામે આવી છે. મકરપુરા વિસ્તારમાં સ્થિત સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) ગ્રુપ-9ના સ્ટોરરૂમમાં આજે સવારે ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સ્ટોરરૂમમાં ટેન્ટ સહિતનો સામાન સંગ્રહિત હતો, જેનો ઉપયોગ એસઆરપી જવાનો બહારની ફરજો દરમિયાન કરે છે. છેલ્લા બે કલાકથી આગને કાબૂમાં લેવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એસઆરપીના જવાનોએ શક્ય તેટલો સામાન બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સામાનને વ્યાપક નુકસાન થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળે અત્યાર સુધી આઠ ફાયર ફાઇટર વાહનો પહોંચી ગયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ સયાજીપુરામાં ઘરમાં આગ લાગતા 43 વર્ષીય કિરણકુમાર બંસીવાલ રાણા નામના વ્યક્તિનું મોત થયું છે

મકરપુરા ખાતે આવેલા એસઆરપી ગ્રુપ-9ના આ સ્ટોરરૂમનું બાંધકામ મોટે ભાગે લાકડા અને પતરાંનું છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ સ્ટોરરૂમમાં રાખેલો સામાન એસઆરપી જવાનો માટે બહારની ફરજો દરમિયાન ઉપયોગી હતો. આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના બનતાં જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને નાથવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.

ચાર જુદા જુદા ફાયર સ્ટેશનોમાંથી આઠ ફાયર ફાઇટર વાહનો આગને કાબૂમાં લેવા માટે કામે લાગ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આગના કારણે છ સ્ટોરરૂમમાં રાખેલા સામાનને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ એસઆરપી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. એસઆરપી જવાનોએ સામાન બચાવવા માટે હાથ ધરેલા પ્રયાસોમાં ફાયર વિભાગને પણ સહયોગ આપ્યો હતો.

World Water Day: શું હેતુ છે વિશ્વ જળ દિવસ ઉજવવાનો?જાણો મહત્વ

જળ એ જ જીવન છે, તમે બધાએ આ વાક્ય સાંભળ્યું જ હશે. આ ફક્ત એક વાક્ય કે સૂત્ર નથી પણ સત્ય છે. વિશ્વમાં ત્રણ ટકાથી ઓછા તાજા પાણીના સ્ત્રોત છે. એવામાં આ આંકડો સતત ઘટી રહ્યો છે. ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી જતી જરૂરિયાતને કારણે પાણીની માંગ પણ વધી રહી છે. તેથી, દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ (world Water Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ પાણી બચાવ છે. તો ચાલો જાણીએ આ દિવસના ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે.

મહત્વ

ઉલ્લેખનીય છે કે વિશ્વ જળ દિવસ (World Water Day) દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે. જેથી લોકોને પાણીના મહત્વ અને તેના યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ વિશે જાગૃત કરી શકાય. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જળ પ્રદૂષણ, જળ સંકટ અને આબોહવા પરિવર્તન સંબંધિત સમસ્યાઓ તરફ ધ્યાન દોરવાનો છે.

થીમ

દર વખતે વિશ્વ જળ દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે. આ વખતે, એટલે કે વર્ષ 2025 માટે, થીમ ‘કિંમતી પાણી અને કિંમતી જીવન’ છે. આ થીમનો હેતુ પાણી બચાવવાના મહત્વ અને આ કુદરતી સંસાધનના મહત્વને પ્રકાશિત કરવાનો છે. જેથી ભવિષ્યની પેઢીઓ માટે પાણી ઉપલબ્ધ રહે.

પાણીના સંકટનું મુખ્ય કારણ

ભારતમાં પાણીની કટોકટીના મુખ્ય કારણોમાં અવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન, આબોહવા પરિવર્તન, વધુ પડતું પાણીનું શોષણ, વધતી વસ્તી અને જળ સ્ત્રોતોનું પ્રદૂષણ શામેલ છે. આ બધા કારણો પાણીનું સંકટ વધારી રહ્યા છે, જેના કારણે પાણીની ઉપલબ્ધતા ઘટી રહી છે.