નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં રિટેલ બજારની સાથે ઓનલાઇન બજારને મોટી અપેક્ષા છે. આગામી તહેવારોની સીઝન દરમ્યાન ઓનલાઇન વેચાણમાં વાર્ષિક આધારે 18-20 ટકા ગ્રોથ થવાની સાથે એ રૂ. 90,000 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે, એમ એક રિપોર્ટ કહે છે.
માર્કેટ રિસર્ચ રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટેન્ટસના જણાવ્યાનુસાર આગામી તહેવારોની સીઝન અત્યાર સુધીની સફળ સીઝન પુરવાર થવાની અપેક્ષા છે. કંપનીએ કહ્યું હતું કે અમારા અંદાજ અનુસાર ભારત ઇટેલિંગના 2023 તહેવારના GMV (ગ્રોસ માર્કેટ વેલ્યુ) આશરે 90,000 કરોડ થવાની અપેક્ષા છે, જે ગયા વર્ષ કરતાં તહેવારોના મહિનાઓમાં વેચાણથી 18-20 ટકા વધુ રહેવાની સંભાવના છે.
તેમણે કહ્યું હતું કે અમે આ તહેવારોના સમયગાળામાં ફેશન, કોસ્ટેમેટિક અને વ્યક્તિગત સારસંભાળ, ઘરેલુ અને સામાન્ય ચીજવસ્તુઓ અને બિન ઇલેક્ટ્રોનિક્સ સામાનના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા જોઈ રહ્યા છે.