શ્રીલંકાએ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કર્યું છે. દાસુન શનાકાની ટીમે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવીને વર્લ્ડ કપ 2023માં પોતાની જગ્યા બનાવી લીધી છે. શ્રીલંકાને મેચ જીતવા માટે 166 રનનો ટાર્ગેટ મળ્યો હતો. શ્રીલંકાની ટીમે 32.1 ઓવરમાં 1 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ઝિમ્બાબ્વે 32.2 ઓવરમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Sri Lanka have taken one place, but there’s one more up for grabs at #CWC23 👀
Scenarios for each team 👇https://t.co/DLG3xdGY3d
— ICC (@ICC) July 2, 2023
ઝિમ્બાબ્વે માટે માત્ર કેપ્ટન સીન વિલિયમ્સે પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. આ સિવાય બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝિમ્બાબ્વેના કેપ્ટન સીન વિલિયમ્સે 57 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. શ્રીલંકાના બોલરોની વાત કરીએ તો મહિષ તિક્ષ્ણ સૌથી સફળ બોલર હતો. મહિષ તિક્ષ્ણાએ 8.2 ઓવરમાં 25 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. જ્યારે દિલશાન મધુશંકાને 3 સફળતા મળી હતી. આ સિવાય મહિથા પાથિરાનાએ 2 વિકેટ લીધી હતી. દાસુન શનાકાએ 1 વિકેટ પોતાના નામે કરી હતી. મહિષ તિક્ષાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
Sri Lanka are #CWC23 bound 🤩🇱🇰 pic.twitter.com/DfV6N7TSKY
— ICC (@ICC) July 2, 2023
પથુમ નિશંકાએ અણનમ સદી ફટકારી હતી
ઝિમ્બાબ્વેના 165 રનના જવાબમાં શ્રીલંકાની ટીમે 32.1 ઓવરમાં 1 વિકેટે 169 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિશંકાએ શાનદાર સદી ફટકારી હતી. આ બેટ્સમેને 102 બોલમાં અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે કુસલ મેન્ડિસ 42 બોલમાં 25 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે દિમુથ કરુણારત્નેએ આઉટ થતા પહેલા 56 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે એકમાત્ર સફળતા રિચર્ડ નગારાવાને મળી હતી.