World cup 2023 : ન્યુઝીલેન્ડે ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો

વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રવિવારે ધર્મશાલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 273 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતને જીત માટે 274 રનનો ટાર્ગેટ આપ્યો છે. ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનમાં ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ અને ભારતના મોહમ્મદ શમીનું વર્ચસ્વ હતું. ડેરીલ મિશેલે 130 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે આ વર્લ્ડ કપમાં ભારત સામે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જ્યારે મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 10 વિકેટે 274 રન બનાવ્યા હતા. 40 ઓવર બાદ કિવી ટીમનો સ્કોર 219 રન હતો, ત્યારપછી એવું લાગતું હતું કે સ્કોર 300ને પાર કરી જશે. પરંતુ છેલ્લી ઓવરોમાં મોહમ્મદ શમીએ સતત વિકેટો લીધી અને ન્યૂઝીલેન્ડને મોટો સ્કોર કરતા અટકાવી દીધી. ન્યુઝીલેન્ડ માટે ડેરીલ મિશેલે 127 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 5 છગ્ગા આવ્યા હતા. આ સિવાય રચિન રવિન્દ્રએ 75 રન બનાવ્યા હતા.

 

ભારતે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તે તમામમાં જીત મેળવી છે. ન્યુઝીલેન્ડે પણ ચારેય મેચ જીતી છે અને તમામમાં જીત મેળવી છે. હવે બંને ટીમો એકબીજાને ટક્કર આપવા મેદાનમાં ઉતરશે. ભારત અને ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર થઈ શકે છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ મેચમાં રમી શકશે નહીં. ભારત તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક આપી શકે છે.ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. મોહમ્મદ શમીનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવ્યો છે.