રાજ્યમાં વેસ્ટ ડિસ્ટર્બન્સથી ઠંડી વધશે, ઠંડા પવનો ફૂંકાશે

અમદાવાદ: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનું વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.ગુજરાત પર આગામી 24 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે.જેને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનનો ફૂંકાવાને કારણે ઠંડકનો અનુભવ થશે. ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર હોવાથી લોકો અગાસી પર પહોંચ્યા હતા. જોકે, ઠંડા પવનો ફૂંકાતા કાતિલ ઠંડીમાં લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં 6.8 ડિગ્રીથી લઈને 17.5 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન ઘટીને 6.8 ડિગ્રીની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 17.5 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.