જાણો હવામાન વિભાગે ક્યા જિલ્લાઓમાં આજે આપ્યું છે યલ્લો એલર્ટ!

અમદાવાદ: 21મી ઓક્ટોબરના રોજ વહેલી સવારે શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર 21મી ઓક્ટોબરના રોજ 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 7 જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે 40 કિલોમીટર પ્રતિકલાકની પવનની ગતિની સંભાવના સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, ભાવનગર અને ડાંગમાં આજે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.