ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને બોલિવૂડ સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની વિધિઓ હલ્દી સમારંભથી શરૂ થઈ. સાથી મહિલા ખેલાડીઓએ “ટીમ દુલ્હન” બનાવી અને હલ્દી સમારંભમાં ખૂબ મજા કરી. મંધાના અને પલાશ 23 નવેમ્બરે ઇન્દોરમાં લગ્ન કરી રહ્યા છે.

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને બોલિવૂડના સંગીતકાર-ફિલ્મ નિર્માતા પલાશ મુચ્છલના લગ્નની વિધિઓ હલ્દી સમારંભથી શરૂ થઈ હતી. આ દંપતી 23 નવેમ્બરના રોજ ઇન્દોરમાં લગ્ન કરી રહ્યું છે. હલ્દી સમારંભ અગાઉ 21 નવેમ્બર એટલે ગઈ કાલે યોજાયો હતો.
પરિવાર, મિત્રો અને મંધાનાના ક્રિકેટ સાથીઓએ સમારંભમાં હાજરી આપી હતી. સ્થળને પીળા રંગથી શણગારવામાં આવ્યું હતું. સમારંભની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટામાં, તેજસ્વી પીળા રંગના પોશાકમાં સજ્જ મંધાના તેના નજીકના લોકો સાથે નાચતી અને હસતી જોઈ શકાય છે કારણ કે તે સમારંભની ઉજવણી કરે છે.
Women’s team members in Smriti Mandhana wedding#TeamIndia pic.twitter.com/L0SJ3jbtTn
— Vishal kr (@vishal_kr_31) November 21, 2025
મંધાનાએ પીળો શરારા સૂટ પહેર્યો હતો. મંધાનાના મંગેતર પલાશે પણ મેચિંગ પીળા રંગના પહેરવેશ પહેર્યો હતો. ઢોલ અને નગાડા સાથે તેઓ ફંક્શનની મજા માણતા જોવા મળ્યા હતા. હલ્દી સમારંભ પહેલા, પલાશ મુછલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ડીવાય પાટિલ પાસે મંધાનાને પ્રપોઝ કરતો જોવા મળ્યો હતો. હલ્દી સમારંભ માટે, સ્મૃતિએ બોર્ડરવાળો પીળો કુર્તો પહેર્યો હતો. તે શરારા સૂટ જેવો દેખાતો હતો, પલાઝો પર ગોલ્ડન શૂઝ પહેર્યા હતાં.
સાથી ખેલાડીઓએ ‘ટીમ દુલ્હન’ બનાવી
હલ્દી સમારંભના કેટલાક ફોટા વાયરલ થયા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ આ સમારંભમાં ભાગ લીધો. ઘણી ટીમના ખેલાડીઓ મંધાના સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળ્યા. પલાશ પણ તેમની સાથે જોડાતો જોવા મળ્યો.
શેફાલી વર્મા, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટિલ, રેણુકા સિંહ ઠાકુર, રાધા યાદવ, રિચા ઘોષ અને જેમીમા રોડ્રિગ્સ ‘ટીમ દુલ્હન’ તરીકે આ કાર્યક્રમમાં જોડાયા. તેમની હાજરીએ સમારંભને વધુ રોમાંચક બનાવ્યો. મહિલા ખેલાડીઓએ હલ્દી સમારંભમાં ખૂબ મજા કરતા જોવા મળ્યા હતાં.


